હર કામ દેશના નામ: એરક્રાફ્ટ રાષ્ટ્રીય સંરક્ષણ એકેડમી પર લેન્ડ થયું C-130, પાઇલટ્સ દ્વારા પરીક્ષણો હાથ ધરાયા

હર કામ દેશના નામ: રોજ પ્રથમ વખત રાષ્ટ્રીય સંરક્ષણ એકેડેમની ખાતે C-130 એરક્રાફ્ટના પાઇલટ્સ દ્વારા પરીક્ષણો હાથ ધરવામાં આવ્યા.

હર કામ દેશના નામ: એરક્રાફ્ટ રાષ્ટ્રીય સંરક્ષણ એકેડમી પર લેન્ડ થયું C-130, પાઇલટ્સ દ્વારા પરીક્ષણો હાથ ધરાયા
Aircraft C-130 landed at the National Defense Academy, tests conducted by pilots
TV9 GUJARATI

| Edited By: Gautam Prajapati

Sep 24, 2021 | 5:38 PM

જ્યારે પણ દેશ પર કોઇ મુસીબત આવે છે ત્યારે સેનાના જવાનો હર હંમેશ લોકોની સેવા કરવા માટે આગળ આવે છે. રાષ્ટ્રીય સંરક્ષણ એકેડેમી (NDA) એક આઇકોનિક સંસ્થા છે. તેમજ સૈન્ય શિક્ષણના ક્ષેત્રમાં ઉત્કૃષ્ટતાની વૈશ્વિક બ્રાન્ડ છે.તમને જણાવી દઈએ કે  NDA પાસે સંપૂર્ણપણે વિકસિત એરફિલ્ડ છે જ્યાં વાયુસેનાના કેડેટ્સ સુપર ડીનોમા એરક્રાફ્ટમાં તાલીમ મેળવે છે.

આ એરફિલ્ડનો ઉપયોગ Mi 17 1V મીડિયમ લિફ્ટ હેલિકોપ્ટર, ચેતક અને સૈન્યના ALH ની નિયમિત તાલીમ અને તેના પરિચાલન મિશન માટે પણ કરવામાં આવે છે. એરફિલ્ડના પરિચાલનના પરિઘમાં વધારો કરીને પરિવહન વિમાનો માટે પણ તેનો ઉપયોગ શરૂ કરવા માટની તજવીજ હાથ ધરવામાં આવી છે.

23 સપ્ટેમ્બરના રોજ પ્રથમ વખત રાષ્ટ્રીય સંરક્ષણ એકેડેમની ખાતે C-130 એરક્રાફ્ટના પાઇલટ્સ દ્વારા પરીક્ષણો હાથ ધરવામાં આવ્યા હતા. તમને જણાવી દઈએ કે આ એરફિલ્ડને ભારતીય વાયુસેનાના અગ્રહરોળના પરિવહન વિમાનો દ્વારા હવાઇ કામગીરીઓ હાથ ધરવા માટે સક્ષમ એરફિલ્ડ તરીકે વર્ગીકૃત કરવામાં આવ્યું છે. આ સીમાચિહ્નરૂપ સિદ્ધિ તાલીમ અને પરિચાલન સૈન્ય ઉડ્ડયન બંને પ્રકારે એરફિલ્ડના ઉપયોગ માટે લાંબાગાળે લાભદાયી પુરવાર થશે તેવું કહેવામાં આવી રહ્યું છે.

આ પણ વાંચો: આ છે સ્માર્ટસિટીના રસ્તા! અમદાવાદના આ વિસ્તારના રસ્તા પર વાહન ચલાવવું એટલે મોટું જોખમ

આ પણ વાંચો: Ahmedabad: સ્કૂલ ચલે હમ? ભણતર માટે હાલાકી ભોગવતા બાળકોને આ રીતે જવું પડે છે શાળાએ

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati