‘સિંહના ઠેકાણા ન હોય’ તો એશિયાટિક સિંહ માત્ર ગુજરાતમાં જ કેમ જોવા મળે છે ? જાણો આ સાવજની શું છે ખાસિયત
એશિયાટિક સિંહ માત્ર ગુજરાતનું જ નહીં પણ એશિયાનું પણ ગૌરવ છે. એશિયાટિક સિંહોના સંરક્ષણ માટે સરકાર ખાસ તકેદારી રાખે છે. ત્યારે આજના લેખમાં જણાવીશું કે, એશિયામાં ફ્ક્ત ગુજરાતમાં જ કેમ જોવા મળે છે એશિયાટિક સિંહ અને આ સિંહો અન્ય સિંહોથી કેવી રીતે અલગ પડે છે ?

એશિયાટિક સિંહ કે જેને ભારતીય સિંહ તરીકે પણ ઓળખવામાં આવે છે. જે પેંથેરા લીઓની પેટાજાતિના છે. જે 20મી સદીની શરૂઆતથી ગીર રાષ્ટ્રીય ઉદ્યાન અને તેના આસપાસના વિસ્તારોમાં જ જોવા મળે છે. એક સમયે એશિયાટિક સિંહ એશિયા અને પૂર્વ યુરોપના પશ્ચિમ, દક્ષિણ અને મધ્ય પ્રદેશોમાં રહેતા હતા. એશિયાટિક સિંહો અગાઉ પર્શિયા, અરેબિયા, પેલેસ્ટાઈન, મેસોપોટેમિયા અને બલુચિસ્તાનમાં જોવા મળતા હતા. એશિયાટિક સિંહો ગુજરાત કેવી રીતે આવ્યા ? ભારતમાં એશિયાટિક સિંહો અગાઉ બંગાળ સહિત સમગ્ર ભારતમાં વસવાટ કરતા હતા, પરંતુ મોટા પ્રમાણમાં શિકારના કારણે તેમની સંખ્યામાં ઘટાડો થયો. 19મી સદીની શરૂઆતમાં આ સિંહો ઉત્તર-પશ્ચિમ અને મધ્ય ભારતમાં હરિયાણા, ખાનદેશ (હાલના મહારાષ્ટ્રમાં), રાજસ્થાન, સિંધ અને છેક પૂર્વમાં પલામુ અને રીવા, મધ્ય પ્રદેશ સુધી જોવા મળ્યા હતા. બ્રિટિશરો અને ભારતીય જાગીર શાસકો દ્વારા શિકારને કારણે દેશમાં સિંહોની સંખ્યામાં સતત ઘટાડો થયો. ...
