કાળા પાણીની સજા એટલે જીવતી લાશોની 696 કાળી કોટડીઓ, જ્યાં ન તો હવા હતી, ન તો સૂર્યપ્રકાશ… હતુ તો માત્ર આત્માને તોડી નાખતુ એકાંત- વાંચો
કાળા પાણી પાર કરવું એ માત્ર એક સફર નહોતી. 19મી સદીના ભારતમાં તે સામાજિક મૃત્યુ હતું. માણસનું સમગ્ર અસ્તિત્વ મિટાવી દેવામાં આવ્યું હોય તેવું લાગતું હતું. અંગ્રેજ અધિકારીઓ આ મનોવિજ્ઞાન ને સમજતા હતા કે કાળા પાણીની સજા માત્ર શરીરને તોડવા માટે નહીં, પણ ઘર, પરિવાર અને તેમની યાદો થી હંમેશા માટે છૂટા પાડવાની એક નિર્દય રીત હતી.

‘કાળા પાણી’ – આ એક એવી સજા હતી, જેનું નામ પડતા જ રૂવાંટા ખડા થઈ જાય. આ જેલ એ માત્ર શારીરિક યાતના નહીં, પણ માનસિક અને સામાજિક મૃત્યુનું પ્રતિક હતી. આ સજા કોઈ ખૂંખાર ગુનેગારો માટે નહિ, પણ દેશના જ વીર સપૂતો, સ્વતંત્રતા સેનાનીઓ માટે હતી. સાગરની વચ્ચે, ભારતથી દૂર અંડમાનનાં ટાપુઓ પર આવેલી સેલ્યુલર જેલ, એક જીવંત નરક હતી, જ્યાં કેદીઓને કદી વિસરી શકે એવી યાતનાઓ આપવામાં આવતી. આ સચ્ચાઈ કોઈ પણ વ્યક્તિને તોડી નાખવા માટે પૂરતી હતી. જેલમાં રહેવું દુષ્કર હતું અને જેલ તોડીને ભાગવુ પણ વ્યર્થ. આ વાત છે અંદામાનના ટાપુને વસાવનારા લોકોની. આ તેમની વાર્તા છે, જેના કારણે બંગાળની ખાડીમાં સ્થિત આ ટાપુઓ વસ્યા છે. શું ખરેખર અંદામાન ફક્ત અપરાધીઓથી જ વસેલું હતું? આવો જાણીએ.. function loadTaboolaWidget() { ...
