Junagadh: માતાપિતા કે વૃદ્ધોને પરેશાન કરતા સંતાનોની હવે ખેર નથી, જૂનાગઢમાં વરિષ્ઠ નાગરિકો માટે રાજ્યનો પહેલો પ્રોજેક્ટ શરૂ
આ કાયદા અંતર્ગત જૂનાગઢ જિલ્લાના જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આ અધિનિયમ અંતર્ગત સંતાનોને જેલ દંડ રદ બાતલ કરવા સહિતની જોગવાઇ કરવામાં આવી છે. સમાજમાં વડીલો ગૌરવ જીવન જીવી શકે અને તેમનો આદર સત્કાર થાય તેવો આ પ્રોજેક્ટનો ઉદ્દેશ
માતા-પિતા અને ઘરમાં રહેતા વૃદ્ધ લોકોને હેરાન કરતા સંતાનો (children) સામે વહીવટી તંત્રએ લાલ આંખ કરી છે. માતા-પિતા (parents) અને વરિષ્ટ નાગરીકો (senior citizens) ના ભરણપોષણ અને કલ્યાણ માટે જૂનાગઢ (Junagadh) જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નાગરિકોને મદદરૂપ થાય તેવા પ્રોજેક્ટ (project) નું લોન્ચિંગ કરવામાં આવ્યું છે. આ પ્રોજેક્ટ અંતર્ગત ઘરના વડીલો માતા-પિતા દાદા-દાદી કે વરિષ્ઠ નાગરિકોને પરેશાન કરતા સંતાનો સામે કાર્યવાહી કરવામાં આવશે. હાલ આવા 45 જેટલા કેસની સામે કાર્યવાહી ચાલી રહી છે. જૂનાગઢના કલેક્ટર દ્વારા શરૂ કરવામાં આવેલો આ પ્રોજેક્ટ રાજ્યમાં પ્રથમ પહેલ છે.
અધિનિયમ 2007 અમલમાં છે. આ કાયદા અંતર્ગત જૂનાગઢ જિલ્લાના જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આ અધિનિયમ અંતર્ગત સંતાનોને જેલ દંડ રદ બાતલ કરવા સહિતની જોગવાઇ કરવામાં આવી છે.. સમાજમાં વડીલો ગૌરવ જીવન જીવી શકે અને તેમનો આદર સત્કાર થાય તેમ જ સંતાનો દ્વારા કોઈ મુશ્કેલી ના પડે તે માટે જિલ્લા વહીવટી તંત્ર એ સરાહનીય કામગીરી શરૂ કરી છે અને આર્શિવાદ યોજનાનું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું.
આ અધિનિયમ અંતર્ગત સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ અને ખાસ સત્તાઓ આપવામાં આવી છે. જેમાં એસડીએમ કોર્ટે હેઠળ અપીલની જોગવાઈ કરવામાં આવી છે. તેવા સેક્શન 7 અંતર્ગત એસડીએમ કોર્ટના ટ્રીબ્યુનલ તરીકે કામ કરશે. સેક્શન 5 અંતર્ગત સુઓમોટો કામગીરી પણ કરી શકશે.
આશીર્વાદ પ્રોજેકટ યોજના કલેકટર દ્વારા શરૂઆત કરવામાં આવતા જાગૃત સિનિયર નાગરિકે પણ આ યોજનાને બિરદાવવામાં આવી છે અને આવી કોઈ ઘટના બને તેમની સામે કડક કાર્યવાહી થાય તેવી પણ આશા વ્યક્ત કરવામાં આવી.. આમ જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વડીલોને સન્માન મળી રહે તે માટે ઉમદા કામગીરી શરૂ કરવામાં આવી છે.
આ પણ વાંચોઃ Mehsana: મનપસંદ બાઈક મેળવવા 90 હજારના સિક્કા લઈને શો રૂમ પહોચ્યો યુવક, સ્ટાફને સિક્કા ગણતા સવારથી બપોર પડી !
આ પણ વાંચોઃ ગ્રાહક ફરિયાદ નિવારણ ફોરમ અને પોસ્ટના ઓનલાઇન પોર્ટલમાં છેલ્લા 45 દિવસથી સર્જાઈ ખામી