Mehsana: મનપસંદ બાઈક મેળવવા 90 હજારના સિક્કા લઈને શો રૂમ પહોચ્યો યુવક, સ્ટાફને સિક્કા ગણતા સવારથી બપોર પડી !

ટુ-વ્હીલર વેચ્યા બાદ શૉરૂમ સંચાલક સામે મોટો પડકાર હતો રૂપિયા ગણવાનો. જેના માટે તેમણે આખો સ્ટાફ કામે લગાડવો પડ્યો. રૂપિયા ગણતા-ગણતા જ અડધો દિવસથી વધારે સમય નીકળી ગયો. સવારથી બપોર સુધી શૉ રૂમનો સ્ટાફ સિક્કા ગણતો રહ્યો

Mehsana: મનપસંદ બાઈક મેળવવા 90 હજારના સિક્કા લઈને શો રૂમ પહોચ્યો યુવક,  સ્ટાફને સિક્કા ગણતા સવારથી બપોર પડી !
Milkman bought a bike with a coin of 90 thousand rupees
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 30, 2022 | 11:58 AM

મહેસાણા (Mehsana)માં એક દુધના વ્યવસાય સાથે જોડાયેલો યુવક રોકડા સિક્કા (Coin) લઈને ટુ વ્હીલર ખરીદવા પહોચ્યો હતો. આ યુવકે રુપિયા 90,000 રોકડ સિક્કા આપીને બાઇક ખરીદ્યુ હતુ. આટલી મોટી રકમની ચુકવણી (Payment) યુવકે સિક્કામાં કરતા શો રુમનો આખો સ્ટાફ રોકડ રકમની ગણતરીના ધંધે લાગી ગયો હતો. મળેલી માહિતી મુજબ શો રુમના સ્ટાફને આ રોકડ રકમ ગણતા સવારથી બપોર સુધીનો સમય લાગી ગયો હતો. આમ છતા શો રુમના માલિકે આ રોકડ સિક્કાની રકમ સ્વીકારને ગ્રાહકને તેની પસંદગીનું બાઇક આપ્યુ હતુ.

આજના સમયમાં ક્યાંક રોકડની અછત સર્જાતી હોય છે, તો ક્યાંક રોકડની રેલમછેલ થતી હોય છે. ઘણીવાર કોઈ 100 રૂપિયા પણ રોકડા આપે તો નવાઈ લાગતી હોય છે. પરંતુ તમે એ જાણીને ચોંકી જશો કે મહેસાણામાં એક વ્યક્તિએ રૂપિયા 90 હજારના સિક્કા આપીને ટુ-વ્હીલર ખરીદ્યું છે. મહેસાણામાં બાઇકના એક શૉરૂમવાળાને ગ્રાહકે એટલા બધા રોકડા સિક્કા આપ્યા કે આખો સ્ટાફ તેને ગણવાના કામે લાગી ગયો હતો.

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

ગ્રાહક દૂધના ધંધા સાથે સંકળાયેલો છે. તેની પાસે રોજ રોકડા રૂપિયા આવે છે. તેને ધંધા માટે ટુ-વ્હીલરની જરૂર હોવાથી તે રોકડા રૂપિયા લઈને બજારમાં નીકળી પડ્યો. પણ કોઈ 90 હજાર રૂપિયા રોકડ લેવા તૈયાર નહોતું. તે બેન્કમાં પણ આ સિક્કા આપવા ગયો હતો. જ્યાં બેન્કવાળાએ કહ્યું કે આટલા બધા રૂપિયા ગણવાનો તેમની પાસે સમય નથી. આખરે એક શૉરૂમ વાળાએ ગ્રાહકને ભગવાન માનીને પાછો ન જવા દીધો. શૉ રૂમ સંચાલકે 90 હજારના સિક્કા લઈને ગ્રાહકને ટુ-વ્હીલર વેચ્યું.

ટુ-વ્હીલર વેચ્યા બાદ શૉરૂમ સંચાલક સામે મોટો પડકાર હતો રૂપિયા ગણવાનો. જેના માટે તેમણે આખો સ્ટાફ કામે લગાડવો પડ્યો. રૂપિયા ગણતા-ગણતા જ અડધો દિવસથી વધારે સમય નીકળી ગયો. સવારથી બપોર સુધી શૉ રૂમનો સ્ટાફ સિક્કા ગણતો રહ્યો. તેમના માટે પણ આ જિંદગીનો એક અજબ પ્રકારનો અનુભવ હતો.

આ પણ વાંચો-

Kutch: જુણા ગામના 85 વર્ષના વૃધ્ધ સજા પૂર્ણ થયા બાદ પણ પાકિસ્તાની જેલમાં બંધ, પરિવારે તેમના મુક્તિ માટે કરી માગ

આ પણ વાંચો-

Jamnagar: મનપા દ્વારા લાખોના ખર્ચે સાધનો, વાહનો અને ટ્રીગાર્ડની ખરીદી, અત્યારે ઉપયોગ પહેલા જ ભંગાર હાલતમાં

g clip-path="url(#clip0_868_265)">