Junagadh : અપૂરતા વીજ પૂરવઠાથી ખેડૂતો પરેશાન, PGVCLના ઈજનેરને નોટિસ ફટકારી વળતરની માંગ કરી
ખેડૂતોનો આક્ષેપ છે કે બીલખા કચેરી દ્વારા પ્રભાતપુરને વીજ પુરવઠો મળતો નથી..છેલ્લા ચાર દિવસથી વીજ પુરવઠો આપવામાં આવ્યો નથી.ચાર દિવસથી વીજ પુરવઠો ન મળતા તેમના પાકને ભારે નુકસાન થયું છે.જેથી એકર દીઠ 25 હજાર ચુકવવા માંગ કરી છે.
ગુજરાતમાં (Gujarat) એક તરફ 8 કલાક સળંગ વીજળી આપવાની ખેડૂતોની(Farmers) માંગણી યથાવત છે.ત્યારે, જૂનાગઢના (Junagadh) પ્રભાતપુર ગામમાં છેલ્લા 4 દિવસથી વીજ પુરવઠો ન અપાતા ખેડૂતો હાલાકી ભોગવી રહ્યા છે.ખેડૂતોએ PGVCLના ઈજનેરને વકીલ મારફતે નોટિસ ફટકારી છે.તાત્કાલિક એકર દીઠ 25 હજાર રૂપિયાનું વળતર ચૂકવવાની માંગણી કરવામાં આવી છે.વહેલી સવારે ઉઠીને ખેડૂતો ખેતરે જાય છે.પરંતુ, પૂરતી લાઈટ ન અપાતા કામ થતું ન હોવાનું ખેડૂતોનું કહેવું છે.પૂરતી લાઈટ ન મળતા પાકને પિયત આપી શકાતું નથી.ખેડૂતોનો આક્ષેપ છે કે બીલખા કચેરી દ્વારા પ્રભાતપુરને વીજ પુરવઠો મળતો નથી..છેલ્લા ચાર દિવસથી વીજ પુરવઠો આપવામાં આવ્યો નથી.ચાર દિવસથી વીજ પુરવઠો ન મળતા તેમના પાકને ભારે નુકસાન થયું છે.જેથી એકર દીઠ 25 હજાર ચુકવવા માંગ કરી છે.
જો આ અંગે યોગ્ય નિર્ણય કરવામાં નહીં આવે તો ઉગ્ર વિરોધની ચીમકી ઉચ્ચારી છે. તેમજ ઉનાળાની સિઝનમાં પાકને પાણીને જરૂરિયાત હોય છે ત્યારે અપૂરતા વીજ પૂરવઠાને લીધે બોરમાંથી પાણી પણ મેળવી શકતા નથી. જેના લીધે પાકને પાણી ન મળતા સુકાવાની તૈયારીમાં છે, જેના લીધે ખેડૂતોને આર્થિક નુકશાન સહન કરવાનો વારો આવ્યો છે.
આ પણ વાંચો : Ahmedabad: મિર્ઝાપુરમાં રહેતો અને ફક્ત દોઢ ફૂટની હાઈટ ધરાવતો હબીબ બોર્ડની પરીક્ષા આપશે
આ પણ વાંચો : કચ્છ : પોલીસની નિષ્ફળતા વચ્ચે હવે મંદિર ચોરોને ઝડપવા ફોટો પ્રસિધ્ધ કરી 51,000 ઇનામની જાહેરાત !