Gujarati Video : જુનાગઢમાં અંધશ્રદ્ધાની આગ, પિતાએ 13 વર્ષની દીકરીને આગ પર ચાલવા કરી મજબૂર, બચાવવા આવેલી માતા અને બહેનને માર્યો માર, સાત લોકો સામે ફરિયાદ

Junagadh: વધુ એક દીકરી અંધશ્રદ્ધાની આગમાં ધકેલાઈ છે. જુનાગઢમાં પિતાએ 13 વર્ષની દીકરીને આગમાં ચાલવા મજબુર કરી. દીકરીને બચાવવા ગયેલી માતા અને બહેનને અંધશ્રદ્ધામાં અંધ બનેલા પિતાએ માર માર્યો હતો. આ સમગ્ર ઘટનના ઘેરા પડઘા પડ્યા છે પોલીસે સાત લોકો સામે ફરિયાદ નોંધાવી છે.

Gujarati Video : જુનાગઢમાં અંધશ્રદ્ધાની આગ, પિતાએ 13 વર્ષની દીકરીને આગ પર ચાલવા કરી મજબૂર, બચાવવા આવેલી માતા અને બહેનને માર્યો માર, સાત લોકો સામે ફરિયાદ
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 30, 2023 | 3:43 PM

જુનાગઢના કેશોદથી અંધશ્રદ્ધાની હચમચાવી દેનારી ઘટના સામે આવી છે. વધુ એક દીકરીને અંધશ્રદ્ધાની આગમાં સગા બાપ દ્વારા ધકેલવામાં આવી છે. કેશોદમાં પોતાની જ 13 વર્ષની માસુમ દીકરીને સગી પિતાએ મેલી વિદ્યા હોવાનુ કહી યાતનાઓ આપી. 13 વર્ષની દીકરીને આગ પર ચાલવા મજબુર કરી.

સત્તના પારખા કરવા પડશે એવુ કહી દીકરીને આગમાં ધકેલી

તારામાં મેલી વિદ્યા છે એવg કહી દીકરીના હાથને આગમાં હોમ્યા હતા. સમગ્ર ઘટનામાં પિતા, ફઈ, કાકા સહિત અન્ય પરિવારજનોની મિલિભગત હોવાનુ સામે આવ્યુ છે. દીકરીને આગમાંથી બચાવવા જ્યારે માતા અને મોટી દીકરી વચ્ચે પડી તો અંધશ્રદ્ધામાં અંધ બનેલા તેના પિતાએ બંનેને ઢોર માર માર્યો. આગમાં ધકેલાયેલી ગંભીર રીતે ઈજાગ્રસ્ત બનેલી કિશોરીને જુનાગઢ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

માતાને દીકરી બચાવવા દોડ્યા તો બલી ચડાવી દેવાની ધમકી આપી

માનવતાને શર્મનાક કરતી આ ઘટનાના ઘેરા પડઘા પડ્યા છે. દીકરીના માતાના જણાવ્યા તેઓ છેલ્લા સાત વર્ષથી રિસામણે છે પરંતુ દીકરીઓના તેમના પિતા સાથે સારા સંબંધ હતા. આથી કુટુંબનો હવન હોવાથી ત્યાં ગયા હતા. છેલ્લા બે દિવસથી દીકરીઓને રાત્રે ડાકલા વગાડી કલાકો સુધી ધુણાવતા હતા. જેમા એક દીકરી ન ધુણતા તેનામાં મેલીવિદ્યા છે. તારા સતના પારખા કરવા પડશે એવુ કહી સગા પિતાએ દીકરીને આગ પર ચલાવી હતી અને તેના હાથ પણ આગમાં હોમ્યા હતા. જેમા કિશોરીને હાથમાં અને પગમાં ગંભીર ઈજા પહોંચી છે.

ઘટના બાદ દીકરીની માનસિક રીતે ભાંગી પડી

ભોગ બનનાર કિશોરીએ રડતા રડતા Tv9 સમક્ષ જણાવ્યુ કે તેના પિતા તેની સાથે આવુ કરશે તેની ક્યારેય કલ્પના પણ ન હતી. તેને છેલ્લા બે દિવસમાં અંધશ્રદ્ધામાં અંધ બનેલા પિતાએ માનસિક રીતે પણ ખૂબ ટોર્ચર કરી હોવાનુ જણાવે છે. વારંવાર તેને મેલીવિદ્યા છે તેવુ કહી ધુણાવવામાં આવતી હતી. આટલુ જ નહીં તેને આગમાં ચાલવા મજબુર કરી તો તેની માતા અને બહેન બચાવવા વચ્ચે પડ્યા તો માનવતા નેવે મુકી સગા બાપે એવુ પણ કહ્યુ કે તેની તો બલી જ ચડાવી દેવી છે.

અંધશ્રદ્ધાની ઘટના સામે આવ્યા બાદ પોલીસે પિતા સહિત સાત લોકો સામે નોંધી ફરિયાદ

આટલુ ઓછુ હોય તેમ તેના આ કુકર્મમાં સગી ફઈ, કાકા અને કુટુંબીજનો પણ સામેલ હતા. કોઈ તેને રોકવાવાળુ ન હતુ. આજે એક તરફ દીકરીઓ વિકાસની હરણફાળ ભરી રહી છે ત્યારે કેટલાક કુટુંબોમાં હજુ પણ દીકરીઓએ સત્તના પારખા આપવા પડે તે કેટલે  અંશે યોગ્ય છે? અંધશ્રદ્ધાને કારણે ક્યાં સુધી દીકરીઓ આ રીતે બલી ચડતી રહેશે?

આ પણ વાંચો: આધુનિક યુગમાં પણ અંધશ્રદ્ધા ! પરિણીતાને માથે સળગતી સગડી રાખી મઢના ચક્કર લગાવડાવ્યા, સાસરિયા પક્ષ વિરુધ્ધ ફરિયાદ દાખલ

ઘરના જ સભ્યો દ્વારા આ પ્રકારે પીડા આપવામાં આવે ત્યારે કુમળા માનસ પર તેની કેટલી વિપરીત અસર પડે તેની કલ્પના પણ ન થઈ શકે. ભોગ બનનાર દીકરી માનસિક રીતે તદ્દન ભાંગી પડી છે. સમગ્ર ઘટના સામે આવતા પિતા, ફઈ અને અન્ય કુટુંબીજનો સહિત સાત લોકો સામે ફરિયાદ નોંધવામાં આવી છે.

નોંધ: આ લેખ માત્ર જાણકારી માટે છે. અહીં આપવામાં આવેલી માહિતી તથ્યો આધારિત છે. જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. આ લેખ દ્વારા અંધશ્રદ્ધાને પ્રોત્સાહન આપવાનો કોઈ આશય નથી.  

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

g clip-path="url(#clip0_868_265)">