ગુજરાત: વડાપ્રધાન મોદી આવતીકાલે ઉમિયા માતા મંદિરના સ્થાપના દિવસની ઉજવણીને સંબોધશે, CM ભૂપેન્દ્ર પટેલ પણ રહેશે હાજર
Narendra Modi: વડાપ્રધાન નરેન્દ્ર મોદી 10મી એપ્રિલે રામનવમીના દિવસે ઉમિયા માતાના મંદિરના મહા પાટોત્સવ પ્રસંગે બપોરે એક વાગ્યે વીડિયો કોન્ફરન્સ દ્વારા લોકોને સંબોધિત કરશે. પાટોત્સવ મંદિરમાં મૂર્તિના પ્રાણ પ્રતિષ્ડાની વર્ષગાંઠ છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi) આવતીકાલે રામનવમીના અવસરે ગુજરાત (Gujarat) ના જૂનાગઢમાં ઉમિયા માતા મંદિર ખાતે 14મા સ્થાપના દિવસની ઉજવણીને સંબોધશે. વડાપ્રધાન કાર્યાલય (PMO)એ આ માહિતી આપી છે. જૂનાગઢના ગઠીલા ગામમાં ઉમિયા માતાનું મંદિર (Umiya Mata Temple) આવેલું છે. જૂનાગઢના ગઠીલા ગામના શ્રી ઉમિયા માતાજી મંદિરે એક નિવેદનમાં જણાવ્યું છે કે વડાપ્રધાન મોદી 10 એપ્રિલે રામ નવમીના રોજ બપોરે 1 વાગ્યે મંદિરના મહા-પાટોત્સવ પ્રસંગે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા લોકોને સંબોધશે. પાટોત્સવ મંદિરમાં મૂર્તિના પ્રાણ પ્રતિષ્ડાની વર્ષગાંઠ છે. મંદિરના નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે 10 એપ્રિલના રોજ આ સ્થળે પાટીદાર સમાજના સભ્યો મોટી સંખ્યામાં હાજર રહે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ભાજપ પ્રદેશ એકમના વડા સી.આર. પાટીલ પણ ત્યાં હાજર રહેશે.
પીએમ મોદી બે દિવસીય ગુજરાત પ્રવાસે
આ સાથે જ વડાપ્રધાન મોદી પણ 19-20 એપ્રિલે બે દિવસીય ગુજરાતની મુલાકાતે જશે. આ દરમિયાન તેઓ રાજ્યના વિવિધ ભાગોમાં અનેક કાર્યક્રમોમાં ભાગ લેશે. અધિકારીઓએ શુક્રવારે આ જાણકારી આપી. PMની બે દિવસીય મુલાકાત સંદર્ભે અધિકારીઓ દ્વારા શેર કરવામાં આવેલી વિગતો મુજબ, વડાપ્રધાન 19 એપ્રિલે બનાસકાંઠાના દિયોદર તાલુકામાં બનાસ ડેરીના નવા દૂધ પ્રોસેસિંગ યુનિટનું ઉદ્ઘાટન કરશે. વડાપ્રધાન બનાસ ડેરીમાં દૂધ એકત્ર કરતી 1.5 લાખ મહિલા પશુપાલકોને પણ સંબોધિત કરશે.
પીએમ ઘણા કાર્યક્રમોમાં ભાગ લેશે
પીએમ મોદી આગામી ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિનનો શિલાન્યાસ કાર્યક્રમ માટે બપોરે જામનગર પહોંચશે. તેની સ્થાપના વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) અને કેન્દ્રીય આયુષ મંત્રાલય સાથેના કરાર હેઠળ કરવામાં આવી રહી છે. આયુષ મંત્રાલયની સત્તાવાર જાહેરાત મુજબ, WHOના મહાનિર્દેશક ડૉ. ટેડ્રોસ અધાનમ ઘેબ્રેયસસ પણ આ પ્રસંગે ઉપસ્થિત રહેશે.
અધિકારીઓએ જણાવ્યું હતું કે વડાપ્રધાન 20 એપ્રિલે આદિવાસી બહુલ દાહોદ જિલ્લા નજીકના ખ્રોદ ગામમાં એક સભાને સંબોધવાના છે. તે જ સાંજે, તેઓ ગાંધીનગરમાં ગ્લોબલ આયુષ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ ઇનોવેશન કોન્ફરન્સ 2022નું ઉદ્ઘાટન કરશે.
આ પણ વાંચો: ગુજરાતમાં કોરોનાના કેસમાં વધારો, નવા 34 કેસ નોંધાયા
આ પણ વાંચો: સાવધાન: ગુજરાતમાં બે દિવસ સિવિયર હીટવેવની આગાહી, એપ્રિલ મહિનાની ગરમીએ પાછલા 10 વર્ષનો રેકોર્ડ તોડ્યો