AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gandhinagar : આગામી વાયબ્રન્ટ સમિટમાં જાપાન મોટાપાયે ગુજરાતમાં રોકાણ કરશે, FDI રોકાણો અને ઉદ્યોગોના વિકાસ માટે ગુજરાત બેસ્ટ ડેસ્ટીનેશન : સીએમ

મુખ્યમંત્રીએ આ સંદર્ભમાં કહ્યું કે કોરોનાની સ્થિતિ અને ત્યારબાદ વૈશ્વિક અર્થવ્યવસ્થામાં ભારતની ભૂમિકા મહત્વની બની છે.એફ.ડી.આઇ રોકાણો અને ઉદ્યોગોના વિકાસ માટે ભારતમાં ગુજરાત બેસ્ટ ડેસ્ટીનેશન છે.

Gandhinagar : આગામી વાયબ્રન્ટ સમિટમાં જાપાન મોટાપાયે ગુજરાતમાં રોકાણ કરશે, FDI રોકાણો અને ઉદ્યોગોના વિકાસ માટે ગુજરાત બેસ્ટ ડેસ્ટીનેશન : સીએમ
Japan to invest heavily in Gujarat in upcoming Vibrant Summit, Gujarat Best Destination in Industrial Development in India: CM
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 09, 2021 | 11:49 AM
Share

આગામી વાયબ્રન્ટ સમિટમાં જાપાન ગુજરાતમાં મોટાપાયે રોકાણમાં સહભાગી બનશે

મુખ્યમંત્રી વિજય રૂપાણીની સૌજન્ય મુલાકાત જાપાનના મુંબઈ સ્થિત નવનિયુક્ત કોન્સ્યુલ જનરલ શ્રીયુત ડો.ફૂકહોરી યાસુકાતાએ ગાંધીનગરમાં લીધી હતી. મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથેની આ બેઠકમાં જાપાન કોન્સ્યુલ જનરલે જણાવ્યું કે આગામી વાયબ્રન્ટ સમિટ દ્વારા આત્મનિર્ભર ભારતની નેમને વધુ ગતિએ આગળ ધપાવવામાં જાપાન ગુજરાતમાં મોટાપાયે રોકાણોમાં સહભાગી થશે.

ભારતમાં ઉદ્યોગોના વિકાસમાં ગુજરાત બેસ્ટ ડેસ્ટીનેશન : સીએમ રૂપાણી

મુખ્યમંત્રીએ આ સંદર્ભમાં કહ્યું કે કોરોનાની સ્થિતિ અને ત્યારબાદ વૈશ્વિક અર્થવ્યવસ્થામાં ભારતની ભૂમિકા મહત્વની બની છે.એફ.ડી.આઇ રોકાણો અને ઉદ્યોગોના વિકાસ માટે ભારતમાં ગુજરાત બેસ્ટ ડેસ્ટીનેશન છે.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ બેઠકની વિવિધ ચર્ચાઓ દરમ્યાન ગુજરાતના સર્વગ્રાહી વિકાસની પ્રભાવક ભૂમિકા આપતા સ્પષ્ટપણે કહ્યું કે જાપાન ગુજરાત સાથે મળીને સ્ટ્રેટેજીકલી કામ કરશે. તો આર્થિક અને ઔદ્યોગિક શકિત તરીકે વિશ્વના અન્ય વિકસિત દેશો કરતા આગળ વધી શકે.

કોરોનાકાળમાં ઓલિમ્પિકના સફળ આયોજન બદલ સીએમએ જાપાનને પાઠવ્યા અભિનંદન

તેમણે જાપાનના પ્રધાનમંત્રીની ભારત-ગુજરાત-અમદાવાદની મુલાકાતની યાદ તાજી કરતા કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથેની આ મુલાકાતથી ગુજરાતને પણ મહત્તમ લાભનો અનુભવ થયો છે. વિજય રૂપાણીએ કોરોનાના કપરાકાળ વચ્ચે પણ જાપાને સફળતાપૂર્વક ઓલિમ્પિક ગેમ્સનું આયોજન કરીને પોતાની ક્ષમતા વિશ્વ સમક્ષ ઉજાગર કરી છે તે માટે અભિનંદન પાઠવ્યા હતા.

જાપાન વાયબ્રન્ટ સમિટમાં સહભાગી થવા ઉત્સુક : શ્રીયુત ડો.ફૂકહોરી યાસુકાતા

જાપાન કોનસ્યુલેટ જનરલએ પણ ગુજરાતના વર્લ્ડ ક્લાસ સુવિધાઓ સાથેના ઔદ્યોગિક વિકાસથી તેઓ પ્રભાવિત થયાની લાગણી વ્યક્ત કરતા આગામી વાયબ્રન્ટ સમિટમાં જાપાનની સહભાગિતા માટે ઉત્સુકતા દર્શાવી હતી.

આ મુલાકાતમાં મુખ્ય અગ્રસચિવ સહિતના અગ્રણીઓ રહ્યા ઉપસ્થિત

આ મુલાકાત બેઠકમાં મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કે.કૈલાસનાથન,ઉદ્યોગના અધિક મુખ્ય સચિવ ડો.રાજીવ કુમાર ગુપ્તા, ઉદ્યોગ કમિશનર રાહુલ ગુપ્તા તેમજ ઇન્ડેક્સ બિના એમ.ડી નીલમ રાની અને વરિષ્ઠ અધિકારીઓ જોડાયા હતા. મુખ્ય મંત્રીએ જાપાન કોંસ્યુલેટ જનરલને સ્મૃતિ ભેટ પણ આ અવસરે અર્પણ કરી હતી.

આ પણ વાંચો : Devendra jhajharia : પેરાલિમ્પિક પદક વિજેતા દેવેન્દ્ર ઝાઝડિયા, રાષ્ટ્રીય રમત પુરસ્કાર માટે ખેલાડીઓની કરશે પસંદગી

આ પણ વાંચો :  PM મોદી આજે બ્રિક્સ સમિટની કરશે અધ્યક્ષતા, ‘અફઘાનિસ્તાન કટોકટી’ સહિત વિવિધ મુદ્દાઓ પર વાતચીતની સંભાવના

કેન્દ્રીય ગૃહમંત્રી અમિતશાહ પતંગબાજો સાથે પેચ લડાવતા જોવા મળ્યા
કેન્દ્રીય ગૃહમંત્રી અમિતશાહ પતંગબાજો સાથે પેચ લડાવતા જોવા મળ્યા
Breaking news : હજારો કિલો ઊંધિયુ-જલેબી ઝાપટી જશે ગુજરાતીઓ, જુઓ Video
Breaking news : હજારો કિલો ઊંધિયુ-જલેબી ઝાપટી જશે ગુજરાતીઓ, જુઓ Video
Breaking news : પંચમહાલમાં ગાઢ ધુમ્મસની ચાદર પથરાઈ
Breaking news : પંચમહાલમાં ગાઢ ધુમ્મસની ચાદર પથરાઈ
અમદાવાદમાં ઉત્તરાયણ પર્વની ઉલ્લાસભેર ઉજવણી, જુઓ VIDEO
અમદાવાદમાં ઉત્તરાયણ પર્વની ઉલ્લાસભેર ઉજવણી, જુઓ VIDEO
તમારું સ્વાસ્થ્ય એકંદરે સારું રહેશે, વ્યવસાયિક સંપર્કોમાં સુધારો થશે
તમારું સ્વાસ્થ્ય એકંદરે સારું રહેશે, વ્યવસાયિક સંપર્કોમાં સુધારો થશે
પાણીની ટાંકી તોડવા માટે ટાંકી ઉપર ચડ્યું JCB, જુઓ વીડિયો
પાણીની ટાંકી તોડવા માટે ટાંકી ઉપર ચડ્યું JCB, જુઓ વીડિયો
અમદાવાદના નામાંકિત દાસ ખમણને AMCએ માર્યું સીલ
અમદાવાદના નામાંકિત દાસ ખમણને AMCએ માર્યું સીલ
ડીસાના રામપુરમા 20 વર્ષથી પાકો રસ્તો જ નથી, નેતાઓ સામે રોષે ભરાયા લોકો
ડીસાના રામપુરમા 20 વર્ષથી પાકો રસ્તો જ નથી, નેતાઓ સામે રોષે ભરાયા લોકો
સનાતન ધર્મ અને ભારતીય સંસ્કૃતિ સૂર્ય-ચંદ્ર જેટલી અમર અને અમિટ છે
સનાતન ધર્મ અને ભારતીય સંસ્કૃતિ સૂર્ય-ચંદ્ર જેટલી અમર અને અમિટ છે
ગાંધીજીના નામથી એલર્જી હોવાથી ભાજપે મનરેગાનું નામ બદલી G RAM G કર્યું
ગાંધીજીના નામથી એલર્જી હોવાથી ભાજપે મનરેગાનું નામ બદલી G RAM G કર્યું
g clip-path="url(#clip0_868_265)">