કચ્છનો અખાત પ્રદેશ દરીયાઈ જીવસૃષ્ટી માટે સ્વર્ગ, અનેક વિશેષતાઓના કારણે આગવી ઓળખ ધરાવે છે પીરોટન ટાપુ

|

Feb 07, 2022 | 9:56 PM

કચ્છના અખાતમાં આવેલા 42 ટાપુઓ પૈકી કેટલાક ટાપુઓ પર માનવ વસાહત છે. તો કેટલાક નિર્જન ટાપુ છે. જયાં માનવ વસવાટ નથી. પીરોટન ટાપુ પર તે પૈકીનો એક ટાપુ છે. આ ટાપુ વનવિભાગના મરીન નેશનલ પાર્ક હેઠળ આવે છે.

કચ્છનો અખાત પ્રદેશ દરીયાઈ જીવસૃષ્ટી માટે સ્વર્ગ, અનેક વિશેષતાઓના કારણે આગવી ઓળખ ધરાવે છે પીરોટન ટાપુ
The Gulf of Kutch is a haven for marine life, Piroton Island is known for its many features

Follow us on

ગુજરાત રાજયમાં આશરે 1606 કીમીનો દરીયા કાંઠો આવેલ છે. જેમાં જામનગરમાં (JAMNAGAR) વિશાળ દરીયા કિનારો આવેલ છે. નવલખીથી ઓખા સુધીના કાંઠા વિસ્તારમાં પુષ્કળ પ્રમાણમાં દરીયાઈ જીવ સૃષ્ટી આવેલ છે. જેના કારણે આ વિસ્તારને 1980-82માં મરીન લાઈફ પ્રોટેક એરીયા (Marine Life Protect Area)તરીકે જાહેર કરવામાં આવ્યો. સાથે મરીન લાઈફ અભિયારણ જાહેર કરેલ છે. જે વિસ્તારમાં કુલ 42 ટાપુઓનો સમુહ આવેલ છે. નાના-મોટા કુલ 42 ટાપુઓમાં દરીયાઈ જીવ સૃષ્ટી વસવાટ કરે છે. દરીયા જીવ સૃષ્ટીને કાયદાકીય રક્ષણ મળે તે હેતુથી દરીયાઈ રક્ષિત વિસ્તાર જાહેર કરવામાં આવ્યો છે.

42 ટાપુના આસપાસના દરિયામાં અનેક પ્રકારની પુષ્કળ મરીન લાઈફ જોવા મળે છે. આઝાદી પહેલા અને રાજાશાહીના વખતથી કચ્છના અખાતમાં આવેલ આ પ્રદેશમાં દરીયાઈ જીવ સૃષ્ટીને અને ચેર વૃક્ષોના કારણે ઉધાન ગણાય છે. જામનગરનો દરીયા કિનારો ભૌગોલીક રીતે એવુ સ્થાન ધરાવે છે. જયા ભરતીના સમયમાં વધુ દરીયો આગળ આવે છે. તો ઓટમાં 2થી 4 કીમી વધુ અંદર જતો રહે છે. જે વિસ્તારમાં મરીન લાઈફને નિહાળી શકાય છે.

ટાપુનુ નામ અને વિસ્તાર

કુંડળીમાં ગ્રહોને મજબૂત કરવા લલાટ પર કરો આ તિલક
Amla with Honey : આમળા અને મધ એકસાથે ખાવાથી થાય છે ગજબના ફાયદા
આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1

42 ટાપુ પૈકી મોટા ભાગના દરીયાની વચ્ચોવચ એટલે કે ચારેય તરફ દરીયાથી ઘેરાયેલ તેવા ટાપુ આવેલા છે. કેટલાક અપવાદરૂપ કિસ્સામાં જમીન માર્ગેથી જોડાયેલ ટાપુ જેવા કે નરારા જેવા ટાપુ પણ આવેલ છે. ચારેય તરફ દરીયો હોવાથી બોટના મારફતે દરીયાઈ સફર સાથે પીરોટન ટાપુ પર જવુ પડે છે. પીરોટન ટાપુ, આ નામ આવુ કેમ પડયુ તે પાછળ કેટલીક માન્યતા છે. કે ટાપુ પર પીર છે, પીર જો થાન તરીકે ઓળખાતી, પીરજો થાન પરથી પીરોટન નામ થયુ હોય તેવુ માનવામાં આવે છે.

બીજી માન્યતા છે, હિન્દુ પુરાણમાં આ ટાપુનો ઉલ્લેખ દેવ-દાનવનોની લડાઈ દરમ્યાન કરવામાં આવેલ આથી આ જ ટાપુ પુરાતન ટાપુ તરીકે ઓળખાતો જે અપભ્રંશ થઈ પીરોટન ટાપુ થયુ હોવાનુ મનાય છે. ટાપુનો કુલ વિસ્તાર 1111.60 હેકટર ઓટના સમયે હોય છે. અને ભરતી સમયે 300.54 હેકટર વિસ્તાર ખુલ્લો રહે છે. ટાપુ જામનગરના બેડી બંદરેથી આશરે 22 નોટીકલ માઈલ દુર આવેલ છે.

પરવાળાની નગરી પીરોટન

પરવાળા જેને અંગ્રેજીમાં કોરલ કહેવાય છે. દરીયાઈ અંદર કે કિનારા પર પરવાળા જોવા મળી શકે. પીરોટન એવી જગ્યાએ જેને પરવાળાની નગરી તરીકે ઓળખવામાં આવે છે. પરવાળા કુલ 56 પ્રકારના હોય છે. જેમાંથી 22 જેટલા પરવાળા એક સાથે પીરોટન ટાપુ પર જોવા મળે છે. જેમાં મુન કોરલ, સ્ટાર કોરલ, પાઈનેપલ કોરલ, બ્રેઈન કોરલ, ફલાવર કોલર, બોલ્ડર કોરલ સહીતની કોરલ જોવા મળે છે. સોફટ કોરલ અને હાર્ડ કોરલ બંન્ને એક સાથે પીરોટન ટાપુમાં વસવાટ કરે છે. પરવાળાને જીવને હજારો વર્ષો લાગે છે. એક સમુહમાં જીવ આવતા, પરંતુ તેનો ટુંકા સમયમાં થઈ શકે છે. પીરોટન પરવાળાની રંગીન નગરી માનવામાં આવે છે. જેને નજીકથી જોવા મુલાકાતીઓ આવતા હોય છે.

ઓકટોપસની નગરી પીરોટન

પીરોટન પરવાળાની નગરીની સાથે ઓકટોપસની નગરી પણ કહેવાય છે. ઓકટોપસ જોવા જે અંડર વોટર જવુ પડે તે અહી એકથી બે ફુટના પાણીમાં જોવા મળે છે. છેલ્લા કેટલાય વર્ષોથી અહી ઓકટોપસ મોટી સંખ્યામાં જોવા મળે છે. જેથી તેને ઓકટોપસની નગરી કહેવાય છે. દરીયાઈ જીવમાં ઓકટોપશ જે અન્ય જગ્યાએ ઓછા જોવા મળે છે. તેને અહી નજીકથી નિહાળી શકાય છે. જેને જોવા માટે ખાસ લોકો અહી આવે છે. અને ઓકટોપસને જોઈને ખુશ થાય છે. ઓકટોપસ જે વિવિધ રંગ અને આકારના જોવા મળ્યા. જેના બદલતા રંગ જોઈને દરેક દંગ રહી જાય છે. ઓકટોપસએ ત્રણ હ્દય ધરાવે છે. પોતાના રક્ષણ માટે જે જગ્યા પર હોય તેવો રંગ બદલી શકે છે. અને શાહી જેવો દ્રાવ્ય છોડે છે.

દરીયાઈ જીવ સૃષ્ટીનુ સ્વર્ગ પીરોટન

ભારતમાં સૌથી મોટો દરીયા કિનારો ગુજરાતમાં છે. અને ગુજરાતમાં વધુ ટાપુઓનો સમુહ જામનગર તથા આસપાસ જોવા મળે છે. જેના કારણે દરીયાઈ જીવ સૃષ્ટીની વસાહટ પણ અંહી જોવા મળે છે. શિયાળામાં તે વધુ નજીકથી જોવા મળે છે. જેમાં પીરોટન ટાપુ અનેક દરીયાઈ સૃષ્ટી એક સાથે એક સ્થળે જોવા મળે છે. જે પ્રવાસીઓને આકર્ષે છે. પીરોટન ટાપુના વિશાળ દરીયા કાંઠાના રંગીન દરીયાઈ જીવ સૃષ્ટીથી રમણનીય ટાપુ છે. આવી અનેક વિશેષતાઓના કારણે દરીયાઈ જીવ સૃષ્ટી વસવાટ કરે છે. જે પ્રવાસીઓને આકર્ષે છે.

પીરોટન ટાપુમાં ઓટના સમયે દરીયો આશરે 2 થી 4 કિમી સુધી અંદર જતો હોય છે. ત્યારે અહીના રેતાળ રણ, પથ્થરો વચ્ચે અસંખ્ય દરીયાઈ જીવ સૃષ્ટીનો નજારો જોવા મળે છે. અહી સમુદ્ર ફુલ, જેલીફીશ, દરીયાઈ કીડા, ઓકટોપશ, ઢોગીં માછલી, દરીયાઈ ગોકળગાય, 108 જાતની લીલ(શેવાળ), 80થી જાતની દરીયાઈ વાદળીઓ, 37થી વધુ જાતના સખત અને નરમ વૈવિધ્યપુર્ણ પરવાળાઓ , 27 જાતના જીંગાઓ, , 20 થી વધુ જાતના કરચલા, શંખલા, છીપલા, 200થી વધુ જાતના મૃદુકાય સમુદાયના પ્રાણીઓ, 150થી 200 પ્રકારની માછલીઓ, 3 જાતના અલભ્ય દરીયાઈ સાપ, 94થી વધુ જાતના પાણીના પક્ષીઓ 78થી વધુ જાતના જમીન પરના પક્ષીઓ , ચેરના વૃક્ષો, શિયાળ, સહીતની અસંખ્ય જીવ સૃષ્ટી જોવા મળે છે.

અસંખ્ય દરીયાઈ જીવ સૃષ્ટી સાથે જ વિવિધ પ્રકારની અલગી જોવા મળે છે. જેને સમુદ્ર સેવાળ તરીકે ઓળખીયે છીએ. ઓટના સમયે દરીયો વધુ અંદર જતા અનેક વિવિધ પ્રકારની અલગી જોવા મળે છે. જે શિયાળાના સમયમાં વધુ જોવા મળે છે. સાથે દરીયાઈ ઘાસ પણ જોવા મળે છે. આ વિવિધ અલગીનો દવામાં કે ખાધ માટે ઉપયોગ થતો હોય છે. તેમજ દરીયાઈની અંદર કાચબા, ડોલફીન માછલીઓ વસવાટ કરે છે. જે ભાગ્યેજ જોઈ શકાય છે. દરીયાઈ શાકાહારી જીવનો ખોરાક ગણાતો દરીયાઈ ધાસ હોય છે તેમજ દરીયાઈ દ્રાક્ષ અહી જોવા મળે છે.

પીરોટન ટાપુમાં દરીયાઈ જીવ સૃષ્ટીનો રંગીન નજારો જોવાનો લ્હાવો છે. શિયાળામાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ અહીની મુલાકાત લે છે. મરીન લાઈફ તો કાયમી અહી વસવાટ કરે છે. પરંતુ શિયાળામાં દરીયામાં ઓટ સમયે વધુ અંદર જાય છે. તેથી શિયાળામાં વધુ પ્રવાસીઓ ટાપુઓની મુલાકાત માટે આવે છે. લોકો મરીન લાઈફને નજીકથી જોવા માટે આવતા હોય છે. પરંતુ મોટાભાગે ઓકટોપસએ પ્રવાસીઓને સૌથી વધુ આકર્ષે છે. અને ઓકટોપસ પાણીમાં આસપાસ જેવો રંગ હોય તે રંગમાં હોય છે. અને એક સાથે મોટી સંખ્યામાં ઓકટોપસ અંહી જ જોવા મળે છે. જેને જોઈને મુલાકતીઓ ખુશ હોય છે.

દરીયાઈ સફરની મોજ

પીરોટન ટાપુ ચારેય તરફ દરીયાથી ઘેરાયેલ છે. અંહી આવવા માટે માત્ર દરીયાઈ માર્ગે બોટથી આવવુ પડે છે. કેટલાય પ્રવાસીઓ બોટીંગની મજા માટે પીરોટનની પસંદગી કરતા હોય છે. અને બોટીંગની મજા લે છે. દરીયા કિનારો, દરીયાઈ જીવ સૃષ્ટી તો પીરોટન ટાપુમાં જોવા મળે છે, સાથે અંહી જવા માટે દરીયાઈ માર્ગનો ઉપયોગ કરવો પડે છે. તેથી બોટથી અંહી પહોચી શકાય છે. જામનગર નજીક આવેલા નવાબંદરથી પીરોટન દરીયાઈ માર્ગે બોટમાં જવાય છે. જે માટે બોટમાં આશરે દોઢ કલાકનો સમય લાગે છે. કેટલાય તો પ્રવાસમાં પીરોટન ખાસ બોટીંગ માટે આવતા હોય છે.

આવતા દરેક પ્રવાસીઓ બોટીંગની મજા ફરજીયાત લેતા હોય છે. તો કેટલાયને દરીયાઈ સફર બોટીંગની મજા લે છે. મધ્ય દરીયામાં ઉછળતા મોજા વચ્ચેથી સ્પીડથી પ્રસાર થતી બોટની મજા લોકો યાદગાર રહે છે. ચારેય તરફ દરીયો અને વચ્ચે બોટમા મુસાફરી માટે લોકોને પસંદ પડે છે. પરંતુ ટાપુ પર પહોચ્યા બાદ બોટ રાખવા માટે ત્યાં જેટી ન હોવાથી થોડા પાણીમાં ઉતરવુ પડે અથવા ઓટ સમયે પાણી ઉતરે તેની રાહ જોવા પડે છે. તેમજ ફરી ત્યાંથી પરત આવવા માટે ભરતી સમયે પાણી આવવાની રાહ જોવી પડે છે. શિયાળાની કડકડી ઠંડીમાં વહેલી સવારે ભારે પવન વચ્ચે પણ લોકો દરીયાઈ સફરની મજા લે છે. અને અંહી પહોચવા માટે થયેલી નાની-નાની તકલીફ ભુલીને દિવસભર પ્રવાસની મજા લે છે.

પીરોટન માટે પરવાનગી

પીરોટન ટાપુમાં અગાઉ 9 (નવ) વર્ષ સુધી અંહી પ્રતિબંધ હતો. બાદ બે વર્ષ માટે પ્રતિબંધ હટાયો હતો. જે 2017માં ફરી પ્રતિંબંધ આવ્યો. બાદ જાન્યુઆરી 2022થી પ્રવાસી પ્રવેશ મંજુરી સાથે આપવામાં આવે છે. ભરતી ઓટના સમયના કારણે 15 દિવસમાં ત્રણ દિવસ મંજુરી મળતી હોય છે. સુર્યોદયથી સુર્યાસ્ત સુધી સમય સુધી ત્યાં મુલાકાત લઈ શકાય છે. આ માટે વન વિભાગની કચેરીમાં 4 થી 7 દિવસ પહેલા અરજી કરવાની હોય છે. તેમજ ત્યાં જવા માટે બોટની સવલત મેળવવી પડે છે. નાસ્તો, ભોજનની વ્યવસ્થા કરવી પડે છે.

તેમજ અન્ય વિભાગની મંજુરી લેવાની હોય છે. જેમાં પોર્ટમાં જીએમબી, કસ્ટમ , પોલિસ વિભાગને જાણ કરવાની હોય છે. મુલાકાત માટે પર્યાવરણ પ્રેમી સંસ્થા દ્રારા બોટથી લઈ જીવ સૃષ્ટીની માહિતી સુધીની વ્યવસ્થા કરવામાં આવે છે. જયા બોટ વ્યવસ્થા, પાણી, નાસ્તો, જમવાનુ, સહીતની વ્યવસ્થા પુરી પાડે છે. સાથે સરકારી વિભાગની વિવિધ મંજુરી પણ મેળવે છે. અને દરીયાઈ જીવોની વિસ્તૃત માહિતી પણ આપે છે. અને જીવ સૃષ્ટીના રંગ, આકાર, પ્રકાર, કદ, ઝેરી-બીનઝેરી, સહીતની તમામ માહિતી આપે છે.

ચેરનાં જંગલ વચ્ચે આવેલ ટાપુ

ટાપુમાં દરીયાને આગળ આવતો અટકવવા માટે ચેરના વૃક્ષોનુ વાવેતર વખોવખત વનવિભાગ દ્રારા કરવામાં આવે છે. વર્ષો સુધી સવર્ધન અને સરંક્ષણ માટે વનવિભાગ દ્રારા વિવિધ કામગીરી અને પ્રવૃતિઓ કરવામાં આવે છે. લાખોની સંખ્યામાં ચેરના વૃક્ષો આવેલ છે. જેના કારણે ટાપુના ફરતે ચેરનુ જંગલ જોવા મળે છે. રાયજોફોરા, શિરોયોફ, અનેએવીએશીયા, મેગ્રરૂર જેવા વૃક્ષો પીરોટન ટાપુ તથા આસપાસના ક્રિક વિસ્તારોમાં પણ જોવા મળે છે. જામનગરથી પીરોટન વચ્ચે અનેક ખાડી, ક્રિક વિસ્તારમાં ચેરના વૃક્ષોથી ધેરાયેલ જોવા મળે છે. ટાપુ તથા આસપાસના વિસ્તારોમાં વનવિભાગના મરીન નેશનલ પાર્કના વૈજ્ઞાનિકો સંશોધનો કરતા હોય છે. અધિકારીઓ અને કર્મચારી દિવસો સુધી અહી રોકાણ કરીને સવર્ધન, સંરક્ષણ અને સંશોધન માટેની પ્રવૃતિ કરે છે.

નિર્જન ટાપુ

કચ્છના અખાતમાં આવેલા 42 ટાપુઓ પૈકી કેટલાક ટાપુઓ પર માનવ વસાહત છે. તો કેટલાક નિર્જન ટાપુ છે. જયાં માનવ વસવાટ નથી. પીરોટન ટાપુ પર તે પૈકીનો એક ટાપુ છે. આ ટાપુ વનવિભાગના મરીન નેશનલ પાર્ક હેઠળ આવે છે. ત્યાં એક દિવાદાંડી આવેલ છે. જે ટાપુની ઓળખ બની છે. વહાણ, બોટ જે જહાજને સુચન માટે મહત્વપુર્ણ દીવાદાંડી છે. દિવાદાંડીના સાથે ત્યાં કેટલાક કવાર્ટસ આવેલ છે. જયાં ફરજ પર 2 થી 6 લોકો હોય છે. કેટલીક વખત વનવિભાગની પ્રવૃતિ વખતે તેમની ટીમ દિવસો સુધી રોકાણ કરે છે. ટાપુ પર પૌરાણીક મંદિર આવેલુ છે. સાથે એક પીર દરગાહ આવેલી છે.

સામાન્ય રીતે દરીયાઈ જીવ સૃષ્ટી અંડર વોટર જોવા મળી શકે. જેને જોવા દરીયાના ઉડાણમાં પાણીમાં જવુ પડે. પરંતુ કેટલીક અપવાદરૂપ જગ્યા એવી છે, જયા એકથી બે ફુટના પાણીના દરીયાઈ જીવ સૃષ્ટીને નિહાળી શકાય, આવી એક અનોખી નગરી છે, પીરોટનનો ટાપુ. પીરોટન ટાપુ દરીયાઈ જીવ સૃષ્ટીનો પર્યાય કહેવાય છે. પરંતુ મોટી સંખ્યામાં એક સાથે વિવિધ રંગ અને પ્રકારની જીવ સૃષ્ટીના કારણે પીરોટનને પરવાળા નગરી અને ઓકટોપસની નગરીનુ ઉપનામ મળ્યુ છે. દરીયાઈ જીવ સૃષ્ટી માટે અનેક કુદરતી પ્રતિકુળતાઓ રહેલી છે.

સાથે કૃત્રિમ રીતે તેનો બચાવ થાય તેવા પ્રયાસો થઈ રહયા છે આવી અનેક વિશેષતાઓના કારણે મોટી સંખ્યામાં દરીયાઈ જીવ સૃષ્ટી જોવા મળે છે. અને જેને જોવા હજારો પ્રવાસી અહી દોડી આવે છે. અહી વસતા અને જોવા મળતા દરીયાઈ જીવસૃષ્ટીના નજારાને નિહાળવા દુર-દુરથી લોકો અંહી આવે છે. ખાસ કરીને પર્યાવરણપ્રેમીઓ, અભ્યાસુ લોકો અંહી નિહાળવા અને અભ્યાસ માટે આવતા હોય છે. પીરોટન ટાપુ પર આવતા પ્રવાસીઓ માને છે. આ અગાઉ જે ટીવી કે ફોટામાં નજારો જોયા હોય તે અહી નજીકથી નિહાળી શકાય છે. અહી જોવા મળતી મરીન લાઈફ વિશ્વમાં બીજા કોઈ સ્થળે જોવા મળતી નથી. ઓટના સમયે અસંખ્ય દરીયાઈ જીવ સૃષ્ટીની રંગીન નગરી માત્ર વિશ્વભરમાં અહી જોવા મળે છે. તેથી મરીન લાઈફ દર્શન માટે પીરોટન ટાપુની પ્રથમ પસંદગી રહે છે. વિશ્વમાં અન્ય કોઈ જગ્યાએ ન જોવા મળતી દરીયાઈ જીવ સૃષ્ટી અહી જોવા મળે છે, તેવુ અને અભ્યાસુ લોકોનુ માનવુ છે.

ટાપુ પર લોકોની અવર-જવર નથી હોતી. ભરતી-ઓટમાં 2થી 3 કિમીનો દરીયો જોવા મળે છે. ભૌગોલીક પ્રતિકુળતા. કિનારા પર આવેલા ચેરના વૃક્ષો જે દરીયા જીવોને અનેક રીતે ઉપયોગી સાબિત થયા છે. નેશનલ પાર્કને કાયદાનુ રક્ષણ સહીતના કારણોથી અહી અસંખ્ય દરીયાઈ જીવ સૃષ્ટી વસી છે.

આ પણ વાંચો : જામનગરઃ સરકારી શાળામાં અભ્યાસ કરતો ભારતનો સૌથી નાની વયનો ટેનીસ ખેલાડી, નેશનલ લેવલ પર ચોથો ક્રમાંક મેળવવામાં સફળ

 

Published On - 9:55 pm, Mon, 7 February 22

Next Article