Jamnagar : મસાલામાં અસહ્ય ભાવ વધારો ગૃહિણીઓની આંખમાં લાવી રહ્યા છે પાણી
આ વખતે અન્ય વસ્તુઓની જેમાં મસાલાના ભાવમાં વધારો થતા તેની અસર સ્વાદ પણ થનાર છે. જે મસાલા ભોજનને સ્વાદીષ્ટ બનાવે છે. જે મસાલા ખીસ્સું વધુ હળવુ કરાવે છે. એટલે કે મસાલાના વધતા ભાવના કારણે તેની ખરીદી ઓછી કરવા ગ્રાહકો મજબુર બન્યા છે.
Jamnagar : ગરમીના દિવસોની સાથે રસોઈમાં વપરાતા મસાલાની મૌસમ આવી છે. પરંતુ મૌસમની શરૂઆતમાં મસાલાના (Spices)ભાવમાં વધારો (price rise) થતા ખરીદશકિત ઓછી થઈ છે. જેની અસર મસાલાની ખરીદી પણ જોવા મળે છે. મસાલાના વધતા ભાવ રસોઈનો સ્વાદ ફિક્કો કરી રહ્યા છે. આ વખતે મસાલાના ભાવમાં વધારો થતા તેની અસર ખરીદી અને વેપાર પણ પડી છે.
આ વખતે અન્ય વસ્તુઓની જેમાં મસાલાના ભાવમાં વધારો થતા તેની અસર સ્વાદ પણ થનાર છે. જે મસાલા ભોજનને સ્વાદીષ્ટ બનાવે છે. જે મસાલા ખીસ્સું વધુ હળવુ કરાવે છે. એટલે કે મસાલાના વધતા ભાવના કારણે તેની ખરીદી ઓછી કરવા ગ્રાહકો મજબુર બન્યા છે. છેલ્લા એક વર્ષમાં મસાલાના ભાવમાં ખાસ્સો વધારો નોંધાયો છે. જેને કારણે રસોડાના બજેટ પર વ્યાપક અસર ઉભી થઇ છે. સામાન્ય રીતે લોકો સમગ્ર વર્ષના મસાલાની એકી સાથે ખરીદી કરી લેતા હોય છે. જેમાં મરચું, હળદર, ધાણા, જીરું સહીતનો સમાવેશ થાય છે. વર્ષે જે પરિવાર દસ કિલો મસાલો ખરીદી કરતો તે હવે છ-આઠ કિલો ખરીદી કરી રહ્યો છે. કારણ છે વધી રહેલ ભાવ. આ ભાવ વધારાએ લોકોને મસાલામાં પણ લોભ-કરકસર કરવા મજબુર કર્યા છે.
પેટ્રોલ, ડીઝલ, રાંધણગેસ, શાકભાઈ, દુધ, અને હવે મસાલાના ભાવામાં વધારો થયો છે. જેના કારણે સામાન્ય લોકોની મુશ્કેલી વધી છે.
આ વર્ષે મરચાની વાત કરીએ તો.
કાશ્મીરી મરચું એક રૂપિયા 500થી 550માં વેચાણ થઇ રહ્યું છે. જે ગત વર્ષ કરતા એક સો રૂપિયાનો ભાવ વધારો દર્શાવે છે. એ જ રીતે સ્થાનિક મરચી હાલ 280થી 320 રૂપિયામાં મળે છે. જે ગયા વર્ષે 240થી 270 રૂપિયામાં મળતું હતું. તેજા મરચી- અને ગોંડલ રેશમ પટ્ટો મરચી 280થી 320 ભાવ બોલાઈ રહ્યો છે. જે ગત વર્ષે 200થી 240 ભાવે મળતું હતું. જયારે હળદર રૂપિયા 220નો ભાવ બોલાઈ રહ્યો છે. જે ગત વર્ષે 160થી 180 ભાવે મળતી હતી.
તો જીરુંનો તડકો પણ મોંઘો બન્યો છે. ગત વર્ષે જીરું રુપયા 230થી 250 ભાવે મળતું હતું. જે આ વર્ષે રૂપિયા 280થી 300 રૂપિયાનો ભાવ બોલાયો છે. અથાણામાં ઉપયોગ લેવાતી ધાણી ગત વર્ષે પ્રતિ કિલો 100થી 110 ભાવે વેચાતી હતી. તે આ વર્ષે 160 સુધી પહોંચી ગઈ છે. જયારે રાઈ પણ દેશી તડકામાં ઉણપ વર્તાવી રહી છે. ગત વર્ષે રાજીનો ભાવ 80 થી 90 હતો તે ભાવ આ વર્ષે 100થી 110 થઇ ગયો છે. અન્ય રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની અસર થતા ગુજરાતમાં પણ માવઠાના મારનાં કારણે મસાલાની જણસીમાં ઓટ આવતા ભાવ વધારો થયો હોવાનો વેપારીઓએ મત દર્શાવ્યો છે. આ ભાવ વધારાનાં કારણે ખરીદદારીમાં પણ ઓટ આવી છે એમ વેપારીઓ કહે છે.
મોંઘવારીમાં અનેક વસ્તુઓના ભાવ વધારા બાદ હવે મસાલાના ભાવ વધતા તેની અસર ભોજન પણ પડશે. ગેસ,દુધ, શાકભાજી બાદ મસાલાના ભાવ વધતા ભોજન સ્વાદ ફિક્કો લાગશે.
આ પણ વાંચો : બીરભૂમ હિંસા: TMC ના 13 સદસ્યના પ્રતિનિધિ મંડળે અમિત શાહ સાથે મુલાકાત કરી, સંસદમાં પણ આ મુદ્દો ઉઠાવાયો