જામનગર: નરારામાં 16 હજારથી વધુ પરવાળાને 5 કિમી દૂર સ્થળાંતર કરવામાં મળી સફળતા- જુઓ તસવીરો

જામનગર: રાજ્યના એક માત્ર જામનગર-દેવભૂમિ દ્વારકા જીલ્લામાં આવેલ મરીન નેશનલ પાર્કમાં કોરલનું ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું. જાહેર ક્ષેત્રની ઓઈલ કંપનીની ચાર દાયકા જૂની પાઈપ લાઈન બદલવાની કામગીરીના કારણે કોરલનું સ્થળાંતર કરવામાં આવ્યું. દરિયાઈ સપાટી અને નીચેથી કોરલને સલામત રીતે કાઢી મરીન નેશનલ પાર્કની અન્ય જગ્યાએ સ્થળાંતર કરવામાં આવ્યું. પોણા ત્રણ વર્ષ સુધી ચાલેલી આ કામગીરી રાજ્યની પ્રથમ ઘટના છે.

| Edited By: | Updated on: Feb 23, 2024 | 4:39 PM
4 / 5
જામનગર જીલ્લામાં સિક્કા રેંજ તાબાના નરારા ટાપુના રીફ વિસ્તારમાંથી કોરલને સ્થળાંતર કરવાની કામગીરી પોણા ત્રણ વર્ષ સુધી ચાલી. કુલ પાંચ કિમીના વિસ્તારમાં દરિયાની ઉપરની સપાટી અને નીચેના ભાગથી આ કામગીરી કરવામાં આવી. રાજ્યના ઈતિહાસમાં પ્રથમ વખત કોરલનું ટ્રાન્સપ્લાન્ટ હાથ ધરવામાં આવ્યું. નરારા ટાપુ આસપાસના વિસ્તારમાંથી 16 હજાર કોરલને સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા અને નરારાથી પાંચ કિમી દુર નેશનલ પાર્કના જ અન્ય જગ્યાએ સ્થળાંતર કરવામાં આવ્યું.

5 / 5
પોણા ત્રણ વર્ષની કામગીરી દરમિયાન કોરલની જુદી જુદી દસ પ્રજાતિઓના 16 હજાર કોરલનું રીલોકેસન કરવામાં આવેલ.સ્થળાંતર કરાયા બાદ આ વિસ્તાર મરીન ફોરેસ્ટની દેખરેખ હેઠળ છે. હાલ આ કોરલનો સારો વિકાસ થઇ રહ્યો છે એમ મરીન ફોરેસ્ટ તંત્રનું કહેવું છે. ઝૂઓલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયાની ટીમના અનુભવી સ્કૂબા ડાઈવરો દ્રારા આ પ્રોજેકટને સફળતા મળી છે. આ પહેલા 2018માં કોરલની એક જાતિના નાના સમુહને સ્થળાંતર કરવામાં સફળતા મળી હતી. જે બાદ આ ભારતના સૌથી મોટા પ્રમાણમાં પરવાળાને જીવંત મૂળ સ્વરૂપમાં રાખીને સ્થળાંતર કરવાના પ્રોજેકટને સફળતા મળી છે.

Published On - 10:12 pm, Thu, 22 February 24