AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jamnagar: તાંત્રિક વિધિના નામે ધારાસભ્ય દિવ્યેશ અકબરી સાથે છેતરપિંડીનો પ્રયાસ, 3 પાંખડીની પોલીસે કરી ધરપકડ

જામનગરમાં તો પાખંડી ભૂવાએ હવે તો ધારાસભ્ય જેવા રાજકીય નેતાઓને છેતરવાના પ્રયાસ શરૂ કર્યા છે. જામનગરના ધારાસભ્યને ફોન કરીને રાજકીય પ્રમોશનનું જણાવીને પૈસાની માંગણી કરી હતી.જેની વાતમાં ના આવીને ધારાસભ્યે પોલીસની મદદ લીધી હતી. પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી હતી. જેના પગલે પોલીસે ત્રણ આરોપીને પકડીને કાર્યવાહી હાથ ધરી છે.

Jamnagar: તાંત્રિક વિધિના નામે ધારાસભ્ય દિવ્યેશ અકબરી સાથે છેતરપિંડીનો પ્રયાસ, 3 પાંખડીની પોલીસે કરી ધરપકડ
MLA Divyesh Akbari
Divyesh Vayeda
| Edited By: | Updated on: Oct 12, 2023 | 9:13 AM
Share

Jamnagar : ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી અંધશ્રધ્ધાના કેસ સામે આવી રહ્યાં છે. જ્યાં પાખંડીઓ અનેક લોકોને લૂંટતા હોય છે. જામનગરમાં તો પાખંડી ભૂવાએ હવે તો ધારાસભ્ય જેવા રાજકીય નેતાઓને છેતરવાના પ્રયાસ શરૂ કર્યા છે. જામનગરના ધારાસભ્યને ફોન કરીને રાજકીય પ્રમોશનનું જણાવીને પૈસાની માંગણી કરી હતી.જેની વાતમાં ના આવીને ધારાસભ્યે પોલીસની મદદ લીધી હતી. પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી હતી. જેના પગલે પોલીસે ત્રણ આરોપીને પકડીને કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો : Jamanagar : કાર અકસ્માતમાં બે વ્યક્તિ ઇજાગ્રસ્ત, અકસ્માતનો Live Video સામે આવ્યો

પાંખડીઓ દોરા, તાંત્રિક વિધિના નામે સામાન્ય લોકો છેતરતા હોય છે.લાલચુ લોકો પૈસાની કે અન્ય લાલચમાં આવીને કે ચત્મકારની વાતમાં વિશ્વાસ કરીને લાખો રૂપિયા ગુમાવતા હોય છે. પાંખડીઓ હવે રાજકીય નેતાઓને પોતાનો શિકાર બનાવવાનું શરૂ કર્યુ છે. જામનગર દક્ષિણ બેઠકના ધારાસભ્યને ફોન પર વાત કરીને તેમને રાજકીય અને વ્યવસાયિક પ્રગતિ થવાનું જણાવ્યુ હતુ.

કમલેશ નામની ઓળખ આપીને તેમને ગુરૂજી સાથે વાત કરાવી હતી.જે જૈનના દિગંબર હોવાનું જણાવ્યુ હતુ.શિક્ષિત ધારાસભ્ય દિવ્યેશ અકબરી તેમની વાતો પર શંકા ઉપજી કે જૈનના દિગંબર ફોન પર વાત ના કરે.બાદ ગુરૂથી તેમને વ્યવસાય અને રાજકીય ક્ષેત્રે પ્રગતિ થવાનું જણાવ્યુ. બાદ તેમના સાથે રહેલા વ્યકિતએ વાત કરી કે કવર મોકલજો.ધારાસભ્યએ 101 રૂપિયા આપવાની સહમતિ દર્શાવી.

જૈન દિગંબરના નામે છેતરવાનો હતો કારસો

ત્યારે 51 હજારના ત્રણ કવરની માંગણી કરી હતી. ત્યારબાદ પૈસા ના હોવાનું કહેતા 21 હજાર આપવાની માંગણી કરી હતી અને તેનો ઈન્કાર કરતા 5 હજાર આપવાની વાત કરી. સમગ્ર મામલે ધારાસભ્યે જામનગર પોલીસને જણાવી. જે નંબર પરથી ફોન આવ્યો. તેની વિગતો પોલીસને આપી હતી.

પોલીસે ધારાસભ્યની વાત મળતા તેમને જે નંબર પરથી કોલ આવ્યો.તે ફોન નંબરના આધારે પોલીસે તપાસ હાથ ધરી હતી. જેના આધારે પોલીસે અમરેલીના ત્રણ શખ્સોને ઝડપી પાડ્યા છે.જેમાં અભય સોમાણી,અજુમ જુણેઝા અને મોહમ્મદ અશરફ ભટ્ટી હોવાનું ખુલ્યુ હતુ.પોલીસે ત્રણ આરોપીની અટકાયત કરીને કાયદેસરની કાર્યવાહી કરી છે.

પાખંડીઓ જાત-જાતની વાતો બનાવીને લાલચ આપીને લોકો સાથે છેતરપીંડી કરતા હોય છે.અને આર્થિક ફાયદો મેળવવા અનેક યુક્તિઓ અજમાવે છે.આવા પાખંડીઓએ જામનગર ધારાસભ્ય પાસે પૈસા માંગતા ધારાસભ્યે તેને તો પૈસા ના આપ્યા.પરંતુ તેમના નંબર પોલીસને આપ્યા હતા. ત્યાર બાદ પોલીસે તેની કાયદાની વિધી કરી હતી.

જામનગર સહિત  ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

આજે આ રાશિના લોકોની કિસ્મત ખુલશે, જીવનસાથી તરફથી મળશે ખાસ સરપ્રાઇઝ
આજે આ રાશિના લોકોની કિસ્મત ખુલશે, જીવનસાથી તરફથી મળશે ખાસ સરપ્રાઇઝ
અમિત શાહ વિશે આનંદીબેન પટેલે ઈશારા-ઈશારામાં કહી દીધી આ મોટી વાત- Video
અમિત શાહ વિશે આનંદીબેન પટેલે ઈશારા-ઈશારામાં કહી દીધી આ મોટી વાત- Video
ગ્લોબલ સ્પોર્ટ્સ હબ બનાવવાની દિશામાં અમદાવાદ, 2030 CWG માટે તૈયારીઓ
ગ્લોબલ સ્પોર્ટ્સ હબ બનાવવાની દિશામાં અમદાવાદ, 2030 CWG માટે તૈયારીઓ
સુરતમાં ન્યૂડ વીડિયો બનાવી 50 લાખની ખંડણી માંગનાર બે ઝડપાયા
સુરતમાં ન્યૂડ વીડિયો બનાવી 50 લાખની ખંડણી માંગનાર બે ઝડપાયા
અમિત શાહની હાજરીમાં આનંદીબેનના પુસ્તકનું વિમોચન
અમિત શાહની હાજરીમાં આનંદીબેનના પુસ્તકનું વિમોચન
નડિયાદ નજીક ટ્રકની પાછળ અથડાતા કાર ભડકે બળી
નડિયાદ નજીક ટ્રકની પાછળ અથડાતા કાર ભડકે બળી
બોડેલીમાં નવા બનેલા આરોગ્ય કેન્દ્ર પર તાળા !
બોડેલીમાં નવા બનેલા આરોગ્ય કેન્દ્ર પર તાળા !
ઈન્ડિગોની ફ્લાઈટ રદ થવાનો સીલસીલો યથાવત, 20 ફ્લાઈટ રદ
ઈન્ડિગોની ફ્લાઈટ રદ થવાનો સીલસીલો યથાવત, 20 ફ્લાઈટ રદ
કચ્છના ભૂજમાં પારિવારિક ઝઘડામાં યુવક બોરવેલમાં કૂદતા મોત
કચ્છના ભૂજમાં પારિવારિક ઝઘડામાં યુવક બોરવેલમાં કૂદતા મોત
અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?
અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?
g clip-path="url(#clip0_868_265)">