Jamnagar : શ્વાનના આતંકથી લોકો પરેશાન, 7 મહિનામાં 5436 શ્વાનના કરડવાના કેસ નોંધાયા
Jamnagar News : મહાનગર પાલિકા દ્રારા શ્વાનની ખસીકરણ માટે વર્ષ 2017માં કામગીરી કરવામાં આવી હતી. ત્યાર બાદ કોઈ પણ પગલા લેવાયા નથી. ખસીકરણ કરવામાં આવે તો શ્વાનના હુમલાના બનાવ ઓછા થઈ શકે .પરંતુ મહાનગર પાલિકા દ્રારા વર્ષોથી આ મુદે ઉદાસીનતા સેવી હોય તે જોવા મળે છે.

Jamnagar : ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી શ્વાનનો આતંક વધ્યો છે. જામનગર શહેેરમાં રખડતા ઢોરની સમસ્યા તો યથાવત છે જ સાથે શ્વાનથી પ્રજા ત્રસ્ત થઈ છે. 7 માસમાં 5 હજારથી વધુ લોકોને શ્વાન કરડી (Dog Bite) જતા સારવાર લેવી પડી છે. શ્વાનથી કયારે છુટકારો મળશે તે સવાલનો જવાબ હાલ મળી શકતો નથી.
જામનગર શહેરના મુખ્ય માર્ગો પર રખડતા ઢોરની સમસ્યાથી તંત્ર અને પ્રજા ત્રાહીમામ થયા છે. સાથે શેરી, સોસાયટી, વિસ્તારોમાં શ્વાનનો આંતક પણ ફેલાયો છે. અનેક વિસ્તારમાં પસાર થતા શ્વાનના હુમલાના બનાવો બને છે. અને જે બાદ ઈન્જેકશન અને સારવાર લેવાની ફરજ પડે છે.
આ પણ વાંચો : Watch : જામનગરમાં શ્રાવણી લોકમેળાના ફૂડ સ્ટોલમાં આરોગ્ય વિભાગનું ચેકિંગ, વાસી ખોરાકનો નાશ કરવામાં આવ્યો, Video
ઘરની બહાર નિકળતા શ્વાનનો ખતરો નાગરીકોને લાગે છે. શહેરભરમાં તો શ્વાનથી લોકો પરેશાન છે. પરંતુ મહાનગર પાલિકાની કચેરીમાં શ્વાનનો અડીંગો હોય છે. મનપાની કચેરીમાં અનેક વખત આવતા-જતા શ્વાન લોકોના વાહનની પાછળ દોડી મુકી હોય અને અનેક વખત હુમલાના બનાવો બને છે.
સાત માસમાં કુલ 5436 કેસ નોંધાયા
મહાનગર પાલિકા દ્રારા શ્વાનની ખસીકરણ માટે વર્ષ 2017માં કામગીરી કરવામાં આવી હતી. ત્યાર બાદ કોઈ પણ પગલા લેવાયા નથી. ખસીકરણ કરવામાં આવે તો શ્વાનના હુમલાના બનાવ ઓછા થઈ શકે .પરંતુ મહાનગર પાલિકા દ્રારા વર્ષોથી આ મુદે ઉદાસીનતા સેવી હોય તે જોવા મળે છે. જામનગર શહેર આસપાસમાં સાત માસમાં કુલ 5436 કેસ નોંધાયા છે.
- જાન્યુઆરી – 837 કેસ
- ફેબ્રુઆરી – 834 કેસ
- માર્ચ – 817 કેસ
- એપ્રિલ -761 કેસ
- મે – 792 કેસ
- જુન -689 કેસ
- જુલાઈ – 706 કેસ
વર્ષ 2023માં 7 માસમાં 5436 જેટલા બનાવ શ્વાનના કરડવાના બન્યા છે. દૈનિક 20 થી વધુ બનાવો સામે આવે છે, જેને રોકવા માટે મહાનગર પાલિકા દ્રારા ખસીકરણ સહીતની યોગ્ય કામગીરી નિયત સમયે નિયમિત કરવી જોઈએ.
મહાનગર પાલિકા પણ આ મુદે અજાણ નથી. અને વર્ષો બાદ શ્વાનના ખસીકરણ માટેનુ આયોજન કરવામાં આવ્યુ છે. શહેરમાં મહાનગર પાલિકા દ્રારા શ્વાનના ખસીકરણની કામગીરી અંગે આયોજન થયુ છે. જે માટે પ્રક્રિયા ટુંક સમયમાં કરવાનો તંત્ર દાવો કરે છે.શહેરમાં શ્વાનના કરડવાના બનાવો બને છે. લોકોને સારવાર લેવાની ફરજ પડે છે. આ સમસ્યાના કાયમી ઉકેલ માટે માત્ર આયોજન નહી પરંતુ નિયત સમયમાં કામગીરીની અમલવારી કરે તેવી માંગ ઉઠી છે.
જામનગર સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો