સુરત અગ્નિકાંડનો રિપોર્ટ આજે મુખ્યપ્રધાન વિજય રૂપાણીને સોંપવામાં આવશે
સુરતના તક્ષશિલા ટ્યૂશન ક્લાસીસમાં લાગેલી આગકાંડ કાંડનો રિપોર્ટ આજે મુખ્યપ્રધાન વિજય રૂપાણીને સોંપવામાં આવશે. શહેરી વિકાસ અગ્ર સચિવ મુરેશ પુરી CM વિજય રૂપાણીને રિપોર્ટ આપશે અને સમગ્ર ઘટના અંગે જાણકારી આપશે. આજે ગાંધીનગરમાં મુખ્યપ્રધાનના નિવાસ સ્થાને બપોરે 12 કલાકે એક બેઠક મળવાની છે. જેમાં ચીફ સેક્રેટરી, પ્રિન્સિપલ સેક્રેટરી મુકેશ પુરી, શહેરી વિકાસ ડાયરેક્ટર, ડાયરેક્ટર ફાયર […]
સુરતના તક્ષશિલા ટ્યૂશન ક્લાસીસમાં લાગેલી આગકાંડ કાંડનો રિપોર્ટ આજે મુખ્યપ્રધાન વિજય રૂપાણીને સોંપવામાં આવશે. શહેરી વિકાસ અગ્ર સચિવ મુરેશ પુરી CM વિજય રૂપાણીને રિપોર્ટ આપશે અને સમગ્ર ઘટના અંગે જાણકારી આપશે.
આજે ગાંધીનગરમાં મુખ્યપ્રધાનના નિવાસ સ્થાને બપોરે 12 કલાકે એક બેઠક મળવાની છે. જેમાં ચીફ સેક્રેટરી, પ્રિન્સિપલ સેક્રેટરી મુકેશ પુરી, શહેરી વિકાસ ડાયરેક્ટર, ડાયરેક્ટર ફાયર એન્ડ સેફ્ટી ગુજરાત સહિતના અધિકારીઓ હાજર રહેશે.
જે સમસ્યા અને ધારાધોરણોનું અમલી કરાવવા માટે વિવિધ નિરાકરણો પણ આપી શકાય છે. નોંધનીય છે કે સુરતના તક્ષશિલા આર્કેડમાં થયેલા અગ્નિકાંડ મુદ્દે 3 દિવસની અંદર મુખ્યપ્રધાનને રિપોર્ટ આપવા માટે સુચના આપવામાં આવી હતી. જે ઘટનામાં કુલ 22 વિદ્યાર્થીઓના મોત નિપજ્યા છે.
આ પણ વાંચો: સ્વિસ બૅંકોમાં કાળુનાણું રાખનારા 11 ભારતીયોને નોટિસ, જાણો કોના કોના નામ છે સામેલ?