AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Surat Breaking News : વરરાજા વિનાના જાનૈયા જેવો સુરત ભાજપના કોર્પોરેટરોનો ઘાટ, મ્યુ. બોર્ડ મળ્યું પરંતુ હોદ્દેદારો જાહેર ના કરાયા

સુરતના રાજકી વર્તુળોમાં ચર્ચાતી ચર્ચા અનુસાર, સુરત ભાજપમાં કોણ સર્વેસર્વા તેની એક લડાઈ કેટલાક સમયથી પક્ષના વરિષ્ઠ નેતાઓ વચ્ચે ચાલી આવે છે. બે બળિયાની લડાઈમાં બાકીનાને પિસાવુ પડે તેવી સ્થિતિ હાલ સુરત ભાજપમાં છે. વણલખેલ વર્ચસ્વ સ્થાપિત કરવા માંગતા વગદાર નેતાઓએ, સુરત મહાનગરપાલિકાના હોદ્દેદારોના નામ માટે મગનુ નામ મરી પાડ્યુ નથી તેના કારણે આજે 28મી મેના રોજ, સુરત મનપાના નવા હોદ્દેદારોના નામની જાહેરાત કરી શકાઈ નહોતી. જો કે, આ મુદ્દે મોટો વિવાદ સર્જાયા બાદ, મોવડીમંડળે નામો જાહેર કરવાનો આદેશ આપ્યો હતો. જેના કારણે બોર્ડ બેઠક સમાપ્ત થયાના દોઢ-બે કલાક બાદ હોદ્દેદારોના નામની જાહેરાત કરી હતી. 

Surat Breaking News : વરરાજા વિનાના જાનૈયા જેવો સુરત ભાજપના કોર્પોરેટરોનો ઘાટ, મ્યુ. બોર્ડ મળ્યું પરંતુ હોદ્દેદારો જાહેર ના કરાયા
TV9 Gujarati
| Edited By: | Updated on: May 28, 2026 | 1:50 PM
Share

સુરતના રાજકીય ઈતિહાસમાં એક અજોડ ઘટના, સુરત ભાજપની આંતરીક લડાઈને કારણે બનવા પામી છે. સુરતના રાજકીય વર્તુળોમાં ચર્ચાઈ રહેલા ચર્ચા અનુસાર, સુરત ભાજપમાં કોણ સર્વોપરી એ સાબિત કરવા માટે બે મોટા નેતાઓ વચ્ચે વર્ચસ્વની ખેંચતાણ અને રાજકીય લડાઈ ચાલે છે. જેના કારણે, આજે સુરત મહાનગરપાલિકાના ચૂંટાયેલા કોર્પોરેટરોનુ બોર્ડ તો સમયસર મળ્યું પરંતુ તેમાં સુરતના નવા મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિગ કમિટીના નેતા, મ્યુનિસિપ ભાજપ પક્ષના નેતા અને મ્યુ ભાજપ પક્ષના દંડકના નામની જાહેરાત જ ના કરી શકાઈ. જો કે, આ મુદ્દે મોટો વિવાદ સર્જાયા બાદ, મોવડીમંડળે નામો જાહેર કરવાનો આદેશ આપ્યો હતો. જેના કારણે બોર્ડ બેઠક સમાપ્ત થયાના દોઢ-બે કલાક બાદ હોદ્દેદારોના નામની જાહેરાત કરી હતી.

  • સુરતના મેયર – માયાબેન માવાણી
  • સુરતના ડે. મેયર – સુધાકર ચૌધરી
  • સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન – રાજનભાઈ પટેલ – રિપીટ
  • શાસક પક્ષના નેતા – અલ્પાબેન
  • શાસક પક્ષના દંડક – ઉર્મિલાબેન ત્રિપાઠી

સુરત મહાનગરપાલિકામાં પણ રાજ્યના અન્ય સાત મહાનગરપાલિકાની માફક , આજે 28મી મેને ગુરુવારના રોજ, મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિગ કમિટીના નેતા, મ્યુનિસિપ ભાજપ પક્ષના નેતા અને મ્યુ ભાજપ પક્ષના દંડકના નામની જાહેરાત કરવાની હતી. આના માટે ભાજપમાંથી પ્રદેશકક્ષાએથી સુરત ભાજપના કર્તાહર્તા ઉપર ફોન મારફતે સુરત મનપાના હોદ્દેદારોના નામનો મેન્ડેટ આપવાનો હતો. પરંતુ મ્યુનિસિપલ કોર્પોરેશનનું બોર્ડ મળવાના સમય સુધી ગુજરાત ભાજપના પ્રદેશ કક્ષાએથી નામાવલી મોકલી કે જણાવાઈ શકી નહોતી. તેના કારણે વરરાજા વિનાના જાનૈયા જેવો ઘાટ સુરત ભાજપના કોર્પોરેટરોનો થયો હતો. મ્યુનિસિપલ કોર્પોરેશનનું બોર્ડ તો મળ્યું પરંતુ, મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિગ કમિટીના નેતા, મ્યુનિસિપ ભાજપ પક્ષના નેતા અને મ્યુ ભાજપ પક્ષના દંડકના નામની જાહેરાત કરવાના એજન્ડા અનુસાર કામ ના થઈ શક્યું. બોર્ડ બેઠકના નામે સુરતના કોર્પોરેટરો હળી મળીને વાતો કરીને છૂટા પડ્યાં.

સુરતના રાજકી વર્તુળોમાં ચર્ચાતી ચર્ચા અનુસાર, સુરત ભાજપમાં કોણ સર્વેસર્વા તેની એક લડાઈ કેટલાક સમયથી પક્ષના વરિષ્ઠ નેતાઓ વચ્ચે ચાલી આવે છે. બે બળિયાની લડાઈમાં બાકીનાને પિસાવુ પડે તેવી સ્થિતિ હાલ સુરત ભાજપમાં છે. વણલખેલ વર્ચસ્વ સ્થાપિત કરવા માંગતા વગદાર નેતાઓએ, સુરત મહાનગરપાલિકાના હોદ્દેદારોના નામ માટે મગનુ નામ મરી પાડ્યુ નથી તેના કારણે આજે 28મી મેના રોજ, સુરત મનપાના નવા હોદ્દેદારોના નામની જાહેરાત કરી શકાઈ નહોતી. જો કે, આ વર્તુળોએ એવી પણ વાત કરી હતી કે, સમયસર સુરત મનપાના હોદ્દેદારો જાહેર ના કરી શકવા અંગે પ્રદેશના મોવડીઓએ દિલ્હી દરબારના કાને વાત પહોચાડી દીધી છે. આગામી દિવસોમાં સુરત ભાજપમાં નવા જૂની થાય તો નવાઈ નહીં ?

Breaking News : ગુજરાતની મહાનગરપાલિકાઓમાં નવા હોદ્દેદારોની વરણી, શહેરોને મળ્યા નવા મેયર

Follow Us
Breaking News : ભરૂચના દહેજ GIDCમાં કેમિકલ પ્લાન્ટમાં મોટી આગ
Breaking News : ભરૂચના દહેજ GIDCમાં કેમિકલ પ્લાન્ટમાં મોટી આગ
દ્વારકામાં વારંવાર વીજપૂરવઠો ખોરવાતા ખેડૂતોનો ભભુક્યો રોષ
દ્વારકામાં વારંવાર વીજપૂરવઠો ખોરવાતા ખેડૂતોનો ભભુક્યો રોષ
સુરત ન્યુ કોર્ટને બોમ્બની ઉડાવવાની આપી ધમકી,જુઓ Video
સુરત ન્યુ કોર્ટને બોમ્બની ઉડાવવાની આપી ધમકી,જુઓ Video
ગોડાદરા રોડ પર કાપડ માર્કેટના વેપારીઓ 7 દિવસથી દુકાન નથી ખોલી શક્યા
ગોડાદરા રોડ પર કાપડ માર્કેટના વેપારીઓ 7 દિવસથી દુકાન નથી ખોલી શક્યા
સિંહના હુમલા રોકવા ગુજરાત સરકારનો મોટો નિર્ણય
સિંહના હુમલા રોકવા ગુજરાત સરકારનો મોટો નિર્ણય
બાંધકામ ખર્ચ વધતા ભાવનગરના રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં 'મંદીનો માહોલ'
બાંધકામ ખર્ચ વધતા ભાવનગરના રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં 'મંદીનો માહોલ'
'લાઈસન્સ' વગર શાળાએ ટુ-વ્હીલર લાવવા પર પ્રતિબંધ મૂકવા અપીલ
'લાઈસન્સ' વગર શાળાએ ટુ-વ્હીલર લાવવા પર પ્રતિબંધ મૂકવા અપીલ
મહેસાણાના ઊંઝામાં નકલી જીરું બનાવતી ફેક્ટરી પર SOGના દરોડા
મહેસાણાના ઊંઝામાં નકલી જીરું બનાવતી ફેક્ટરી પર SOGના દરોડા
ઝાપટપરાથી ઈસ્લામપુરા નામ બદલાતા હારીજમાં વિવાદ, રહીશોમાં આક્રોશ
ઝાપટપરાથી ઈસ્લામપુરા નામ બદલાતા હારીજમાં વિવાદ, રહીશોમાં આક્રોશ
RMCના અધિકારીએ શોર્ટ ટેન્ડરથી ખરીદી કરવાનો નિર્ણય કર્યો
RMCના અધિકારીએ શોર્ટ ટેન્ડરથી ખરીદી કરવાનો નિર્ણય કર્યો
g clip-path="url(#clip0_868_265)">