Gujarat Top News: રાજ્યમાં મચ્છરજન્ય રોગચાળો, વરસાદ કે લવજેહાદના કાયદાને લગતા તમામ મહત્વના સમાચાર, વાંચો માત્ર એક ક્લિકમાં

TV9 GUJARATI

|

Updated on: Aug 26, 2021 | 5:39 PM

રાજ્યમાં કોરોનાના કેસમાં આંશિક વધારો, સુરત સહિત રાજ્યના બે એરપોર્ટનું થશે ખાનગીકરણ, ગુજરાત ગેસે CNGના ભાવમાં કર્યો વધારો, તમામ મહત્વના સમાચાર વાંચો માત્ર એક ક્લિકમાં

Gujarat Top News: રાજ્યમાં મચ્છરજન્ય રોગચાળો, વરસાદ કે લવજેહાદના કાયદાને લગતા તમામ મહત્વના સમાચાર, વાંચો માત્ર એક ક્લિકમાં
Gujarat Top News

Follow us on

1. રાજ્યમાં કોરોનાના કેસમાં આંશિક વધારો, છેલ્લા 24 કલાકમાં 17 નવા કેસ નોંધાયા

ગુજરાતમાં ચાર દિવસથી ઘટી રહેલા કોરોનાના કેસમાં આંશિક વધારો નોંધાયો છે. જેમાં છેલ્લા 24 કલાકમાં રાજયમાં કોરોનાના નવા 17 કેસ નોંધાયા છે. જ્યારે રાજ્યમાં બે સપ્તાહ બાદ એક દર્દીનું કોરોનાના કારણે મૃત્યુ થયુ છે. જ્યારે એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 159 પર પહોંચી છે.

આ સમાચાર વિગતવાર વાંચો: Gujarat માં કોરોનાના કેસમાં આંશિક વધારો, છેલ્લા 24 કલાકમાં 17 નવા કેસ નોંધાયા

2. PM મોદીનો ગુજરાત પ્રવાસ રદ, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાત આવશે

પાંચ સપ્ટેમ્બરે PM મોદી ગુજરાત મુલાકાતે આવવાના હતા. પરંતુ પીએમ મોદીનો આ પ્રવાસ રદ કરવામાં આવ્યો છે. દિલ્હી ખાતે અન્ય કાર્યક્રમ હોવાથી પીએમ મોદીનો ગુજરાત પ્રવાસ રદ કરવામાં આવ્યો છે. જોકે પીએમ મોદી વર્ચ્યુઅલ મીડિયાના માધ્યમથી કાર્યક્રમમાં જોડાશે. આ નિમિતે સ્કૂલ ઓફ એક્સીલેન્સ પ્રોજેકટનું વર્ચ્યુઅલી લોકાર્પણ કરવામાં આવશે.

આ સમાચાર વિગતવાર વાંચો: PM મોદીનો ગુજરાત પ્રવાસ રદ, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાત આવશે

3. રાજ્ય સરકારને ઝટકો, લવજેહાદના કાયદામાં કલમ-5 પર સ્ટે હટાવવાની માગ હાઈકોર્ટે ફગાવી

હાઈકોર્ટે ગુજરાતના લવ-જેહાદ કાયદાની મહત્ત્વની કલમો સામે સ્ટે આપ્યો હતો. લવ જેહાદના કાયદાની કલમ 5 પરનો સ્ટે હટાવવાની સરકારની માંગણી પર હાઈકોર્ટમાં આજે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આ સુનાવણીમાં હાઈકોર્ટે એડવોકેટ જનરલની રજુઆત ફગાવી દીધી છે. જેના કારણે કલમ 5 પરનો સ્ટે યથાવત રહેશે.

આ સમાચાર વિગતવાર વાંચો: Ahmedabad: રાજ્ય સરકારને ઝટકો, લવજેહાદના કાયદામાં કલમ-5 પર સ્ટે હટાવવાની માગ હાઇકોર્ટે ફગાવી

4. દહીં હાંડી મહોત્સવને પરવાનગી ન મળતા સુરતના ગોવિંદા મંડળો નિરાશ

રાજ્ય સરકારે જન્માષ્ટમી અને ગણપતિ ઉત્સવને લઈને ગાઈડલાઈન જાહેર કરી છે અને આ વર્ષે પણ કોરોનાને કારણે દહીં હાંડી ફોડવા પર રોક લગાવી દેવામાં આવી છે. જેને કારણે શહેરમાં 4 હજાર જેટલી દહીં હાંડી ફોડવાની તૈયારી કરી રહેલા ગોવિંદા મંડળમાં નિરાશા વ્યાપી ગઈ છે.

આ સમાચાર વિગતવાર વાંચો: Surat : દહીં હાંડી મહોત્સવને પરવાનગી ન મળતા સુરતના ગોવિંદા મંડળો નિરાશ

5. સુરત સહિત રાજ્યના બે એરપોર્ટનું થશે ખાનગીકરણ, સુવિધામાં થશે વધારો

દેશના એરપોર્ટને ખાનગી કંપનીઓને સોંપવાની કેન્દ્ર સરકારની કવાયતની અસર આવનારા દિવસોમાં સુરતમાં પણ જોવા મળશે. વર્ષ 2025 સુધી દેશના 25 જેટલા એરપોર્ટને ખાનગી કંપનીઓને સોંપવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે. આ યાદીમાં સુરત સહિત બે એરપોર્ટ ગુજરાતના છે. જેમાં સુરત શહેરને વર્ષ 2023માં તો વડોદરા એરપોર્ટને વર્ષ 2024ની પ્લાનિંગમાં રાખવામાં આવ્યું છે.

આ સમાચાર વિગતવાર વાંચો: Surat : સુરત સહીત રાજ્યના બે એરપોર્ટનું થશે ખાનગીકરણ, સુવિધામાં થશે વધારો

6. અમદાવાદમાં રોગચાળાના આંકડા છૂપાવવાનો ખેલ, 10 હજાર કેસ હોવા છતાં AMCના ચોપડે ફક્ત 197 કેસ

શહેરમાં કોરોના બાદ હવે ડેન્ગ્યુ, ચિકનગુનિયાના આંકડા છૂપાવવાનો ખેલ શરૂ થઈ ગયો છે. શહેરમાં 10 હજારથી વધુ કેસ હોવા છતાં કોર્પોરેશનના ચોપડે ફક્ત 197 કેસ દર્શાવાયા છે. શહેરમાં મચ્છરજન્ય રોગચાળાએ ભરડો લીધો છે. જેમાં શારદાબેન અને એલજી હોસ્પિટલમાં એક દિવસમાં મચ્છરજન્ય રોગચાળાના 174 કેસ સામે આવ્યા છે.

આ સમાચાર વિગતવાર વાંચો: Ahmedabad : રોગચાળાના આંકડા છૂપાવવાનો ખેલ, 10 હજાર કેસ હોવા છતાં AMCના ચોપડે ફક્ત 197 કેસ

7. પાંચ સિંહના રેસ્ક્યૂ મુદ્દે સાંસદ નારણ કાછડીયાનો મોટો ખુલાસો

રાજુલા નજીકથી 5 સિંહના રેસ્ક્યૂના મુદ્દે સાંસદ નારણ કાછડીયાએ મોટો ખુલાસો કર્યો છે. સાંસદે દાવો કર્યો છે કે તમામ પાંચ સિંહને ગીરના જંગલમાં છોડી દેવામાં આવ્યા છે, ત્યારે રાજ્યના વન પ્રધાને પણ આ વાતને સમર્થન આપ્યું છે.

આ સમાચાર વિગતવાર વાંચો:  Amreli : 5 સિંહના રેસક્યૂ મુદ્દે સાંસદ નારણ કાછડીયાનો મોટો ખુલાસો

8. સુરેન્દ્રનગરમાં વરસાદ ખેંચાતા ખેડૂતોની હાલત કફોડી, જિલ્લાને દુષ્કાળ ગ્રસ્ત જાહેર કરવાની માંગ

ગુજરાતમાં વરસાદ ખેંચાતા ખેડૂતોની હાલત કફોડી બની છે. તેવા સમયે સુરેન્દ્રનગર(Surendranagar)ના ખેડૂતોએ હવે સરકાર વિરુદ્ધ વિવિધ માંગણીઓ સાથે આંદોલન કરવાની રણનીતિ બનાવી છે. તેમજ સુરેન્દ્રનગર જિલ્લાને દુષ્કાળ ગ્રસ્ત જાહેર કરવાની માંગ કરવામાં આવી રહી છે.

આ સમાચાર વિગતવાર વાંચો: Surendranagar : વરસાદ ખેંચાતા ખેડૂતોની હાલત કફોડી, જિલ્લાને દુષ્કાળ ગ્રસ્ત જાહેર કરવાની માંગ

9. અમદાવાદમાં મચ્છરજન્ય રોગનો કહેર, ડેન્ગ્યુના કારણે 12 વર્ષના બાળકનું મોત

અમદાવાદમાં કોરોના બાદ મચ્છરજન્ય રોગોએ ભરડો લીધો છે. છેલ્લા ઘણા દિવસમાં ડેન્ગ્યુ અને મેલેરિયાના 10 હજારથી વધુ કેસ નોંધાયા છે. ત્યારે આજે 12 વર્ષના બાળકનું ડેન્ગ્યુથી મોત નીપજ્યું છે.

આ સમાચાર વિગતવાર વાંચો: Ahmedabad: કોરોના બાદ હવે મચ્છરજન્ય રોગનો કહેર, ડેન્ગ્યુના કારણે 12 વર્ષના બાળકનું મોત

10. અમદાવાદમાં મોંઘવારીનો વધુ એક માર, ગુજરાત ગેસે CNGના ભાવમાં વધારો ઝીંક્યો

અદાણી ગેસ દ્વારા ગત 8 જુલાઈએ CNGમાં 68 પૈસાનો અને પીએનજીમાં એમએમબીટીયુ દીઠ 11.43નો વધારો ઝીંક્યા બાદ હવે ગુજરાત ગેસે પણ CNGમાં કિલો દીઠ 2 રૂપિયાનો વધારો કરતા CNG સંચાલિત વાહનચાલકો પર વધારાનો બોજ આવ્યો છે.

આ સમાચાર વિગતવાર વાંચો: Ahmedabad : મોંઘવારીનો વધુ એક માર, અદાણી ગેસ બાદ ગુજરાત ગેસે CNGના ભાવમાં વધારો ઝીંક્યો

Latest News Updates

Related Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati