Surat : સુરત સહીત રાજ્યના બે એરપોર્ટનું થશે ખાનગીકરણ, સુવિધામાં થશે વધારો
સુરત અને વડોદરા એરપોર્ટનું ખાનગીકરણ થવા જઈ રહ્યું છે. જેની સાથે જ મુસાફરોની સુવિધામાં પણ વધારો થશે. જોકે ભાડા સહિતના દરમાં વધારો થશે તે પણ નક્કી છે.
દેશના એરપોર્ટને ખાનગી કંપનીઓને સોંપવાની કેન્દ્ર સરકારની કવાયતની અસર આવનારા દિવસોમાં સુરતમાં પણ જોવા મળશે. વર્ષ 2025 સુધી દેશના 25 જેટલા એરપોર્ટને ખાનગી કંપનીઓને સોંપવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે. આ યાદીમાં સુરત સહીત બે એરપોર્ટ ગુજરાતના છે. જેમાં સુરત શહેરને વર્ષ 2023માં તો વડોદરા એરપોર્ટને વર્ષ 2024ની પ્લાનિંગમાં રાખવામાં આવ્યું છે. સુરત અને વડોદરા એરપોર્ટનું ખાનગીકરણ થવાથી મુસાફરોને મળતી સુવિધામાં પણ વધારો થશે એ નક્કી છે.
સુરત સહીત બીજા બે એરપોર્ટ ખાનગી કંપની પાસે જવાથી મુસાફરોની સુવિધામાં વધારો થશે. એટલું જ નહીં ડોમેસ્ટિક તેમજ ઇન્ટરનૅશનલ કનેક્ટીવીટીના નવા વિકલ્પો ખૂલવાની સંભાવના છે. દુબઈની કનેક્ટિવિટી વધારવાની માગ પણ પૂર્ણ થઇ શકે છે. એરપોર્ટ લાઉન્જ અને બીજી સુવિધાઓના દરમાં વધારો થવાની પણ સંભાવના છે. જોકે સાથે સાથે ભાડાના દરમાં પણ વધારો થઇ શકે છે.
કેન્દ્ર સરકાર છેલ્લા ઘણા સમયથી એરપોર્ટના ખાનગીકરણ માટે પ્રયાસો કરતી આવી છે. જેના પર હવે અમલીકરણ થવા જઈ રહ્યું છે. જેને લઈને દેશભરના 25 એરપોર્ટની પસંદગી કરવામાં આવી છે. જેને ચાર તબક્કામાં ખાનગી કંપનીઓને સોમવામાં આવશે.
પહેલા ફેઝમાં વર્ષ 2022 માં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સંસદીય વિસ્તાર વારાણસી સહીત છ એરપોર્ટનું ખાનગીકરણ કરવામાં આવશે. બીજા ફેઝમાં સુરત સહીત આઠ, ત્રીજા ફેઝમાં વડોદરા સહીત છ અને અંતિમ ફેઝમાં રાજસ્થાનના ઉદયપુર સહીત પાંચ એરપોર્ટનું ખાનગીકરણ કરવાનું પ્લાનિંગ છે.
સુરત એરપોર્ટ પર પાર્કિંગ પણ વધારશે. કારણ કે એરપોર્ટ પર રાત્રે પાર્કિંગની સમસ્યા ઉભી થઇ છે. જેના કારણે ડોમેસ્ટિક અને આંતરરાષ્ટ્રીય ફ્લાઈટમાં વધારો થશે. આ ઉપરાંત સુરત એરપોર્ટને સીએસઆઇએફને પણ જલ્દી તૈનાત કરવામાં આવશે.
સારી થશે મુસાફરોની સુવિધાઓ
કેન્દ્રના આ નિર્ણયથી હવાઈ મુસાફરી કરતા લોકો ખુબ ખુશ છે. તેમનું માનવું છે કે ખાનગી કંપનીઓ પાસે એરપોર્ટ જવાથી મુસાફરોની સુવિધાઓ વધવાની સાથે સરકારી કામકાજમાં ઢીલાશની સમસ્યા પણ હળવી થશે અને તેઓને વધુ સારી સગવડ મળશે. જોકે તેના માટે યુઝર ચાર્જમાં પણ બદલાવ આવશે. મુસાફરોનું માનવું છે કે જો સુવિધા સારી મળશે તો તેના બદલામાં આવા દરમાં થતા વધારો કોઈ મહત્વ નથી રાખતું.
આ પણ વાંચો : Surat : વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સીટી હવે ડિફેન્સ સ્ટડીઝનો અભ્યાસક્રમ શરૂ કરશે
આ પણ વાંચો: Surat: આ તે કેવું ફરમાન? હવે ભાજપના હારેલા ઉમેદવારોની સહીથી વિકાસના કામો થશે ?