Surat : દહીં હાંડી મહોત્સવને પરવાનગી ન મળતા સુરતના ગોવિંદા મંડળો નિરાશ
સરકારે જન્માષ્ટમી મહોત્સવ ઉજવવાને પરવાનગી આપી છે. પણ તેમાં મટકી ફોડ પર મનાઈ ફરમાવતા અનેક ગોવિંદા મંડળો નિરાશ થાય છે. તેઓ દ્વારા મટકી ફોડની તૈયારીઓ પણ કરી દેવામાં આવી હતી.
રાજ્ય સરકારે જન્માષ્ટમી અને ગણપતિ ઉત્સવને લઈને ગાઇડલાઇન જાહેર કરી છે અને આ વર્ષે પણ કોરોનાને કારણે દહીં હાંડી ફોડવા પર રોક લગાવી દેવામાં આવી છે. આ વાતને લઈને શહેરમાં 4 હજાર જેટલી દહીં હાંડી ફોડવાની તૈયારી કરી રહેલા ગોવિંદા મંડળમાં નિરાશા વ્યાપી ગઈ છે. તેના માટે તેઓ ગોવિંદા રિહર્સલ પણ કરતા હતા. ગોવિદા ઉત્સવ સમિતિ દ્વારા પોતાની ગાઇડલાઇન પણ તૈયાર કરી દીધી હતી.
જન્માષ્ટમીનો તહેવાર 30 ઓગસ્ટ છે. પરંતુ પાછળ વર્ષની જેમ આ વર્ષે પણ આ તહેવારનો રંગ ફિક્કો રહેશે. શહેરમાં પહેલા જન્માષ્ટમીના પર્વ પર 15 હજાર કરતા પણ વધારે મટકીઓ ફોડવામાં આવતી હતી. જેમાં 128 જેટલા ગોવિંદા મંડળો ભાગ લેતા હતા. કોરોનાના કારણે પાછલા વર્ષે જન્માષ્ટમીનો તહેવાર ઉજવાયો ન હતો. જોકે આ વર્ષે ગોવિંદા ઉત્સવ સમિતિ દ્વારા મિટિંગ કરીને ઉત્સવ મનાવવાની ગાઇડલાઇન પણ નક્કી કરી હતી.
ગાઇડલાઇન પ્રમાણે દરેક ગોવિંદા મંડળો પોતાના વિસ્તારમાં જન્માષ્ટમી ઉજવી શકે તેમ હતું. ગોવિંદા મંડળના સભ્યનું કહેવું છે દર વર્ષની જેમ આ વર્ષે પણ જન્માષ્ટમીના પર્વને ઉજવવામાં નહીં આવે. ગુજરાતમાં 7 થર સુધી હાંડી લગાવવામાં આવતી હતી. આ વખતે તેઓએ ત્રણ થરની તૈયારી શરૂ કરી દીધી હતી. જોકે સરકારે તેના પર રોક લગાવી દીધી છે.
કોરોનાના કારણે જન્માષ્ટમી સાથે જોડાયેલા સાતથી આઠ જેટલા મંડળો આ વર્ષે દહીં હાંડીના મહોત્સવમાં ભાગ લેવા માટે સામેથી જ ના પાડી દીધી હતી. શહેરમાં કુલ 128 ગોવિંદા મંડળ છે. દર વર્ષે સુરતમાં 16 હજારથી 17 હજાર જેટલી માટલીઓ ફોડવામાં આવે છે. પરંતુ આ વર્ષે કોરોનાની ત્રીજી લહેરની આશંકા, પરિવારની ચિંતા અને આર્થિક તંગી જેવા કારણોથી ગોવિંદા મંડળોએ પીછે હઠ કરી છે. આ ઉપરાંત બીજા વિસ્તારમાં દહીં હાંડી ફોડવા પર મનાઈ કરવામાં આવી હતી. આ પણ એક કારણ છે કે ગોવિંદા મંડળોએ તૈયારી નથી બતાવી.
જોકે બધાની માટલીઓ ફોડવા માટે ગોવિંદા મંડળો છેલ્લા એક મહિનાથી તૈયારી કરી રહ્યા હતા. પહેલા એક મંડળમાં 400 થી 500 ગોવિંદાઓ હતા. પરંતુ હવે આ વખતે ફક્ત 100 સભ્યો જ આવી રહ્યા છે. બાળકોની સલામતી, સુખ શાંતિ માટે લોકો દહીં હાંડીને ફોડવાને એક બાધા મને છે. આખા સુરતમાં આ બાધાની માટલીઓ ફોડવા માટે રજીસ્ટ્રેશન કરવામાં આવતું હતું. ગોવિંદના પગલાં ઘરમાં પડવાને શુભ માનવામાં આવે છે.
આ પણ વાંચો : Surat : વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સીટી હવે ડિફેન્સ સ્ટડીઝનો અભ્યાસક્રમ શરૂ કરશે
આ પણ વાંચો: Surat: આ તે કેવું ફરમાન? હવે ભાજપના હારેલા ઉમેદવારોની સહીથી વિકાસના કામો થશે ?