Ahmedabad: રાજ્ય સરકારને ઝટકો, લવજેહાદના કાયદામાં કલમ-5 પર સ્ટે હટાવવાની માગ હાઇકોર્ટે ફગાવી

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 26, 2021 | 2:31 PM

લવ જેહાદના કાયદાની કલમ 5 પરનો સ્ટે હટાવવાની સરકારની માંગણી પર હાઇકોર્ટમાં આજે સુનાવણી હાથ ધરવામાં આવી હતી.

હાઇકોર્ટએ(Highcourt) ગુજરાતના લવ-જેહાદ(love-jihad)  કાયદાની મહત્ત્વની કલમો સામે સ્ટે આપ્યો હતો. લવ જેહાદના કાયદાની કલમ 5 પરનો સ્ટે હટાવવાની સરકારની માંગણી પર હાઇકોર્ટમાં આજે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આ સુનાવણીમાં હાઇકોર્ટે એડવોકેટ જનરલની રજુઆત ફગાવી દીધી છે. જેના કારણે કલમ 5 પરનો સ્ટે યથાવત રહેશે.

નોંધનીય છે કે, થોડા દિવસ પહેલા ગુજરાત હાઇકોર્ટે ‘લવ જેહાદ’ના કાયદાનું અવલોકન કર્યું હતું. લોભ-લાલચ પુરવાર કર્યા વગર દરિયાદ દાખલ નહીં કરી શકે. આ સાથે જ ગુજરાત હાઇકોર્ટ કલમ 3,4,5 અને 6ના સુધારા અંગે મનાઈ હુકમ કર્યો હતો. હાઈકોર્ટે આંતરધર્મીય લગ્નના આધારે FIR દાખલ કરવા પર મનાઈ ફરમાવી હતી.

તમને જણાવી દઈએ કે, ગુજરાત સરકારે લવ જેહાદ કાયદામાં 5 વર્ષ સુધીની સજા અને રૂ.2 લાખ સુધીના દંડની, જ્યારે સગીર સાથેના ગુનામાં 7 વર્ષ સુધીની સજા અને રૂ.3 લાખ દંડની જોગવાઈ કરી છે. આ ઉપરાંત અનુસૂચિત જાતિ, જનજાતિના સ્ત્રી સાથેના ગુનામાં 7 વર્ષની જોગવાઈ કરાઈ છે.

આપણે સૌ જાણીએ છીએ કે, ગુજરાતમાં  15 જૂનથી ગુજરાત ધર્મ સ્વાતંત્ર્ય (સુધારા) બિલ-2021, જેને ‘લવ જેહાદ’ વિરોધી કાયદો ગણવામાં આવે છે, તેનો અમલ શરૂ કરવામાં આવ્યો હતો.રાજ્યમાં લવજેહાદના  કાયદાને  લાગૂ કરવા પાછળ સરકારનો હેતુ એ હતો કે, કોઈ પણ લાલચ, બળજબરી કે કોઈ પણ પ્રકારની હિંસા કરીને કોઈનું ધર્મ પરિવર્તન ના કરાવી શકે. ગુજરાત વિધાનસભામાં ‘લવ જેહાદ’ કાયદો ભારે હોબાળા વચ્ચે પાસ થઈ ગયો હતો.

આ પણ વાંચો :Gomati Chakra Remedies : ગોમતી ચક્ર ઘરમાં રાખવાના છે ફાયદા, તમે પણ રાખવાનું શરૂ કરી દેશો 

આ પણ વાંચો :આ 2 રાશિઓ માટે સપ્ટેમ્બર મહિનો મુશ્કેલ બની શકે છે, જાણો તમારી રાશિ તો નથી ને ?

g clip-path="url(#clip0_868_265)">