Surendranagar : વરસાદ ખેંચાતા ખેડૂતોની હાલત કફોડી, જિલ્લાને દુષ્કાળ ગ્રસ્ત જાહેર કરવાની માંગ

ખેડૂતોએ  હવે સરકાર વિરુદ્ધ વિવિધ માંગણીઓ સાથે આંદોલન કરવાની રણનીતિ બનાવી છે . તેમજ સુરેન્દ્રનગર જિલ્લાને દુષ્કાળ ગ્રસ્ત જાહેર કરવાની માંગ કરવામાં આવી રહી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 26, 2021 | 4:54 PM

ગુજરાત(Gujarat) માં વરસાદ ખેંચાતા ખેડૂતોની હાલત કફોડી બની છે. તેવા સમયે સુરેન્દ્રનગર(Surendranagar) ના ખેડૂતોએ  હવે સરકાર વિરુદ્ધ વિવિધ માંગણીઓ સાથે આંદોલન કરવાની રણનીતિ બનાવી છે . તેમજ સુરેન્દ્રનગર જિલ્લાને દુષ્કાળ ગ્રસ્ત જાહેર કરવાની માંગ કરવામાં આવી રહી છે.

આ દરમ્યાન ગુરુવારે ખેડૂત એકતા મંચ વરસાદ ખેંચાતા વિવિધ માગણીઓ સાથે જીલ્લાભરના ખેડૂતો સાથે  કલેક્ટર કચેરીએ ભેગા થઈ રજૂઆત કરશે. જેમાં સુરેન્દ્રનગર કાપડ એસોસિએશન અને સોની વેપારી એસોસિએશનએ પણ લેટર પેડ પર લખી ખેડૂતોને ટેકો જાહેર કર્યો છે.

સમગ્ર રાજ્યમાં ચાલુ વર્ષે વરસાદ ખેંચાતા ખેડૂતોના પાકને મોટા પાયે નુકશાન થઇ રહ્યુ હતુ જેને ધ્યાને લઇ તાજેતરમાં સરકાર દ્વારા ખેડૂતોને સિંચાઈ માટે ડેમ, જળાશયો અને કેનાલ મારફતે પાણી પૂરું પાડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.ખેડુતોએ તાત્કાલિક કેનાલો મારફતે સિંચાઇ મારફતે પાણી છોડવા માંગ કરી છે.

જેમા  આગામી દિવસોમાં હજુ વરસાદ ખેંચાશે તો દુષ્કાળ જેવી પરિસ્થિતિ ઉત્પન્ન થશે અને ખેડુતોને બીયારણો પણ નિષ્ફળ જશે.

સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર પંથકમાં વરસાદ ખેંચાતા ખેડૂતોનું વાવેતર બળી જવાનો ખતરો મંડાયો છે. સુરેન્દ્રનગરના નિભણી, મોરલ, સબુરી ડેમ તળિયાઝાટક સ્થિતિમાં છે. તો ફલકુ ડેમમાં 10 ટકા, થોરિયાળી ડેમમાં 7 ટકા, ધારી ડેમમાં 4 ટકા અને નાયકા ડેમમાં 16 ટકા પાણીનો જથ્થો છે. સુરેન્દ્રનગરના ડેમમાં પીવાના પાણીનો પૂરતો જથ્થો છે.

પરંતુ સિંચાઈના પાણીની તંગી ખેડૂતો અનુભવી રહ્યાં છે. સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતો કેનાલ મારફતે તાત્કાલિક પાણી છોડીને પાક બચાવવા માગણી કરી છે.સરકારની પાણી આપવાની જાહેરાત કાગળ પર હોવાનો ખેડૂતો આરોપ કરી રહ્યાં છે. જો વરસાદ વધુ ખેંચાશે તો વાવેતર નિષ્ફળ જવાની ભીતિ છે.

આ  પણ વાંચો : Gujarat ની કચ્છ પાકિસ્તાન બોર્ડર પર બીએસએફની બાજ નજર, પાકિસ્તાનીઓની ઘૂસણખોરીને અટકાવવામાં સફળ

આ પણ વાંચો : ચાહકોની ભીડે Shraddha Kapoor ને ઘેરી, પછી અભિનેત્રીએ શું કર્યું જુઓ તસ્વીરોમાં

Follow Us:
આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
g clip-path="url(#clip0_868_265)">