Gujarat Top News: રાજ્યમાં શિક્ષણ, ગણેશોત્સવની તૈયારી કે વરસાદને લગતા મહત્વના સમાચાર, વાંચો એક ક્લિક કરીને

GTUમાં ભારતીય વેદ, પુરાણો અને ઉપનિષદના 12 અભ્યાસક્રમ શરૂ, રાજ્યમાં સતત બીજા દિવસે કોરોનાના સૌથી ઓછા કેસ, રાજ્યમાં દુષ્કાળની ભીતિ તમામ મહત્વના સમાચાર માત્ર એક ક્લિકમાં

Gujarat Top News: રાજ્યમાં શિક્ષણ, ગણેશોત્સવની તૈયારી કે વરસાદને લગતા મહત્વના સમાચાર, વાંચો એક ક્લિક કરીને
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 25, 2021 | 4:33 PM

1. GTUમાં ભારતીય વેદ, પુરાણો અને ઉપનિષદના 12 અભ્યાસક્રમ શરૂ કરવામાં આવ્યા

ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીમાં એન્જિનિયરિંગ, ફાર્મસી, મેનેજમેન્ટ સાથે હવે ભારતીય વેદ, પુરાણો અને ઉપનિષદનો પણ અભ્યાસ કરવામાં આવશે. પ્રાચીન સ્થાપત્ય, ભારતીય સંસ્કૃતિ, કલા, અભિજાત સાહિત્ય પણ શીખવવામાં આવશે. GTUએ પુણેના ભીષ્મ ઈન્ડિક ફાઉન્ડેશન સાથે મળીને ભારતીય જ્ઞાન પ્રણાલીને લગતા 12 ઓનલાઈન પ્રમાણપત્ર અભ્યાસક્રમો શરૂ કર્યા છે.

ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા
સવારે ઉઠતાની સાથે દેખાય આ 6 વસ્તુઓ, તો સમજો કિસ્મત ચમકવાની છે !
Darshan Raval Wedding: બોલિવુડની હિરોઈનો કરતા પણ વધારે સુંદર છે દર્શન રાવલની પત્ની ! જુઓ-Photo
Agriculture Tips : ઘરે સરળતાથી બનાવો આ 4 ખાતર, જાણો
આજનું રાશિફળ તારીખ : 19-01-2025
Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો

આ સમાચાર વિગતવાર વાંચો: AHMEDABAD : GTUમાં ભારતીય વેદ, પુરાણો અને ઉપનિષદના 12 અભ્યાસક્રમ શરૂ કરવામાં આવ્યાં, કોઇપણ વ્યક્તિ લઇ શકે છે પ્રવેશ

2. જન્માષ્ટમી અને ગણેશોત્સવની તૈયારીઓ શર, સરકારના નિર્ણયથી ઉત્સાહનો માહોલ

રાજ્યમાં યોજાનાર જન્માષ્ટમી અને ગણેશોત્સવના પર્વ નિમિત્તે રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે. કોર કમિટીની બેઠકમાં રાજ્ય સરકારે જન્માષ્ટમી અને ગણેશોત્સવને શરતો સાથે છુટ આપવામાં આવી છે. જેમાં જન્માષ્ટમીના પર્વની વાત કરીએ તો 8 મહાનગરોમાં 30 ઓગસ્ટના રોજ રાત્રે નાઈટ કર્ફ્યૂમાં 2 કલાકની વધુ છૂટ આપવામાં આવી છે. જ્યારે ગણેશોત્સવની ગાઈડલાઈન પર નજર કરીએ તો સાર્વજનિક ગણેશોત્સવમાં માત્ર 4 ફૂટની મૂર્તિનું જ સ્થાપન કરી શકાશે.

આ સમાચાર વિગતવાર વાંચો: Gujarat : જન્માષ્ટમી અને ગણેશોત્સવની તૈયારીઓ આરંભાઇ, સરકારના નિર્ણયથી ઉત્સાહનો માહોલ

3. રાજ્યમાં 2 સપ્ટેમ્બરથી ધો 6થી 8ના વર્ગો શરૂ થશે: ભૂપેન્દ્રસિંહ ચુડાસમા

શિક્ષણપ્રધાન દ્વારા એક મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. રાજયના શિક્ષણપ્રધાને જાહેરાત કરી છે કે રાજયમાં ધોરણ 6થી 8ના ઓફલાઈન વર્ગો 2જી સપ્ટેમ્બરથી શરૂ કરવામાં આવશે. જેમાં 50 ટકાની સંખ્યા સાથે વર્ગો શરૂ કરવા અંગે મંજૂરી આપવામાં આવી છે.

આ સમાચાર વિગતવાર વાંચો: ધો 6થી 8ના વર્ગો આગામી 2 સપ્ટેમ્બરથી શરૂ થશે, ટુંક સમયમાં અન્ય વર્ગો પણ શરૂ થશે : ભૂપેન્દ્રસિંહ ચુડાસમા

4. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નોંધાયા માત્ર 14 કેસ, મૃત્યુઆંક શૂન્ય

રાજ્યમાં સતત બીજા દિવસે કોરોનાની બીજી લહેર બાદ સૌથી ઓછા કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં માત્ર 14 કેસ નોંધાયા છે. જ્યારે સતત ચોથા દિવસે દૈનિક મૃત્યુઆંક શૂન્ય નોંધાવાનો સિલસિલો યથાવત રહ્યો છે. રાજ્યમાં હવે માત્ર 4 દર્દીઓ વેન્ટિલેટર પર છે. જ્યારે એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 160 પર પહોંચી છે.

આ સમાચાર વિગતવાર વાંચો :Gujarat : પાછલા 24 કલાકમાં કોરોનાના નોંધાયા માત્ર 14 કેસ, મૃત્યુઆંક શૂન્ય

5. કોર્પોરેશનના અધિકારી સામે સી.આર.પાટીલનું આક્રમક વલણ, કહ્યું અધિકારીઓ કોઈના નથી હોતા!

ગુજરાતના ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે સંગઠન બેઠકમાં કોર્પોરેશનના અધિકારી સામે આક્રમક વલણ અપનાવ્યું. અમદાવાદ કોર્પોરેશનના મ્યુનિસિપલ કમિશનર મુકેશ કુમારને લઈ પાટીલે કહ્યું કે કોર્પોરેશનના અધિકારીઓની સત્તામાં કાપ મુકી દો,કારણ કે આ અધિકારીઓ કોઈના હોતા નથી.

આ સમાચાર વિગતવાર વાંચો: AHMEDABAD : કોર્પોરેશનના અધિકારી સામે સી.આર.પાટીલનું આક્રમક વલણ, કહ્યું અધિકારીઓ કોઈના નથી હોતા !

6. ડીસા DYSP ડૉ. કુશલ ઓઝાએ બનાવેલી કોરોના માર્ગદર્શિકા માટે રાજ્ય પોલીસ વડાએ આપ્યા અભિનંદન

ડીસાના નાયબ પોલીસ અધિક્ષક તરીકે ફરજ બજાવતા ડૉ. કુશલ ઓઝાએ કોરોના મહામારીમાં ગુજરાત પોલીસ માર્ગદર્શિકા તૈયાર કરી છે. જે માર્ગદર્શિકાનો ડેટા આગામી સમયમાં પોલીસ કર્મચારીઓ તેમજ પોલીસ પરિવાર માટે કયા પ્રકારનું આગોતરું આયોજન થઈ શકે તે માટે બનાવી છે, ત્યારે આ કોરોના માર્ગદર્શિકા માટે રાજ્ય પોલીસ વડાએ અભિનંદન આપ્યા હતા.

આ સમાચાર વિગતવાર વાંચો : Banaskantha : ડીસા DYSP ડૉ. કુશલ ઓઝાએ બનાવેલી કોરોના માર્ગદર્શિકા માટે રાજ્ય પોલીસ વડાએ આપ્યા અભિનંદન

7. ઉત્તરપ્રદેશનો ચર્ચાસ્પદ ધર્માંતરણ કેસ, વડોદરાના આફમી ટ્રસ્ટ સામે SOGએ ગુનો નોંધ્યો

ઉત્તરપ્રદેશના ધર્માંતરણ કેસમાં નવા ચોંકાવનારા ખુલાસા સામે આવ્યા. વડોદરાના ટ્રસ્ટને દુબઈથી 24 કરોડ રૂપિયા મળ્યાનો ઘટસ્ફોટ થયો છે. દોઢ મહિનાથી વધુની તપાસના અંતે SOGએ સલાઉદ્દીન, મૌલાના ઉમર, ગૌતમ એહમદ સહિતના આરોપી સામે ગુનો દાખલ કર્યો છે. ઉપરાંત SOGએ આફમી ટ્રસ્ટ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

આ સમાચાર વિગતવાર વાંચો : ઉત્તરપ્રદેશનો ચર્ચાસ્પદ ધર્માંતરણ કેસ, વડોદરાના આફમી ટ્રસ્ટ સામે SOGએ ગુનો નોંધ્યો

8. વરસાદની હજુ ઘટ,ગુજરાત સહિત અનેક રાજયોમાં દુષ્કાળના એંધાણ

ગુજરાત સહિત દેશના અનેક રાજ્યોમાં દુષ્કાળની ભીતિ સેવાઈ રહી છે. જુલાઈ મહિના કરતા ઓગસ્ટ મહિનામાં સીઝનનો સૌથી નબળો વરસાદ નોંધાયો છે તો અનેક રાજયોમાં 50 મી.મીથી પણ ઓછો વરસાદ નોંધાયો છે. હજુ પણ આગામી દિવસોમાં દેશભરમાં કોઈ વરસાદની સિસ્ટમ સક્રિય ન હોવાનું સામે આવ્યું છે. જેથી હાલ ખેડૂતોની ચિંતા વધી છે.

આ સમાચાર વિગતવાર વાંચો :  Monsoon : વરસાદની હજુ ઘટ, અત્યાર સુધી ચોમાસું નબળું, ગુજરાત સહિત અનેક રાજયોમાં દુષ્કાળના એંધાણ

9. અમદાવાદના કુમકુમ મંદિર દ્વારા શ્રાવણ માસમાં ભગવાનની રજત તુલા કરવામાં આવી

શ્રાવણ વદ ત્રીજના રોજ પૂર્ણ પુરુષોત્તમ શ્રી સ્વામિનારાયણ ભગવાનની 100 વર્ષીય મહંત સદગુરુ શાસ્ત્રી શ્રી આનંદ પ્રિયદાસજી સ્વામીએ રજત ચાંદીથી ભગવાનની તુલા કરી હતી.

આ સમાચાર વિગતવાર વાંચો : Ahmedabad : કુમકુમ મંદિર દ્વારા શ્રાવણ માસમાં ભગવાનની રજત તુલા કરવામાં આવી

10. સુરતના સસ્પેન્ડેડ AAP પ્રમુખ સાથે મોટી સંખ્યામાં AAP કાર્યકરો ભાજપમાં જોડાયા

ગાંધીનગરમાં પ્રદેશ ભાજપ કાર્યાલય કમલમ ખાતે પ્રદેશ અધ્યક્ષ પાટીલે સુરત જિલ્લાના સસ્પેન્ડેડ AAP પ્રમુખ બટુક વડોદરિયાને ભાજપનો ખેસ પહેરાવી સ્વાગત કર્યુ તો પ્રમુખ સાથે મોટી સંખ્યામાં સુરતના AAPના કાર્યકરો ભાજપમાં જોડાયા.આ તકે સુરત જિલ્લાના ધારાસભ્યો પણ હાજર રહ્યા હતા.

આ સમાચાર વિગતવાર વાંચો: GANDHINAGAR : સુરતના સસ્પેન્ડેડ AAP પ્રમુખ સાથે મોટી સંખ્યામાં AAP કાર્યકરો ભાજપમાં જોડાયા

g clip-path="url(#clip0_868_265)">