AHMEDABAD : કોર્પોરેશનના અધિકારી સામે સી.આર.પાટીલનું આક્રમક વલણ, કહ્યું અધિકારીઓ કોઈના નથી હોતા !
સી આર પાટીલે કહ્યું કે પ્રજાએ જન પ્રતિનિધિઓને વિકાસ માટે પસંદ કર્યા છે. જેથી અધિકારીઓ સામે કગરવાની કોઈને પણ જરૂર નથી. જો મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ ચેરમેન, પક્ષના નેતા મજબૂત હશે તો પ્રજાહિતના કામમાં અધિકારી આડખિલીરૂપ બનવાની હિંમત નહીં કરે.
AHMEDABAD : ગુજરાતના ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે સંગઠન બેઠકમાં કોર્પોરેશનના અધિકારી સામે આક્રમક વલણ અપનાવ્યું. અમદાવાદ કોર્પોરેશનના મ્યુનિસિપલ કમિશનર મુકેશ કુમારને લઈ પાટીલે કહ્યું કે કોર્પોરેશનના અધિકારીઓની સત્તામાં કાપ મુકી દો. પ્રજાહિતના કામને લઈ પાટીલે બેઠકમાં ધર્મેન્દ્ર શાહને પૂછ્યું કે અધિકારીઓ સમક્ષ કરગરવાની જરૂર શા માટે પડે છે ? આ અધિકારીઓ કોઈના હોતા નથી.જો તમે સત્તામાં નહીં હોવ તો અધિકારીઓ તમારા ફોન પણ નહીં ઉપાડે. પ્રજાએ જન પ્રતિનિધિઓને વિકાસ માટે પસંદ કર્યા છે. જેથી અધિકારીઓ સામે કગરવાની કોઈને પણ જરૂર નથી. જો મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ ચેરમેન, પક્ષના નેતા મજબૂત હશે તો પ્રજાહિતના કામમાં અધિકારી આડખિલીરૂપ બનવાની હિંમત નહીં કરે.આમ છતાં જો કોઈ અધિકારી મુશ્કેલી ઉભી કરે તો મને કહેજો હું CM કે ડે. CMને ધ્યાન દોરીશ.
ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણી પહેલા જ સી. આર. પાટીલે આક્રમક વલણ અપનાવ્યું છે..રાજ્ય સરકાર પ્રજાના વિકાસ માટે સતત કામ કરી રહ્યાં છે.ત્યારે સવાલ થાય કે અમદાવાદના કોર્પોરેટર અને અધિકારીઓ વચ્ચે કોઈ ગજગ્રાહ છે. શું મ્યુનિસિપલ અધિકારીઓ કોર્પોરેટરોની વાત સાંભળતા જ નથી.શું વિકાસકાર્યો આડે અધિકારીઓ અવરોધ ઉભો કરે છે.સી. આર. પાટીલનું આક્રમક વલણ બતાવે છે કે સંગઠનના સભ્યો, ચૂંટાયેલા હોદ્દેદારોનું પણ મહત્વ છે.. આ સંગઠનના સભ્યો અને હોદ્દેદારો જ વિધાનસભાની આગામી ચૂંટણીમાં પ્રજા વચ્ચે જવાના છે.જેથી સી. આર. પાટીલ તેમને વધુ મહત્વ આપી રહ્યાં છે.
આ પણ વાંચો : Rajkot : બિલ્ડર્સને ત્યાં ઈન્કમટેક્સ વિભાગની રેડ યથાવત્, 300 અધિકારીઓની ટીમો 30 સ્થળો પર ત્રાટકી