Harsh Sanghvi Profile : નવા મંત્રી મંડળમાં સ્થાન પામેલા હર્ષ સંઘવીની સી આર પાટીલના (C R Patil) નજીકના માનવામાં આવી રહ્યા છે.ભાજપનો યુવા ચહેરો હર્ષ સંઘવી કોઇ પણ પ્રજાલક્ષી કામમાં તત્પર વ્યક્તિત્વ ધરાવે છે. પ્રધાનમંડળમાં પાટીલનું વર્ચસ્વ સાચવી રાખવા તેમનું મહત્વપૂર્ણ યોગદાન છે.
જાણો હર્ષ સંઘવીની સંપતિ વિશે
CM ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળમાં (Cabinet) સ્થાન પામેલા હર્ષ સંઘવી કુલ 10,92 કરોડની સંપતિ ધરાવે છે, જેમાં તેના પોતાના નામે 74,59,755 અને તેની પત્નીના નામે 34,67,758 જેટલી સંપતિ છે.ઉપરાંત તેઓ 80 લાખ અને 23 લાખ જેટલી બજાર કિંમત ધરાવતા સુરતમાં બે એપાર્ટમેન્ટ ધરાવે છે.
મ્યુઅલ ફંડ અને અન્ય શેર ડિબેન્ચરમાં કરેલા રોકાણો
હર્ષ સંઘવીએ મ્યુઅલ ફંડ અને અન્ય શેર ડિબેન્ચરમાં કુલ 47,221 રૂપિયાનું રોકાણ કરેલુ છે.
નેશનલ સેવિંગ અને પોસ્ટલ સેવિંગમાં રોકાણ
નવા મંત્રીમંડળમાં સ્થાન મેળવેલા મંત્રી હર્ષ સંઘવીએ નેશનલ સેવિંગ સ્કીમ (National Savings Scheme)અને પોસ્ટલ સેવિંગમાં કુલ 17 લાખથી વધુનુ રોકાણ કરેલુ છે.
સોના- ઝવેરાતમાં કેટલુ કર્યુ છે રોકાણ ?
ભાજપનો યુવા ચહેરો હર્ષ સંઘવીએ સોના- ઝવેરાતમાં કુલ 410,500નું રોકાણ કરેલુ છે, જેમાં તેના નામે 250,000 અને તેની પત્નીના નામે
160,500 જેટલું રોકાણ કરેલુ છે.
શું કૃષિ વિષયક જમીન ઘરાવે છે ?
નવા નિમાયેલા મંત્રી હર્ષ સંઘવી કૃષિ વિષયક જમીન(Land) ધરાવતા નથી. તેમજ તેને કોઈ પણ પ્રકારની જમીન વારસામાં પણ મળેલી નથી.
કુલ જવાબદારી (દેવુ)
હર્ષ સંઘવીએ નાણાકીય સંસ્થા (Financial Institute)અને બેંક પાસેથી કુલ 37 લાખની લોન લીધેલી છે.
વારસામાં મળેલી મિલકત
હર્ષ સંઘવીને 23 લાખ જેટલી રકમની મિલકત વારસા પેઠે મળેલી છે.
ખાસ નોંધ :તમામ માહિતી 2017ની વિધાનસભા ચૂંટણી પહેલા ચૂંટણી પંચને આપેલા એફિડેવિટમાંથી લેવામાં આવી છે.
આ પણ વાંચો:
Published On - 3:03 pm, Thu, 16 September 21