Gujarat Top News: રાજ્યમાં વરસાદની શું છે સ્થિતિ, પારસીઓના નવા વર્ષની ઉજવણી કે ખેડુતોને લગતા મહત્વના સમાચાર માત્ર એક ક્લિક પર

રાજ્યમાં ક્યારે થશે મેઘમહેર,નાયબ મુખ્યપ્રધાન નિતીન પટેલે શું આપ્યુ મહત્વનું નિવેદન,સોમનાથ મંદિરના વિકાસ કામોનું કોના હસ્તે કરવામાં આવશે લોકાર્પણ,તમામ મહત્વના સમાચાર

Gujarat Top News: રાજ્યમાં વરસાદની શું છે સ્થિતિ, પારસીઓના નવા વર્ષની ઉજવણી કે ખેડુતોને લગતા મહત્વના સમાચાર માત્ર એક ક્લિક પર
Gujarat Top News

1.ગુજરાતમાં આગામી ત્રણ-ચાર દિવસોમાં નોંધપાત્ર વરસાદની આગાહી

રાજ્યના હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં આગામી 18,19 અને 20 ઓગસ્ટના રોજ રાજ્યમાં વરસાદનું જોર વધશે.ઉપરાંત દક્ષિણ ગુજરાતમાં પણ સારા વરસાદની આગાહી કરવામાં આવી છે.જેમાં તાપી, ડાંગ, વલસાડ, નવસારી જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

આ સમાચાર વિગતવાર વાંચો:ગુજરાતમાં આગામી ત્રણ-ચાર દિવસોમાં નોંધપાત્ર વરસાદની આગાહી

 

2.વડાપ્રધાન મોદી 20 ઓગસ્ટે સોમનાથ મંદિરના વિકાસ કામોનું વર્ચ્યુઅલ લોકાર્પણ કરશે

સોમનાથમાં કુલ 80 કરોડના ખર્ચે મંદિરના વિકાસ કામોનું દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા 20 ઓગસ્ટના રોજ વર્ચ્યુઅલ માધ્યમથી લોકાર્પણ કરવામાં આવશે.આ કાર્યક્રમ સોમનાથ ટ્રસ્ટના રામ મંદિર ઓડિટોરિયમમાં યોજાશે.

આ સમાચાર વિગતવાર વાંચો: Gir somnath : સોમનાથ મંદિરમાં વિકાસ કામોનું વડાપ્રધાન મોદી 20 ઓગસ્ટે વર્ચ્યુઅલ લોકાર્પણ કરશે

 

3. નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલેનું નિવેદન, દર 10 લાખની વસ્તીએ રસીકરણમાં ગુજરાત દેશમાં પ્રથમ

કોરોના રસીકરણ મહાઅભિયાનમાં ગુજરાતને વધુ એક સિદ્ધી મળી છે. નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે જણાવ્યુ કે, રાજ્યમાં 4 કરોડ ડોઝનું રસીકરણ પૂર્ણ થયું છે. આ ઉપરાંત દર 10 લાખની વસ્તીએ રસીકરણમાં ગુજરાત દેશમાં પ્રથમ સ્થાને છે.

આ સમાચાર વિગતવાર વાંચો: AHMEDABAD : DyCM નીતિન પટેલેનું નિવેદન, દર 10 લાખની વસ્તીએ રસીકરણમાં ગુજરાત દેશમાં પ્રથમ

 

4.પૂર્વ સાંસદ ગોરધનભાઇ જાવિયાનું નિધન, કેશોદમાં અંતિમવિધીમાં નેતાઓ ઉમટયાં

પોરબંદરના પૂર્વ સાંસદ ગોરધનભાઇ જાવિયાનું નિધન થયું છે. 82 વર્ષની વયે તેમણે 15મી ઓગસ્ટના રોજ અંતિમ શ્વાસ લીધા હતા. કેશોદ શહેરમાં તેમની અંતિમવિધીમાં મોટી સંખ્યામાં નેતાઓ જોડાયા હતા.

આ સમાચાર વિગતવાર વાંચો:  Junagadh : પૂર્વ સાંસદ ગોરધનભાઇ જાવિયાનું નિધન, કેશોદમાં અંતિમવિધીમાં નેતાઓ ઉમટયાં

 

5.રાજ્યમાં ખેડૂતોને મળતા વીજ પુરવઠામાં ધરખમ વધારો કરવામાં આવ્યો

રાજ્યમાં ખેડૂતોને મળતા વીજ પુરવઠામાં ધરખમ વધારો કરવામાં આવ્યો છે. રાજ્યના ઉર્જા પ્રધાન સૌરભ પટેલે જણાવ્યું કે, 15 ઓગસ્ટે ખેડૂતોને 10.3 કરોડ યુનિટ વીજળીનું વિતરણ કરવામાં આવ્યું છે.જે રાજ્યના ખેડૂતોને અગાઉ દૈનિક 9.3 કરોડ યુનિટ વીજળી મળતી હતી.આમ, ખેડૂતોને મળતી વીજળીમાં એક કરોડ યુનિટનો વધારો કરવામાં આવ્યો છે.

આ સમાચાર વિગતવાર વાંચો:  GANDHINAGAR : રાજ્યમાં ખેડૂતોને મળતા વીજ પુરવઠામાં ધરખમ વધારો કરવામાં આવ્યો

 

6.ઉદવાડા ખાતે પારસીઓના નવા વર્ષ નવરોઝની હર્ષોલ્લાસથી ઉજવણ

આજે પારસીઓના નવા વર્ષના દિવસે દેશભરના પારસીઓ નવા કેલેન્ડર વર્ષ ૧૩૯૧ ના પ્રથમ દિવસને નવરોઝ તરીકે ઉજવણી કરી રહ્યા છે. ત્યારે પારસીઓના સૌથી મોટા ધર્મ સ્થળ વલસાડના ઉદવાડા ખાતે પણ પારસીઓએ પવિત્ર આતશ બહેરામની પૂજા અર્ચના કરી હતી.

આ સમાચાર વિગતવાર વાંચો:valsad : ઉદવાડા ખાતે પારસીઓના નવા વર્ષ નવરોઝની હર્ષોલ્લાસથી ઉજવણી

 

7.નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે અમદાવાદમાં કોરોના વેક્સિનનો બીજો ડોઝ લીધો

રાજ્યના નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે કોરોના વેક્સિનનો બીજો ડોઝ લીધો છે.ઉલ્લેખનીય છે કે નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે 5 માર્ચના રોજ કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો હતો. ત્યારબાદ તેઓ કોરોના સંક્રમિત થતા કેન્દ્રની ગાઈડલાઈન પ્રમાણે કોરોના વેક્સિનના બીજા ડોઝના દિવસોનું અંતર વધી ગયું હતું.

આ સમાચાર વિગતવાર વાંચો: AHMEADABAD : નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે કોરોના વેક્સિનનો બીજો ડોઝ લીધો

 

8.યાત્રાધામ અંબાજીથી કેન્દ્રીય પ્રધાન દેવુસિંહ ચૌહાણની જન આશીર્વાદ યાત્રાનો પ્રારંભ

યાત્રાધામ અંબાજીથી કેન્દ્રીય પ્રધાન દેવુસિંહ ચૌહાણની જન આશીર્વાદ યાત્રાનો પ્રારંભ થયો છે. બનાસકાંઠામાં ભાજપની જન આશીર્વાદ યાત્રા 164 કિલોમીટરનું અંતર કાપી સદારામ બાપાના ધામ ટોટાણા ખાતે સમાપન થશે.

આ સમાચાર વિગતવાર વાંચો:  Banaskatha : યાત્રાધામ અંબાજીથી કેન્દ્રીય પ્રધાન દેવુસિંહ ચૌહાણની જન આશીર્વાદ યાત્રાનો પ્રારંભ કર્યો

 

9.નવસારીમાં પારસીઓએ નવા વર્ષની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરી

પારસીઓના નવા વર્ષની રાજ્યભરમાં ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે નવસારીમાં રહેતા પારસીઓએ પણ હર્ષોલ્લાસ સાથે નવા વર્ષનીઉજવણી કરી છે. અગિયારીમાં સવારથી જ પારસીઓ દર્શન માટે ઉમટી પડ્યા હતા,અગિયારીમાં પૂજા કરી પારસીઓએ એકબીજાને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી.

આ સમાચાર વિગતવાર વાંચો:   Navsari માં પારસીઓએ નવા વર્ષની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરી

 

10.અમદાવાદના ભદ્રકાળીના મંદિરેથી કેન્દ્રીય પ્રધાન ડૉ. મહેન્દ્ર મુંજપરાની જન આશીર્વાદ રેલીનો પ્રારંભ

અમદાવાદ શહેરના નગરદેવી ભદ્રકાળી માતાજીના મંદિરેથી કેન્દ્રીય પ્રધાન ડૉ. મહેન્દ્ર મુંજપરાની જન આશીર્વાદ રેલીનો પ્રારંભ થયો. જેમાં ભાજપના આગેવાનો, નેતાઓએ ભદ્રકાળી માતાજીના દર્શન કરી રેલીનો પ્રારંભ કર્યો હતો.

આ સમાચાર વિગતવાર વાંચો:  Ahmedabad : ભદ્રકાળીના મંદિરેથી કેન્દ્રીય પ્રધાન ડૉ. મહેન્દ્ર મુંજપરાની જન આશીર્વાદ રેલીનો પ્રારંભ

Read Full Article

Click on your DTH Provider to Add TV9 Gujarati