Gir somnath : સોમનાથમાં કુલ 80 કરોડ જેવી રકમના ખર્ચે બનનાર વિકાસાત્મક કામોનું દેશના વડાપ્રધાન અને સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી નરેન્દ્ર મોદી 20 ઓગસ્ટના રોજ વર્ચ્યુઅલ માધ્યમથી લોકાર્પણ કરશે. આ કાર્યક્રમ સોમનાથ ટ્રસ્ટના રામ મંદિર ઓડિટોરિયમમાં યોજાશે.
જેમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ હાજર રહેશે. આ તકે વડાપ્રધાન સહિત કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ વર્ચ્યુઅલ માધ્યમથી જોડાશે. સોમનાથ ટ્રસ્ટ દ્વારા થયેલ 4 વિકસાત્મક કાર્યોનું લોકાર્પણ અને પાર્વતી મંદિરનું ખાતમુહૂર્ત વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલ માધ્યમથી કરશે.
વિગતવાર વાત કરવામાં આવે તો સોમનાથ મંદિર નજીક 49 કરોડ ના ખર્ચે બનેલ અત્યાધુનિક સમુદ્રદર્શન વોક વે સહિત, જુના સોમનાથ તરીકે ઓળખાતા મહારાણી અહલ્યાદેવી મંદિરનું નવીનીકરણ થયેલા મંદિરનું લોકાર્પણ કરાશે.
સોમનાથના તમામ ઘન કચરાનો નિકાલ કરતો વેસ્ટ મેનેજમેન્ટ પ્લાન્ટનું લોકાર્પણ કરાશે, સોમનાથ કલાકેન્દ્રમાં બનેલ પૌરાણિક સંગ્રહાલયનું પણ લોકાર્પણ કરવામાં આવશે. આ સાથે જ 30 કરોડના ખર્ચે બનનાર પાર્વતીમંદિરનું ખાતમુહૂર્ત કરાશે.
આ પણ વાંચો : AHMEDABAD : કીડની હોસ્પિટલને રૂ.100 કરોડનું દાન, જાણો કોણે આપ્યું આટલું મોટું દાન
આ પણ વાંચો : AHMEADABAD : નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે કોરોના વેક્સિનનો બીજો ડોઝ લીધો