valsad : ઉદવાડા ખાતે પારસીઓના નવા વર્ષ નવરોઝની હર્ષોલ્લાસથી ઉજવણી

આજે પારસીઓના ઈરાની કેલેન્ડર મુજબ 1391મા નવા વર્ષની શરૂઆત થઇ છે.પારસીઓનું કાશી એવા વિશ્વના સૌથી મોટા ધર્મ સ્થળ ઉદવાડા દેશ અને દુનિયામાં વસતા દરેક પારસીઓ માટે સૌથી મોટું પવિત્ર ધર્મ સ્થળ છે.

valsad : ઉદવાડા ખાતે પારસીઓના નવા વર્ષ નવરોઝની હર્ષોલ્લાસથી ઉજવણી
file
Follow Us:
Sachin Kulkarni
| Edited By: | Updated on: Aug 16, 2021 | 1:45 PM

valsad : આજે પારસી કોમનું નવું વર્ષ એટલે નવરોઝ. આજે નવા વર્ષના દિવસે દેશભરના પારસીઓએ પારસીઓના નવા કેલેન્ડર વર્ષ ૧૩૯૧ ના પ્રથમ દિવસને નવરોઝ તરીકે ઉજવણી કરી રહ્યા છે. ત્યારે પારસીઓ વિશ્વના સૌથી મોટા ધર્મ સ્થળ વલસાડના ઉદવાડા ખાતે પારસીઓએ પોતાના ઇસ્ટ દેવ પવિત્ર આતશ બહેરામની પૂજા અર્ચના કરી હતી.

ઉદવાડા આવેલા પારસી બંધુઓએ એકબીજાને નવા વર્ષની શુભેચ્છા પાઠવી હતી. તો પારસીઓના ધર્મગુરુ વડા દસ્તુરજીએ પણ પારસી કોમ સહિત સમગ્ર દેશને નવા વર્ષની શુભેચ્છા પાઠવી હતી.

પોતાના ધર્મની રક્ષા માટે પોતાનું વતન ઈરાન છોડી દરિયાઈ માર્ગે આશરાની શોધમાં નીકળેલા પારસીઓને આખરે ભારતમાં આશરો મળ્યો હતો.ભારતમાં વર્ષો પહેલા ગુજરાતના સંજાણ બંદરે આવેલા પારસીઓ માટે આજનો દિવસ ખુશીઓનો દિવસ છે. ઈરાનથી સંજાણ બંદરે આવેલા પારસીઓએ પોતાને આશરો આપનાર સંજાણના રાજા જાદિ રાણાને આપેલા વચન પ્રમાણે આજે પણ પારસીઓ ભારતમાં દૂધમાં સાકર ભળે તેમ દરેક સમાજ સાથે ભળી ગયા છે.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

આજે પારસીઓના ઈરાની કેલેન્ડર મુજબ 1391મા નવા વર્ષની શરૂઆત થઇ છે.પારસીઓનું કાશી એવા વિશ્વના સૌથી મોટા ધર્મ સ્થળ ઉદવાડા દેશ અને દુનિયામાં વસતા દરેક પારસીઓ માટે સૌથી મોટું પવિત્ર ધર્મ સ્થળ છે.પારસીઓના ધર્મગુરુ એવા વડા દસ્તુર દ્વારા આજે પવિત્ર આતશ બહેરામની પૂજા અર્ચના કરી હતી.

ઉદવાડા ખાતે દેશભરમાંથી પારસી બંધુઓ આવી ઇષ્ટ દેવ આતશ બહેરામની પૂજા અર્ચના કરે છે.પારસીઓના ધર્મગુરુ વડા દસ્તુરજીએ પણ પારસી સમાજને નવા વર્ષની શુભેચ્છા પાઠવી હતી.

પારસી કેલેન્ડર મુજબ વર્ષનો છેલ્લા દિવસ એટલે પતેતી,પતેતી એટલે વર્ષ દરમિયાન કરેલા પાપના પ્રશ્ચાતાપ કરવાનો દિવસ,દરેક પારસી પતેતીના રોજ પારસી વિધિ મુજબ પેટેટ પશીમાનીની વિધિ કરે છે. આખા વર્ષ દરમિયાન જાણે અજાણે કોઈ ભૂલ કરી હોય તો પ્રભુ પાસે માફી માંગવાની હોય છે.પતેતી પછીનો દિવસ એટલે નવરોઝ નવા વર્ષનો પ્રથમ દિવસ. આમ નવરોઝના દિવસે પારસીઓ પોતાના સ્વજનના આશીર્વાદ લે છે અને એકબીજાને શુભેચ્છા પાઠવે છે.

ઉદવાડા ખાતે આજે દેશભરમાંથી પારસીઓ પવિત્ર આતશ બહેરામની પૂજા માટે આવ્યા હતા. સુખડથી પારસીઓ પૂજા કરી નવું વર્ષ સારું જાય તે માટે પ્રાર્થના કરે છે અને આજે પણ પારસીઓ પોતાને આશરો આપનાર જાદી રાણા અને ભારત દેશનો આભાર માને છે.

પારસી કોમ ભારતની પ્રજા જોડે ભળી ગઈ છે. તો ઉદ્યોગ ક્ષેત્રથી લઈને દેશની સેવા સુધીના મોટા હોદ્દા ઉપર પારસીઓ પહોંચ્યા છે. અને પોતાની જવાબદારી કુનેહપૂર્વક નિભાવી ચુક્યા છે. ખરેખર પારસીઓ એ જે વચન આપ્યું હતું એનું આજે પણ પાલન કરી રહ્યા છે. અને એટલે જ માઈક્રો લઘુમતી કોમ એવા પારસીઓ દેશના વિકાસ માટે, દેશની સુરક્ષા માટે હંમેશા ખડે પગ ઉભા રહે છે.

Latest News Updates

મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
g clip-path="url(#clip0_868_265)">