ગુજરાતમાં આવનારા ત્રણ-ચાર દિવસોમાં નોંધપાત્ર વરસાદની આગાહી
રાજ્યના હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 18,19 અને 20 ઓગસ્ટના રોજ રાજ્યમાં વરસાદનું જોર વધશે.દક્ષિણ ગુજરાતમાં 18,19,20 ઓગસ્ટના રોજ નોંધપાત્ર વરસાદની આગાહી કરવામાં આવી છે.
AHMEDABAD : રાજ્યમ આગામી ત્રણથી ચાર દિવસોમાં નોંધપાત્ર વરસાદ થવાની હવામાન વિભાગે આગાહી કરી છે. રાજ્યના હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 18,19 અને 20 ઓગસ્ટના રોજ રાજ્યમાં વરસાદનું જોર વધશે.દક્ષિણ ગુજરાતમાં 18,19,20 ઓગસ્ટના રોજ નોંધપાત્ર વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લામાં ભારે વરસાદ પડી શકે છે. તાપી, ડાંગ, વલસાડ, નવસારી જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હજી પણ રાજ્યના તમામ જિલ્લામાં વરસાદની ઘટ છે, ત્યારે હવામાન વિભાગની આગાહી પ્રમાણે વરસાદ પડશે તો ખેડૂતોને મોટી રાહત થશે.
આ પણ વાંચો : GANDHINAGAR : રાજ્યમાં ખેડૂતોને મળતા વીજ પુરવઠામાં ધરખમ વધારો કરવામાં આવ્યો
Latest Videos
Latest News