MONSOON 2021 : રાજ્યમાં 71 તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ પડ્યો, જાણો ક્યાં કેટલો વરસાદ પડ્યો

Rain In Gujarat : રાજ્યમાં ચોમાસાના બીજા રાઉન્ડમાં 71 તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ પડ્યો છે, આ સાથે જ રાજ્યમાં રાજ્યમાં મોસમનો કુલ સરેરાશ 45.84 ટકા વરસાદ નોંધાયો છે.

MONSOON 2021 : રાજ્યમાં 71 તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ પડ્યો, જાણો ક્યાં કેટલો વરસાદ પડ્યો
Gujarat received significant rainfall in 71 talukas
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 01, 2021 | 2:06 PM

GUJARAT : રાજ્યમાં ચોમાસાની સિઝનમાં વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થયો છે. છેલ્લા ચોવીસ કલાક દરમિયાન વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં 399 મી.મી. એટલે કે 16 ઇંચ જેટલો, વાપીમાં 200 મી.મી. એટલે કે 8 ઈંચ, માંગરોળમાં 129 મી.મી. એટલે કે 5 ઇંચ જેટલો વરસાદ વરસ્યો હોવાના અહેવાલ છે.

રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળેલા અહેવાલો મુજબ આજે તારીખ 1 સપ્ટેમ્બર 2021 ને સવારે 6 કલાક સુધીમાં વિસાવદર તાલુકામાં 96 મી.મી., વઘઈમાં 90 મી.મી., ડેડિયાપાડામાં 88 મી.મી., ધ્રોલમાં 86 મી.મી., કઠલાલમાં 83 મી.મી., મેંદરડામાં 81 મી.મી., કપરાડામાં 79 મી.મી., વડગામ, નડિયાદમાં 76 મી.મી. અને બગસરામાં 75 મી.મી. મળી કુલ 10 તાલુકાઓમાં 3 ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે.

આ ઉપરાંત નાંદોદ ચોર્યાસી, માણસા, માતર, પારડી, ઘોઘા, કેશોદ, ઉમરેઠ, વાંસદા, વંથલી, ગરુડેશ્વર, માંગરોળ, ખેરગામ, બોટાદ, જુનાગઢ શહેર, સાવરકુંડલા, ખેડા મળી કુલ 17 તાલુકાઓમાં 2 ઈંચથી વધુ જ્યારે અન્ય 39 તાલુકાઓમાં એક ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે.

દેશી સફેદ જુવાર ખાવાના ફાયદા, જાણીને ચોંકી જશો
Cannesમાં કિયારા અડવાણીનો ચાલ્યો જાદું, પિંક અને બ્લેક ગાઉનમાં લૂટી મહેફિલ
જાહ્નવી કપૂરની ફિટનેસ ટ્રેનર પણ છે ખૂબ ગ્લેમરસ, જુઓ તસવીર
આ મેદાન પર રમાશે ભારત અને પાકિસ્તાનની મેચ, જુઓ વીડિયો
First Ballot Box વિશે જાણો, તેના દ્વારા થઈ હતી દેશની પ્રથમ ચૂંટણી
Knowledge : ચાલતી ટ્રેનમાં ધડક-ધડક અવાજ કેમ આવે છે? જાણો કારણ

આજે તારીખ 1 સપ્ટેમ્બર 2021 ને બુધવારે સવારે 6 થી 10 કલાક દરમિયાન ગીર સોમનાથ જિલ્લાના તલાલા તાલુકામાં 145 મી.મી. એટલે કે 6 ઈંચ જેટલો, જૂનાગઢ જિલ્લાના માળીયા તાલુકામાં 132 મી.મી. એટલે કે 5 ઈંચથી વધુ જ્યારે માંગરોળ તાલુકામાં 100 મી.મી. એટલે કે 4 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે.

ઉલ્લેખનીય છે કે ચાલુ સિઝનમાં મોસમનો કુલ સરેરાશ વરસાદ 45.85 ટકા નોંધાયો છે. જેમાં કચ્છ રીજીયનમાં 32.96 ટકા, ઉત્તર ગુજરાતમાં 36.15 ટકા, પૂર્વ-મધ્ય ગુજરાતમાં 42.48 ટકા, સૌરાષ્ટ્રમાં 40.67 ટકા અને દક્ષિણ ગુજરાતમાં 55.47 ટકા જેટલો સરેરાશ વરસાદ થયો છે.

ગુજરાતમાં 10 તારીખ સુધી ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી છે. બંગાળની ખાડીમાં સર્જાયેલી લો-પ્રેશર સિસ્ટમની અસરના ભાગરૂપે છેલ્લા 3 દિવસથી ગુજરાતમાં વરસાદી વાતાવરણ સર્જાયું છે. અમદાવાદ સહિત મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં બે દિવસમાં સારો વરસાદ પડયો છે. લો-પ્રેશરની અસર વધવાને કારણે વરસાદનું પ્રમાણ હજું પણ વધશે. ગુજરાત પર 31 ઓગસ્ટના રોજ લો-પ્રેશર સિસ્ટમ સક્રિય થઇ ગઇ છે. જેના કારણે રાજયમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.

લો-પ્રેશરના ભાગરૂપે સૌથી વધારે વરસાદ પંચમહાલ, ખેડા, વડોદરા, ડાંગ, તાપી, અમરેલી, ભાવનગર, નર્મદા અને ભરૂચ જિલ્લામાં પડશે. લો-પ્રેશરની અસરને કારણે ગુજરાતમાં એક ઇંચથી લઇને ત્રણ ઇંચ સુધીનો હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે.હવામાન વિભાગના જણાવ્યા અનુસાર સપ્ટેમ્બર મહિનાના પ્રથમ અઠવાડિયામાં દક્ષિણ ગુજરાતમાં સારો વરસાદ પડી શકે છે. ગુજરાત રાજ્યમાં પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, વાપી, વલસાડ, નવસારીમાં ભારે વરસાદની શક્યતાઓ છે. જ્યારે ગુજરાતના બે જીલ્લા આણંદ અને ભરૂચમાં અતિભારે વરસાદની આગાહી છે.

આ પણ વાંચો : ગુજરાતના 16 જિલ્લા કોરોનામૂક્ત થયા, કુલ 150 એક્ટીવ કેસ 17 જિલ્લામાં, જાણો તમારા જિલ્લાની સ્થિતિ

Latest News Updates

સાબરકાઠાં: કાળઝાળ ગરમીથી લોકો બેહાલ, ઇડર બન્યું અગનગોળાની ભઠ્ઠી, જુઓ
સાબરકાઠાં: કાળઝાળ ગરમીથી લોકો બેહાલ, ઇડર બન્યું અગનગોળાની ભઠ્ઠી, જુઓ
અમદાવાદમાં હીટવેવના કારણે લૂ, ઝાડા ઉલ્ટીના કેસમાં થયો વધારો
અમદાવાદમાં હીટવેવના કારણે લૂ, ઝાડા ઉલ્ટીના કેસમાં થયો વધારો
ભાવનગરમાં ખનિજ માફિયાઓ બેફામ, ભૂસ્તર વિભાગના અધિકારીની કરી રેકી
ભાવનગરમાં ખનિજ માફિયાઓ બેફામ, ભૂસ્તર વિભાગના અધિકારીની કરી રેકી
રાજકોટ ખાતે TV9ના એજ્યુકેશન એક્સપોમાં બીજા દિવસે પણ વિદ્યાર્થીનો ધસારો
રાજકોટ ખાતે TV9ના એજ્યુકેશન એક્સપોમાં બીજા દિવસે પણ વિદ્યાર્થીનો ધસારો
કાળઝાળ ગરમીને લઈ હવામાન વિભાગનું હીટવેવ એલર્ટ, જાણો
કાળઝાળ ગરમીને લઈ હવામાન વિભાગનું હીટવેવ એલર્ટ, જાણો
મહેસાણાઃ કાળઝાળ ગરમીને લઈ વોટરપાર્કમાં લોકોની ભીડ ઉમટતા હાઉસફૂલ, જુઓ
મહેસાણાઃ કાળઝાળ ગરમીને લઈ વોટરપાર્કમાં લોકોની ભીડ ઉમટતા હાઉસફૂલ, જુઓ
રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ, વડોદરામાં 500થી વધુ લોકોને હીટવેવની અસર
રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ, વડોદરામાં 500થી વધુ લોકોને હીટવેવની અસર
બનાસકાંઠાઃ કરોડો રુપિયાનો એજન્ટે રોકાણકારોને ચૂનો લગાવ્યાનો આક્ષેપ
બનાસકાંઠાઃ કરોડો રુપિયાનો એજન્ટે રોકાણકારોને ચૂનો લગાવ્યાનો આક્ષેપ
બનાસકાંઠામાં સતત વધી રહ્યો છે કાળઝાળ ગરમીનો પ્રકોપ, લોકો પરેશાન, જુઓ
બનાસકાંઠામાં સતત વધી રહ્યો છે કાળઝાળ ગરમીનો પ્રકોપ, લોકો પરેશાન, જુઓ
તરસાલી રોડ પર વૃદ્ધ દંપતિને ઘરે લુંટ વીથ મર્ડરની ઘટના,આરોપી ફરાર
તરસાલી રોડ પર વૃદ્ધ દંપતિને ઘરે લુંટ વીથ મર્ડરની ઘટના,આરોપી ફરાર
g clip-path="url(#clip0_868_265)">