ગુજરાતના 16 જિલ્લા કોરોનામૂક્ત થયા, કુલ 150 એક્ટીવ કેસ 17 જિલ્લામાં, જાણો તમારા જિલ્લાની સ્થિતિ

Corona Active Cases In Gujarat : રાજ્યમાં સૌથી વધુ સૌથી વધુ 45 એક્ટીવ કેસ વડોદરામાં છે. જયારે અમદાવાદમાં 38 અને સુરતમાં 18 એક્ટીવ કેસ છે.

ગુજરાતના 16 જિલ્લા કોરોનામૂક્ત થયા, કુલ 150 એક્ટીવ કેસ 17 જિલ્લામાં, જાણો તમારા જિલ્લાની સ્થિતિ
16 districts of Gujarat were released from Corona, a total of 150 active cases in 17 districts
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 01, 2021 | 12:44 PM

GUJARAT : રાજ્યમાં દિવસેને દિવસે કોરોના સંક્રમણ ઘટી રહ્યું છે. 31 ઓગષ્ટના રોજ રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 12 નવા કેસ સામે આવ્યાં, તો આ સાથે જ 12 દર્દીઓને ડીસ્ચાર્જ કરવામાં આવ્યાં. આ સાથે રાજ્યમાં કોરોનાના એક્ટીવ કેસ ઘટીને 150 થયા છે. રાજ્યમાં એક્ટીવ કેસ અને નવા કેસની દૃષ્ટિએ વાત કરીએ તો રાજ્યના 16 જિલ્લા એવા છે, જ્યાં એક પણ નવો કેસ નથી અને એક પણ એક્ટીવ કેસ નથી. એટલે કે રાજ્યના આ 16 જિલ્લા કોરોનામૂક્ત થયા છે.

રાજ્યના 16 જિલ્લા કોરોનામૂક્ત થયા રાજ્યના 33 જિલ્લામાંથી 16 જિલ્લા કોરોનામૂક્ત થયા છે. આ જિલ્લાઓ આ પ્રમાણે છે -અમરેલી, અરવલ્લી, બનાસકાંઠા, ભરૂચ, છોટા ઉદેપુર, ડાંગ, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ, ખેડા, મોરબી, નવસારી,  પંચમહાલ, પાટણ, સુરેન્દ્રનગર, સાબરકાંઠા અને વલસાડ  કોરોનામૂક્ત થયા છે. રાજ્યના આ  16 જિલ્લામાં એક પણ નવો કેસ નથી અને એક પણ એક્ટીવ કેસ નથી.

રાજ્યમાં કુલ 150 એક્ટીવ કેસ 17 જિલ્લામાં રાજ્યના 33 જિલ્લામાંથી 16 જિલ્લા કોરોનામૂક્ત થયા છે, તો કુલ 150 એક્ટીવ કેસ  17 જિલ્લામાં રહ્યાં છે.  આ જિલ્લાઓમાં અમદાવાદ, આણંદ, ભાવનગર, બોટાદ, દાહોદ, ગાંધીનગર, જામનગર, જૂનાગઢ, કચ્છ, મહીસાગર, મહેસાણા, નર્મદા, પોરબંદર, રાજકોટ, સુરત, તાપી અને વડોદરાનો સમાવેશ થાય છે.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

ક્યાં જિલ્લામાં કેટલા એક્ટીવ કેસ ? રાજ્યમાં સૌથી વધુ સૌથી વધુ 45 એક્ટીવ કેસ વડોદરામાં છે. ક્યારે અમદવાદમાં 38 અને સુરતમાં 18 એક્ટીવ કેસ છે.

ભાવનગર અને દાહોદમાં 9-9, કચ્છમાં 8, ગાંધીનગર અને રાજકોટમાં 5-5, જામનગરમાં 3, મહીસાગર અને પોરબંદરમાં 2-2, અને આણંદ, બોટાદ, જૂનાગઢ, મહેસાણા, નર્મદા અને તાપી જિલ્લામાં કોરોનાનો 1-1 એક્ટીવ કેસ છે.

ક્યાં જિલ્લામાં કેટલા દર્દીઓ ક્વોરન્ટાઈનમાં ? રાજ્યમાં 31 ઓગષ્ટ 2021ની સ્થિતિએ કુલ 1205 લોકો ક્વોરન્ટાઈનમાં છે. જેમાં સૌથી વધુ 387 સુરતમાં, 251 જામનગરમાં અને 210 લોકો ભાવનગરમાં ક્વોરન્ટાઈન હેઠળ સારવાર લઇ રહ્યાં છે.

ત્યારબાદ જોઈએ તો રાજકોટમાં 92, દાહોદમાં 59, તાપીમાં 40 અને અમદાવાદમાં 38 લોકો ક્વોરન્ટાઈનમાં છે.

છોટા ઉદેપુરમાં 25, વડોદરામાં 23, દેવભૂમિ દ્વારકામાં 20, બનાસકાંઠામાં 18, ગાંધીનગરમાં 14 અને વલસાડમાં 12 લોકો ક્વોરન્ટાઈન હેઠળ છે.  કચ્છમાં 7, ખેડામાં 5, જૂનાગઢમાં 3 અને આણંદમાં 1 વ્યક્તિ ક્વોરન્ટાઈન હેઠળ સારવાર લઇ રહ્યાં છે.

આ પણ વાંચો : Vastu Shastra Tips: નવુ મકાન બનાવતી વખતે જરૂર ધ્યાનમાં રાખો આટલી વાત, જાણો સુખ અને સૌભાગ્ય સાથે જોડાયેલા વાસ્તુ નિયમ

આ પણ વાંચો :  Rajkot : રાજવી પરિવારમાં વારસાઇ મિલકતનો વિવાદ, રાજવી પરિવારની મિલકત જાણીને તમે ચોંકી જશો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">