Gujarat Rain Weather Updates : અમદાવાદ જિલ્લામાં ગણતરીના કલાકોમાં 1.5 થી 9 ઈંચ વરસાદ ખાબકતા ઘરોમાં પાણી ભરાયા, પ્રિ-મોન્સુન પ્લાન ધોવાયાં
Gujarat Rain LIVE Weather Updates IMD alert news: રાજ્યમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ વરસી રહ્યો છે.. મુશળધાર વરસાદ (Heavy Rain)ને પગલે ઠેર-ઠેર પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ છે.. પ્રવાસન સ્થળ દીવમાં બારે મેઘ ખાંગા થયા છે
Gujarat rains 2022 live updates :રાજ્યના અનેક શહેરોમાં ભારેથી અતિભારે વરસાદ (Heavy Rain Forecast)ની આગાહી છે.. આજના દિવસે ગાંધીગર, ખેડા, સાબરકાંઠા, બનાસકાંઠામાં આજે ભારે વરસાદ(Rain Updates)ની આગાહી છે..વલસાડ, દીવ, દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી છે.. સૌરાષ્ટ્ર, કચ્છ, જૂનાગઢમાં અતિભારે વરસાદની આગાહી છે..અમદાવાદ અને ગાંધીનગરમાં ભારે વરસાદ વરસે તેવી શક્યતા છે..11 અને 12 તારીખે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે.. 12 તારીખે સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે..રાજ્યમાં સાત ઈંચથી વધારે વરસાદ ખાબક્યો છે.. સૌરાષ્ટ્ર અને કચ્છમાં સૌથી વધુ 31 ટકા વરસાદ વરસ્યો છે..
LIVE NEWS & UPDATES
-
Gujarat Rain LIVE Weather Updates : ફાયર બ્રિગેડને મળ્યા 17 કોલ
Gujarat Rain LIVE Weather Updates : અમદાવાદમાં આજે પડેલા વરસાદને કારણે ફાયર બ્રિગેડને મળ્યા 17 કોલ આવ્યા. તેમાં 4 કોલ મકાન ધસી પડવાના 3 ગાડી ખાડામાં ઉતરી પડવાના 7 કોલ શોર્ટ સર્કિટના 2 કોલ કેનાલમાં ગાય ફસાઈ જવાના અને 1 કોલ ઝાડ પડવાનો નોંધાયો હતો.
-
Gujarat Rain LIVE Weather Updates : અમદાવાદમાં અનરાધાર
અમદાવાદ શહેરમાં સવારે 6થી સાંજે 4 વાગ્યા સુધીમાં પડેલ વરસાદના આંકડા . #Ahmedabad #AhmedabadRains #Gujarat pic.twitter.com/xrNN7pVdiY
— Tv9 Gujarati (@tv9gujarati) July 8, 2022
-
-
Gujarat Rain LIVE Weather Updates : વરસાદના ભરાયેલા પાણી મુદ્દે વોટર એન્ડ ડ્રેનેજ કમિટીનાં ચેરમેનનું નિવેદન
Gujarat Rain LIVE Weather Updates : વરસાદના ભરાયેલા પાણી મુદ્દે વોટર એન્ડ ડ્રેનેજ કમિટીનાં ચેરમેનનું નિવેદન, પહેલા બે દિવસ પાણી ભરાતુ હવે કલાકમાં નિકાલની વ્યવસ્થા, 3 કલાકમાં 9 ઈંચ વરસાદ વધારે છે. Gujarat Rain LIVE Weather Updates : અમદાવાદમાં પડેલા વરસાદના કારણે શહેરના અનેક વિસ્તાર પાણી પાણી થઈ ગયા. જોકે આ મામલે યોજાયેલી પત્રકાર પરિષદમાં વરસાદ સમયે સ્માર્ટ સીટી એવા અમદાવાદની આવી બદતર હાલત કેમ થાય છે એ પ્રશ્ન પૂછવામાં આવતા વોટર કમિટીના ચેરમેન જતીન પટેલનો બફાટ સામે આવ્યો. તેઓએ જણાવ્યું કે સ્માર્ટ સિટીનો મતલબ એ નથી કે સોનાના રોડ હોય. જોકે અમદાવાદની કરોડો રૂપિયાનો ટેક્સ ભરતી જનતાને સોનાના રોડ નહિ પણ મુશ્કેલી ન પડે તેવા રોડ જોઈએ એ આ નેતાઓએ સમજવું પડશે. અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર લોચન સહેરાએ જણાવ્યું કે હવે ક્લાઈમેટ ચેન્જના કારણે વરસાદની પેટર્ન બદલાઈ છે. જેથી આખા મહિનાનો વરસાદ માત્ર ત્રણ કલાકમાં પડી જાય છે.
-
Gujarat Rain LIVE Weather Updates : અમદાવાદમાં રસ્તાઓ પર નદીઓ જેવા દ્રશ્યો સર્જાયા
Gujarat Rain LIVE Weather Updates : અમદાવાદમાં ઠેર ઠેર પાણી ભરાયા છે. અમદાવાદમાં રસ્તાઓ પર નદીઓ જેવા દ્રશ્યો જોવા મળ્યા છે. ભારે વરસાદને કારણે સરસપુર, વેજલપુર, મેમનગર, ઓઢવ, હાટકેશ્વર, વિરાટનગર સહિતના વિસ્તારોમાં રસ્તાઓ પર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી.
અમદાવાદમાં રસ્તાઓ પર નદીઓ જેવા દ્રશ્યો સર્જાયા-જૂઓ Videos#AhmedabadRain #Gujarat #GujaratRain2022 #IMDAlert #RainForecasthttps://t.co/74T97z53V6
— Tv9 Gujarati (@tv9gujarati) July 8, 2022
-
Gujarat Rain LIVE Weather Updates : ધરમપુરમાં ધોધમાર વરસાદ
ધરમપુરમાં ધોધમાર વરસાદ પડી ગયો છે. ભારે વરસાદને કારણે નદીઓ છલકાઇ ગઈ છે. અનેક નદીઓ બેકાંઠે વહી રહી છે, નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા છે. લોકોને સલામત સ્થળે ખસી જવા સૂચના આપવામાં આવી છે.
Heavy rain in Dharampur, river overflowing | #Valsad #Gujarat #Monsoon2022 pic.twitter.com/0DGK8DRTiZ
— Tv9 Gujarati (@tv9gujarati) July 8, 2022
-
-
Gujarat Rain LIVE Weather Updates : હવામાન વિભાગે કરી અમદાવાદ અને ગાંધીનગરમાં ભારે વરસાદની આગાહી
Gujarat Rain LIVE Weather Updates : અમદાવાદ અને ગાંધીનગરમાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગનું માનીયે તો આગામી બે દિવસ અમદાવાદ અને ગાંધીનગરમાં ભારે વરસાદ ખાબકી શકે છે. ભારે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. એટલું જ નહીં અમદાવાદમાં વીજળી પડવાની પણ હવામાન વિભાગે આગાહી કરી છે. જેથી લોકોને ઘરની અંદર જ રહેવા માટે સૂચના આપી છે. તો બીજી તરફ આગાહી પ્રમાણે અમદાવાદમાં વરસાદ વરસી રહ્યો છે. લાંબા સમય બાદ સારા વરસાદની આગાહીથી અમદાવાદવાસીઓ ખુશ જોવા મળી રહ્યાં છે.
-
Gujarat Rain LIVE Weather Updates : અમદાવાદ શહેરમાં સરેરાશ સાડા 3 ઈંચ વરસાદ
Gujarat Rain LIVE Weather Updates : અમદાવાદ શહેરમાં સાડા 3 ઈંચ વરસાદ પડી ગયો છે. સૌથી વધુ ઉસ્માનપુરામાં 9.12 ઈંચ, ચકુડીયામાં 5.68 ઈંચ, વિરાટનગરમાં 5.4 ઈંચ, મેમકો અને ઓઢવમાં 4.7 ઈંચ, દુધેશ્વરમાં 4 ઈંચ, પૂર્વ ઝોનામાં સૌથી વધુ 5.24 ઈંચ, પશ્રિમ ઝોનમાં 4.92 ઈંચ, મધ્ય ઝોનમાં 4 ઈંચ, ઉત્તર ઝોનમાં 3.45 ઈંચ વરસાદ ખાબકયો છે.
#Ahmedabad received heavy rain showers, Usmanpura area received 9 inch rain . #AhmedabadRains #Gujarat #Monsoon2022 pic.twitter.com/qGnrBDL5vC
— Tv9 Gujarati (@tv9gujarati) July 8, 2022
-
Gujarat Rain LIVE Weather Updates : વલસાડના કપરાડામાં ગઈકાલથી અત્યાર સુધીમાં 10 ઈંચ વરસાદ
Gujarat Rain LIVE Weather Updates : દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદને કારણે અનેક નદીઓ બે કાંઠે વહી રહી છે. વલસાડના કપરાડામાં ગઈકાલથી અત્યાર સુધીમાં 10 ઈંચ વરસાદ ખાબકયો છે. ત્યારે વલસાડના ધરમપુર તાલુકામાં પણ મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરી રહ્યાં છે. ધરમપુરમાં ભારે વરસાદને કારણે ધરમપુર, પારડી, કપરાડાની તમામ નદીઓ બે કાંઠે વહી રહી છે. જેને લઇ આસપાસના નીચાણવાળા વિસ્તારોને એલર્ટ રહેવા સૂચના આપવામાં આવી છે. તો નદીકાંઠે વસતા લોકોને પણ સલામત સ્થળે ખસી જવા માટે સૂચના આપી દેવામાં આવી છે.
-
Gujarat Rain LIVE Weather Updates : અમદાવાદમાં મણિનગર વિસ્તારમાં પાણી ભરાતાં વિપક્ષે કર્યો વિરોધ
Gujarat Rain LIVE Weather Updates : શહેરમાં ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાય છે. શહેરમાં ઠેર ઠેર જગ્યાએ પાણી ભરાયાં છે. એએમસીનો પ્રિ-મોન્સુન પ્લાન ફેલ થતાં મણિનગર વિસ્તારમાં વરસાદી પાણી ભરાયાં છે. વિપક્ષે પાણી ભરાતાં વિરોધ કર્યો છે. મેયર અને કમિશનરના માસ્ક પહેરી વરસાદી પાણીમાં ન્હાતા હોય તેવો વિરોધ કર્યો.
-
Gujarat Rain LIVE Weather Updates : દેવપથ બિલ્ડિંગમાં દિવાલ ધરાશાયી થતાં કાર ફસાઈ
Gujarat Rain LIVE Weather Updates : અમદાવાદના સીજી રોડ વિસ્તારમાં આવેલ દેવપથ બિલ્ડિંગમાં દિવાલ ધરાશાયી થઈ હતી. દિવાલ ધરાશાયી થતાં કાર ફસાઈ ગઈ છે.
અમદાવાદના સીજી રોડ વિસ્તારમાં આવેલ દેવપથ બિલ્ડિંગમાં દિવાલ ધરાશાયી, કાર ફસાઈ . #Ahmeabad #AhmedabadRains #Gujarat pic.twitter.com/9JYbBX1vEY
— Tv9 Gujarati (@tv9gujarati) July 8, 2022
-
Gujarat Rain LIVE Weather Updates : અમદાવાદમાં અનરાધાર વરસાદ
Gujarat Rain LIVE Weather Updates : અમદાવાદના શહેરના જુદા જુદા વિસ્તારોમાં 1.5 થી 6 ઈંચ વરસાદ પડ્યો છે.
અમદાવાદમાં અનરાધાર વરસાદ . #ahmedabadrain #ahmedabad #Gujarat #Monsoon2022 pic.twitter.com/EHYJmoEKJq
— Tv9 Gujarati (@tv9gujarati) July 8, 2022
-
Gujarat Rain LIVE Weather Updates : અમદાવાદમાં મેઘરાજાની તોફાની બેટિંગ
Gujarat Rain LIVE Weather Updates : અમદાવાદમાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરી છે. અમદાવાદના અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ વરસ્યો છે. અમદાવાદમાં ભારે વરસાદના કારણે શેરીઓમાં પાણી ભરાઈ ગયા છે. પાણી ભરાવાના પગલે વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
-
Gujarat Rain LIVE Weather Updates : તાપી જિલ્લાના વ્યારામાં જળબંબાકાર
Gujarat Rain LIVE Weather Updates : તાપી જિલ્લાના વ્યારામાં ધોધમાર વરસાદ વરસ્યો છે. વ્યારા શહેરના મોટાભાગના વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઇ છે. સ્ટેટ હાઇવે પર પાણી ભરાતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે. તાપીમાં ભારે વરસાદના પગલે ઉકાઈ ડેમની જળસપાટી વધી છે. ઉકાઈ ડેમની જળ સપાટી 315.59 ફૂટ પર પહોંચી છે..જયારે ડેમમાં પાણીની આવક 11,791 ક્યુસેક અને જાવક 1000 ક્યુસેક છે. ડેમમાં પાણીની ભારે આવક થતા દક્ષિણ ગુજરાતના ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે.
-
Gujarat Rain LIVE Weather Updates : આસ્ટોડિયામાં મકાન ધરાશાયી, મણિનગરમાં કાર ખાડામાં ખાબકી
Gujarat Rain LIVE Weather Updates : અમદાવાદમાં આસ્ટોડિયા માંડવીની પોળ પાસે ત્રણ માળનું મકાન ધરાશાયી થયુ. જો કે આ ઘટનામાં જાનહાનિના કોઇ સમાચાર નથી. મણિનગરમાં ભારે વરસાદ બાદ કાર ખાડામાં ફસાઈ ગઇ હતી. આ ઘટના મણિનગરમાં ન્યુ નેલ્સન સ્કૂલ પાસે બની હતી.
Car gets stuck in ditch after heavy rain , incident took place near New Nelson School , Maninagar . #Ahmedabad #AhmedabadRains #Gujarat #Monsoon2022 pic.twitter.com/rgluWWcMAj
— Tv9 Gujarati (@tv9gujarati) July 8, 2022
-
Gujarat Rain LIVE Weather Updates : જામનગરમાં ગ્રામ્ય પંથકમાં એક થી ત્રણ ઇંચ વરસાદ
Gujarat Rain LIVE Weather Updates : જામનગરમાં ગ્રામ્ય પંથકમાં એક થી ત્રણ ઇંચ વરસાદ વરસ્યો છે. ચંદ્રગઢ ગામના મંદિરમાં વરસાદી પાણી ફરી વળ્યા છે. લોઠિયા, જીવાપર, બાણુંગરમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ચંગા, ખોજા બેરાજા ગામ બેટમાં ફેરવાઇ ગયુ છે.
-
Gujarat Rain LIVE Weather Updates : સુરતના બારડોલી પંથકમાં ધોધમાર વરસાદ, જળબંબાકારની સ્થિતિ
Gujarat Rain LIVE Weather Updates : સુરતના બારડોલી પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો. જેના પગલે અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી. બારડોલીના સામરીયા મોરા, ભરવાડ વસાહત, RTOમાં પાણી-પાણી થઈ ગયા. તો બારડોલી સુગર ફેક્ટરીના ગરનાળામાં પાણી ભરાઈ ગયા હતા. ભારે વરસાદના પગલે ઠેર-ઠેર ભરાયેલા પાણીમાં સંખ્યાબંધ બાઈક અને કાર ચાલકો અટવાઈ ગયા હતા.
-
Gujarat Rain LIVE Weather Updates : કચ્છમાં નખત્રાણા, લખપત, અબડાસા, ભુજ સહિતના વિસ્તારોમાં વરસાદ
Gujarat Rain LIVE Weather Updates : કચ્છમાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરી છે. જિલ્લાના અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ વરસ્યો છે. નખત્રાણા, લખપત, અબડાસા, ભુજ સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. ભારે વરસાદને પગલે ગાંધીધામ બજારમાં પાણી ભરાઈ ગયા છે. આજે નખત્રાણામાં બે ઈંચ, ભુજ, અંજાર, ગાંધીધામ અને માંડવીમાં 1-1 ઈંચ વરસાદ વરસ્યો છે. નખત્રાણા તાલુકાના રસલીયા ગામમાં નીચાણવાળા ઘરોમાં પાણી ભરાઈ ગયા છે. જ્યારે નેત્રામાં ભારે વરસાદને પગલે નેત્રા બસ સ્ટેન્ડ પાસે પાણી ભરાઈ ગયા છે. અનેક જળાશયોમાં નવા નીરની આવક થઈ છે.
-
Gujarat Rain LIVE Weather Updates : અમદાવાદમાં રસ્તાઓ પર નદીઓ જેવા દ્રશ્યો
Gujarat Rain LIVE Weather Updates : અમદાવાદમાં ભારે વરસાદના પગલે અનેક વિસ્તારોમાં નદીઓ જેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. વિવિધ વિસ્તારોમાં પાણી ભરાવાના પગલે વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. મુશળધાર વરસાદના પગલે શહેરમાં જનજીવન અસ્તવ્યસ્ત જોવા મળી રહ્યુ છે.
Incessant rain hits #Ahmedabad , roads turn river , motorists suffer | #Gujarat #AhmedabadRains #Monsoon2022 pic.twitter.com/nfLS3GMCQc
— Tv9 Gujarati (@tv9gujarati) July 8, 2022
-
Gujarat Rain LIVE Weather Updates : વડોદરામાં રેસકોર્સ, ગોત્રી રોડ, રેલવે સ્ટેશન, સયાજીગંજમાં ધોધમાર વરસાદ
Gujarat Rain LIVE Weather Updates : વડોદરા શહેરના વિવિધ વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો. શહેરના રેસકોર્સ, ગોત્રી રોડ, રેલ્વે સ્ટેશન, સયાજીગંજમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. તો પ્રભાત રોડ અને વાઘોડિયા વિસ્તારમાં પણ વરસાદનું જોર જોવા મળ્યું છે. બગીખાના નજીક રાજસ્તંભ સોસાયટીમાં પાણી ભરાઈ જતા રહિશો ત્રાહિમામ પોકારી ગયા હતા. તો આ તરફ કાશી વિશ્વનાથ તળાવ વરસાદ બાદ છલકાઈ ગયું હતું,,તળાવમાં મગર પણ તરતા જોવા મળ્યા હતા,, મગર સોસાયટીમાં પ્રવેશી જવાની પણ દહેશત સ્થાનિકો વ્યક્ત કરી રહ્યા છે.
-
Gujarat Rain LIVE Weather Updates : જુનાગઢમાં વરસાદને કારણે નદી-નાળા છલકાયા
Gujarat Rain LIVE Weather Updates : જૂનાગઢના માણાવદર પંથકમાં સતત બે દિવસથી અવિરત વરસાદ વરસી રહ્યો છે. સતત વરસાદને કારણે અનેક નદી નાળા છલકાયા છે. ત્યારે સતત વરસાદને કારણે રસાલા ડેમ ફરી એકવાર ઓવરફ્લો થયો છે. ઉપરવાસમાં ભારે વરસાદને કારણે બીજીવાર રસાલા ડેમ ઓવરફ્લો થયો. ડેમ ઓવરફ્લો થતાં નયનરમ્ય દ્રશ્યો સર્જાયા હતા.
-
Gujarat Rain LIVE Weather Updates : અમદાવાદ અને ગાંધીનગરમાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
Gujarat Rain LIVE Weather Updates : અમદાવાદ અને ગાંધીનગરમાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે.. હવામાન વિભાગનું માનીયે તો આગામી બે દિવસ અમદાવાદ અને ગાંધીનગરમાં ભારે વરસાદ ખાબકી શકે છે..ભારે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. એટલું જ નહીં અમદાવાદમાં વીજળી પડવાની પણ હવામાન વિભાગે આગાહી કરી છે.
-
Gujarat Rain LIVE Weather Updates : અમદાવાદમાં પૂર્વ વિસ્તારમાં 2 ઈંચ વરસાદ ખાબક્યો
Gujarat Rain LIVE Weather Updates : અમદાવાદમાં પૂર્વ વિસ્તારમાં 2 ઈંચ વરસાદ ખાબક્યો છે. ઓઢવમાં 2.5 ઈંચ વરસાદ તો પશ્રિમ વિસ્તારમાં 1.2 ઈંચ વરસાદ ખાબક્યો છે. ઉસ્માનપુરામાં 2.5 ઈંચ વરસાદ અને મધ્ય ઝોનમાં પોણો ઈંચ વરસાદ વરસ્યો છે. તો બીજી તરફ ઉત્તર અને દક્ષિણ ઝોનમાં પણ પોણો ઈંચ વરસાદ વરસ્યો છે.
અમદાવાદના મેઘાણીનગર વિસ્તાર પાણી પાણી, ભારે વરસાદને કારણે રસ્તા પર ભરાયા પાણી #TV9News pic.twitter.com/tBJy3PnpGT
— Tv9 Gujarati (@tv9gujarati) July 8, 2022
-
Gujarat Rain LIVE Weather Updates : અમદાવાદમાં મીઠાખળી અંડરપાસ બંધ કરાયો
Gujarat Rain LIVE Weather Updates : અમદાવાદમાં મેઘાની તોફાની બેટિંગ જોવા મળી રહી છે. જયાં જુઓ ત્યાં પાણી-પાણી જોવા મળી રહ્યુ છે. રસ્તાઓ જાણે સ્વિમિંગ પુલ બની ગયા છે. તો ભારે વરસાદને કારણે મીઠાખળી અંડરપાસમાં પાણી ભરાઇ ગયા છે. જેના કારણે તેમાંથી વાહનો પસાર થાય તેવી શક્યતા નથી. જેના પગલે મીઠાકળી અંડરપાસ બ્રિજને બંધ કરવામાં આવ્યો છે.
-
Gujarat Rain LIVE Weather Updates : નવસારીમાં ઔરંગા નદીનો લો લેવલ બ્રિજ પાણીમાં ગરકાવ
Gujarat Rain LIVE Weather Updates : નવસારીના ખેરગામ તાલુકામાં બે ઈંચ વરસાદ પડતા તંત્ર સજજ થયું છે. ઔરંગા નદીનો લો લેવલ બ્રિજ પાણીમાં ગરકાવ થતા તંત્ર સતર્ક થયું છે. મામલતદાર અને અધિકારીઓની ટીમે નદીઓની મુલાકાત લીધી હતી. નદીના બ્રિજ પર લોકોની અવરજવર બંધ કરવામાં આવી હતી. ભારે વરસાદમાં કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે તંત્રએ તમામ તૈયારીઓ પૂર્ણ કરી દીધી છે.
-
Gujarat Rain LIVE Weather Updates : અમદાવાદમાં સરસપુરની શાળામાં ભરાયા પાણી, વિદ્યાર્થીઓ શાળામાં ફસાયા
Gujarat Rain LIVE Weather Updates : અમદાવાદના પૂર્વ વિસ્તારમાં ભારે વરસાદ પડવાના કારણે સરસપુર વિસ્તારમાં આવેલી શાળા નંબર 1માં પાણી ભરાઇ ગયા છે. પાણી ભરવાના કારણે નાના બાળકો શાળામાં ફસાઇ ગયા છે. શાળામાં પાણી ભરાવાના કારણે શાળા સંચાલકો દોડતુ થયુ છે.
-
Gujarat Rain LIVE Weather Updates : ખોખરા હાટકેશ્વવર સર્કલ પર વરસાદી પાણી ભરાયા
Gujarat Rain LIVE Weather Updates : અમદાવાદના પૂર્વ વિસ્તારોમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. અસહ્ય બફારા અને ઉકળાટ બાદ વરસાદ શરુ થતા ભારે રાહત થઈ છે. ખોખરા-હાટકેસવર-અમરાઈવાડી-ઈશનપુર-CTM-જશોદાનગર -મણિનગર-બાપુનગર -ઓઢવ-વસ્ત્રાલ-રખિયાલ-નિકોલ-રામોલ-વટવા-નારોલ સહિત ના વિસ્તારો મા એક કલાકથી વરસાદ વરસી રહ્યો છે. ખોખરા હાટકેશ્વવર સર્કલ પર વરસાદી પાણી ભરાઇ ગયા છે. વરસાદી પાણી સાથે ગટરના ગંદા પાણી ચેમ્બરોમાંથી બહાર આવીને માર્ગો પર ફરી વળ્યાછે
-
Gujarat Rain LIVE Weather Updates : અમદાવાદમાં વરસાદની ધુંઆધાર બેટિંગ, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
Gujarat Rain LIVE Weather Updates : અમદાવાદ શહેરમાં સતત બીજી દિવસે પણ વરસાદી માહોલ જામ્યો છે. શહેરના અનેક વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ ખાબક્યો . જમાલપુરથી ગીતા મંદિર રોડ પર વરસાદી માહોલ છવાયો હતો. વરસાદને પગલે રસ્તા પર પાણી વહેતા થયા હતા. રસ્તા પર પાણી ભરાતા વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
-
Gujarat rains 2022 live updates : ડાંગમાં લો લેવલ કોઝ વે સહિતના માર્ગો ઉપર સિક્યુરિટી ગાર્ડ તહેનાત
Gujarat rains 2022 live updates : ડાંગ જિલ્લામાં છેલ્લા બે દિવસથી નોંધપાત્ર વરસાદ વરસી રહ્યો છે. હિલ સ્ટેશન સાપુતારામાં વરસાદ બાદ કુદરતી સોંદર્ય ખીલી ઉઠ્યું છે. ભારે વરસાદની આગાહીના પગલે તંત્ર પણ એલર્ટ મોડ પર છે. લો લેવલ કોઝ વે સહિતના માર્ગો ઉપર સિક્યુરિટી ગાર્ડ તહેનાત કરી દેવાયા છે. કલેક્ટરે સાવચેત રહેવા લોકોને અપીલ કરી છે.સહેલાણીઓને જોખમી જગ્યા એ સેલ્ફી કે ફોટોગ્રાફ્સ ના લેવા જણાવ્યું છે. તમામ અધિકારીઓને સ્ટેન્ડ ટુ અપ રહેવા સૂચના અપાઈ છે. ભુસ્ખલન સહિતના કારણોસર ઉદ્ભવતી ગંદકી કે વૃક્ષો ધરાશાઈ થવાના પ્રસંગે મલબો હટાવવાની પણ અધિકારીને સૂચના આપી છે.
-
Gujarat rains 2022 live updates : સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ
Gujarat rains 2022 live updates : રાજ્યમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ વરસી રહ્યો છે.. મુશળધાર વરસાદને પગલે ઠેર-ઠેર પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ છે.. પ્રવાસન સ્થળ દીવમાં બારે મેઘ ખાંગા થયા છે. દીવની ગલીઓમાં નદીઓ વહેતી થઈ છે. દ્વારકા શહેર અને જિલ્લામાં ભારે વરસાદને પગલે રસ્તા પાણી પાણી થઈ ગયા છે.
Published On - Jul 08,2022 2:11 PM