Rain Update : વલસાડના કપરાડામાં 10 ઇંચ, જ્યારે દક્ષિણ ગુજરાતના અન્ય જિલ્લાઓમાં સામાન્ય વરસાદ
વલસાડની (Valsad) વાત કરીએ તો વાપી-વલસાડમાં મધ્યમ વરસાદ (Rain) વરસતા ખેડૂતોમાં પણ હાલ આનંદની લાગણી જોવા મળી રહી છે. જોકે હજી પણ આગામી બે દિવસ સુધી વલસાડ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે.
ગુજરાતમાં (Gujarat) 7 જુલાઈથી 10 જુલાઈ સુધી ભારે વરસાદની (Rain) આગાહી વચ્ચે મોટા ભાગના તાલુકાઓમાં મેઘસવારી ઉતરી રહી છે. હવામાન વિભાગની (Meteorological Department) આગાહીના પગલે હાલ તંત્ર દ્વારા સમગ્ર પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે. દક્ષિણ ગુજરાતના વલસાડના (Valsad) કપરાડામાં ગઇકાલથી અત્યારસુધીમાં 10 ઇંચ વરસાદ વરસ્યો છે. જોકે સુરત શહેર અને જિલ્લા માટે છેલ્લા દિવસોમાં પડેલા વરસાદ પરથી ગાજયા મેઘ વરસ્યા નહિ એવો ઘાટ સર્જાયો છે.
સુરત શહેર અને જિલ્લાની વાત કરીએ તો ચોર્યાસી અને મહુવા તાલુકાને બાદ કરતાં બાકીના તાલુકાઓમાં સામાન્ય જેવો વરસાદ જ નોંધાયો છે. આંકડા પર નજર કરીએ તો :
સુરત શહેર જિલ્લામાં નોંધાયેલો વરસાદ (છેલ્લા 24 કલાકમાં-સવારે 6 વાગ્યા સુધી )
ઉમરપાડા – 11 mm ઓલપાડ- 01 mm કામરેજ- 00 mm ચોર્યાસી-87 mm મહુવા- 50 mn બારડોલી-30 mm માંગરોળ- 01 mm પલસાણા-18 mm માંડવી-10 mm સુરત સીટી- 11 mm
ડેમમાં પાણીની સ્થિતિ
ઉકાઈ ડેમની સપાટી : 315.55 ફૂટ ઈનફ્લો અને આઉટફ્લો 1 હજાર ક્યુસેક છે.
જ્યારે વલસાડની વાત કરીએ તો વાપી વલસાડમાં મધ્યમ વરસાદ વરસતા ખેડૂતોમાં પણ હાલ આનંદની લાગણી જોવા મળી રહી છે. જોકે હજી પણ આગામી બે દિવસ સુધી વલસાડ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવતા તંત્ર સમગ્ર સ્થિતિનું મોનીટરીંગ કરી રહ્યું છે.
વલસાડ જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં વરસેલા વરસાદના આંકડા પર નજર કરીએ તો
ઉમરગામ 2.5 ઇંચ કપરાડા 7.92 ઇંચ ધરમપુર. 5.32 ઇંચ પારડી. 5 ઇંચ વલસાડ. 4 ઇંચ વાપીમાં 6.2 ઇંચ વરસાદ
જ્યારે કપરાડામાં ભારે વરસાદથી મધુબન ડેમમાં ભારે પાણીની આવક જોવા મળી છે. મધુબન ડેમમાં 19709 ક્યુસેક પાણીની આવક થઈ છે. ભારે પાણીની આવકને કારણે ડેમના 6 દરવાજા 1 મીટર ખોલવામાં આવ્યા છે. દમણ ગંગા નદીમાંથી પણ 21934 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. આગામી બે દિવસ વલસાડ જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
તે જ પ્રમાણે સુરત સહિત નવસારી, ડાંગ અને ભરૂચમાં પણ સામાન્ય જેવો વરસાદ જ નોંધાયો છે. સુરતમાં છેલ્લા 24 કલાકમાં ચોર્યાસી તાલુકામાં સૌથી વધારે 3 ઇંચ, જ્યારે મહુવામાં એક ઇંચ જેવો વરસાદ પડ્યો છે.