AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : કુખ્યાત વોન્ટેડ લોરેન્સ બિશ્નોઈના સાગરીતોને ત્યાં દેશ વ્યાપી દરોડા, ગાંધીધામમાં દરોડા પાડી NIAએ એક વ્યક્તિને પકડ્યો

ગુજરાતમાં ગાંધીધામ સહિત 70 સ્થળો પર દરોડા પાડવામાં આવ્યા છે. ત્યારે કચ્છના ગાંધીધામમાંથી એક શખ્સની અટકાયત કરવામાં આવી છે.

Breaking News : કુખ્યાત વોન્ટેડ લોરેન્સ બિશ્નોઈના સાગરીતોને ત્યાં દેશ વ્યાપી દરોડા, ગાંધીધામમાં દરોડા પાડી NIAએ એક વ્યક્તિને પકડ્યો
NIAએ ગાંધીધામના એક વ્યક્તિને પકડ્યો
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 21, 2023 | 12:13 PM
Share

ટેરર ફંડિગ અને હથિયારોની તસ્કરી મામલે NIA તપાસ કરી રહી છે. દેશના 8 રાજ્યોમાં 70 સ્થળોએ NIAના દરોડા પાડવામાં આવ્યા છે. ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ અને નીરજ બવાનાની પૂછપરછ બાદ કાર્યવાહી કરવામાં આવી રહી છે. ગુજરાત, પંજાબ, હરિયાણા, દિલ્લી, રાજસ્થાનમાં એકસાથે દરોડા પાડવામાં આવ્યા છે. ગુજરાતમાં ગાંધીધામ સહિત 70 સ્થળો પર દરોડા પાડવામાં આવ્યા છે. ત્યારે કચ્છના ગાંધીધામમાંથી એક શખ્સની અટકાયત કરવામાં આવી છે.

લોરેન્સના સહયોગીઓની મદદ કરવા બદલ કુલવિંદર સામે અનેક કેસ થયેલા છે. કુલવિંદર આંતરરાષ્ટ્રીય ડ્રગ સિન્ડિકેટ સાથે પણ જોડાયેલો હોવાની શક્યતા સામે આવી છે. જો કે આ મામલે હજુ કોઇ ચોક્કસ માહિતી જણાવવામાં આવી નથી. પરંતુ કચ્છમાંથી જે ડ્રગ્સ ઘુસાડવાના પ્રયત્નો થઇ રહ્યા હતા તેમાં ગાંધીધામના આ વ્યક્તિની સંડોવણી હોવાનું બહાર આવી શકે તેમ છે. ત્યારે માત્ર NIA જ નહીં પરંતુ સ્થાનિક એજન્સીઓ પણ સમગ્ર મામલાની ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે.

ગેંગસ્ટર ટેરર ​​ફંડિંગ કેસમાં નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA) દ્વારા પંજાબ, હરિયાણા, રાજસ્થાન, દિલ્હી, ચંદીગઢ, પંજાબ, ગુજરાત અને મધ્યપ્રદેશમાં એક સાથે દરોડા પાડવામાં આવી રહ્યા છે.   કુલ 70 સ્થળો છે જ્યાં NIAના દરોડા ચાલી રહ્યા છે. આ દરોડો ગેંગસ્ટર અને તેના નજીકના લોકોના ઠેકાણા પર પડયો છે.

જાણકારી અનુસાર NIAના આ દરોડા તમામ રાજ્યોમાં ફેલાયેલા ગેંગસ્ટર અને તેના સિન્ડિકેટને લઈને કરવામાં આવી રહ્યા છે. અગાઉ ગયા વર્ષના અંતમાં દિલ્હી-એનસીઆર સહિત દેશના અનેક રાજ્યોમાં એક સાથે દરોડા પાડવામાં આવ્યા હતા.

NIAના રડાર પર ઘણા પ્રખ્યાત ગેંગસ્ટર

ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ, નીરજ બવાના, ટિલ્લુ તાજપુરિયા અને ગોલ્ડી બ્રાર પહેલેથી જ NIAના રડાર પર છે. NIAએ આ મામલે ઘણા ગેંગસ્ટરોની પૂછપરછ પણ કરી છે. ગયા વર્ષે ઓક્ટોબરમાં આતંકવાદ વિરોધી એજન્સી NIAએ ઉત્તર ભારત અને દિલ્હીમાં 50 થી વધુ સ્થળો પર દરોડા પાડ્યા હતા. આ પછી એજન્સીએ એક ગેંગસ્ટર અને વકીલની પણ ધરપકડ કરી હતી.

PFI સાથે જોડાયેલા અધિકારીઓના ઠેકાણા પર દરોડા પાડવામાં આવ્યા હતા

શનિવારે, 18 ફેબ્રુઆરીએ, NIA દ્વારા પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા (PFI) ના રાજ્ય પદાધિકારીઓના ઘરો પર દરોડા પાડવામાં આવ્યા હતા. રાજસ્થાનના જયપુર, કોટા, સવાઈ માધોપુર સહિત અનેક સ્થળોએ આ દરોડા પાડવામાં આવ્યા હતા. ધાર્મિક જૂથો વચ્ચે નફરતને પ્રોત્સાહન આપવા અને આતંકવાદી ગતિવિધિઓને અંજામ આપવાના મામલામાં NIA દ્વારા એક પછી એક દરોડા અને કાર્યવાહી કરવામાં આવી રહી છે.

(વિથ ઇનપુટ- જય દવે, કચ્છ)

g clip-path="url(#clip0_868_265)">