AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gujarati Video : કચ્છમાં આખલાઓનો આતંક, બેે આખલાઓની લડાઈમાં 10 થી વધુ વાહનનો કચ્ચરઘાણ !

Gujarati Video : કચ્છમાં આખલાઓનો આતંક, બેે આખલાઓની લડાઈમાં 10 થી વધુ વાહનનો કચ્ચરઘાણ !

TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 21, 2023 | 7:10 AM
Share

કચ્છના મુદ્રામાં બે આખલાઓની લડાઈનો એક વીડિયો સામે આવ્યો છે.આ લડાઈને કારણે 10 થી વધુ વાહનોને નુકશાન પહોંચ્યુ છે.

રાજ્યમાં દિન પ્રતિદિન રખડતા પશુઓનો ત્રાસ વધતો જોવા મળી રહ્યો છે. તેમાંય ખાસ કરીને જાહેર રસ્તાઓ ઉપર બાખડતા આખલાઓને કારણે વાહનચાલકોએ ભારે મુશ્કેલી વેઠવી પડે છે. ત્યારે કચ્છના મુદ્રામાં બે આખલાઓની લડાઈનો આવો જ એક વીડિયો સામે આવ્યો છે. આખલાઓને કારણે 10 થી વધુ વાહનોને નુકશાન પહોંચ્યુ છે. આપને જણાવી દઈએ કે, સોરઠીયા હોસ્પિટલ નજીક આવેલા રહેણાંક વિસ્તારમાં આ ઘટના બની હતી. ઘટનાને પગલે આસપાસના વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી.

 લોકોમાં નાસભાગ મચી ગઈ

થોડા દિવસો અગાઉ આવી જ એક ઘટના દાહોદ શહેરમાં ઘટી હતી.જ્યાં બસ સ્ટેશન વિસ્તારમાં અને ચાકલીયા રોડ ખાતે બે આખલાઓ જાહેરમાં રસ્તા પર બાખડતા અહીંથી પસાર થતા લોકોમાં નાસભાગ મચી ગઈ હતી.ચાકલીયા રોડ પર લડતા આખલાને એક રખડતુ કૂતરુ છોડાવવાનો પ્રયાસ કરતુ હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા.

આ બે આખલાંઓનું યુદ્ધ આશરે 15 થી 20 મિનિટથી વધુ ચાલ્યું હતુ. આં સમય ગાળામાં આસપાસનો લોકોએ પણીનો છટકાવ કરીને રોકવાની કોશિશ કરી પણ તમામ પ્રયાસો નિષ્ફળ નીવડ્યા હતા .

g clip-path="url(#clip0_868_265)">