જામનગરઃ સાંઢિયા પુલ પાસેથી દબાણો દૂર કરવામાં આવ્યા છે. કનસુમરા વાડી પ્રાથમિક શાળાનું દબાણ મનપાએ દૂર કર્યું. દબાણ હટાવવા મનપાએ બે મહિના પહેલા નોટિસ આપી હતી. કાર્યવાહી ન થતાં બાળકોના ટોયલેટ તોડી પાડવામાં આવ્યા. રોડને 18 ફૂટ પહોળો કરવા માટે પગલાં લેવાયા. ડીપી રોડ નીકળતો હોવાના કારણે દબાણ હટાવવાની કામગીરી થઇ રહી છે. કબીર આશ્રમ ટ્રસ્ટની જમીન પર શાળા બનાવવામાં આવી છે.
ભરૂચઃ 2500 કિલો નશીલા પદાર્થનો નાશ કરાયો. વલસાડ પોલીસે પકડેલા જથ્થાનો નાશ કરાયો છે. દહેજ સ્થિત કેમિકલ વેસ્ટ ડિસ્પોઝલ સાઈટ ખાતે પદાર્થ સળગાવાયો. 2500 કિલો નશીલો પદાર્થ 15 ગુનાઓમાં પકડાયો હતો. 119 કોડેઈન સિરપ પણ સિઝ કરાયા હતા. 1.10 કરોડ ઉપરાંતનો નશિલો જથ્થો નષ્ટ કરાયો.
મુંબઈ: અભિનેતા સૈફ અલી ખાન પર હુમલાનો કેસમાં પોલીસ તપાસમાં ચોંકાવનારા ખુલાસા સામે આવ્યા છે. કરીના કપૂરે પોલીસ સ્ટેશનમાં આપેલા નિવેદને અનેક સવાલ ઉઠાવ્યા. હુમલાખોર ઘરમાં ઘુસ્યો ત્યારે ખૂબ જ આક્રમક હતો. કરીનાએ કહ્યુ ઘરેણાં ત્યાં જ હતા પણ તેણે હાથ પણ નથી લગાવ્યો. આરોપીએ ઘરમાંથી કશું જ નથી ચોર્યું. હુમાલખોરથી બચીને અમે બધાં 12માં માળ પર પહોંચ્યા હતા. દુર્ઘટના બાદ અમે બહેન કરિશ્માના ઘરે જતા રહ્યા.
તાપીઃ નિઝરમાં 23 વર્ષના યુવકની હત્યા કરાઈ. યુવતીનું નામ અને ફોન નંબર માગતા યુવકની હત્યા કરી. વેલદા ગામના અનિલ પાડવીની હત્યા કરાઈ. યુવતીના પિતાએ અન્ય બે સાથે મળી કરી યુવકની હત્યા કરી. આરોપી યુવતીના પિતા સહિત બેને પોલીસે ઝડપ્યા.
રાજકોટઃ એઈમ્સના ડાયરેક્ટર ડૉ. સીડીએસ કટોચને ટર્મિનેટ કરાયા છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા કટોચને ટર્મિનેટ કરવામાં આવ્યા. લાંબા સમયથી રજા પર હતા કટોચ. કર્નલ કટોચ સામે વહિવટી ગેરરીતિની પણ હતી ફરિયાદો. ફરિયાદના આધારે કેન્દ્રીય આરોગ્ય વિભાગે તપાસ બાદ કાર્યવાહી કરી.
સાબરકાંઠા બાદ હવે રાજકોટમાં પણ BZ જેવું કૌભાંડ સામે આવ્યુ છે. બ્લોકઆરા કંપનીનું 300 કરોડનું પોન્ઝી કૌભાંડ સામે આવ્યુ છે. 8 હજાર લોકોના નાણા ફસાયા હોવાનો દાવો છે. કંપનીના સંચાલકો તાળા મારી ફરાર થયા. કંપની સામે સુરતમાં ગુનો નોંધાયો છે.
બનાસકાંઠાઃ સેદલા ગામે યોજાયેલા લક્કી ડ્રોના આયોજક સામે ફરિયાદ નોંધવામાં આવી. આયોજકો વિરુદ્ધ થરાદ પોલીસે જાતે ફરિયાદી બની કાર્યવાહી કરી. લક્કી ડ્રોના આયોજકો વિરુદ્ધ જિલ્લામાં કુલ 5 ગુના નોંધાયા. પોલીસની કાર્યવાહી છતાં લક્કી ડ્રોનાં આયોજકોમાં ડર ન હોવાનું સામે આવ્યુ છે.
વડોદરા: સુભાનપુરાની ખાનગી હોસ્પિટલમાં નર્સ સાથે દુષ્કર્મની ઘટના બની છે. નર્સને હોસ્પિટલના ત્રીજા માળે લઇ જઇ દુષ્કર્મ કર્યાનું સામે આવ્યુ છે. સાથી કર્મચારી અશરફ ચાવડાએ કુકર્મ કર્યાનો આક્ષેપ છે. ભોગ બનનાર નર્સે અભયમની મદદથી ફરિયાદ નોંધાવી છે. પોલીસે આરોપીની ધરપકડ કરીને તપાસ હાથ ધરી છે.
ખ્યાતિકાંડને લઈને સૌથી મહત્વના સમાચાર સામે આવ્યા છે. ખ્યાતિકાંડમાં ડાયરેક્ટર કાર્તિક પટેલની ધરપકડ કરવામાં આવી છે. મોડી રાત્રે અમદાવાદ એરપોર્ટ ધરપકડ પરથી કરાઈ છે. દુબઈથી અમદાવાદ આવતા વખતે ક્રાઈમબ્રાન્ચે દબોચ્યો.
દ્વારકા: તંત્રએ ગેરકાયદે દબાણો પર બુલડોઝર ફેરવ્યું. સાતમા દિવસે 7614 ચો.મી. જમીન પરથી દબાણ હટાવાયા. 8 સ્થળ પર 3.6 કરોડથી વધુની જમીન પરથી દબાણ દૂર કર્યા. અત્યાર સુધી 1 લાખ 21 હજાર 746 ચો.મી. જગ્યા પરથી દબાણ દૂર થયા. 384 મકાન, 13 ધાર્મિક, 9 કોમર્શિયલ સહિત કુલ 406 દબાણ દૂર કરાયા.
પ્રયાગરાજ: વિશ્વના સૌથી મોટા ધાર્મિક મેળાવડા, મહાકુંભ 2025 માં ભાગ લેવા માટે ભક્તોનું ત્રિવેણી સંગમ ખાતે આગમન ચાલુ છે. 45 દિવસના મહાકુંભ 2025 ના પહેલા ચાર દિવસમાં, 7 કરોડથી વધુ ભક્તોએ ત્રિવેણી સંગમની ઉપનદીઓની મુલાકાત લીધી. ગંગા, યમુના અને ‘ રહસ્યમય ‘સરસ્વતી’ નદીઓના પવિત્ર સંગમ પર પવિત્ર ડૂબકી લગાવી.
યુક્રેન-રશિયા વચ્ચે ફરી યુદ્ધ થઇ રહ્યુ છે. યુદ્ધમાં 12 ભારતીયોના મોત થયા. વિદેશ મંત્રાલયે કહ્યું, રશિયન સેના વતી લડતા 16 ભારતીયો ગુમ થયાં. ફસાયેલાને પરત લાવવામાં આવશે. યુદ્ધવિરામ મુદ્દે ઇઝરાયેલ અને હમાસ વચ્ચે સહમતિ સધાઇ. બંધકોની મુક્તિ માટે પણ બંને પક્ષો રાજી થયા. ટૂંક સમયમાં હમાસ ઇઝરાયેલી બંધકોને મુક્ત કરી શકે છે. અમેરિકામાં ચીની એપ ટીકટોક પર પ્રતિબંધ મુકાયો. અમેરિકી સુપ્રીમ કોર્ટે પણ ટીકટોક પરના પ્રતિબંધને સમર્થન આપ્યું. લકાદિર ટ્રસ્ટ કેસમાં પાકિસ્તાન કોર્ટે મોટો ચુકાદો આપ્યો. પૂર્વ PM ઈમરાન ખાનને કોર્ટે સંભળાવી 14 વર્ષની જેલની સજા અપાઇ. તો પત્ની બુશરા બીબીને પણ 7 વર્ષની કેદ ફટકારાઇ. અભિનેતા સૈફ પર હુમલો કરનાર આરોપી હજુ પણ ફરાર છે. ઝડપાયેલા શકમંદને એક્ટરના કેસ સાથે લેવા દેવા નહીં હોવાનું મુંબઈ પોલીસે નિવેદન આપ્યુ. મહારાષ્ટ્રના પૂણેમાં ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. પૂરપાટ ઝડપે આવી રહેલા ટેમ્પોએ મિનિ વાનને ટક્કર મારી . 9 લોકોના મોત થયા. 3 ઇજાગ્રસ્ત થયા.
Published On - 7:27 am, Sat, 18 January 25