6 મેના મોટા સમાચાર: માલિની પટેલના રિમાન્ડ મંજૂર, ભાવનગર ડમીકાંડ કેસમાં વધુ બે આરોપીની ધરપકડ

આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો…

6 મેના મોટા સમાચાર: માલિની પટેલના રિમાન્ડ મંજૂર, ભાવનગર ડમીકાંડ કેસમાં વધુ બે આરોપીની ધરપકડ
gujarat latest live news and samachar today 6th May 2023
| Edited By: | Updated on: May 06, 2023 | 11:48 PM

આજે 5 મેને ગુરુવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો…

 

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 06 May 2023 11:47 PM (IST)

    બેંગ્લોરમાં મોદીના 26 કિલોમીટર લાંબા રોડ શોમાં ઉમટી જંગી જનમેદની

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે બેંગલુરુમાં 26 કિલોમીટર લાંબો રોડ શો કર્યો હતો. આ રોડ શો બોમ્મનહલ્લી વિધાનસભા મતવિસ્તારના કોનાનકુંટેથી સવારે 10 વાગ્યે શરૂ થયો હતો. રોડ શો બપોરે 1.30 કલાકે મલ્લેશ્વરમના કડુ મલ્લેશ્વરમ મંદિર ખાતે સમાપ્ત થયો હતો.  ભાજપના નેતાઓનો અંદાજ છે કે લગભગ 10 લાખ લોકો પીએમ મોદીની એક ઝલક જોવા માટે એકઠા થયા હતા. તેમાંથી વહેલી સવારથી જ રસ્તાની બંને બાજુ બેરીકેટ પાછળ રાહ જોઈ રહ્યા હતા. જ્યારે વડાપ્રધાન ખુલ્લી જીપમાં પસાર થયા ત્યારે ભાજપના કાર્યકર્તાઓએ તેમના પર ફૂલોની વર્ષા કરી હતી. ભાજપના સૂત્રોનું કહેવું છે કે પાર્ટીએ એકલા શનિવાર માટે 40 ટનથી વધુ ફૂલો એકત્ર કર્યા હતા. મોદીની સાથે સાંસદ તેજસ્વી સૂર્યા (બેંગલોર દક્ષિણ) અને પીસી મોહન (બેંગ્લોર સેન્ટ્રલ) તેમના સુરક્ષા કર્મચારીઓ સાથે કારમાં હતા.

  • 06 May 2023 11:31 PM (IST)

    પીએમ મોદીએ કિંગ ચાર્લ્સ-ક્વીન કેમિલાને અભિનંદન પાઠવ્યા

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બ્રિટનના રાજા ચાર્લ્સ ત્રીજા અને રાણી કેમિલાને તેમના રાજ્યાભિષેક પર અભિનંદન પાઠવ્યા છે. આજે એક ભવ્ય સમારંભમાં રાજા ચાર્લ્સનો તાજ પહેરાવવામાં આવ્યો છે. આ સમારોહમાં ભારતના ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખરે પણ ભાગ લીધો હતો.


  • 06 May 2023 11:25 PM (IST)

    બનાસકાંઠાના ડીસામાં ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગે દરોડા પાડયા, દૂધની બનાવટોના સેમ્પલ લીધાં

    બનાસકાંઠાના ડીસામાં ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગે દરોડા પાડ્યા હતા.દૂધ બનાવટની ચીજવસ્તુઓ વેચતા વેપારીઓને ત્યાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે તપાસ હાથ ધરી હતી.. જેમાં પનીર સહિતની શંકાસ્પદ ચીજવસ્તુઓના સેમ્પલ લેવાયા હતા.ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની તપાસથી અન્ય ભેળસેળિયા વેપારીઓમાં ફફડાટ ફેલાઈ ગયો હતો.

    ગુજરાતમાં રાજકોટમાં ભેળસેળયુક્ત પનીરનો જથ્થો મળ્યા બાદ રાજ્યના અનેક શહેરો અને જિલ્લામાં પનીર સહિત દૂધની બનાવટોનું આરોગ્ય વિભાગ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. જેમાં સુરત અને વડોદરા પણ આરોગ્ય વિભાગ દ્વારા પનીર સહિતની બનાવટોના સેમ્પલ લેવામાં આવ્યા છે. તેમજ આરોગ્ય  વિભાગ દ્વારા તેની તપાસ કરીને જરૂરી પગલાં લેવામાં પણ આવશે.

  • 06 May 2023 11:09 PM (IST)

    અમદાવાદમાં રિવર ફ્રન્ટ પર ઉમેરાશે નવું નજરાણું, ક્રૂઝ ફ્લોટિંગ રેસ્ટોરન્ટનું ટ્રાયલ,

    અમદાવાદની(Ahmedabad)  ઓળખ એટલે રિવરફ્રન્ટ(Riverfront)  અને હવે રિવરફ્રન્ટની શાન બનશે ક્રુઝ કમ ફ્લોટિંગ રેસ્ટોરન્ટ. (Cruise Floating Restaurant) સાબરમતી રિવરફ્રન્ટ ખાતે નદીમાં ક્રુઝ કમ ફ્લોટિંગ રેસ્ટોરન્ટ શરૂ થશે. હવે અમદાવાદીઓ રિવરફ્રન્ટ પર ફ્લોટિંગ રેસ્ટોરન્ટ અને મ્યુઝિકની મજા માણી શકશે. વાસણા બેરેજ ખાતે વિશાળ ક્રૂઝ બનીને તૈયાર છે.હાલ સાબરમતી નદીમાં ક્રૂઝ ફ્લોટિંગ રેસ્ટોરન્ટની ટ્રાયલ લેવાઈ રહી છે.સાથે જ નદીમાં ક્રુઝ બોટમાં ઇન્ટિરિયર ડિઝાઇનનું કામ પણ પ્રગતિમાં છે. એક અંદાજ પ્રમાણે જૂન મહિનામાં આ ક્રુઝની મજા સહેલાણીઓ માણી શકશે.

    ક્રુઝ કમ ફ્લોટિંગ રેસ્ટોરેન્ટની વાત કરીએ તો તે બે માળની હશે.જેમાં પ્રથમ માળ AC કેબિન અને બીજો માળ ઓપન સ્પેશ રહેશે.આ ક્રુઝમાં એકસાથે 150 લોકો સવારી કરી શકશે. જ્યાં મનોરંજની સુવિધા જેમાં લાઇવ શો, મ્યુઝિક પાર્ટી હશે. એટલું જ ક્રુઝમાં સહેલાણીઓ બર્થ ડે પાર્ટી, ઓફિસ મિટિંગ કે અન્ય ફંક્શન પણ કરી શકશે.ક્રુઝને સરદાર બ્રિજથી ગાંધી બ્રિજ એક રાઉન્ડ માટે દોઢ કલાક સમય જશે.

  • 06 May 2023 10:12 PM (IST)

    Gujarat Talati Exam : 7 મે ના રોજ પશ્ચિમ રેલવે દોડાવશે અમદાવાદ અને વડોદરા વચ્ચે પરીક્ષા સ્પેશિયલ ટ્રેન

    ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ ગુજરાત દ્વારા 7મી મેના રોજ વિવિધ સ્થળોએ “ગ્રામ પંચાયત સચિવ” (તલાટી કમ મંત્રી) ની પરીક્ષાનું આયોજન કરવામાં આવેલ છે. આ પરીક્ષામાં બેસનાર ઉમેદવારોની સુવિધા માટે પશ્ચિમ રેલવે દ્વારા અમદાવાદ અને વડોદરા વચ્ચે 7મી મેના રોજ વિશેષ ભાડા પર પરીક્ષા સ્પેશિયલ ટ્રેન દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

  • 06 May 2023 09:48 PM (IST)

    RSSના વડા મોહન ભાગવત 8 થી 12 મે સુધી વડોદરાની મુલાકાતે

    રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવત 4 દિવસ વડોદરાની મુલાકાતે આવશે.મોહન ભાગવત 8થી 12મે સુધી વડોદરામાં યોજાનારા શિક્ષા વર્ગમાં ઉપસ્થિત રહેશે.સંઘના પશ્ચિમ વિભાગના દ્વિતીય શિક્ષા વર્ગનું વડોદરાની એક સ્કૂલમાં આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ગુજરાત, ગોવા અને મહારાષ્ટ્રના સંઘ કાર્યકરો ઉપસ્થિત રહેશે.મોહન ભાગવત ચાર દિવસ કાર્યક્રમમાં હાજર રહેશે અને સંઘના શિક્ષાર્થીઓને જરૂરી માર્ગદર્શન આપશે. સંઘના વડાની હાજરીને પગલે સ્વયંસેવકો દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે.

  • 06 May 2023 09:08 PM (IST)

    મુખ્તાર અંસારીના સાથીની ધરપકડ, એક લાખનું ઈનામ

    પંજાબ પોલીસના AGTFએ ગેંગસ્ટર મુખ્તાર અંસારીના નજીકના સહયોગીની ધરપકડ કરી છે. યુપી સરકારે તેના પર એક લાખ રૂપિયાના ઈનામની જાહેરાત કરી હતી. ડીજીપી ગૌરવ યાદવે જણાવ્યું કે ધરપકડ કરાયેલા આરોપી જુગનુ વાલિયાનો જૂનો ગુનાહિત રેકોર્ડ છે. પોલીસ ટીમોએ તેના કબજામાંથી એક પિસ્તોલ, વિદેશી ચલણ, સ્કોડા કાર અને બે વોકી-ટોકી પણ જપ્ત કરી છે.

  • 06 May 2023 09:07 PM (IST)

    પોરબંદરમાં ભાવસિંહજી હોસ્પિટલમાં એક સાથે 18 મશીન ઓપરેટરને છૂટા કરી દેવાતા રોષ

    પોરબંદરની ભાવસિંહજી સિવિલ હોસ્પિટલમાં 12થી15 વર્ષથી કામ કરતા 18 મશીન ઓપરેટરને છૂટા કરી દેવાતા કર્મચારીઓમાં રોષ ફેલાયો છે. હંગામી ધોરણે કામ કરતા આ યુવક યુવતિઓને એકસાથે છૂટા કરી દેવાતા કોંગ્રેસના કાર્યકરો વહીવીટ અધિકારીને રજૂઆત કરવા ગયા હતા. જેમાં પ્રદેશ કોંગ્રેસના પૂર્વ સેક્રેટરી અને શહેર કોંગ્રેસના વરિષ્ઠ આગેવાન રામદેવભાઈ મોઢવાડિયા સહિતના પહોંચ્યા હતા. જો કે વહીવટી અધિકારી તો તેમની જ મસ્તીમાં જોવા મળ્યા હતા.

    અધિકારીને લોકોની હાલાકી કે રજૂઆત સાંભળવાને બદલે પોતાની વાતોમાં જ રસ હતો. કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરો રજૂઆત કરતા રહ્યા, પરંતુ અધિકારી મેડમને જાણે તેમની રજૂઆતમાં કંઈ રસ ન હતો. આ અંગે કોંગ્રેસે આક્ષેપ કર્યો છે કે વહીવટી અધિકારી નેહા માકડ પોતાના જ પરિવારના અને મળતિયાઓને નોકરીએ લગાવે છે અને મનમાની ચલાવે છે. આ અંગે કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરો સિવિલ સર્જન ઓફિસ સામે ધરણા પર બેઠા હતા જો કે નેહા માકડ તેમની રજૂઆત સાંભળવાને બદલે મનમાની કરતા હોવાનો આક્ષેપ કર્યો છે.

  • 06 May 2023 08:46 PM (IST)

    મહાઠગ કિરણ પટેલની પત્ની માલિની પટેલના 43 લાખની છેતરપિંડી કેસમાં રિમાન્ડ મંજૂર

    કૌભાંડી કિરણ પટેલ અને તેની પત્ની માલિની પટેલનું વધુ એક કૌભાંડ બહાર આવ્યું છે. જેમાં મોરબીના એક વેપારીને ફેકટરી શરૂ કરવા GPCB નું લાયસન્સ અપાવવાના બહાને તેની સાથે છેતરપીંડી આચરવામા આવી છે. આ મામલે સોલા પોલીસ મથકે ફરિયાદ દાખલ થયા બાદ પોલીસે માલિની પટેલની ધટપકડ કરીને અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં રજૂ કરી હતી. પોલીસે તપાસ માટે કોર્ટમાં માલિની પટેલના 10 દિવસના રિમાન્ડની માંગ કરી હતી. પરંતુ કોર્ટે માલિની પટેલના સોમવારના બપોર 04 વાગ્યા સુધીના એટલે કે 2 દિવસનાં રિમાન્ડ મંજૂર કર્યા છે. ઉલ્લેખનીય છે કે કિરણ પટેલ અત્યારે જમ્મુ-કાશ્મીર પોલીસની કસ્ટડીમાં છે. જ્યારે માલીનીને એક દિવસ અગાઉ જ સેશન્સ કોર્ટમાંથી અન્ય એક છેતરપિંડીનાં કેસમાં જામીન મળ્યા છે.

  • 06 May 2023 08:24 PM (IST)

    ભાવનગર ડમીકાંડ કેસમાં SOGએ વધુ બે આરોપીની ધરપકડ કરી

    ભાવનગર ડમીકાંડ કેસમાં SOG એ વધુ બે આરોપીની ધરપકડ કરી છે. જેમાં આરોપી નામ (૧) દિનેશ બટુકરાય પંડયા, જે બગદાણા પોલીસ મથકમાં પોલીસ કર્મી તરીકે ફરજ બજાવતો હતો, જેનો સગો ભાઈ (ર) ભદ્રેશકુમાર બટુકભાઇ પંડયા, રહે.પીપરલા તા.તળાજા, જિ.ભાવનગર ના છે.

  • 06 May 2023 08:10 PM (IST)

    ગુજરાતમાં કોરોનાના કેસોમાં સતત ઘટાડો, નવા 74 કેસ નોંધાયા

    ગુજરાતમાં કોરોનાના(Corona)  કેસોમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. જેમાં  06 મેના રોજ કોરોનાના નવા 74 કેસ નોંધાયા છે. જેમાં અમદાવાદમાં 37, (Ahmedabad) સુરત ગ્રામ્યમાં 06, વડોદરામાં 05, સુરતમાં 04, વડોદરા ગ્રામ્યમાં 04,વલસાડમાં 04, ડાંગમાં 03, રાજકોટમાં 03, આણંદમાં 02, ભરૂચમાં 02, જામનગરમાં 02, દાહોદમાં 01 અને મહેસાણામાં 01 કેસ નોંધાયો છે. જ્યારે કોરોનાના એક્ટિવ કેસ 643 થયા છે. તેમજ કોરોના રિકવરી રેટ 99.10 ટકાએ પહોંચ્યો છે. જ્યારે કોરોનાથી 145 દર્દી સાજા થયા છે.

  • 06 May 2023 07:15 PM (IST)

    પાટણના રાધનપુરમાં દિન દહાડે સરાજાહેરમાં વરરાજાની હત્યા, તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકાયા

    ફરી એકવાર ઉતર ગુજરાતમાં (Gujarat)   દિન દહાડે હત્યાની ઘટના સામે આવી છે..પાટણના(Patan)  રાધનપુરમાં ચાર રસ્તા પાસે સરાજાહેર વરરાજાની હત્યા( Murder) કરાઈ છે.સમીના અમરાપુર ગામના યુવકની અજાણ્યા ઇસમોએ તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા નિપજાવી છે. યુવકની હત્યા પાછળનું કારણ હજુ સુધી જાણવા મળ્યું નથી.લગ્નના એક દિવસ અગાઉ વિપુલ ઠાકોર નામના યુવકની હત્યા થઈ છે.હત્યારાઓને ઝડપવા પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.જો કે, પરિવારમાં લગ્નની ખુશી પહેલા કરુણીતીકા સર્જાઈ છે તેમજ સમગ્ર પંથકમાં સન્નાટો વ્યાપી જવા પામ્યો છે.

  • 06 May 2023 06:49 PM (IST)

    બજરંગ દળે ખડગેને 100 કરોડની માનહાનિની ​​નોટિસ મોકલી

    બજરંગ દળે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને 100 કરોડ રૂપિયાની માનહાનિની ​​નોટિસ મોકલી છે. કોંગ્રેસે તેના કર્ણાટક ચૂંટણી ઢંઢેરામાં બજરંગ દળ પર પ્રતિબંધ મૂકવાનું વચન આપ્યું છે.

  • 06 May 2023 06:35 PM (IST)

    અમદાવાદમાં મહાઠગ કિરણ અને માલિની પટેલ સામે વધુ એક ફરિયાદ નોંધાઈ, માલિની પટેલની ધરપકડ

    અમદાવાદમાં મહાઠગ કિરણ અને માલિની પટેલ સામે વધુ એક ફરિયાદ નોંધાઈ છે. જેના પગલે માલિની પટેલની ફરી ધરપકડ કરવામાં આવી છે. જેમાં ઠગ દંપતી વિરૂદ્ધ સોલા પોલીસ મથકમાં છેતરપિંડીનો ગુનો નોંધાયો છે. જ્યારે મોરબીના વેપારી સાથે ઠગ દંપતીએ ઠગાઈ આચરી હતી. જેમાં GPCBનું લાયસન્સ અપાવવા રૂપિયા 42 લાખ લીધા હતા. તેમણે કલાસ-1 અધિકારી તરીકે ઓળખ આપીને રૂપિયા પડાવ્યા હતા. તેમજ લાયસન્સ ન કઢાવી શકતા 11.75 લાખ રૂપિયા પરત કર્યા હતા. જયારે ઠગ દંપતીએ બાકીના 31.11 લાખ રૂપિયા પરત નહોતા આપ્યા. જેમાં ઠગ કિરણ અને પત્ની માલિની પટેલે ભેગા મળીને છેતરપિંડી આચરી હતી. જ્યારે સોલા પોલીસમાં નોંધાયેલ ફરિયાદનીતપાસ ક્રાઇમ બ્રાંચને સોંપાઇ છે.

  • 06 May 2023 06:09 PM (IST)

    Karnataka Elections: કોંગ્રેસ જૂની આદતો નહીં છોડે, તુષ્ટિકરણ અને ગાળોને ચૂંટણીનો મુદ્દો બનાવશે: PM મોદી

    કર્ણાટક વિધાનસભા ચૂંટણી માટે જોરદાર પ્રચાર ચાલી રહ્યો છે. મતદારોને આકર્ષવા માટે તમામ શક્ય પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ દરમિયાન મુખ્ય વિપક્ષી પાર્ટી કોંગ્રેસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યું છે. તેમણે બદામીમાં એક ચૂંટણી સભાને સંબોધિત કરી, જેમાં તેમણે કહ્યું કે કોંગ્રેસે નક્કી કર્યું છે કે તે પોતાની જૂની આદતો છોડવાની નથી. તે તુષ્ટીકરણ, તાળાબંધી અને દુરુપયોગને માત્ર ચૂંટણીનો મુદ્દો બનાવશે. ભાજપની ગરીબ કલ્યાણકારી નીતિઓ પર લોકડાઉન, ઓબીસી અને લિંગાયત સમુદાયનો દુર્વ્યવહાર, સમગ્ર કર્ણાટક કોંગ્રેસની આ કૂટનીતિથી નારાજ છે.

  • 06 May 2023 05:52 PM (IST)

    પ્રિન્સ ચાર્લ્સનો થયો રાજ્યાભિષેક , ન્યાય અને દયા સાથે શાસન કરવાનું આપ્યું વચન

    બ્રિટનના રાજા ચાર્લ્સ ત્રીજાએ શનિવારે લંડનમાં વેસ્ટમિંસ્ટર એબી ખાતે શાહી તાજ પહેર્યો. રાજા ચાર્લ્સ સાથે, ક્વીન કોન્સોર્ટ કેમિલાને પણ તાજ પહેરાવવામાં આવ્યો હતો. શાહી તાજ પહેરતા પહેલા, તેમણે શપથ લીધા. આ શપથમાં તેમણે કહ્યું હતું કે તેઓ બ્રિટનના તમામ લોકો પર ન્યાય અને દયાથી શાસન કરશે. કિંગ ચાર્લ્સે એમ પણ કહ્યું કે તેઓ એવા વાતાવરણને પ્રોત્સાહન આપશે જ્યાં તમામ ધર્મ અને આસ્થાના લોકો મુક્તપણે રહી શકે. રાણી કેમિલાએ અગાઉ કોહિનૂર તાજ પહેરવાનો ઇનકાર કર્યો હતો, પરંતુ તેને તાજ પહેરાવવામાં આવ્યો હતો.

  • 06 May 2023 05:34 PM (IST)

    Gujarat Talati Exam : એસ.ટી. વિભાગે પરીક્ષાર્થીઓ માટે શરૂ કરી હેલ્પ લાઇન

    ગુજરાત(Gujarat)  રાજ્ય પંચાયત પસંદગી મંડળ દ્વારા રાજ્ય ભરમાં આગામી 7 મે 2023નાં રોજ તલાટી-કમ મંત્રીની(Talati Exam)  પરીક્ષા યોજાવાની છે. જેમાં 8 લાખ કરતા વધુ ઉમેદવારો પરીક્ષા આપે તેવી શકયતા છે. ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા ગ્રામ પંચાયત સેક્રેટરી (તલાટી કમ મંત્રી) સંવર્ગની જગ્યા પર ભરતી માટે સ્પર્ધાત્મક પરીક્ષાનું આયોજન રવિવારે 12:30થી 13:30 કલાક દરમિયાન કરવામાં આવ્યુ છે. જેના પગલે એસ.ટી વિભાગ દ્વારા પરીક્ષાર્થીઓના પરિવહન માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. તેમજ તેમની માટે હેલ્પ લાઇન  શરૂ કરવામાં આવી  છે.

    રાજ્યના ગીર સોમનાથ, ડાંગ અને નર્મદા સિવાયના બાકી તમામ 30 જિલ્લામાં ફાળવવામાં આવેલા કુલ 2694  પરીક્ષા કેન્દ્રોના 28,814  વર્ગખંડોમાં બેસીને ઉમેદવારો આ પરીક્ષા આપશે.તલાટી કમ મંત્રીની ભરતી માટે યોજાનારી  પરીક્ષા અંગે એસ. ટી. તંત્રએ પહેલ કરી છે. એસ. ટી. દ્વારા ઉમેદવારો માટે હેલ્પલાઇન શરૂ કરવામાં આવી છે. એસ. ટી. તંત્રની હેલ્પલાઈન ચાલુ કરવામાં આવી છે. આ હેલ્પલાઇન પર ઉમેદવારો પોતાની બસની જરૂરિયાત જણાવી શકશે.

  • 06 May 2023 04:53 PM (IST)

    સુરતના બારડોલીમાં ગોઝારો અકસ્માત, ડમ્પર ચાલકે કારને અડફેટે લેતા 6 લોકોના મોત, લગ્નમાંથી ઘરે પરત ફરી રહ્યો હતો પરિવાર

    સુરત જિલ્લાના બારડોલી નજીક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે બારડોલીના બમરોલી નજીક કાર અને ડમ્પર વચ્ચે અકસ્માત સર્જાતા 6 લોકોના મોત થયા હોવાની માહિતી સામે હાલ સામે આવી રહી છે. અકસ્માતમાં કારનો કક્ચરધાણ વળી ગયો હતો બીજી તરફ બનાવની જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો છે અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

  • 06 May 2023 04:25 PM (IST)

    અમદાવાદમાં વાડજ મેટ્રો સ્ટેશનની છતના અમુક ભાગમાં પોપડા પડ્યા, કામગીરી પર ઉઠયા અનેક સવાલો

    અમદાવાદમાં હાટકેશ્વર બ્રીજમાં ભ્રષ્ટાચારને લઇને વિવાદમાં આવ્યો હતો. જો કે શહેરમાં હાલમાં જ બનેલા મેટ્રો સ્ટેશનની કામગીરીને લઇને પણ હવે શંકા ઉદભવી રહી છે. વાડજ મેટ્રો સ્ટેશનમાં એન્ટ્રી પાસેજ ઉપરની છતનો અમુક ભાગ માંથી પોપડા પાડ્યા હોવાની માહિતી સામે આવી હતી. ઉપરની છત પરથી પોપડા પાડ્યા હતા જે મામલે મેટ્રો પ્રોજેક્ટના PRO  દ્વારા ખુલાસો કરવામાં આવ્યો છે કે છત પર સમારકામ કરવાનું હોવાથી તે ભાગમાં ડેમેજ કરવામાં આવ્યું હતું અને ત્યાં ફરીથી કામકાજ કરવામાં આવ્યું હતું.

  • 06 May 2023 03:26 PM (IST)

    અમદાવાદમાં ગેરકાયદે ગર્ભ પરીક્ષણ કરતા તબીબ દંપતી સકંજામાં, સોનોગ્રાફી અને અલ્ટ્રા સાઉન્ડ મશીન પોલીસે સીલ કર્યા

    ગર્ભ પરીક્ષણ કરવુ એ ગેરકાયદેસર ગણવામાં આવે છે. ત્યારે અમદાવાદમાં (Ahmedabad) ફરી ગેરકાયદે ગર્ભ પરીક્ષણ થવાની કામગીરીનો પર્દાફાશ થયો છે. ગેરકાયદે ગર્ભ પરીક્ષણ (Gender determination test) કરતા તબીબ દંપતી સકંજામાં આવ્યા છે. ડૉ.નિકુંજ શાહ અને ડૉ.મીનાક્ષી શાહને પોલીસે ઝડપી પાડ્યા છે. સાથે જ પોલીસે બંને તબીબની હોસ્પિટલના સોનોગ્રાફી અને અલ્ટ્રા સાઉન્ડ મશીનને સીલ કર્યા છે.

    જિલ્લા કલેકટર પ્રવિણા ડી કે અને જિલ્લા વિકાસ અધિકારી મેહુલ દવેના માર્ગદર્શન હેઠળ અમદાવાદ જિલ્લામાં થતા લિંગભેદના પરીક્ષણો અટકાવી ‘બેટી બચાવો બેટી પઢાવો’ ના સૂત્રને સાકાર કરવા માટે પૂરતા પ્રયત્નો થઈ રહ્યા છે. જે અંતર્ગત અમદાવાદમાં બોડકદેવમાં આવેલી વાત્સલ્ય મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ તથા સોલા રોડ પર આવેલી મધર્સ પ્રાઈડ હોસ્પિટલમાં લિંગ પરીક્ષણ થતું હોવાની આશંકાના આધારે રેડ પાડવામાં આવી હતી.

  • 06 May 2023 02:00 PM (IST)

    રાજકોટમાં સતત પાંચમા દિવસે નકલી પનીરને લઇ આરોગ્ય વિભાગનું ચેકિંગ, પનીર નકલી નીકળશે તો થશે કાર્યવાહી

    રાજકોટમાં પનીરના વેચાણ પર તો જાણે તવાઇ આવી હોય તેવું લાગી રહ્યું છે. રાજકોટમાં (Rajkot) નકલી પનીરને લઇ આરોગ્ય વિભાગ દ્વારા રેસ્ટોરેન્ટ અને વિવિધ દુકાનો અને હોટલમાં સતત પાંચમા દિવસે તપાસ ચાલુ છે. લાતી પ્લોટ વિસ્તારમાં ફોર્ચ્યુન મિલ્ક એન્ડ ફૂડ પ્રોડક્ટ્સ નામની દુકાનમાં પણ તપાસ હાથ ધરાઇ છે. દુકાનમાંથી પનીરના નમૂના લઇને ચકાસણી કરવામાં આવી રહી છે. જો પનીર નકલી નીકળશે કે ભેળસેળ વાળું હશે તો આરોગ્ય વિભાગ દંડનીય કાર્યવાહી કરશે.

  • 06 May 2023 02:00 PM (IST)

    Gir Somnath: આંધી અને પવન સાથે આવેલા વરસાદમાં આંબાઓ થયા જમીનદોસ્ત, કાચી કેરીઓ ખરી જતા ખેડૂતોને વ્યાપક નુકસાન

    ગીર સોમનાથમાં આંધી અને પવન સાથે આવેલા વરસાદને કારણે આંબાના બગીચાઓમાં અનેક આંબાઓ જમીનદોસ્ત થયા છે. અનેક વૃક્ષો તેમજ થાંભલાને ભોંય ભેગા કરી દીધા છે. મોટાભાગની કેરીઓ ખરી પડતા ખેડૂતોને ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો છે.

  • 06 May 2023 12:36 PM (IST)

    દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ નજીક છકડો રિક્ષા પુલ પરથી નીચે ખાબક્તા ત્રણ લોકોના મોત, 8 લોકોને આવી ગંભીર ઈજા

    દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ નજીક છકડો રિક્ષા પુલ પરથી ખાબક્તા ત્રણ લોકોના મોત ઘટનાસ્થળે જ મોત નિપજ્યા છે જ્યારે 8 લોકોને ગંભીર ઈજા પહોંચી છે. તમામ ઈજાગ્રસ્તોને જામનગર અને ખંભાળિયા રિફર કરવામાં આવ્યા છે.

  • 06 May 2023 12:36 PM (IST)

    ‘નમ્મા બેંગલુરુ, નમ્મા હેમ’ PM મોદીનો 36.6 કિમીનો બેંગલુરૂમાં પાવર પેક રોડ શો, કહ્યુ બેંગલુરુએ શરૂઆતથી જ ભાજપને સમર્થન આપ્યું છે

    કર્ણાટકમાં ચૂંટણી પ્રચારના ભાગરૂપે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે બેંગલુરુમાં રોડ શો યોજી રહ્યા છે. આ પછી તેઓ રવિવારે સવારે 10 થી 2:30 સુધી પણ રોડ શો કરશે. અગાઉ એક જ દિવસમાં 36.6 કિમીનો શો યોજાવાનો હતો, પરંતુ લોકોને પડતી સમસ્યાને ધ્યાનમાં રાખીને કાર્યક્રમમાં ફેરફાર કરાયો જે હવે બે ભાગમાં યોજાશે.

  • 06 May 2023 12:08 PM (IST)

    તિરુપતિઃ 41 નકલી વેબસાઈટ બંધ કરી દેવાઈ

    તિરુપતિમાં ઘણી નકલી વેબસાઈટ બંધ કરવામાં આવી છે. તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ (TTD) નામની ઘણી નકલી વેબસાઈટ ભક્તોને તેમની આડમાં લઈને છેતરપિંડી કરતી હતી. આ નકલી વેબસાઈટ ખાસ દર્શન અને ટિકિટનું વેચાણ પણ કરતી હતી. તેની સામે અનેક ફરિયાદો બાદ હવે 41 વેબસાઈટ બંધ કરવામાં આવી છે.

  • 06 May 2023 12:07 PM (IST)

    ધ્રુવ હેલિકોપ્ટર ઓપરેશન પર પ્રતિબંધ

    સેનાનું ALH ધ્રુવ હેલિકોપ્ટર 4 મેના રોજ જમ્મુ-કાશ્મીર નજીક ક્રેશ થયું હતું. હવે સંરક્ષણ અધિકારીઓએ જણાવ્યું કે સાવચેતીના ભાગરૂપે ALH ધ્રુવ હેલિકોપ્ટરના સંચાલન પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.

  • 06 May 2023 12:06 PM (IST)

    બેંગલુરુએ શરૂઆતથી જ ભાજપને સમર્થન આપ્યું – પીએમ મોદી

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ​​રોડ શો પહેલા ટ્વીટ કર્યું હતું કે બેંગલુરુએ શરૂઆતથી જ ભાજપને સમર્થન આપ્યું છે. બેંગલુરુ અને ભાજપ વચ્ચે જૂનો અને મજબૂત સંબંધ છે. આ શહેરે તેના પ્રારંભિક સંઘર્ષના દિવસોથી પાર્ટીને ટેકો આપ્યો છે. તેઓ આજે સવારે 10 વાગે રોડ શો કરવાના છે.

     

  • 06 May 2023 09:52 AM (IST)

    માવઠાના મારથી ગીરસોમનાથના ખેડૂતો લાચાર, તાલાલા ગીર, હરીપુર, આંકોલવાડી, સૂરવા, ધાવા ગામોમાં કમોસમી વરસાદથી કેરીના પાકને વ્યાપક નુકસાન

    ગીરસોમનાથના ખેડૂતો પર જાણે કુદરતી કોપ ઉતર્યો છે. માવઠાના મારને કારણે કેરીના પાકને વ્યાપક નુકસાન થઈ રહ્યુ છે. માવઠાએ બાગાયતી ખેડૂતો માટે મુશ્કેલી સર્જી છે. છેલ્લા ત્રણ વર્ષથી કેરીના પાકને વ્યાપક નુકસાન પહોંચ્યુ છે. તાઉતે વાવાઝોડાને કારણે બાગાયતી પાકોનો સોથ બોલી ગયો હતો.

    છેલ્લા બે વર્ષથી કમોસમી વરસાદને કારણે ગીરસોમનાથના ખેડૂતો બેઠા નથી થઈ શક્યા અને કેરીના પાકમાં જોઈએ તેવો નફો રળી શક્યા નથી. આ વર્ષે પણ માવઠાએ ખેડૂતોની મહેનત પર પાણી ફેરવી દીધુ છે. ગત રાત્રે ફુંકાયેલા ભારે પવન સાથે વરસેલા વરસાદે આંબાના વૃક્ષો તેમજ વીજ થાંભલાઓને ભોય ભેગા કરી દીધા છે. ભારે વરસાદમાં મોટા પ્રમાણમાં કેરીઓ ખરી પડી છે.

  • 06 May 2023 09:51 AM (IST)

    રાજકોટના ધોરાજીમાં ભર ઉનાળે આભ ફાટ્યા જેવી સ્થિતિ, 4 ઇંચ વરસાદ ખાબકતા પૂર જેવી સ્થિતિ

    રાજકોટમાં ભર ઉનાળે ધોરાજીમાં આભ ફાટ્યા જેવી સ્થિતિ બની છે. ધોરાજી (Dhoraji) તાલુકામાં સાર્વત્રિક 4 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે. માત્ર 4 કલાકમાં 4 ઇંચ વરસાદ ખાબકતા પૂર જેવી સ્થિતિ સર્જાઇ છે. ભાડેર, કલાણા, છત્રાસા, પાટણવાવ સહિતના ગામોમાં ધોધમાર વરસાદ છે. ભારે વરસાદને કારણે ખેડૂતોને મોટાપાયે નુકસાન થયુ છે. પાટણવાવના ઓસમ ડુંગર પરથી ધોધ વહેતો થયો છે.

  • 06 May 2023 09:48 AM (IST)

    બેંગલુરુએ શરૂઆતથી જ ભાજપને સમર્થન આપ્યું – પીએમ મોદી

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ​​રોડ શો પહેલા ટ્વીટ કર્યું હતું કે બેંગલુરુએ શરૂઆતથી જ ભાજપને સમર્થન આપ્યું છે. બેંગલુરુ અને ભાજપ વચ્ચે જૂનો અને મજબૂત સંબંધ છે. આ શહેરે તેના પ્રારંભિક સંઘર્ષના દિવસોથી પાર્ટીને ટેકો આપ્યો છે. તેઓ આજે સવારે 10 વાગે રોડ શો કરવાના છે.

  • 06 May 2023 09:47 AM (IST)

    PM મોદીનો આજે રોડ શો અને ચૂંટણી રેલી

    વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ફરી કર્ણાટકમાં પ્રચાર કરશે. બેંગલુરુમાં PM મોદીનો રોડ શો આજે સવારે 10 વાગ્યા પછી શરૂ થઈને બપોરે 12:30 વાગ્યા સુધી ચાલશે. આ રોડ શો 26.5 કિલોમીટર લાંબો હશે. કડુ જેપી નગરના સોમેશ્વર સભા ભવન (RBI ગ્રાઉન્ડ) થી મલ્લેશ્વર મંદિર સુધી રહેશે. આ પછી તેઓ બે જગ્યાએ ચૂંટણી સભાઓ કરશે.

  • 06 May 2023 08:40 AM (IST)

    ગાઝીપુરઃ મુખ્તાર અંસારી પર આજે આવી શકે છે નિર્ણય

    ગાઝીપુરમાં માફિયા મુખ્તાર અંસારી પર ગેંગસ્ટર અને હત્યાના પ્રયાસના કેસમાં સાંસદ/ધારાસભ્ય કોર્ટ આજે પોતાનો ચુકાદો આપી શકે છે. વિચારણા હેઠળના બે કેસોમાં સરકારી વકીલે 27 એપ્રિલે લેખિત દલીલો કરી હતી. કોર્ટે આ મામલે આગામી તારીખ 6 મે નક્કી કરી હતી. મુખ્તાર વિરુદ્ધ સાંસદ/ધારાસભ્ય કોર્ટમાં હત્યાનો પ્રયાસ અને ગેંગસ્ટરનો કેસ છે. વર્ષ 2009માં મુહમ્મદાબાદ અને કરંડા પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો હતો.

  • 06 May 2023 07:51 AM (IST)

    72 કલાકમાં સેનાએ લીધો શહીદ જવાનોનો બદલો, ઠાર માર્યા 3 આતંકવાદી, બારામુલામાં સર્ચ ઓપરેશન યથાવત

    રાજૌરી બાદ જમ્મુ-કાશ્મીરના બારામુલ્લાના કરહામા કુંજર વિસ્તારમાં સુરક્ષાદળોનું આતંકવાદીઓ સાથે અથડામણ થઈ છે. કાશ્મીર ઝોન પોલીસે જણાવ્યું કે બારામુલા એન્કાઉન્ટરમાં એક આતંકવાદી માર્યો ગયો છે. હાલ સર્ચ ઓપરેશન ચાલુ છે. બીજી તરફ શુક્રવારે રાજૌરીના કાંડી વિસ્તારમાં ઓપરેશન દરમિયાન પાંચ જવાન શહીદ થયા હતા. આ અથડામણમાં સુરક્ષા દળોએ બે આતંકવાદીઓને ઠાર માર્યા હતા.

  • 06 May 2023 07:26 AM (IST)

    બનાસકાંઠાના ઊચોસણ ગામે તળાવમાં ત્રણ કિશોર ડુબ્યા, તળાવમાં કપડાં ધોવા ગયા હતા ત્યારે બની ઘટના

    પિતરાઇભાઈને બચાવવા જતાં ભાઈ સાથે બે સગી બહેનો તળાવમાં ડૂબી જતાં મોત નીપજયું હોવાની ઘટના સામે આવી છે. બનાસકાંઠામાં એક ગામમાં કપડાં ધોતી વખતે આ ઘટના બની હતી. બનાસકાંઠા સુઈગામના ઉચોસણ ગામના તળાવમાં ત્રણ કિશોર ડુબ્યા છે. મહત્વનુ છે કે એક જ પરિવારના ત્રણ કિશોરના તળાવમા ડૂબવાથી મોત થયા ગામમાં શોકનો માહોલ છ્વાયો છે. ઊંડાણ વાળા પાણી માં કપડાં ધોવા જતાં આ દુર્ઘટના ઘટી હોવાની વાત સામે આવી છે.

  • 06 May 2023 06:57 AM (IST)

    SCO Meeting: પાકિસ્તાનને આતંકવાદ પર તો ચીનને સીમા વિવાદ પર સ્પષ્ટ ભાષામાં જવાબ આપતા વિદેશ પ્રધાન જયશંકર

    ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકરે બંને પાડોશી દેશો પાકિસ્તાન અને ચીનને સંબંધોને લઈને સીધો અને બેફામ જવાબ આપ્યો છે. જ્યાં તેમણે કાશ્મીર અને આતંકવાદના મુદ્દે પાકિસ્તાનને કહ્યું ત્યાં સુધી ચીન વિશે સ્પષ્ટ કહ્યું કે જ્યાં સુધી સરહદ પર તણાવ ઓછો નહીં થાય ત્યાં સુધી બંને દેશો વચ્ચેના સંબંધો સામાન્ય નહીં થઈ શકે.

  • 06 May 2023 06:40 AM (IST)

    Pakistan ને વિદેશ પ્રધાન જયશંકરે આતંકી ઈન્ડસ્ટ્રીનુ પ્રવક્તા ગણાવ્યુ, કાશ્મીરને લઈ બિલાવલ ભુટ્ટોને પણ આપ્યો જવાબ

    SCO દેશોના વિદેશ પ્રધાનની બેઠકને લઈ સૌનુ ધ્યાન ભારત અને પાકિસ્તાનના મુદ્દાઓ પર છે. પાકિસ્તાનના વિદેશ પ્રધાન બિલાવલ ભુટ્ટો પણ ઉપસ્થિત રહ્યા છે. ભારતીય વિદેશ પ્રધાને પાકિસ્તાનને તેમના વિદેશ પ્રધાનની ઉપસ્થિતીમાં જ ઘેર્યુ હતુ. બેઠક બાદ પણ ભારતના વિદેશ પ્રધાને પાકિસ્તાનને આતંકવાદની ઈન્ડસ્ટ્રીના પ્રવક્તા તરીકે બતાવ્યુ હતુ. પાકિસ્તાનના વિદેશ પ્રધાનની બેઠકમાં હાજરીને લઈને પણ બતાવ્યુ હતુ કે, બિલાવલ ભુટ્ટોને એક સદસ્યના રુપમાં જ ટ્રીટ કરવામાં આવ્યા છે.

  • 06 May 2023 06:39 AM (IST)

    SCO Meeting 2023: ભારત સામે પાકિસ્તાન ઝુક્યુ, 600 ભારતીય માછીમારોને કરશે મુક્ત

    પાકિસ્તાનના વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટો ઝરદારી શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO)ના વિદેશ મંત્રીઓની બેઠકમાં ભાગ લેવા ભારતની મુલાકાતે છે. આ દરમિયાન પાકિસ્તાને કહ્યું કે તે સદ્ભાવનાના સંકેત તરીકે 600 ભારતીય માછીમારોને મુક્ત કરશે. પાકિસ્તાને દાવો કર્યો હતો કે માછીમારોએ દરિયાઈ સીમાનું ઉલ્લંઘન કર્યું છે. આ માટે આ લોકોને જેલમાં રાખવામાં આવ્યા છે.

  • 06 May 2023 06:38 AM (IST)

    Manipur Violence: રાજ્યમાં નહીં થાય કલમ 355નો ઉપયોગ, ઉચ્ચ સ્તરીય બેઠકમાં અમિત શાહે લીધો મોટો નિર્ણય

    Manipur Violence: કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે આજે પૂર્વોત્તર રાજ્ય મણિપુરમાં હિંસા અંગે ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી. બેઠકમાં અમિત શાહે રાજ્યના મુખ્યમંત્રી એન બિરેન સિંહ સાથે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા હિંસાની સમીક્ષા કરી હતી. બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો કે મણિપુરમાં કલમ 355નો ઉપયોગ કરવામાં આવશે નહીં. જો કે, ગૃહ મંત્રાલયે અર્ધલશ્કરી દળોની 10 વધુ કંપનીઓ અને એન્ટી રાઈટ્સ વાહનો મોકલવાનો નિર્ણય કર્યો. આ બેઠકમાં ગૃહ મંત્રાલય અને મણિપુરના તમામ ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા.

  • 06 May 2023 06:38 AM (IST)

    દિલ્હીમાં કોરોનાના 142 નવા કેસ આવ્યા, સક્રિય દર્દીઓની સંખ્યા વધીને 1290 થઈ

    દિલ્હીમાં કોરોનાના કેસ સતત ઘટી રહ્યા છે. છેલ્લા 24 કલાકની વાત કરીએ તો દિલ્હીમાં કોરોનાના 142 નવા કેસ નોંધાયા છે જ્યારે 1 દર્દીનું મોત થયું છે. નવા કેસ આવ્યા બાદ ચેપનો દર ઘટીને 5.43% પર આવી ગયો છે. દિલ્હીમાં હાલમાં કોરોનાના કુલ 1290 સક્રિય કેસ છે.

Published On - 6:37 am, Sat, 6 May 23