Gujarati video : રાજકોટમાં સતત પાંચમા દિવસે નકલી પનીરને લઇ આરોગ્ય વિભાગનું ચેકિંગ, પનીર નકલી નીકળશે તો થશે કાર્યવાહી

Gujarati video : રાજકોટમાં સતત પાંચમા દિવસે નકલી પનીરને લઇ આરોગ્ય વિભાગનું ચેકિંગ, પનીર નકલી નીકળશે તો થશે કાર્યવાહી

TV9 Gujarati
| Edited By: | Updated on: May 06, 2023 | 1:43 PM

રાજકોટમાં (Rajkot) નકલી પનીરને લઇ આરોગ્ય વિભાગ દ્વારા રેસ્ટોરેન્ટ અને વિવિધ દુકાનો અને હોટલમાં સતત પાંચમા દિવસે તપાસ ચાલુ છે. લાતી પ્લોટ વિસ્તારમાં ફોર્ચ્યુન મિલ્ક એન્ડ ફૂડ પ્રોડક્ટ્સ નામની દુકાનમાં પણ તપાસ હાથ ધરાઇ છે.

રાજકોટમાં પનીરના વેચાણ પર તો જાણે તવાઇ આવી હોય તેવું લાગી રહ્યું છે. રાજકોટમાં (Rajkot) નકલી પનીરને લઇ આરોગ્ય વિભાગ દ્વારા રેસ્ટોરેન્ટ અને વિવિધ દુકાનો અને હોટલમાં સતત પાંચમા દિવસે તપાસ ચાલુ છે. લાતી પ્લોટ વિસ્તારમાં ફોર્ચ્યુન મિલ્ક એન્ડ ફૂડ પ્રોડક્ટ્સ નામની દુકાનમાં પણ તપાસ હાથ ધરાઇ છે. દુકાનમાંથી પનીરના નમૂના લઇને ચકાસણી કરવામાં આવી રહી છે. જો પનીર નકલી નીકળશે કે ભેળસેળ વાળું હશે તો આરોગ્ય વિભાગ દંડનીય કાર્યવાહી કરશે.

આ પણ વાંચો-પશ્ચિમ રેલવે દ્વારા અમદાવાદ -પાલનપુર સેક્શન પર 17 ટ્રેનોના સમયમાં કરાયો આંશિક ફેરફાર- જાણો આ ટ્રેનનો શું રહેશે સમય

છેલ્લા કેટલાંક દિવસોથી વિવિધ રેસ્ટોરેન્ટ અને દુકાનોમાંથી નકલી પનીર ઝડપાવવાના બનાવ સામે આવ્યા છે. થોડાં દિવસ પહેલાં જ એવી બાતમી મળી હતી કે ભાવનગરથી રાજકોટમાં નકલી પનીર સપ્લાય થાય છે. જે બાદ આરોગ્ય વિભાગે 1600 કિલોથી વધુ નકલી પનીરનો જથ્થો કબ્જે કર્યો હતો. વેપારીઓ પૈસા કમાવવાની લાલચે લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતા હોય છે. પનીરના શોકીન લોકોને સાવચેતી રાખવાની જરૂર છે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

g clip-path="url(#clip0_868_265)">