Gujarati Video: તાલાલા ગીરમાં કમોસમી વરસાદથી આંબાના ખેતરોમાં ભરાયા પાણી, કેરીના પાકને મોટો ફટકો

Gujarati Video: તાલાલા ગીરમાં કમોસમી વરસાદથી આંબાના ખેતરોમાં ભરાયા પાણી, કેરીના પાકને મોટો ફટકો

TV9 Gujarati
| Edited By: | Updated on: May 05, 2023 | 9:45 AM

Gir Somnath: ગીરના ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લા એક સપ્તાહથી સતત કમોસમી વરસાદ પડી રહ્યો છે. જેના કારણે આંબાવાડીઓમાં પાણી ભરાઈ ગયા છે. સતત વરસી રહેલા કમોસમી વરસાદને કારણે કેસર કેરીને વ્યાપક નુકાસન પહોંચ્યુ છે.

ગીર સોમનાથ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં સતત ધોધમાર વરસાદ પડી રહ્યો છે. ધાવા, આકોલવાડી, સૂરવાા, હડમતીયા સહિતના ગામોમાં સતત વરસાદને કારણે આંબાના ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે. ભારે વરસાદને પગલે કેરીના પાકને વ્યાપક નુકસાન પહોચ્યુ છે. કેસર કેરીના તૈયાર પાક કમોસમી વરસાદમાં ખરી પડ્યો છે. ભરઉનાળે ધોધમાર વરસાદને કારણે ખેડૂતોને ભારે નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે.

આ પણ વાંચો: સામાન્ય માણસના પહોંચથી દૂર થઈ જશે કેરીની મીઠાશ! તરબુચ અને આ ફળો પર પણ થશે વરસાદની અસર

ગીરના જંગલમાં વૈશાખે જાણે અષાઢી  માહોલ જામ્યો છે. ભર ઉનાળે કમોસમી વરસાદને પગલે નદી,નાળા અને ઝરમા વહેતા થયા છે. ગીર જંગલમાં નદી અને ઝરણા વહેતા થયા છે. ધોધમાર વરસાદથી રૂપેણ નદીમાં પણ પૂરની સ્થિતિ છે. જામકા અને શાણા વાકીયા ગામ વચ્ચે કોઝવે પર વરસાદી પાણી ફરી વળ્યા છે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

 

g clip-path="url(#clip0_868_265)">