Pakistan ને વિદેશ પ્રધાન જયશંકરે આતંકી ઈન્ડસ્ટ્રીનુ પ્રવક્તા ગણાવ્યુ, કાશ્મીરને લઈ બિલાવલ ભુટ્ટોને પણ આપ્યો જવાબ
SCO Meeting: ભારતીય વિદેશ પ્રધાન એસ જયશકરે પાકિસ્તાનને આતંકવાદને લઈ ઘેર્યુ હતુ. વિદેશ પ્રધાનોની બેઠક બાદ તેઓએ પાકિસ્તાનને આતંકી ઈન્ડસ્ટ્રીના પ્રવક્તા તરીકે ગણાવ્યુ હતુ અને ભુટ્ટોને એક સદસ્યના રુપમાં ટ્રીટ કર્યાનુ બતાવ્યુ હતુ.
SCO દેશોના વિદેશ પ્રધાનની બેઠકને લઈ સૌનુ ધ્યાન ભારત અને પાકિસ્તાનના મુદ્દાઓ પર છે. પાકિસ્તાનના વિદેશ પ્રધાન બિલાવલ ભુટ્ટો પણ ઉપસ્થિત રહ્યા છે. ભારતીય વિદેશ પ્રધાને પાકિસ્તાનને તેમના વિદેશ પ્રધાનની ઉપસ્થિતીમાં જ ઘેર્યુ હતુ. બેઠક બાદ પણ ભારતના વિદેશ પ્રધાને પાકિસ્તાનને આતંકવાદની ઈન્ડસ્ટ્રીના પ્રવક્તા તરીકે બતાવ્યુ હતુ. પાકિસ્તાનના વિદેશ પ્રધાનની બેઠકમાં હાજરીને લઈને પણ બતાવ્યુ હતુ કે, બિલાવલ ભુટ્ટોને એક સદસ્યના રુપમાં જ ટ્રીટ કરવામાં આવ્યા છે.
એસ જયશંકરે કહ્યુ હતુ કે, પાકિસ્તાન આંતકવાદનો પ્રમોટર અને પ્રોટેક્ટર છે. પાકિસ્તાનને એ હિસાબથી જ જવાબ આપ્યો છે અને એ જ રીતે તેને કાઉન્ટર કરવામાં આવ્યુ છે. જમ્મુ-કાશ્મીરના મુદ્દા પર પણ જયશંકરે ફરી કહ્યુ હતુ કે, જમ્મુ-કાશ્મીર ભારતનો જ હિસ્સો છે અને અને રહેશે. આગળ બતાવ્યુ હતુ કે, અનુચ્છેદ 370 હવે ઈતિહાસ છે. લોકો જલદી હવે આ વાતને સમજી લે તેટલુ સારુ છે. પાકિસ્તાની વિદેશ પ્રધાને પણ પાકિસ્તાની મીડિયા સાથે બેઠક બાદ વાત કરી હતી. તેઓએ કહ્યુ હતુ કે, ભારત સાથેના સંબંધો ત્યાં સુધી સામાન્ય નહીં થઈ શકે જ્યાં સુધી કાશ્મીરમાં ઓગષ્ટ 2019 થી પહેલા જેવી સ્થિતી લાગુ ના થઈ શકે.
#WATCH | “As a Foreign Minister of an SCO member state, Mr Bhutto Zardari was treated accordingly. As a promoter, justifier and spokesperson of a terrorism industry which is the mainstay of Pakistan, his positions were called out and countered including at the SCO meeting… pic.twitter.com/9cLckxLML9
— ANI (@ANI) May 5, 2023
જયશંકરનો જવાબ-PoK ક્યારે ખાલી કરશો?
જવાબ આપતા ભારતીય વિદેશ પ્રધાને કહ્યુ હતુ કે, પાકિસ્તાન સાથે એક જ વાત થઈ શકે એમ છે કે, તે પાકિસ્તાન અધિકૃત કાશ્મીર ને ક્યારે ખાલી કરી શકે છે. તેમનો શ્રીનગર સાથે કોઈ જ લેવા દેવા નથી. જેવી રીતે ભારતના અન્ય રાજ્યમાં જી20 ની બેઠક યોજાઈ રહી છે એવી જ રીતે જમ્મુ-કાશ્મીરમાં થઈ રહી છે. અમે દુનિયા સામે પાકિસ્તાનને એક્સપોઝ કરી રહ્યા છે. અને કરી પણ ચૂક્યા છીએ.
આગળ પણ વાત કરતા બતાવ્યુ હતુ કે, જે દેશો આતંકવાદ પિડત છે, તે આતંક ફેલાવનારા દેશો સાથે કેવી રીતે વાતચીત કરી શકે એછ. જે આતંક પિડીત છે, એ પોતાનો બચાવ કરી રહ્યા છે. તેના પર કાઉન્ટર કરે છે. તે એને વૈધ બનાવી રહ્યા છે. તેઓ આતંકી ઘટનાઓને અંજામ આપી રહ્યા છે. પાકિસ્તાનની વિશ્વસનીયતા પર સવાલ ઉઠાવત કહ્યુ કે, તેમની ક્રેડિબિલિટી તેમની આર્થિક સ્થિતી કરતા પણ વધારે ખરાબ છે. ભુટ્ટોએ બેઠકમાં પાકિસ્તાનને આતંકવાદ પિડીત બતાવ્યુ હતુ, જેની પર જયશંકરે કહ્યુ હતુ કે, આતંકવાદ પણ કરો અને શાંતિની પણ વાત કરો.
ચીન મુદ્દે કહ્યુ આમ
ભારત અને ચીન સાથેના સંબંધોના સંદર્ભે ભારતીય વિદેશ પ્રધાન જયશંકરે બતાવ્યુ હતુ કે, બંને દેશો વચ્ચેના સંબંધો અસામાન્ય છે. બોર્ડર પર સ્થિતી અસામાન્ય છે. ચીનના વિદેશ પ્રધાન સાથે આ મુદ્દા પર ચર્ચા થઈ હતી. ભારત ઈચ્છે છે કે, ડિસએંગેઝમેન્ટ ની પ્રક્રિયા આગળ વધે. જ્યાં સુધી બોર્ડર પર તણાવની સ્થિતી રહેશે, ત્યાં સુધી ચીન અને ભારતના સંબંધો સામાન્ય નહીં થઈ શકે.
#WATCH | On his bilateral meeting with Chinese Foreign Minister Qin Gang, EAM Dr S Jaishankar says, “…issue is that there is an abnormal position in the border areas, along the boundary. We had a very frank discussion about it…We have to take the disengagement process… pic.twitter.com/AX5NKvgNOa
— ANI (@ANI) May 5, 2023