Gujarat Latest News: કચ્છમાં DRIએ મુન્દ્રાના સ્પેશિયલ ઇકોનોમિક ઝોનમાંથી 100 કરોડના દાણચોરી રેકેટના માસ્ટરમાઇન્ડને ઝડપી પાડ્યા

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 06, 2023 | 12:04 AM

Gujarat Live Updates : આજ 5 ઓગસ્ટના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના અપડેટ્સ મેળવવા માટે આ પેજને સતત રિફ્રેશ કરતા રહો..

Gujarat Latest News: કચ્છમાં DRIએ મુન્દ્રાના સ્પેશિયલ ઇકોનોમિક ઝોનમાંથી 100 કરોડના દાણચોરી રેકેટના માસ્ટરમાઇન્ડને ઝડપી પાડ્યા

આજે 5 ઓગસ્ટને શનિવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો…

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 06 Aug 2023 12:04 AM (IST)

    રાજ્યમાં 61 મામલતદારની બદલીના કરાયા આદેશ, જાણો કયા તાલુકામાં કોણ મૂકાયા

    રાજ્ય સરકારે 61 અધિકારીઓની બદલીઓના આદેશ કર્યા છે. રાજ્યના કેટલાક તાલુકા મામલતદારોની બદલી કરવા સાથે કેટલીક મહત્વની કચેરીઓમાં ફરજ બજાવતા મામલતદાર કક્ષાના અધિકારીઓની બદલીઓ કરી છે.

  • 05 Aug 2023 11:25 PM (IST)

    કચ્છમાં મુન્દ્રાના સ્પેશિયલ ઇકોનોમિક ઝોનમાં 100 કરોડના દાણચોરી રેકેટ, DRIએ માસ્ટરમાઇન્ડને ઝડપી પાડ્યા

    કચ્છમાં મુન્દ્રાના સ્પેશિયલ ઇકોનોમિક ઝોનમાં 100 કરોડના દાણચોરી રેકેટ, DRIએ માસ્ટરમાઇન્ડને ઝડપી પાડ્યા છે. અમદાવાદ DRIએ દાણચોરી રેકેટના ત્રણ માસ્ટર માઈન્ડની ધરપકડ કરી છે. જો કે DRI દ્રારા નામ જાહેર કરવામાં આવ્યા નથી. સિગારેટ, બ્રાન્ડેડ મોબાઈલ એસેસરીઝ, પ્રીમિયમ બ્રાન્ડેડ શૂઝ, બેગ, પરફ્યુમ અને ઈલેક્ટ્રોનિક્સ વસ્તુઓની દાણચોરી થઈ રહી હતી. ભારતીય કસ્ટમ્સ એક્ટ, 1962ની જોગવાઈઓ હેઠળ તેમની ધરપકડ કરવામાં આવી. ભારતીય કસ્ટમ્સમાંથી કન્સાઈનમેન્ટની ક્લિયરન્સમાં મદદ કરવાનો પ્રયાસ કરનારા વચેટિયાઓની અગાઉ ધરપકડ કરવામાં આવી હતી. DRI દ્વારા જાન્યુઆરીમાં 100 કરોડનો દાણચોરીનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

  • 05 Aug 2023 11:22 PM (IST)

    સુરતમાં જૂના TVમાં અચાનક જ બ્લાસ્ટ થતા ઘર આગમાં લપેટાયુ

    સુરતમાં જૂના TVમાં અચાનક જ બ્લાસ્ટ થવાની ઘટના બની છે. TV ચાલુ હતુ અને અચાનક જ તેમાં ધડાકો થતા ઘરમાં આગ ફાટી નિકળી હતી. ઘટનાને પગલે આસપાસના સ્થાનિક લોકો દોડી આવ્યા હતા અને ઘરમાં પાણી છાંટીને આગને કાબૂમાં લેવા માટે પ્રયાસ કર્યો હતો.

  • 05 Aug 2023 10:23 PM (IST)

    NIAને મોટી સફળતા, ISIS સાથે જોડાયેલા વધુ એક આતંકીની પુણેમાંથી ધરપકડ

    ISIS કેસમાં NIAની ટીમે આકિબ નાચન નામના આરોપીની ધરપકડ કરી છે. આકિબ IED બોમ્બ બનાવવામાં નિષ્ણાત હોવાનું કહેવાય છે. NIAએ આ કેસમાં અત્યાર સુધીમાં 6 લોકોની ધરપકડ કરી છે.

  • 05 Aug 2023 09:59 PM (IST)

    દિલ્હી-NCRમાં ભૂકંપના જોરદાર આંચકા, 5.8ની તીવ્રતા, કાશ્મીરનું ગુલમર્ગમાં નોંધાયું કેન્દ્ર બિંદુ

    શનિવારે રાત્રે દિલ્હી-NCRમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.8 માપવામાં આવી છે. તેનું કેન્દ્ર જમ્મુ અને કાશ્મીરનું ગુલમર્ગ જણાવવામાં આવ્યું છે.

  • 05 Aug 2023 09:33 PM (IST)

    સુરતમાં કામરેજ ખાતે કાર અને બાઈક વચ્ચે અકસ્માત, 3 યુવકના મોત

    સુરતમાં કામરેજના ધોરણ પારડી ગામ નજીક અકસ્માતમાં 3 યુવકના મોત નિપજ્યાં છે. અકસ્માતમાં એક યુવકનું ઘટના સ્થળે મોત જ્યારે 2ના સારવાર દરમિયાન મોત થયા છે. કાર અને બાઈક વચ્ચે અકસ્માત થયો હતો. જે દરમ્યાન બાઈક પર સવાર 3 યુવકના મોત નીપજ્યા છે.

  • 05 Aug 2023 08:08 PM (IST)

    સુરતના વરાછામાં પુત્રીની હત્યા કર્યા બાદ માતાનો આપઘાત, પુત્રીને ગળેફાંસો આપી માતાએ પણ આપઘાત કર્યો

    સુરતના વરાછામાં કરુણ બનાવ સામે આવ્યો. માતાએ વ્હાલસોયી 3 વર્ષની દીકરીને ગળેફાંસો આપ્યો. પોતાની પુત્રીની હત્યા કરીને માતાએ પણ ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો. બીમારીથી કંટાળીને આપઘાત કર્યો હોવાનું મનાઈ રહ્યું છે.ઘટના બાદ પોલીસે શિવાન્ત બિલ્ડીંગમાં તપાસ હાથ ધરી છે.

  • 05 Aug 2023 07:21 PM (IST)

    તાપી જિલ્લા ભાજપ સંગઠનના ઉપ પ્રમુખને કરાયા સસ્પેન્ડ, પક્ષ વિરોધી પ્રવૃત્તિને લઈ કાર્યવાહી

    તાપી જિલ્લા ભાજપ સંગઠનના ઉપ પ્રમુખને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જિલ્લા ભાજપ ઉપપ્રમુખ અરવિંદ ચૌધરીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરતા તાત્કાલિક અસરથી જિલ્લા ભાજપ સંગઠન પ્રમુખ દ્વારા સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

  • 05 Aug 2023 06:43 PM (IST)

    17 ડિસેમ્બરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ખૂલ્લું મૂકાશે સુરતનું હીરા બુર્સ

    સુરતમાં હીરા બુર્સના ઉદ્ઘાટનની તારીખ થઇ નક્કી થઈ છે. 17 ડિસેમ્બરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે વિશ્વનું સૌથી મોટું હીરા બજાર ખૂલ્લું મૂકાશે. દેશ વિદેશથી દિગ્ગજ હીરા ઉદ્યોગપતિઓ, કંપનીઓના સીઈઓ સહિત મહાનુભાવો સુરત આવશે. સુરત હીરા બુર્સ મેનેજમેન્ટ કમિટીએ ભવ્યાતિભવ્ય ઉદઘાટનની તૈયારીઓ શરુ કરી છે.

  • 05 Aug 2023 06:36 PM (IST)

    પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધારવા મિશનની માફક કામ કરવા કલેકટર્સ-ડીડીઓ સાથે રાજ્યપાલ અને મુખ્યમંત્રીએ કર્યો સંવાદ

    ગાંધીનગરમાં મુખ્યમંત્રીના નિવાસ્થાનેથી સીએમ ડેશબોર્ડના માધ્યમથી બંને મહાનુભાવો એ કલેકટર્સ- ડીડીઓ સાથે સંવાદ કર્યો. આ દરમ્યાન પ્રાકૃતિક ખેતીને મિશન બનાવીશું તો ગુજરાતને સો એ સો ટકા ઝેરમુકત બનાવી શકીશું, દેશમાં મોટી ક્રાંતિ કરી શકીશું તેવું આચાર્ય દેવવ્રત દ્વારા જણાવવામાં આવ્યું હતું. આ સંવાદમાં જિલ્લા કલેકટરો, વિકાસ અધિકારીઓ તરીકેના સેવાકાળ દરમિયાન જનસેવા અને લોકહિતના સારા કામોની મળેલી તકમાં પ્રાકૃતિક ખેતીને પ્રાયોરિટી આપવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા જણાવવામાં આવ્યું. પ્રાકૃતિક ખેતીના ક્ષેત્રમાં પણ ગુજરાત અગ્રેસર રહે તે માટે સહિયારો સંકલ્પ લેવા જણાવ્યુ હતું.

  • 05 Aug 2023 06:04 PM (IST)

    સુરતમાં SOGએ નશાયુક્ત દવાનું વેચાણ કરતા દુકાનદારને ઝડપ્યો, 206 કોડેન સીરપ કબજે કરાઇ

    સુરતમાં SOGએ નશાયુક્ત દવાનું વેચાણ કરતા દુકાનદારને ઝડપી કાર્યવાહી કરી છે. કતારગામ વિસ્તારમાં મુરલીધર નામથી મેડિકલ ચલાવતો હતો. પ્રિસ્ક્રિપ્શન વગર દવાનું વેચાણ કરતો હતો. ફોરેક્ષ અને ગર્ભપાતની પ્રતિબંધિત 731 ટેબ્લેટ કબજે કરાઇ છે. 206 કોડેન સીરપ પણ કબજે કરાઇ છે. અલ્પેશ ગોહિલ નામના દુકાનદારની ધરપકડ પણ કરાઇ છે.

  • 05 Aug 2023 06:01 PM (IST)

    જૂનાગઢમાં વોકળા ઉપર થયેલ બાંધકામને લઈને સર્જાયો વિવાદ, ખોટા નકશા તૈયાર કર્યાનો આક્ષેપ

    જૂનાગઢમાં વોકળા ઉપર થયેલ બાંધકામને લઈને વિવાદ સર્જાયો છે. જૂનાગઢના ભાજપના ધારાસભ્યએ આ અંગે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે. ધારાસભ્ય સંજય કોરડીયાએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે. 10 વર્ષમાં આપેલા બિલ્ડીગોની મજૂરીને લઈને તપાસની માંગણી કરાઇ છે. DLR અને સીટી સર્વેની ઓફિસે ખોટા નકશા તૈયાર કર્યાનો આક્ષેપ છે. નિષ્ણાતો પાસે તપાસ કરાવવા ધારાસભ્ય સંજય કોરડીયાની માંગણી છે.

  • 05 Aug 2023 06:00 PM (IST)

    પંચમહાલના ગોધરામાં મૃતકની જમીન પચાવી પાડવાના કૌભાંડનો પર્દાફાશ, મૃત્યુના 35 વર્ષ બાદ જમીન હડપ કરવા રચાયો કારસો

    પંચમહાલના ગોધરામાં મૃતકની જમીન પચાવી પાડવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે. મૃત વ્યક્તિને જીવિત બતાવી વર્ષ 2019-20માં કરાયો વેચાણ દસ્તાવેજ ઠગ ટોળકીએ પોતે મૂળ માલિક હોવાના ડોક્યુમેન્ટ રજૂ કર્યા. જમીનના મૂળ માલિકના મૃત્યુ અંગે કલેકટરે તપાસના આદેશ આપ્યા હતા. તપાસમાં જમીનના મૂળ માલિક વર્ષ 1984માં જ મૃત્યુ પામ્યા હોવાનો ખુલાસો થયો છે. જમીનના સાચા માલિક શ્રીપતરાય મજમુદારનું વર્ષ 1984માં મરણ થયું. શ્રીપતરાયના સીધી લીટીના કોઈ વારસદાર જ નહીં હોવાનું સામે આવ્યું હતું. જોકે મૃત્યુના 35 વર્ષ બાદ જમીન હડપ કરવા કારસો રચાયો છે. ગોધરા પોલીસે 10 જેટલા લોકો સામે ફરિયાદ દાખલ કરી છે.

  • 05 Aug 2023 04:56 PM (IST)

    અંકલેશ્વર સેશન્સ કોર્ટનો મહત્વનો ચુકાદો, ATSએ ઝડપેલા બે આતંકીને આજીવન કેદની સજા

    અંકલેશ્વર સેશન્સ કોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે. ATSએ ઝડપેલા બે આતંકીને આજીવન કેદની સજા ફ્ત્કરવામાં આવી છે. દેશ વિરોધી પ્રવૃત્તિઓમાં આતંકી જોડાયેલ હતા. સરદાર પટેલ હોસ્પિટલમાં તબીબ તરીકે આરોપી નોકરી કરતો હતો. બન્ને આરોપીઓનું ISIS સાથે કનેક્શન પણ હતું. વર્ષ 2014માં અમદાવાદમાં આતંકી પ્રવૃત્તિને અંજામ આપવા અને આતંકી નેટવર્ક મજબૂત બનાવાની ગતિવિધિમાં સક્રિય આતંકીઓને સજા આપવામાં આવી છે.

  • 05 Aug 2023 03:03 PM (IST)

    રાજ્યમાં આગામી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી

    દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં આગામી 5 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. સૌરાષ્ટ્રમાં હળવા વરસાદની આગાહી કરાઇ છે. અમદાવાદમાં પણ હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. દરિયાઈ કાંઠે 40 થી 45 કિલોમીટરની ગતિએ પવન ફુંકાવાની શક્યતા છે. વરસાદી કોઈ સિસ્ટમ હાલમાં સક્રિય નહિ હોવાની પણ વાત સામે આવી છે. હાલ સુધીમાં સીઝનનો 92 ટકા વરસાદ પડી ચૂક્યો છે.

  • 05 Aug 2023 02:51 PM (IST)

    અમદાવાદ: ગુજરાત રમખાણમાં ષડયંત્રનો કેસ

    • ગુજરાત હાઈકોર્ટે પૂર્વ DGP આરબી શ્રીકુમારના જામીન મંજૂર કર્યા
    • ટ્રાયલ કોર્ટમાં હાજર રહેવાની શરત અને રૂ.25 હજારના બોન્ડ પર આપ્યા જામીન
    • દસ્તાવેજો સાથે છેડછાડ કરી સરકાર અને તત્કાલિન મુખ્યમંત્રીને બદનામ કરવાનો છે આરોપ
    • દસ્તાવેજો તપાસ એજન્સીની કસ્ટડીમાં હોવાથી અને 75 વર્ષીય શ્રીકુમારને ઉમર સંબંધિત બિમારીઓના ગ્રાઉન્ડ પર અપાયા જામીન
  • 05 Aug 2023 02:23 PM (IST)

    વડોદરા શહેર ભાજપ મહામંત્રી સુનીલ સોલંકીએ આપ્યું રાજીનામું

    • અચાનક રાજીનામું આપતાં રાજકીય મોરચે ચર્ચાનો વિષય બન્યો
    • સ્વૈચ્છાએ રાજીનામું ધરી દીધું
    • સુનીલ સોલંકી અગાઉ વડોદરાના મેયર પણ રહી ચૂક્યા છે
  • 05 Aug 2023 01:55 PM (IST)

    તોશાખાના કેસમાં પાકિસ્તાનના પૂર્વ PM ઈમરાન ખાનને 3 વર્ષની સજા

    Islamabad : તોશાખાના કેસમાં પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનને (Imran khan) ત્રણ વર્ષની સજા સંભળાવવામાં આવી છે. તેની સામે ધરપકડ વોરંટ જાહેર કરવામાં આવ્યું છે. કોર્ટે ઈમરાન સામે એક લાખ રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે. પાંચ વર્ષ સુધી હવે તેઓ ચૂંટણી પણ નહીં લડી શકે. ઈસ્લામાબાદની ટ્રાયલ કોર્ટે શનિવારે તોશાખાના કેસમાં પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (પીટીઆઈ)ના વડા ઈમરાન પર લાગેલા આરોપોને સાચા ગણાવ્યા.

  • 05 Aug 2023 01:54 PM (IST)

    ડાંગ: માર્ગ ઉપર ભેખડ ધસી પડતા વાહન વ્યવહાર બંધ

    • ડાંગ જિલ્લામાં ચોમાસા દરમિયાન ભેખળ પડવાનો સિલસિલો યથાવથ,
    • પ્રવાસન સ્થળ ડોન જતા માર્ગ ઉપર ભેખડ ધસી પડતા વાહન વ્યવહાર બંધ
    • જિલ્લા ડિઝાસ્ટર ની ટિમ ઘટના સ્થળે પહોંચી
    • ડાંગ જિલ્લા માર્ગ મકાન વિભાગ, જિલ્લા પંચાયત બાંધકામ વિભાગ અને રસ્તા પરથી માટી અને પથ્થર હટાવવાની કામગીરી શરૂ કરી
  • 05 Aug 2023 12:43 PM (IST)

    દાહોદથી આંતરરાજ્ય બાળ તસ્કરી ગેંગ ઝડપાઇ

    રાજસ્થાન, દિલ્હી સહિતના ત્રણ બાળકો સાથે મહિલા અને પુરુષ ઝડપાયા બાળકોને ઉઠાવી ભીખ મંગાવાની કામગીરી કરાવતા હતા દાહોદ બી ડિવિઝન પોલીસે ઝડપી પાડી તપાસ હાથ ધરી

  • 05 Aug 2023 12:24 PM (IST)

    સુરત: લીંબાયત વિસ્તારમાં ઘરમાં ચાલુ ટીવીમાં થયો બ્લાસ્ટ

    • ગોવિંદનગરમાં એક ઘરમાં અચાનક થયો બ્લાસ્ટ
    • સ્થાનિકો તાત્કાલિક પાણીનો છંટકાવ કરી આગ લાગે તે પહેલા કાબૂ મેળવ્યો
    • આગમાં કોઈ જાનહાની નહીં
  • 05 Aug 2023 11:55 AM (IST)

    પોરબંદર: સમુદ્રમાંથી મળેલ કેમિકલ બાદ પોલીસ હરકતમાં

    • સમુદ્રમાં કેમિકલ પદાર્થ મળે તો સેવન નહીં કરવા અને સ્થાનિક પોલીસ ને જાણ કરવા અપીલ કરાઈ
    • આજે કેમિકલ પીવાથી બે વ્યક્તિના મોત બાદ સુભાશનગર વિસ્તારમાં ચેકીંગ હાથ ધરતી પોલીસ
  • 05 Aug 2023 11:46 AM (IST)

    કચ્છ: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ કચ્છ આવશે

    • ગૃહમંત્રી અમિત શાહ આગામી 12 તારીખે સંભવિત કચ્છના પ્રવાસે આવી શકે છે
    • ઇફકોના પ્લાન્ટના શિલાન્યાસ કાર્યક્રમમાં હાજરી આપશે
    • અમિત શાહ બોર્ડરની પણ મુલાકાત કરી શકે છે
  • 05 Aug 2023 11:16 AM (IST)

    પોરબંદરમાં ઝેરી કેમિકલ પીવાથી 2 યુવકના મોત, 5 લોકો સારવાર હેઠળ

    પોરબંદરમાં ઝેરી કેમિકલ પીવાથી બે યુવકના મોત થયાની ઘટના સામે આવી છે. સુભાષનગરમાં કેરબામાંથી 7થી વધુ લોકોએ દારૂ સમજીને કેમિકલ પી લેતા 2 લોકોના મોત નીપજ્યા છે, જ્યારે 5 લોકો સારવાર હેઠળ છે. ઘટનાની જાણ થતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

  • 05 Aug 2023 11:14 AM (IST)

    અમરેલી: સાવરકુંડલા ઉના રૂટની એસટી બસએ મારી પલ્ટી

    • જાફરાબાદ તાલુકાના ટીંબી માણસા રોડ વચ્ચે બની ઘટના
    • એસટી બસમાં 19 પેસેન્જર હતા સવાર
    • 4 ઇજાગ્રસ્ત મુસાફરને સારવાર માટે ઉના હોસ્પિટલ ખસેડાયા
    • નાગેશ્રી પોલીસ ઘટના સ્થળે હાજર
  • 05 Aug 2023 10:01 AM (IST)

    અમદાવાદ: ભાજપમાંથી વધુ એક મહામંત્રીનું રાજીનામું

    • પ્રદીપસિંહ વાઘેલાનું રાજીનામું
    • મે 7 દિવસ પહેલા આપ્યું છે રજીનામુંઃ વાઘેલા
    • અંગત કારણોસર આપ્યું રાજીનામું
    • આ અગાઉ ભાર્ગવ ભટ્ટ પાસે માંગી લેવામાં આવ્યું હતું રાજીનામું
  • 05 Aug 2023 09:40 AM (IST)

    નર્મદા ડેમની જળસપાટીમાં વધારો નોંધાયો

    • નર્મદા ડેમની જળસપાટી 24 કલાકમાં 18 સેમીનો વધારો નોંધાયો
    • ડેમની જળસપાટી 130.61 મીટરે પહોંચી
    • ડેમમાં પાણીની આવક 43,627 ક્યુસેક થઈ રહી છે
    • જ્યારે જાવક 43,402 ક્યુસેક
    • CHPHના ટર્બાઇન હાલ બંધ છે
    • જયારે RBPHના 1200 મેગાવોટના 6 ટર્બાઇન ચાલુ કરી વીજ ઉત્પાદન થઈ રહ્યું છે
    • નર્મદા ડેમ 80 ટકાથી વધુ ભરાયો છે
  • 05 Aug 2023 09:04 AM (IST)

    રાજકોટમાં વધુ એક અંધશ્રદ્ધાનો કિસ્સો આવ્યો સામે

    શરદી ઉધરસની સારવાર માટે 10 માસની બાળકીને પેટ પર આપ્યા ડામ 10 માસની બાળકીને પેટે ડામ દીધેલા હાલત ગંભીર થતા સારવાર માટે રાજકોટ બાળકોની હોસ્પિટલ ખસેડવામાં આવી કોમલ સુરેલા નામની બાળકી શરદી ઉધરસ થતા હોસ્પિટલ લઈ જવાને બદલે મંદિરે લઈ જવામાં આવી સુરેન્દ્રનગરના વડગામ ખાતેના મંદિરે 10 માસની બાળકીને અપાયા ડામ ગરમ સોઈ કરી પેટના ભાગે આપ્યા ડામ સોઈના ડામથી બાળકી સ્વસ્થ ન થતા ગંભીર હાલતમાં રાજકોટ કે.ટી.ચિલ્ડ્રન હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે

  • 05 Aug 2023 08:52 AM (IST)

    પ્રવાસન ક્ષેત્રમાં ગુજરાતનો વાગ્યો ડંકો

    વિદેશી પ્રવાસીઓને આકર્ષવામાં ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય બન્યું છે. વર્ષ 2022માં 13 કરોડથી વધુ પર્યટકોએ ગુજરાતની મુલાકાત લીધી છે. કેન્દ્ર સરકારના પ્રવાસન મંત્રાલયે આ આંકડા જાહેર કર્યા છે. ઇન્ડિય ટુરિઝમ સ્ટેટિસ્ટિક્સ-2023 દ્વારા આ અહેવાલ રજૂ કરવામાં આવ્યો છે. છેલ્લા 10 વર્ષમાં ગુજરાત વિદેશી પ્રવાસીઓની મુલાકાતમાં પણ અવ્વલ રહ્યુ છે.

  • 05 Aug 2023 08:20 AM (IST)

    જ્ઞાનવાપીમાં થોડા સમય બાદ શરૂ થશે સર્વે

    વારાણસીના જ્ઞાનવાપી પરિસરમાં ASIના સર્વેનો આજે બીજો દિવસ છે. ASIની ટીમ જ્ઞાનવાપી પહોંચી છે. આજે મુસ્લિમ પક્ષ સર્વેમાં સામેલ થશે. ASIની 40 સભ્યોની ટીમ બે પાળીમાં સર્વે કરશે.

  • 05 Aug 2023 08:13 AM (IST)

    મણિપુરના બિષ્ણુપુરમાં ત્રણના મોત

    મણિપુરના બિષ્ણુપુરમાં મોડી રાત્રે એક જ પરિવારના ત્રણ લોકોની હત્યા કરવામાં આવી હતી. પોલીસે આ અંગે માહિતી આપી છે. પોલીસ આ કેસની તપાસ કરી રહી છે.

  • 05 Aug 2023 08:02 AM (IST)

    Gujarat Weather Forecast : આજે ગાંધીનગર અને અમદાવાદમાં હળવો વરસાદ વરસે તેવી સંભાવના

    હવામાન વિભાગની આગાહી અનુસાર આજે શનિવારે સામાન્ય વરસાદની વરસે તેવી આગાહી વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 4 દિવસ રાજ્યમાં મધ્યમ વરસાદ વરસે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. તો આ તરફ કચ્છ અને સૌરાષ્ટ્રમાં છુટોછવાયો વરસાદ વરસે તેવી સંભાવના છે. તો આ તરફ છત્તીસગઢ તરફ ડિપ્રેશન બન્યું હોવાથી સામાન્ય વરસાદ વરસે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. તેમજ આ તરફ ગાંધીનગર અને અમદાવાદમાં છુટોછવાયો વરસાદ રહે તેવી શક્યતા છે. તો ભારે પવન અને વરસાદને કારણે આગામી 4 દિવસ ફિશરમેન દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે.

  • 05 Aug 2023 07:33 AM (IST)

    હાથરસમાં ભક્તોથી ભરેલી ટ્રેક્ટર ટ્રોલી અને ડમ્પર વચ્ચે અકસ્માત, 5 લોકોના ઘટનાસ્થળે જ મોત

    ઉત્તર પ્રદેશના હાથરસમાં એક ભયાનક માર્ગ અકસ્માત થયો છે. અહીં સહપાળમાં ટ્રેક્ટર અને ડમ્પર વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. આ અકસ્માતમાં પાંચ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા અને 21 લોકો ઘાયલ થયા હતા. બીજી તરફ, માહિતી મળતાની સાથે જ પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને ઘાયલોને નજીકની સરકારી હોસ્પિટલમાં દાખલ કર્યા હતા.

  • 05 Aug 2023 07:00 AM (IST)

    જમ્મુ-કાશ્મીર: કુલગામમાં આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ, ત્રણ જવાન શહીદ

    જમ્મુ-કાશ્મીરના કુલગામમાં આતંકવાદીઓ અને સુરક્ષાદળો વચ્ચેની અથડામણમાં સેનાના ત્રણ જવાનો શહીદ થયા છે. સેનાના અધિકારીઓએ આ અંગે માહિતી આપી હતી. તેમણે જણાવ્યું કે આ પહેલા આ ત્રણેય જવાનો આતંકીઓ સાથેની અથડામણમાં ઘાયલ થયા હતા. આ પછી તેમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા. પરંતુ ત્રણેયના સારવાર દરમિયાન મોત નિપજ્યા હતા. અધિકારીએ જણાવ્યું કે આ વિસ્તારમાં વધારાની ફોર્સ મોકલવામાં આવી છે અને સર્ચ ઓપરેશનને વધુ તીવ્ર બનાવી દેવામાં આવ્યું છે.

Published On - Aug 05,2023 6:41 AM

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">