31 જાન્યુઆરીના મહત્વના સમાચાર : વડોદરાના પાદરામાં ગેસ લાઈનની કામગીરી દરમિયાન ભેખડ ધસી 8 શ્રમિકો દટાયા, 1નુ મોત
આજે 31 જાન્યુઆરીને શુક્રવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

આજે 31 જાન્યુઆરીને શુક્રવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
LIVE NEWS & UPDATES
-
ટ્રેન નં. 22924 જામનગર-બાંદ્રા હમસફર એક્સપ્રેસ સવા 6 કલાક મોડી ઉપડશે
લિંક રેક મોડી ચાલવાને કારણે 31.01.2025ના રોજની ટ્રેન નં. 22924 જામનગર-બાંદ્રા હમસફર એક્સપ્રેસ, સવા છ કલાક મોડી એટલે કે 01.02.2025 ના રોજ જામનગરથી 02.30 વાગ્યે ઉપડશે.
-
જામનગરમાં જર્જરિત મકાનની છત ધરાશાયી થતા શ્રમિકનું મોત
જામનગરમાં જર્જરિત મકાનની છત ધરાશાયી થઈ હતી. જર્જરિત મકાનની છતના કાટમાળ હેઠળ એક મહિલા અને એક શ્રમિક દબાયા હતા. સારવાર દરમિયાન 40 વર્ષીય શ્રમિકનું મોત થયું હતું.
-
-
ભારતે ઈંગ્લેન્ડને જીતવા 182 રનનો ટાર્ગેટ આપ્યો
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ચોથી T20 મેચ પુણેના MCA સ્ટેડિયમ ખાતે રમાઈ રહી છે, જ્યાં ટીમ ઈન્ડિયાએ પ્રથમ બેટિંગ કરતા 9 વિકેટ ગુમાવી 181 રન બનાવ્યા હતા અને ઈંગ્લેન્ડ ને જીતવા 182 રનનો ટાર્ગેટ આપ્યો હતો. શિવમ દુબે અને હાર્દિક પંડયાએ ફિફ્ટી ફટકારી હતી, જ્યારે સાકિબ મહેમૂદે 3 વિકેટ લીધી હતી.
-
વડોદરાના પાદરામાં ગેસ લાઈનની કામગીરી દરમિયાન ભેખડ ધસી 8 શ્રમિકો દટાયા, 1નુ મોત
વડોદરાના પાદરા તાલુકાના મુવાલ ગામે શ્રમિકો દટાયા હતા. ગેસ લાઇનની કામગીરી દરમિયાન ભેખડ ધસી પડવાની ઘટના બનતા, ખાડામાં ઉતરેલા 8 શ્રમિકો દબાયા હતા. જેમા એક શ્રમિકનું ઘટના સ્થળ પર મોત થયું હતું. સ્થાનિક લોકોએ અન્ય એક શ્રમિકને બહાર કાઢી હોસ્પિટલ ખાતે ખસેડાયો છે. સમગ્ર ઘટનાને પગલે મોટી સંખ્યામાં લોક ટોળા દોડી આવ્યા હતા. વડુ પોલીસ ઘટના સ્થળે પહોંચી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
-
અમરેલી બોગસ લેટર કાંડના આરોપીઓનો આક્ષેપ, ભાજપના મોટા નેતાઓના નામ લેવા પોલીસે માર મારીને દબાણ કર્યું
અમરેલી લેટર કાંડ ને લઈ મહત્વના સમાચાર સામે આવ્યા છે. આ કેસના આરોપી એવા મનીષ વઘાસીયા, અશોક માંગરોળીયા અને જીતુ ભાઈ ખાત્રા પોલીસ ભવન આવ્યા હતા. જ્યા તેમણે અમરેલી પોલીસ પર ગંભીર આક્ષેપ કરતા કહ્યું કે, પોલીસે લેટરકાંડમાં દિલીપ સંઘાણી, બાવકુ ઉંધાડ, અશ્વિન સાવલીયા, નારણ કાછડીયા, મુકેશ સંઘાણી, હીરેન હીરપરાનું નામ લેવા દબાણ કર્યું હતુ. મોટા નેતાઓના નામ લેવા માટે પોલીસે દબાણ કરી માર માર્યો હોવાનો પણ આક્ષેપ કર્યો છે. એસપીની હાજરીમાં માર મારી સાયબર સેલના પીઆઈએ દબાણ કર્યું હોવાનું બોગલ લેટરકાંડના આરોપીઓએ જણાવ્યું હતું.
-
-
મોરબીના હળવદના ભવાનીનગર ઢોરા નજીક આખલાને કારણે બાઈક ચાલકનુ મોત
મોરબીના હળવદના ભવાનીનગર ઢોરા નજીક આખલાને કારણે એક વ્યક્તિનું મોત થયું છે. વેગડવાવ રોડ પર આખલો આડો ઊતરતા બાઈકચાલકનું મોત થયું છે. ગંભીર ઈજાગ્રસ્ત થયેલા બાઈક ચાલકને સારવાર અર્થે હોસ્પિટલે ખસેડાવામાં આવ્યો હતો. ઇજાગ્રસ્તનુ સારવાર દરમિયાન મોત થયું છે.
-
પુણેમાં ઈંગ્લેન્ડે જીત્યો ટોસ, ભારત પહેલા કરશે બેટિંગ
પહેલી 3 મેચમાં ટોસ હાર્યા બાદ ઈંગ્લેન્ડના કેપ્ટન જોસ બટલરે શ્રેણીમાં પહેલી વાર ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. ઈંગ્લેન્ડે 2 ફેરફારો કર્યા છે – માર્ક વુડ અને જેમી સ્મિથ બહાર છે, જ્યારે સાકિબ મહમૂદ અને જેકબ બેથેલને તક મળી છે. ટીમ ઈન્ડિયાએ 3 ફેરફારો કર્યા છે. સ્ટાર ફાસ્ટ બોલર મોહમ્મદ શમીને માત્ર એક મેચ પછી પડતો મૂકવામાં આવ્યો છે, જ્યારે વોશિંગ્ટન સુંદર અને ધ્રુવ જુરેલને પણ પડતો મૂકવામાં આવ્યા છે. તેમના સ્થાને અર્શદીપ સિંહ અને રિંકુ સિંહની વાપસી થઈ છે, જ્યારે શિવમ દુબે જુલાઈ પછી પહેલી વાર ટીમ ઈન્ડિયામાં વાપસી કરી રહ્યો છે.
-
ચેઈન સ્નેચિંગના ગુનામાં મધ્યપ્રદેશનાં પૂર્વ ધારાસભ્યના પુત્રની ધરપકડ
મધ્યપ્રદેશનાં પૂર્વ ધારાસભ્યના પુત્રની ચેઈન સ્નેચિંગના ગુનામાં પોલીસે ધરપકડ કરી છે. અમદાવાદના ઘાટલોડિયા પોલીસે પ્રદ્યુમનસિંહ ચંદ્રાવતની ધરપકડ કરી છે. ચેઈન સ્નેચિંગના ગુનામાં પોલીસે ધરપકડ કરી છે. આરોપીએ રાજવી ટાવર પાસેથી મહિલાના ગળામાંથી મંગળસૂત્ર ખેચીને ફરાર થયો હતો. પોલીસે સીસીટીવી ફૂટેજ આધારે ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.
-
Gandhinagar News : ગુજરાતના નવા ચીફ સેક્રેટરી બનતા પંકજ જોષી
ગુજરાતના નવા ચીફ સેક્રેટરી તરીકે પંકજ જોષીએ આજે ચાર્જ સંભાળ્યો છે. પંકજ જોષી આજથી ગુજરાત રાજ્યના નવા મુખ્ય સચિવ બન્યા છે. અગાઉ પંકજ જોષી મુખ્યપ્રધાન કાર્યાલયમાં કાર્યરત હતા. રાજ્યના ચીફ સેક્રેટરીપદેથી રાજકુમાર આજે નિવૃત્ત થતા, તેમના સ્થાને પંકજ જોષીએ ચાર્જ સંભાળ્યો છે.
-
Gandhinagar News : SMCના પોલીસ સ્ટેશનમાં દારુના ધંધા સાથે સંકળાયેલ ટોળકીના 10 સામે ગુજસીટોક હેઠળ નોંધાઈ ફરિયાદ
ગાંધીનગરમાં નવા બનેલા SMCના પોલીસ સ્ટેશનમાં ગુનેગારો વિરુદ્ધ કાર્યવાહી શરૂ કરી દેવાઈ છે. દારુના ધંધા સાથે સંકળાયેલા બુલગેર આશીષ ઉર્ફે આશુ અગ્રવાલ, વિનોદ ઉર્ફે વિજય સિંધી અને તેની ગેંગ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે. આ ટોળકીના કુલ 10 સભ્યો વિરુદ્ધ ગુજસીટોક કલમ હેઠળ નોંધાઈ ફરિયાદ. ટોળકી વિરુદ્ધ દારૂની હેરાફેરી, દારૂના વેચાણ માટે વાહનોમાં ખોટી નંબર પ્લેટ, ખોટા ડોક્યુમેન્ટ સહિતના ગુનાઓ આચરવામાં આવતા હતા. ગેંગ વિરુદ્ધ અત્યાર સુધી 500 થી વધુ ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે. ટોળકીના 10 સભ્યો વિરુદ્ધ ગાંધીનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ.
-
Vadodara News : વડોદરાના કરજણ, વરણામા અને મંજુસર પોલીસ સ્ટેશનની હદમાં ઝડપાયો દારુ
વડોદરા જિલ્લાના કરજણ, વરણામા અને મંજુસર પોલીસ સ્ટેશનની હદમાંથી દારૂનો જથ્થો ઝડપાયો છે. 4 કન્ટેનરમાંથી 77 હજારથી વધુ વિદેશી દારૂની બોટલ ઝડપાઇ છે. વડોદરા જિલ્લા LCBએ કન્ટેનર બેરલ બોટલ સહિત 1.78 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
-
Dahod News : દેવગઢબારિયા ખાતે ટાયરના શોરૂમમાં લાગી વિકરાળ આગ
દાહોદના દેવગઢબારિયા ખાતે ટાયરના શોરૂમમાં આગ લાગી છે. ધાનપુર રોડ વિસ્તારમાં આવેલ ટાયરના ખાનગી શોરૂમમાં આગ લાગી હતી. આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા, દૂર દૂર સુધી ધુમાડાના ગોટા જોવા મળ્યા હતા. દાહોદ , ગોધરાના ફાયર વિભાગની ટીમ આગને કાબૂમાં લેવા માટે ઘટના સ્થળે પહોંચી હતી. નગરપાલિકા ચીફ ઓફિસર સહિતનો સ્ટાફ પણ આગની ઘટનાને પગલે ઘટનાસ્થળે દોડી ગયો હતો.
-
સુરતઃ ઉધનામાં કાશીનગર સોસાયટીમાં ગેસ સિલિન્ડરની ચોરી
સુરતઃ ઉધનામાં કાશીનગર સોસાયટીમાં ગેસ સિલિન્ડરની ચોરી થઇ. સગીરે ટેમ્પોમાંથી 3 ગેસ સિલિન્ડરની ચોરી કરી. સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ છે. સ્થાનિકોએ સગીરને પકડી મેથીપાક ચખાડ્યો. સ્થાનિકોએ સગીરને પોલીસના હવાલે કર્યો. પોલીસે સિલિન્ડર ચોરી કરનાર સગીરની અટકાયત કરી છે.
-
વડોદરા: ડભોઈના ગામડી ગામમાં ટ્રેનની અડફેટે દીપડાનું મોત
વડોદરા: ડભોઈના ગામડી ગામમાં ટ્રેનની અડફેટે દીપડાનું મોત થયુ છે. ચાંદોદ પાસે ટ્રેનની અડફેટે દીપડાના મોતની ત્રીજી ઘટના બની છે. ઓરસંગ નદી ઉપરથી પસાર થતા રેલવે બ્રિજ પર ઘટના બની. મોડી રાત્રે સ્ટેચ્યૂ ઓફ યુનિટી જતી ટ્રેનની અડફેટે દીપડાનું મોત થયું. નેચર હેલ્પ ફાઉન્ડેશન અને વન વિભાગ ઘટના સ્થળે દોડી આવ્યું. પોસ્ટમાર્ટમબાદ વન વિભાગ દ્વારા દીપડાના અગ્નિસંસ્કાર કરાયા.
-
સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને ભાજપે કરી પહેલી યાદી જાહેર
સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને ભાજપે કરી પહેલી યાદી જાહેર કરી છે. સ્થાનિક સ્વારજની ચૂંટણીને લઇ બેઠકો જાહેર કરી છે. વલસાડ નપાની તમામ બેઠકો માટે યાદી જાહેર કરાઈ છે. વલસાડ તાલુકા પંચાયતની પેટા ચૂંટણીના ઉમેદવારના નામની યાદી જાહેર કરાઇ. વલસાડની ધરમપુર, પારડી અને વલસાડ નપાના ઉમેદવારના નામ જાહેર. તો બોટાદ અને ગઢડા પાલિકાના ઉમેદવારના નામ જાહેર કર્યા છે.
-
ત્રીજા કાર્યકાળમાં કામ 3 ગણું ઝડપથી આગળ વધી રહ્યું છે – રાષ્ટ્રપતિ મુર્મુ
બજેટ સત્રમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ સંસદમાં સંબોધન કરી રહ્યા છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કહ્યું કે તેઓ મહાકુંભ અકસ્માત પર દુઃખ વ્યક્ત કરે છે. ઘાયલોના ઝડપથી સ્વસ્થ થવાની હું પ્રાર્થના કરું છું. દેશ ઝડપથી નિર્ણયો લઈ રહ્યો છે. ત્રીજા ટર્મમાં કામ 3 ગણું ઝડપથી થઈ રહ્યું છે. ગરીબોને આવાસ આપવા માટે પગલાં લેવામાં આવ્યા છે. સરકાર ગામડાઓમાં ગરીબોના વિકાસ માટે પ્રતિબદ્ધ છે.
-
જમ્મુ-કાશ્મીરના પૂંછમાં એન્કાઉન્ટર, ત્રણ આતંકવાદીઓ ઠાર
જમ્મુ અને કાશ્મીરના પૂંછમાં એક એન્કાઉન્ટર થયું છે. સુરક્ષા દળોએ ત્રણ આતંકવાદીઓને ઠાર માર્યા છે. જણાવવામાં આવી રહ્યું છે કે ગુરુવારે સાંજે આતંકવાદીઓનું એક જૂથ નિયંત્રણ રેખા પાર કરીને ભારતીય ક્ષેત્રમાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહ્યું હતું.
-
પ્રયાગરાજ: મહાકુંભમાં ભાગદોડને લઈ મોટો દાવો
મહાકુંભમાં મૌની અમાવસ્યાની રાત્રે મચેલી ભાગદોડે અનેક સવાલ ઉભા કર્યા છે. તંત્રના જણાવ્યા મુજબ, ભાગદોડ માત્ર સંગમ નોજ પર થઈ અને જેમાં 30 લોકોનાં મોત થયાં. જો કે, હવે પ્રત્યક્ષદર્શીઓએ વધુ કેટલાક ચોંકાવનારા દાવા કર્યા છે અને કહ્યું છે કે, માત્ર એક નહીં પરંતુ બે જગ્યાએ ભાગદોડ મચી હતી. મૌની અમાવસ્યાએ વહેલી સવારે 4 વાગ્યા આસપાસ ઝૂંસીના સેક્ટર-21માં ભાગદોડ મચી હતી. ઝૂંસીમાં થયેલી ભાગદોડમાં લોકોનાં મોત નીપજ્યાંનો પણ દાવો કરાઈ રહ્યો છે.. એક પ્રત્યક્ષદર્શીના જણાવ્યા અનુસાર, તેણે 5 મૃતદેહો તો પોતાની આંખે જોયા છે. તો અન્ય કેટલાક લોકોએ જણાવ્યું કે, ઝૂંસીમાં થયેલી ભાગદોડમાં કુલ 10 લોકોના મોત થયા છે.
-
દાહોદઃ સંજેલી તાલુકામાં મહિલા પર અત્યાચાર
દાહોદઃ સંજેલી તાલુકામાં મહિલા પર અત્યાચારની ઘટના સામે આવી છે. ઢાલસૂમળ ગામે 35 વર્ષિય મહિલા પર અત્યાચાર થયો. પરણિત મહિલા તેના પ્રેમીને મળવા જતાં વરઘોડો કાઢ્યો. 15 વ્યક્તિઓના ટોળાએ ઘરમાંથી કાઢી ગામમાં ફેરવી. મહિલાને અર્ધનગ્ન હાલતમાં બાઈક પર બેસાડી ગામમાં ફેરવી. મહિલાને માર માર્યો હોવાનો પણ દાવો છે. પોલીસે ફરિયાદને આધારે 15 લોકો વિરુદ્ધ નામજોગ ગુનો નોંધ્યો.
-
સુરેન્દ્રનગરના રતનપરમાં પથ્થરમારો
સુરેન્દ્રનગરના રતનપરમાં પથ્થરમારો થયાની ઘટના સામે આવી છે. સામાજીક પ્રસંગ દરમિયાન અથડામણ બાદ પથ્થરમારો થયો. અંગત અદાવતમાં પથ્થરમારો કર્યો હોવાનું સામે આવ્યુ છે. 5 જેટલી ગાડીઓને પણ નુકસાન પહોંચાડવામાં આવ્યું છે. પોલીસે 23 ઈસમો સામે ફરિયાદ દાખલ કરી છે. પોલીસે ઘટના સ્થળેથી પાઈપ, ધોકા જોવા હથિયારો પણ કબજે કર્યા.
-
અમદાવાદઃ GTUના પૂર્વ રજિસ્ટ્રાર એસ. ડી પંચાલ ટર્મિનેટ
અમદાવાદઃ GTUના પૂર્વ રજિસ્ટ્રાર એસ. ડી પંચાલને ટર્મિનેટ કરવામાં આવ્યા છે. જાતિય સતામણી મામલે તેમને ટર્મિનેટ કરવામાં આવ્યા છે. હાલમાં એસ ડી પંચાલ પ્રોફેસર છે. તપાસ રિપોર્ટમાં પ્રોફેસર સામેના આરોપ સાચા ઠરતા GTUએ ટર્મિનેટ કર્યા.
-
મહાકુંભમાં થયેલી ભાગદોડની તપાસ માટે ટીમ આજે પ્રયાગરાજ પહોંચશે
મહાકુંભમાં ભાગદોડની ઘટના અંગે ન્યાયિક તપાસ ટીમ 31 જાન્યુઆરીએ પ્રયાગરાજ પહોંચશે. ન્યાયિક પંચના સભ્યો શુક્રવારે સવારે લખનૌથી રવાના થશે અને બપોરે 1 વાગ્યે પ્રયાગરાજ પહોંચશે અને અધિકારીઓ સાથે બેઠક કરશે, ત્યારબાદ તેઓ ઘટના સ્થળની પણ મુલાકાત લેશે.
Published On - Jan 31,2025 7:24 AM