
આજે 30 જૂન શુક્રવારના રોજ ગુજરાત સહિત દેશના વિવિધ રાજ્યો તમામ અપડેટસ તેમજ આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
અમદાવાદ સહીત રાજ્યના વિવિધ શહેરો, વરસાદને કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાયા બાદ, મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે સ્થિતિની સમીક્ષા કરવા પહોચ્યા હતા. જ્યા ઉચ્ચ અધિકારીઓ સાથે વરસાદને લઈને સર્જાયેલ રાજયની વર્તમાન સ્થિતિની સમીક્ષા કરી છે.
આજ રોજ સાંજે અમદાવાદ શહેરમાં વરસેલા સાર્વત્રિક વરસાદને, શહેરના અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. અમદાવાદ શહેરમાં ભરાયેલ પાણીના નિકાલ માટે સત્તાવાળાઓને સાબરમતી નદી ઉપર વાસણા ખાતે બનાવેલ બેરેજ ના 7 દરવાજા ખોલવાની ફરજ પડી હતી. વાસણા બેરેજના સાત દરવાજામાંથી 14861 ક્યુસેક્સ પાણી સાબરમતી નદીમાં છોડવામાં આવતા, અમદાવાદ શહેરમાં ભરાયેલા વરસાદી પાણી ઓસર્યા હતા.
અમદાવાદમાં પશ્ચિમ વિસ્તારમાં સમીસાંજે વરસેલા ભારે વરસાદને કારણે, મિઠાખળી, પરિમલ અને અખબારનગર અન્ડરબ્રિજમાં પાણી ભરાઈ જતા, વાહનચાલકો માટે આ ત્રણેય અન્ડરબ્રિજ બંધ કરી દેવાયા છે. અમદાવાદ મ્યુ. કોર્પોરેશન દ્વારા, અન્ડરબ્રિજમાંથી ઝડપથી પાણી ઓસરે તે માટે ઈલેક્ટ્રીક મોટર મુકીને પાણી ખેંચવામાં આવી રહ્યું છે.
ગુજરાતમાં 30 જુલાઈ સુધીમાં ભારે વરસાદની હવામાન વિભાગે કરેલ આગાહી અનુસાર ગુજરાતના વિવિધ વિસ્તારમાં આજે શુક્રવારે વરસાદ વરસ્યો છે. આજે સવારના 6 વાગ્યાથી રાત્રિના આઠ વાગ્યા સુધીમાં, 163 તાલુકામાં એક મિલી મીટરથી લઈને 14 ઈંચ સુધીનો વરસાદ વરસ્યો છે. સૌથી વઘુ વરસાદ જૂનાગઢના વિસાવદરમાં વરસ્યો છે. વિસાવદરમાં રાત્રિના 8 વાગ્યા સુધીમાં 365 મિલી મીટર નોંધાયો છે.
આગામી 5 દિવસ સુધી મહારાષ્ટ્રમાં જુદા-જુદા જીલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદની (Heavy Rain) આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. હવામાન વિભાગ (IMD) એ જણાવ્યું કે, 2 જુલાઈથી વરસાદનો નવી ઈનિંગ શરૂ થશે અને વરસાદની તીવ્રતા વધશે. મુંબઈમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. મુંબઈ-અમદાવાદ હાઈવે પર પાણી ભરાવાને કારણે 10થી 15 કિલોમીટર સુધી વાહનોની લાઈન લાગી ગઈ છે. પુણેમાં રસ્તાઓ પર પાણી ભરાતા ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ છે. નાશિકમાં ભારે વરસાદને કારણે ડુંગળીના પાકમાં નુકશાન થયું છે.
રાયગઢના બીરવાડીમાં ખડક ખસી જવાને કારણે ત્રણ ગામોનો સંપર્ક તૂટી ગયો છે. રત્નાગીરીના ઘેડમાં જગબુડી નદીનું પાણી ખતરાના નિશાનથી ઉપર વહી રહ્યું છે. રત્નાગીરીના સંગમેશ્વરમાં જ 29 ગામોમાં ભૂસ્ખલનની શક્યતા વ્યક્ત કરતા ચેતવણી જાહેર કરવામાં આવી છે. ભંડારાના ગોસીખુર્દ ડેમમાં પાણી ભરાતા ત્રણ દરવાજા ખોલવામાં આવ્યા છે.
પૂર્વ વિસ્તારમાં છાશવારે અસામાજિક તત્વોના આતંકની ઘટના સામે આવી રહી છે. આ તોફોની તત્વોને પોલીસ કે કાયદાનો કોઈ ડર ન રહ્યો હોય તેમ સમગ્ર વિસ્તારને બાનમાં લઈ આતંક મચાવતા રહે છે. ઓઢવમાં લુખ્ખા તત્વોના આતંકની વધુ એક ઘટના સામે આવી છે. ઓઢવના અર્બુદાનગરમાં અસામાજિક તત્વોએ વાહનોમાં તોડફોડ કરી દહેશત મચાવી હતી. બાઈક પર આવેલા 7-8 શખ્સોએ વાહનોમાં તોડફોડ મચાવી હતી. હાલ પોલીસે ઘટનાસ્થળના CCTV ફુટેજને આધારે આ તોફાની તત્વોની શોધખોળ હાથ ધરી છે.
સમગ્ર ઘટનાક્રમ અનુસાર અર્બુદાનગરમાં 3 જેટલી બાઈક પર આવેલા અસામાજિક તત્વોએ લાકડીઓ અને ખુલ્લી તલવારોથી તોડફોડ કરી હતી. સોસાયટીમાં પાર્ક કરેલી 8 જેટલી કાર અને એક લોડિંગ રિક્ષાના કાચ પણ તોડી નાખ્યા હતા. અચાનક તોડફોડના અવાજથી સ્થાનિક રહીશો ગભરાઈ ગયા અને બહાર નીકળ્યા તો વાહનોમાં તોડફોડ કરીને લુખ્ખા તત્વો ફરાર થઇ ગયા હતા.
જામકંડોરણામાં 5 ઇંચ વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. જલારામ મંદિર વિસ્તાર અને રહેણાંક મકાનોમાં પાણી ઘુસ્યા છે. ઉતાવળી નદીના પાણી ઘરોમાં ઘુસી જતા ઘરવખરીને નુકસાન થયું હોવાનું પણ સામે આવ્યું છે. અનાજ અને કરિયાણા સહિતની વસ્તુઓ પલળી ગઈ હોવને લઈ લોકો પરેશાન થયા હતા.
છેલ્લા 24 કલાકની વાત કરવામાં આવે તો રાજકોટ જિલ્લામાં સાર્વત્રિક મેઘમહેર જામી હતી. છેલ્લા 24 કલાકમાં નોંધાયેલો વરસાદ જેમાં જામકંડોરણા તાલુકામાં 6 ઇંચ વરસાદ, રાજકોટ શહેરમાં ધોધમાર 2 ઇંચ વરસાદ પડ્યો, પડધરી તાલુકામાં 3 ઇંચ વરસાદ, લોધિકા તાલુકામાં 1 ઇંચ વરસાદ, જસદણ તાલુકામાં 2.5 ઇંચ, કોટડાસાંગાણી તાલુકામાં સવા ઇંચ, ગોંડલ તાલુકામાં સવા 2 ઇંચ વરસાદ, ઉપલેટામાં 5 ઇંચ વરસાદ, ધોરાજીમાં 5.5 ઇંચ વરસાદ, જેતપુરમાં સવા 5 ઇંચ વરસાદ પડ્યો છે.
દિલ્હીની અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal) સરકાર અધિકારીઓની ટ્રાન્સફર-પોસ્ટિંગ અંગે કેન્દ્ર દ્વારા લાવવામાં આવેલા વટહુકમ સામે સુપ્રીમ કોર્ટમાં (Supreme Court) પહોંચી છે. દિલ્હી સરકારે પોતાની અરજીમાં કેન્દ્ર સરકારના વટહુકમને ગેરકાયદે અને ગેરબંધારણીય ગણાવ્યો છે. દિલ્હી સરકારે આ અરજી પર તાત્કાલિક સુનાવણી કરતા વટહુકમ પર પ્રતિબંધ લગાવવાની માગ કરી છે. આ સાથે આમ આદમી પાર્ટીએ 3 જુલાઈએ વટહુકમની કોપી સળગાવવાનો પણ નિર્ણય કર્યો છે.
આ પહેલા 11 મેના રોજ સુપ્રીમ કોર્ટે કેજરીવાલ સરકારની અરજી પર પોતાનો ચુકાદો આપતા પોલીસ, જાહેર વ્યવસ્થા અને જમીન સંબંધિત બાબતો સિવાય દિલ્હીમાં તમામ સેવાઓની નિયંત્રણ સત્તા ચૂંટાયેલી સરકારને સોંપવાનો આદેશ આપ્યો હતો. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે દિલ્હીમાં અધિકારીઓની બદલી-પોસ્ટિંગ કરવાનો અધિકાર દિલ્હી સરકાર પાસે છે. આ સાથે કોર્ટે એ પણ સ્પષ્ટ કર્યું હતું કે લેફ્ટનન્ટ ગવર્નર દિલ્હીની ચૂંટાયેલી સરકારના દરેક અધિકારમાં હસ્તક્ષેપ કરી શકે નહીં.
ભારે વરસાદ સાથે જાણે આફતગઢ બની ગયું હોય તેવી સ્થિતિ ઊભી થઈ છે. ગણતરીના કલાકોમાં જ 10 ઈંચથી વધુના વરસાદથી જૂનાગઢ જળબંબાકાર થઈ ગયું. જૂનાગઢમાં વરસાદી પાણીના કહેરની ભયાનક તસવીરો ભાગ્યે સામે આવી છે. ગણતરીના કલાકોમાં જ આકાશમાંથી એટલું પાણી વરસ્યું કે તબાહીને કોઈ ન અટકાવી શક્યું.
જૂનાગઢની દૂરવેશનગર સોસાયટીમાં પાણીનો વહેતો પ્રવાહ જોઈને ડરી જવાય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. પ્રચંડ અવાજ સાથે પાણીનો ધસમસતો પ્રવાહ જોતા લાગે કે બે કાંઠે કોઈ નદી પસાર થઈ રહી છે. સંખ્યાબંધ મકાનો વચ્ચેથી પાણીની ફૂલ સ્પીડ ખરેખર બિહામણી લાગી રહી હતી. ત્યારે સવાલ થાય કે કોના પાપે જૂનાગઢ પાણીમાં ડૂબ્યું ? સ્થાનિકોનો આરોપ છે કે વરસાદી પાણી વચ્ચે સર્જાયેલી આફત કુદરત કરતા માનવસર્જિત વધારે હતી.
મણિપુરમાં હિંસા (Manipur Violence) ફાટી નીકળ્યાને બે મહિના વીતી ગયા છે, પરંતુ ત્યાં સ્થિતિ હજુ પણ તંગ છે. રાજ્યમાં હિંસાથી પ્રભાવિત હજારો લોકોને રાહત શિબિરોમાં રાખવામાં આવ્યા છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી (Rahul Gandhi) મણિપુરની બે દિવસની મુલાકાતે છે અને આજે બીજા દિવસે તેમણે મોઇરાંગમાં ઘણી રાહત શિબિરોની મુલાકાત લીધી અને હિંસાથી પ્રભાવિત લોકોને પણ મળ્યા હતા.
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી શુક્રવારે મણિપુરના રાજ્યપાલને મળ્યા હતા અને રાજ્યની સ્થિતિ પર ચિંતા વ્યક્ત કરી હતી. બેઠક બાદ મીડિયા સાથે વાત કરતા રાહુલે કહ્યું કે હું અહીં શાંતિ સ્થાપવાના ઉદ્દેશ્ય સાથે આવ્યો છું, રાજ્યને આ સમયે શાંતિની જરૂર છે, હિંસાથી કંઈ થશે નહીં. રાહુલ ગાંધીએ કહ્યું કે અહીં રાહત શિબિરમાં સુધારો કરવાની જરૂર છે, ખોરાક અને દવાઓની અછત છે. સરકારે આ તરફ ધ્યાન આપવું જોઈએ.
इन मासूमों पर नफरत की आंच नहीं पड़ने देंगे।
📍 मोइरांग, मणिपुर pic.twitter.com/dfn7bRhn2w
— Congress (@INCIndia) June 30, 2023
રાજ્યની સૌથી મોટી યુનિવર્સીટી ગુજરાત યુનિવર્સિટીને નવા કુલપતિ ડૉ નિરજા ગુપ્તા મળ્યા છે. જૂન અંતમાં હાલના કુલપતિ ડૉ. હિમાંશુ પંડ્યાની ટર્મ પૂર્ણ થઈ રહી હતી. અંતિમ દિવસે જ શિક્ષક વિભાગે પરિપત્ર કરી ડૉ.નિરજા ગુપ્તાને ગુજરાત યુનિવર્સીટીના નવા કુલપતિ તરીકે જાહેર કર્યા છે. ડૉ નિરજા ગુપ્તા ગુજરાત યુનિવર્સીટીના ઇતિહાસના પ્રથમ મહિલા કુલપતિ છે.
1949 માં સ્થાપિત રાજ્યની સૌથી મોટી ગુજરાત યુનિવર્સીટીના 18 માં કુલપતિ તરીકે મૂળ અમદાવાદી અને સાંચી યુનિવર્સિટી ઓફ બુધ્ધિસ્ટ-ઇન્ડિક સ્ટડી, સાંચી, મધ્યપ્રદેશ ના કુલપતિ ડૉ નિરજા ગુપ્તાની પસંદગી કરાઈ છે. 30 જૂને ડૉ હિમાંશુ પંડ્યાની કુલપતિ તરીકેની ટર્મ પૂર્ણ થઈ રહી હતી. એજ સાંજે નિરજા ગુપ્તાની પસંદગી ત્રણ વર્ષ કે 65 વર્ષ બંને માંથી જે જલ્દી થાય ત્યાં સુધી કરાઈ છે.
અમદાવાદના વિવિધ વિસ્તારોમાં વરસાદની શરૂઆત થઈ છે. આગામી ત્રણ કલાક વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા પણ કરવામાં આવી છે. અમદાવાદ સહીત દ્વારકા, પોરબંદર, જામનગર, મોરબી, અમરેલી, જૂનાગઢ, ભાવનગર, બોટાદ, સુરેન્દ્ર નગર, અમરેલી, સુરત, તાપી, વલસાડ, નવસારી, દાદરા અને નગર હવેલીમાં વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.
આંધ્રપ્રદેશમાં શુક્રવારે એક મોટી દુર્ઘટના બની છે. વિશાખાપટ્ટનમના બાહરી વિસ્તાર અનાકાપલ્લી જિલ્લાના અચ્યુતાપુરમ SEZમાં સાહિતી ફાર્મા યુનિટમાં રિએક્ટર બ્લાસ્ટ થયો છે, જેમાં બે લોકોના મોત થયા હોવાનું કહેવાય છે. જો કે હજુ સુધી આ બાબતની સત્તાવાર પુષ્ટિ થઈ નથી. ત્યારે આગ પર કાબૂ મેળવવા માટે 8 ફાયર એન્જિન ઘટના સ્થળે મોકલવામાં આવ્યા છે. ઘણા લોકો યુનિટની અંદર ફસાયા હોવાની આશંકા છે કારણ કે આ વિસ્તારમાં ધુમાડાના ગોટેગોટા ફેલાઈ રહ્યા છે.
સમાચાર એજન્સીના અહેવાલ અનુસાર, પોલીસ અધિક્ષક અનાકપલ્લી મુરલી કૃષ્ણાએ જણાવ્યું છે કે અચાનક રિએક્ટરમાં વિસ્ફોટ થવાથી આગ લાગી હતી. જિલ્લા ફાયર ઓફિસર, લક્ષ્મણ રાવનું કહેવું છે કે 8 ફાયર એન્જિન ઘટનાસ્થળે પહોંચી ગયા છે અને વધુ ચાર રસ્તા પર છે.
ઉત્તરાખંડના જોશીમઠ (Joshimath) બાદ હવે ઉત્તરકાશી જિલ્લામાં ભૂસ્ખલનનો ખતરો ઉભો થયો છે. ચોમાસાની શરૂઆતથી જ ઉત્તરાખંડમાં સતત ભારે વરસાદને વરસી રહ્યો છે. જેના કારણે ઉત્તરકાશી જિલ્લાના મસ્તડી ગામમાં જમીન ધસી જવાને કારણે ગામના અનેક ઘરોમાં તિરાડો જોવા મળી રહી છે. જમીન ધસી પડવાથી અને ત્યારબાદ તેમના મકાનોમાં તિરાડો પડવાને કારણે ગામના લોકોમાં ગભરાટ ફેલાયો છે.
સ્થાનિક મીડિયાના અહેવાલો અનુસાર, મસ્તડી ગામમાં લગભગ 30 ઘરોમાં તાજેતરમાં તિરાડો પડી છે. ઘરોમાં તિરાડો પડી જવાથી લોકો ચિંતિત છે અને વહીવટીતંત્ર પાસેથી તાત્કાલિક સુરક્ષાના પગલાં લેવાની માગ કરી રહ્યા છે. અહેવાલ મુજબ ઉત્તરકાશી જિલ્લાના મસ્તડી ગામમાં તિરાડોના કારણે સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ છે. મસ્તડી ગામના પ્રધાન સત્યનારાયણ સેમવાલે કહ્યુ કે ગામના ઘણા ઘરોમાં તિરાડો પડી છે, જે ચિંતાનો વિષય છે. અમને ચિંતા છે કે ભવિષ્યમાં શું થશે, જો તિરાડોને કારણે ખતરો વધશે તો લોકો કેવી રીતે જીવન જીવશે.
ઉત્તર પૂર્વીય રાજ્ય મણિપુર લગભગ છેલ્લા ત્રણ મહિનાથી વંશીય હિંસાની પકડમાં છે. હિંસા અંગે સતત ટીકાનો સામનો કરી રહેલા મણિપુરના મુખ્ય પ્રધાન એન.બિરેન સિંહે હવે રાજીનામું નહીં આપવાનો નિર્ણય લીધો છે. મણિપુરના સીએમ બિરેન સિંહે ટ્વીટ કર્યું છે કે હું મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું નહીં આપું.
…I will not be resigning from the post of CM,” tweets Manipur Chief Minister N. Biren Singh#Manipur #TV9News pic.twitter.com/UsyqSWfQHL
— Tv9 Gujarati (@tv9gujarati) June 30, 2023
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે (Amit Shah) રાજસ્થાનના ઉદયપુરમાં રેલીને સંબોધિત કરતા કોંગ્રેસ (Congress) પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે કહ્યું કે રાહુલ ગાંધી વિદેશમાં જઈને ભારતની નિંદા કરે છે. જો કોંગ્રેસ આ રસ્તે ચાલતી રહેશે તો નોર્થ ઈસ્ટની જેમ સમગ્ર ભારતમાંથી કોંગ્રેસનો સફાયો થશે. અમિત શાહે કન્હૈયાલાલ કેસને લઈને રાજસ્થાન સરકાર પર પણ આરોપ લગાવ્યા છે.
અમિત શાહે કહ્યું કે અશોક ગેહલોતની સરકારે રાજ્યમાં વંશવાદ અને જાતિવાદનો વિકાસ કર્યો છે. સરકારે તુષ્ટિકરણની રાજનીતિ કરીને રાજ્યમાં હિંસાનો તાંડવ ઉભો કરવાનું કામ કર્યું છે. આ જ કારણ છે કે આજે રાજ્યની જનતા ક્ષોભમાં છે. પીએમ મોદીએ પોતાની સારી નીતિઓ દ્વારા દેશને પ્રગતિના પંથે આગળ ધપાવ્યો છે. અમારી વિચારધારાએ આ દેશને સુરક્ષિત બનાવ્યો છે.
સાબરડેરીની 59મી વાર્ષિક સભા મળી હતી. અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લાની દૂધ મંડળીઓના ચેરમેનની ઉપસ્થિતીમાં સામાન્ય સભા યોજવામાં આવી હતી. સભા દરમિયાન પશુપાલકો જેની રાહ જોઈ રહ્યા હતા. એ દૂધના વાર્ષિક ભાવ ફેર નફાની ટકાવારી જાહેર કરવામાં આવી હતી. દૂધ ઉત્પાદકોને ગત વર્ષ કરતા માત્ર અડધો ટકો ભાવફેર ઓછો ચૂકવવામાં આવશે. આમ સતત બીજા વર્ષે ભાવફેરની ટકા વારી 19 ટકાની નજીક રહી છે. ગત વર્ષે સાબરડેરીએ 19 ટકા ભાવફેર નફો વિતરણ કર્યો હતો. આ વર્ષે 18.5 ટકા ભાવફેર નફો વિતરણ કરવાની જાહેરાત કરી હતી.
ડેરીની સામાન્ય ચૂંટણી લડવાના પેટાકાયદામાં સુધારો બેઠકમાં કરવામાં આવ્યો હતો. સુધારો કરવાને લઈ કેટલીક દૂધ મંડળીઓએ નવા નિયમનો વિરોધ કર્યો હતો. નવા સુધારાને લઈ સાબરડેરીમાં ડિરેક્ટર બનવુ મુશ્કેલ થઈ શકે છે એવો ભય કેટલીક દૂધ ઉત્પાદક મંડળીઓના ચેરમેનોએ વિરોધ કર્યો હતો.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (Narendra Modi) 30 જુનના રોજ દિલ્હી યુનિવર્સિટી (DU)ના શતાબ્દી કાર્યક્રમમાં હાજરી આપી હતી અને વિદ્યાર્થીઓને સંબોધિત કર્યા હતા. પીએમ મોદીએ અહીં 3 ઈમારતોનો શિલાન્યાસ કર્યો અને યુનિવર્સિટીને અન્ય ભેટ પણ આપી હતી. પીએમ મોદીએ કહ્યું કે દિલ્હી યુનિવર્સિટી આવવું એ ઘર આવવા જેવું છે. આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે પીએમ મોદી દિલ્હી મેટ્રોમાં મુસાફરી કરને પહોંચ્યા હતા. મુસાફરી દરમિયાન પીએમ મોદીએ મેટ્રોમાં હાજર લોકો સાથે વાત પણ કરી હતી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મેટ્રોમાં મુસાફરી વિશે ટ્વિટ કર્યું હતું. તેમણે લખ્યું કે દિલ્હી મેટ્રોથી DUના કાર્યક્રમમાં જતી વખતે. યુવાનોને સહ-પ્રવાસીઓ તરીકે મળવાથી આનંદ થયો.
On the way to the DU programme by the Delhi Metro. Happy to have youngsters as my co-passengers. pic.twitter.com/G9pwsC0BQK
— Narendra Modi (@narendramodi) June 30, 2023
રાજકોટમાં ગઈકાલે સાંજે 13 વર્ષિય કિશોરીની હત્યા કરાયેલો મૃતદેહ મળી આવવાથી ચકચાર મચી જવા પામી છે. રાજકોટ અમદાવાદ હાઇવે પર રહેતા શ્રમિક પરિવારની દીકરી ગત 27 તારીખે લાકડા વીણવા ગયા બાદ ગુમ હતી. જેની પોલીસ ફરીયાદ નોંધાવી હતી. પોલીસ તપાસમાં 2 દિવસ બાદ આ કિશોરીનો મૃતદેહ આજીડેમ વિસ્તારમાં જ આવેલી અમૂલ નામના લેથના બંધ કારખાનામાંથી કોહવાઈ ગયેલી હાલતમાં મળી આવતા શહેર ભરમાં ચકચાર મચી જવા પામી છે.
આ ઉપરાંત બાળકી ગુમ થઈ ત્યારથી જ ધારાસભ્ય ઉદય કાનગડ પરિવારના સંપર્કમાં હતા અને મૃતદેહ મળ્યા બાદ પણ પોલીસ કમિશનર સાથે પોલીસ અધિકારીઓ સાથે સતત સંપર્કમાં છે. આરોપીની તાત્કાલિક ધરપકડ થાય તેવી સૂચના તેમણે આપી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે 1 જુલાઈના રોજ મધ્યપ્રદેશના પ્રવાસે છે. PMO દ્વારા જણાવવામાં આવ્યું હતું કે PM મોદી આવતીકાલે શહડોલમાં એક જાહેર કાર્યક્રમમાં હાજરી આપશે.કરશે.
Uniform Civil Code: દેશમાં હાલ યુનિફોર્મ સિવિલ કોડ (UCC)ને લઈને ચર્ચાએ જોર પકડ્યું છે. જુદા-જુદા પક્ષના નેતાઓ UCC ને લઈને નિવદનો આપી રહ્યા છે. હવે આ મુદ્દે કેન્દ્ર સરકાર પણ એક્શન મોડમાં આવી છે. સંસદીય સ્થાયી સમિતિએ કાયદા પંચ અને કાયદા મંત્રાલયના પ્રતિનિધિઓને યુનિફોર્મ સિવિલ કોડ અંગે ચર્ચા માટે 3 જુલાઈના રોજ બોલાવ્યા છે. સરકાર તેને જુલાઈથી શરૂ થનારા ચોમાસુ સત્રમાં જ રજૂ કરી શકે છે. કાયદાની પેનલ દ્વારા જાહેર કરવામાં આવેલી નોટિસ પર વિવિધ પક્ષો અને હિતધારકોના મંતવ્યો પણ તેના પર માંગવામાં આવ્યા છે.
ઈન્ડિયા ટુડેએ સૂત્રોને ટાંકીને જણાવ્યું છે કે, UCC બિલ ચોમાસુ સત્રમાં રજૂ કરવામાં આવી શકે છે. આ પછી, બિલ સંસદની સ્થાયી સમિતિમાં જશે, જે આ મુદ્દા પર વિવિધ હિતધારકોના અભિપ્રાય સાંભળશે અને પછી તેના પર વિચાર કરશે. કાયદા પંચે 14 જૂન, 2023ના રોજ યુસીસી અંગે નોટિસ જાહેર કરી હતી અને વિવિધ હિતધારકો પાસેથી મંતવ્યો માંગ્યા હતા.
ભારતના કેન્દ્રીય સંસ્કૃતિ અને પર્યટન મંત્રી જી. કિશન રેડ્ડી (G. Kishan Reddy) ન્યૂયોર્કમાં યોજાનાર સંયુક્ત રાષ્ટ્રના ઉચ્ચ સ્તરીય રાજકીય મંચ (HLPF)ને સંબોધિત કરશે. જી કિશન રેડ્ડીને 10 થી 14 જુલાઈ, 2023 દરમિયાન યોજાનાર કાર્યક્રમમાં બોલવા માટે આમંત્રિત કરવામાં આવ્યા છે.
સંયુક્ત રાષ્ટ્ર HLPF ની થીમ “કોરોના વાયરસ રોગ (COVID-19) થી પુનઃપ્રાપ્તિને વેગ આપવી અને તમામ સ્તરે ટકાઉ વિકાસ માટે 2030 એજન્ડાનો સંપૂર્ણ અમલીકરણ” હશે. કેન્દ્રીય મંત્રીનું સંબોધન 13 અને 14 જુલાઈના રોજ સંયુક્ત રાષ્ટ્રના મુખ્યાલયમાં થશે. જી કિશન રેડ્ડી એવા પ્રથમ ભારતીય પ્રવાસન મંત્રી છે જેમને HLPF તરફથી આ આમંત્રણ મળ્યું છે, તેઓ G-20 ટુરિઝમ અધ્યક્ષ તરીકે પણ ભાગ લેશે.
કચ્છની મુલાકાતે આવેલા પ્રભારી મંત્રી પ્રફૂલ પાનસેરીયાએ (Praful Pansheriya) પીજીવીસીએલના જોઈન્ટ એમડી પ્રીતિ શર્માનું સન્માન કરીને બિપરજોય વાવાઝોડા (Biparjoy Cyclone) દરમિયાન તેમની કામગીરીને બિરદાવી હતી. વાવાઝોડાના કપરા સમયે પ્રીતિ શર્માએ પ્રેગનેન્સીમાં (Pregnancy) પણ રાત દિવસ જોયા વગર પોતાની ફરજ અદા કરી હતી. પ્રભારી મંત્રીએ જણાવ્યું હતું કે, બિપરજોય વાવાઝોડા દરમિયાન હું અને આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ મોડી રાત સુધી કચ્છ કલેક્ટરની કચેરીએ પરિસ્થિતિની સમીક્ષાની કામગીરી કરી રહ્યા હતા. ત્યારે રાતના બે-બે વાગ્યા સુધી PGVCLના જોઈન્ટ એમડી પ્રીતિ શર્માએ કચેરીમાં હાજરી આપીને પોતાનું કર્તવ્ય નિભાવ્યું હતું.
દરેકની નજર ભારત દ્વારા યોજાનારી શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO) સમિટ પર છે. હવે આ અંગે વધુ એક મોટા સમાચાર સામે આવ્યા છે. આગામી સપ્તાહે યોજાનારી આ કોન્ફરન્સની મહત્વની બેઠકમાં ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ હાજરી આપશે. એક સત્તાવાર નિવેદન જાહેર કરીને એવી જાહેરાત કરવામાં આવી છે કે જિનપિંગ PM નરેન્દ્ર મોદીના આમંત્રણ પર 4 જુલાઈએ યોજાનારી કાઉન્સિલ ઑફ હેડની 23મી બેઠકમાં ભાગ લેશે. જોકે, તે આ માટે ભારત નહીં આવે. તેઓ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા આ બેઠકમાં હાજરી આપશે અને ઘણા મુદ્દાઓ પર પોતાનો અભિપ્રાય આપશે.
મહેસાણાની કિડ્સ કિંગડમ સ્કૂલ દ્વારા બકરી ઈદની (Bakari Eid) ઉજવણીનો મુદ્દો ગરમાતા શાળા સંચાલકે માફી માગી લીધી છે. પોલીસ સંરક્ષણ વચ્ચે શાળા સંચાલિકાએ ટોળાની વચ્ચે આવી માફી માગી હતી. શાળા સંચાલક આકાશ ગૌતમે માફી માગી ભૂલ સ્વીકારી હતી. તેમણે જણાવ્યું કે હવે વાલીઓ કે કોઈની લાગણી દુભાય તેવા કાર્યક્રમ નહીં કરીએ. તો બીજીબાજુ સ્કૂલ પ્રોપર્ટી માલિક દ્વારા સ્કૂલ સંચાલકને લીગલ નોટિસ (Legal notice) અપાઈ છે. સ્કૂલ સંચાલક આકાશ ગૌતમને 7 દિવસમાં પ્રોપર્ટી ખાલી કરવા નોટિસ અપાઈ છે. તાત્કાલિક ધોરણે પ્રિ -સ્કૂલ (Pre-school) બંધ કરવા નોટિસ અપાઈ હતી.
રાજ્યમાં ચોમાસુ બરાબર જામી ગયુ છે. હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યના 200 થી વધારે તાલુકામાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે. રાજ્યના 50 થી વધુ તાલુકામાં બે કલાકમાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે. માત્ર બે કલાકમાં જ વલસાડમાં બે ઈંચ જેટલો વરસાદ પડ્યો હતો. તો આ તરફ ધરમપુરમાં છેલ્લા બે કલાકમાં અઢી ઈંચ જેટલો વરસાદ જોવા મળ્યો છે.
નવસારીના ખેરગામમાં બે કલાકમાં બે ઈંચ વરસાદ વધ્યો છે. ગીરસોમનાથના કોડિનારમાં બે કલાકમાં બે ઈંચ વરસાદ છે. જૂનાગઢના માણાવદર અને ગીરગઢડામાં દોઢ ઈંચ વરસાદ વરસ્યો છે. સુરતના મહુવા તાલુકામાં સાડા 7 ઈંચ વરસાદ છે. તાપીના ત્રણ તાલુકામાં છેલ્લા 24 કલાકમાં 12 ઈંચ વરસાદ છે. સુરતના મહુવા તાલુકામાં સાડા 7 ઈંચ વરસાદ છે.
અમદાવાદમાં સ્પીડનો સુમારમાં જીંદગીને છીનવી લેનારાઓ ઓછા નથી થઈ રહ્યા ત્યાં હવે ઘરની પાસે પાર્ક કરેલા વાહનો પર પણ ઓવરસ્પીડને લઈ અકસ્માત સર્જનારા વધી રહ્યા છે. અમદાવાદ પોલીસની સલાહને ગણી ન ગણી કરનારાઓના પાપે સરવાળે ગરીબ કે મધ્યવર્ગના લોકો જ ભોગ બને છે. આવા જ પ્રકારની ઘટના સામે આવી છે અમદાવાદના હાટકેશ્વર વિસ્તારમાંથી કે જેમા અનેક વાહનોનો ખુરદો બોલાવી દીધો ઓવરસ્પીડમાં હંકારનારા કાર ચાલકે.
અમદાવાદના હાટકેશ્વરના ઓવરબિજના છેડે એક કારે વહેલી સવારે અનેક વાહનોને અડફેટે લીધા, હાટકેશ્વરથી સીટીએમ જવાના માર્ગ પર શકરીબેનની ચાલીના રહીશોઓએ બહાર પાર્ક કરેલા વાહનો પર કાર ચડાવી કાર ચાલક ફરાર થઈ ગયો હતો.
મેટ્રોમાં સવાર થઈને PM મોદી દિલ્હી યુનિવર્સિટી પહોંચ્યા, મુસાફરો સાથે કરી વાતચીત
#WATCH प्रधानमंत्री नरेंद्र मोदी ने दिल्ली विश्वविद्यालय के शताब्दी समारोह में शामिल होने के लिए मेट्रो से यात्रा किया। pic.twitter.com/awhvJinGfd
— ANI_HindiNews (@AHindinews) June 30, 2023
ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ ભારતમાં 4 જુલાઈએ યોજાનારી SCO સમિટમાં વર્ચ્યુઅલ રીતે હાજરી આપશે.
Mumbai Rain: વરસાદની શરુઆતની સાથે જ મુંબઈમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. ત્યારે મુંબઈમાં આગામી 2-3 દિવસ સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે. મુંબઈમાં છેલ્લા કેટલાક દિવસોથી ભારે વરસાદ પડી રહ્યો છે, જેના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. ભારતીય હવામાન વિભાગ (IMD) અનુસાર, મહારાષ્ટ્રના ઘણા ભાગોમાં 3 જુલાઈ સુધી ભારે વરસાદની સંભાવના છે. મુંબઈ, થાણે, પૂણે, રાયગઢ, રત્નાગીરીમાં તો એલર્ટ જાહેર કરવામાં આવ્યા છે.
Rain In Gujarat : હવામાન વિભાગની આગાહી વચ્ચે જૂનાગઢમાં વરસાદ વરસ્યો હતો. જૂનાગઢની ઝાંઝરડા ચોકડી પર મેઘરાજાએ મહામુશ્કેલી સર્જી છે. કોર્પોરેશનની બેદરકારીના કારણે આજે વાહનચાલકોને મુશ્કેલીમાં મૂકાવાનો વારો આવ્યો છે. ઝાંઝરડા ચોકડી પર કેડસમા પાણી ભરાવાની સાથે રસ્તા પર ખાડા પડી જતાં લોકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે.
રાહદારીઓ અને વાહનચાલકો પાંચ ફૂટ પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા છે. ટ્રેક્ટરની ટ્રોલી ખાડામાં ફસાઈ જતાં લોકો રસ્તા ઉપર અટવાઈ ગયા હતા. કેટલીક ગાડીઓને ધક્કા મારવા પડ્યા હતા. જો પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા હોત તો આ પરિસ્થિતિ ન સર્જાઈ હોત. સિઝનના પ્રથમ વરસાદમાં જ જૂનાગઢ મહાનગરપાલિકાની પ્રિમોન્સૂન કામગીરીની પોલ ખુલી ગઈ છે.
Monsoon 2023: આજે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.
જમ્મૂ કાશ્મીરમાં પવિત્ર અમરનાથ યાત્રા માટે તીર્થયાત્રીઓનો પ્રથમ જથ્થો ભારે સુરક્ષાની વચ્ચે પહલગામ અને બાલટાલ માટે રવાના થયો.
#WATCH | J&K: The first batch of Amarnath Yatra pilgrims leave for Pahalgam and Baltal pic.twitter.com/vVqHzVC558
— ANI (@ANI) June 29, 2023
Published On - 6:18 am, Fri, 30 June 23