Rajkot : ધોરાજી પંથકમાં ધોધમાર વરસાદ, આગોતરા વાવેતર કરાયેલા પાકોને નુક્સાન, જુઓ Video
રાજકોટના જસદણ શહેરમાં એક કલાકમાં ધોધમાર 2 ઈંચ વરસાદ પડ્યો છે. તળાવ અને ચેકડેમમાં નવા નીરની આવક થઈ સાથે ભારે વરસાદથી ખેતરોમાં પાણી ભરાઈ ગયા.
Rajkot : ધોરાજી તાલુકામાં મેઘરાજાએ ખેડૂતોની ચિંતા વધારી દીધી છે. ભારે વરસાદના કારણે ધોરાજી પંથક જળબંબાકાર થઈ ગયો છે. ધોરાજીના તોરણીયા, મોટીમારડ, ફરેણી જમનાવડ, પીપળીયા, ભોળા ભોલ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. જેના કારણે ખેતરો જળતરબોળ થઈ ગયા છે. ખેતરોમાં પાણી ભરાઈ જવાના કારણે આગોતરા વાવેતર કરાયેલા મગફળી, કપાસ અને સોયાબીન જેવા પાકોને નુક્સાન થવાની ભીતિ છે.
બીજી તરફ દક્ષિણ ગુજરાતમાં ધમધોકાર વરસાદથી શહેરીજનો, ટાઉન વિસ્તારોમાં હાલાકી જ હાલાકી છે. સુરતમાં ખાડીનું પાણી ઓવરફ્લો થઈને આસપાસના વિસ્તારોમાં ફરી વળ્યા, અને સણિયા હેમાદ જેવા ગામો બેટમાં ફેરવાઈ ગયા. તો સુરતના ગ્રામીણ વિસ્તારોમાં પણ આ જ સ્થિતિ છે.
આ પણ વાંચો : પ્રિ-મોન્સૂન પ્લાનના નામે AMCએ કરેલા દાવાઓ ક્યાં ગયા ? જુઓ Video
વલસાડના અનેક વિસ્તારોમાં બારેમેઘ ખાંગા જેવી સ્થિતિએ જનજીવન અસ્તવ્યસ્ત કરી દીધું છે. નવસારીમાં પણ પણ પૂર્ણા નદી બેકાંઠે થતાં સતર્કતા વધારી દેવાઈ છે. તાપીના પણ કેટલાક વિસ્તારમાં ધોધમાર વરસાદ તૂટી પડ્યો છે. અને નદીઓમાં ધસમસતા પાણી જતાં જોવા મળી રહ્યા છે.