Monsoon: દેશના અનેક રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ જાહેર, મુંબઈમાં અત્યાર સુધીમાં 10 લોકોના મોત
હવામાન વિભાગ દ્વારા જાહેર કરાયેલા તાજેતરના અપડેટમાં એમ પણ કહેવામાં આવ્યું હતું કે દેશના ઉત્તર-પશ્ચિમ વિસ્તારો સિવાય ચોમાસું આગામી બે દિવસ દરમિયાન મધ્ય ભારત અને પશ્ચિમ ભારતમાં સક્રિય રહેશે. આગામી બે દિવસ દરમિયાન દક્ષિણ પશ્ચિમ ચોમાસું દેશના બાકીના ભાગોમાં આગળ વધે તેવી શક્યતા છે.
Monsoon 2023: દેશમાં ચોમાસાએ દસ્તક આપી દીધી છે. ઘણા ભાગોમાં હળવાથી ભારે વરસાદ (Heavy Rain) પડી રહ્યો છે. વરસાદના કારણે અનેક વિસ્તારોમાં જનજીવન અસ્તવ્યસ્ત બની ગયું છે. હવામાન વિભાગ (IMD) એ દેશના ઘણા ભાગોમાં ઓરેન્જ અને યલો એલર્ટ પણ જાહે કર્યા છે. મુંબઈમાં (Mumbai) વરસાદને કારણે અલગ-અલગ ઘટનાઓમાં અત્યાર સુધીમાં 10 લોકોના મોત થયા છે. સવારથી દિલ્હીના ઘણા વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. ઉત્તર પ્રદેશમાં આગામી 2 દિવસ સુધી ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે.
વરસાદના કારણે અત્યાર સુધીમાં 10 લોકોના મોત
જો મુંબઈની વાત કરવામાં આવે તો ભારે વરસાદના કારણે અત્યાર સુધીમાં 10 લોકોના મોત થયા છે. તેમાંથી 3 લોકોનાં મોત વૃક્ષો પડવાને કારણે થયાં હતાં, જ્યારે ઘાટકોપર અને વિલે પાર્લેમાં બિલ્ડિંગ ધરાશાયી થવાને કારણે 4 લોકોનાં મોત થયાં હતાં, જ્યારે વરસાદ સંબંધિત અકસ્માતમાં 3 સફાઈ કામદારોનાં પણ મોત થયાં હતાં. હવામાન વિભાગે મહારાષ્ટ્રના 6 જિલ્લા થાણે, રાયગઢ, પાલઘર, સિંધુદુર્ગ, નાસિક અને રત્નાગિરી માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે અને ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે.
ચોમાસું આગામી બે દિવસ દરમિયાન મધ્ય ભારત અને પશ્ચિમ ભારતમાં સક્રિય રહેશે
હવામાન વિભાગ દ્વારા જાહેર કરાયેલા તાજેતરના અપડેટમાં એમ પણ કહેવામાં આવ્યું હતું કે દેશના ઉત્તર-પશ્ચિમ વિસ્તારો સિવાય ચોમાસું આગામી બે દિવસ દરમિયાન મધ્ય ભારત અને પશ્ચિમ ભારતમાં સક્રિય રહેશે. આ સાથે એવું પણ કહેવામાં આવ્યું હતું કે આગામી બે દિવસ દરમિયાન દક્ષિણ પશ્ચિમ ચોમાસું દેશના બાકીના ભાગોમાં આગળ વધે તેવી શક્યતા છે.
આ પણ વાંચો : Breaking News: મણિપુરમાં રાહુલ ગાંધીના કાફલાને પોલીસે ઈમ્ફાલ પહોંચતા પહેલા જ રોક્યો
પશ્ચિમ બંગાળમાં બુધવારે કોલકાતા અને તેની આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો હતો, જેનાથી સામાન્ય જીવન પ્રભાવિત થયું હતું અને વાહનવ્યવહાર ખોરવાયો હતો. હવામાન વિભાગે આગામી બે દિવસમાં રાજ્યના જલપાઈગુડી, કૂચ બિહાર અને અલીપુરદ્વારના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરી છે.
આગામી બે દિવસ સુધી વરસાદની શક્યતા
દિલ્હીની વાત કરવામાં આવે તો આજે સવારથી ઘણા વિસ્તારોમાં સતત વરસાદ પડી રહ્યો છે. દિલ્હી-એનસીઆરમાં આજે સવારથી પડેલા વરસાદને કારણે ભેજવાળી ગરમીમાંથી રાહત મળી છે. હવામાન વિભાગનું કહેવું છે કે આગામી બે દિવસ સુધી વાદળછાયું વાતાવરણ અને વરસાદની શક્યતા છે. ગોવામાં હવામાન હજુ પણ ખરાબ છે. ચોમાસાને ધ્યાનમાં રાખીને, અધિકારીઓએ બીચ પર કોઈપણ પ્રકારની પ્રવૃત્તિઓથી દૂર રહેવા જણાવ્યું છે, જોકે મર્યાદિત સંખ્યામાં પ્રવાસીઓ હજુ પણ બીચ પર રહે છે.