Monsoon 2023: જૂનાગઢમાં ભારે વરસાદના પગલે ઝાંઝરડા ચોકડી પર ભરાયા કેડસમા પાણી, જુઓ Video

Monsoon 2023: જૂનાગઢમાં ભારે વરસાદના પગલે ઝાંઝરડા ચોકડી પર ભરાયા કેડસમા પાણી, જુઓ Video

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 30, 2023 | 7:41 AM

હવામાન વિભાગની આગાહી વચ્ચે જૂનાગઢમાં વરસાદ વરસ્યો હતો. જૂનાગઢની ઝાંઝરડા ચોકડી પર મેઘરાજાએ મહામુશ્કેલી સર્જી છે. કોર્પોરેશનની બેદરકારીના કારણે આજે વાહનચાલકોને મુશ્કેલીમાં મૂકાવાનો વારો આવ્યો છે.

Rain In Gujarat : હવામાન વિભાગની આગાહી વચ્ચે જૂનાગઢમાં વરસાદ વરસ્યો હતો. જૂનાગઢની ઝાંઝરડા ચોકડી પર મેઘરાજાએ મહામુશ્કેલી સર્જી છે. કોર્પોરેશનની બેદરકારીના કારણે આજે વાહનચાલકોને મુશ્કેલીમાં મૂકાવાનો વારો આવ્યો છે. ઝાંઝરડા ચોકડી પર કેડસમા પાણી ભરાવાની સાથે રસ્તા પર ખાડા પડી જતાં લોકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે.

આ પણ વાંચો : Rain Breaking : ગુજરાતમાં 24 કલાકમાં 125 તાલુકામાં થઇ મેઘમહેર, સૌથી વધુ વલસાડના ઉમરગામ તાલુકામાં 5 ઈંચથી વધુ વરસાદ, જૂઓ Video

પ્રિમોન્સૂન કામગીરીની પોલ ખુલી

રાહદારીઓ અને વાહનચાલકો પાંચ ફૂટ પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા છે. ટ્રેક્ટરની ટ્રોલી ખાડામાં ફસાઈ જતાં લોકો રસ્તા ઉપર અટવાઈ ગયા હતા. કેટલીક ગાડીઓને ધક્કા મારવા પડ્યા હતા. જો પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા હોત તો આ પરિસ્થિતિ ન સર્જાઈ હોત. સિઝનના પ્રથમ વરસાદમાં જ જૂનાગઢ મહાનગરપાલિકાની પ્રિમોન્સૂન કામગીરીની પોલ ખુલી ગઈ છે.

હવામાન અને ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">