Rain Breaking : વરસાદને લઇને હવામાન વિભાગે કરી પાંચ દિવસની આગાહી, જાણો કયા કયા વિસ્તારોમાં પડશે વરસાદ

હાલમાં પશ્ચિમ-દક્ષિણ પશ્ચિમ પવનોને લીધે ભેજનું પ્રમાણ વધું જોવા મળી રહ્યું છે. તો બંગાળની ખાડીમાં એક સિસ્ટમ સક્રિય બની છે. જેના પર હવામાન વિભાગ દ્વારા નજર રાખવામાં આવી રહી છે.

Rain Breaking : વરસાદને લઇને હવામાન વિભાગે કરી પાંચ દિવસની આગાહી, જાણો કયા કયા વિસ્તારોમાં પડશે વરસાદ
વરસાદને લઇને હવામાન વિભાગે કરી આગાહી
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 24, 2023 | 8:39 AM

Ahmedabad :  ગુજરાતમાં વરસાદને (Rain) લઇને હવામાન વિભાગે (Meteorological department) આગાહી કરી છે. હવામાન વિભાગે આજે કેટલાક વિસ્તારોમાં વરસાદ થવાની આગાહી કરી છે. હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. આગામી પાંચ દિવસ સમગ્ર રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે. જો કે હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા વ્યક્ત કરી છે.

આ પણ વાંચો-  Mandi : પાટણના સિદ્ધપુર APMCમાં જુવારના મહત્તમ ભાવ રૂપિયા 6060 રહ્યા, જાણો જુદા-જુદા પાકના ભાવ

બંગાળની ખાડીમાં એક સિસ્ટમ સક્રિય બની

બનાસકાંઠા, સાબરકાંઠા, મહીસાગર અને દાહોદમાં પણ વરસાદી માહોલ જોવા મળી શકે છે. હાલમાં પશ્ચિમ-દક્ષિણ પશ્ચિમ પવનોને લીધે ભેજનું પ્રમાણ વધું જોવા મળી રહ્યું છે. તો બંગાળની ખાડીમાં એક સિસ્ટમ સક્રિય બની છે. જેના પર હવામાન વિભાગ દ્વારા નજર રાખવામાં આવી રહી છે. અમદાવાદ,ખેડા, વડોદરા જેવા જિલ્લાઓમાં 29 ડિગ્રીથી ઓછુ તાપમાન રહેવાની આગાહી છે. તો બીજી તરફ અમરેલી,ગાંધીનગર, ખેડા,સુરત જેવા જિલ્લાઓમાં દિવસ દરમિયાન 36 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે.

Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા
સવારે ઉઠતાની સાથે દેખાય આ 6 વસ્તુઓ, તો સમજો કિસ્મત ચમકવાની છે !
Darshan Raval: બોલિવુડની હિરોઈનો કરતા પણ વધારે સુંદર છે દર્શન રાવલની પત્ની ! જુઓ-Photo

ચોમાસુ ખેંચાતા ખેડૂતો ચિંતામાં મુકાયા

ગુજરાતમાં ચોમાસું ખેંચાતા ફરી એક વખત જગતના તાત તેમજ નાગરિકોના માથે ચિંતાના વાદળો છવાયા છે. જૂન મહિનો પૂર્ણ થવાના આરે છે તેમ છતાં હજુ સુધી ગુજરાતમાં વરસાદના કોઇ એંધાણ નથી. જેના કારણે વરસાદ માટે ગુજરાતીઓએ હજુ વધુ રાહ જોવી પડશે.

ખેડા જિલ્લામાં કેટલાક વિસ્તારોમાં વરસાદ

બીજી તરફ હવામાન વિભાગે કરેલી આગાહી અનુસાર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. ખેડા જિલ્લાના ડાકોરમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઇ છે. ડાકોર સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. કાલસર, નેશ, ધુણાદરા, આગરવા ગામમાં વરસાદ ખાબક્યો છે. જાખેડ, સુઈ, વલ્લભપુરા સહિત ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ છે. ડાકોર મંદિર નજીક વરસાદી પાણી ફરી વળ્યા છે. ભારે ઉકળાટ વચ્ચે વરસાદ વરસતા વાતાવરણમાં પ્રસરી ઠંડક પ્રસરી છે.

હવામાન અને ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">