Breaking News: મેટ્રોમાં સવાર થઈને PM મોદી દિલ્હી યુનિવર્સિટી પહોંચ્યા, મુસાફરો સાથે કરી વાતચીત, જુઓ-VIDEO
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હી યુનિવર્સિટીના શતાબ્દી સમારોહમાં હાજરી આપવા માટે મેટ્રોમાં મુસાફરી કરી હતી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હી યુનિવર્સિટીના શતાબ્દી સમારોહમાં હાજરી આપવા માટે મેટ્રોમાં મુસાફરી કરી હતી. આ દરમિયાન તેમણે મેટ્રોમાં સવાર મુસાફરો સાથે બેસીને વાતચીત પણ કરી હતી. તમને જણાવી દઈએ કે પીએમ મોદી દિલ્હી યુનિવર્સિટી કેમ્પસમાં ત્રણ નવી ઈમારતોનો શિલાન્યાસ કરશે.
#WATCH प्रधानमंत्री नरेंद्र मोदी ने दिल्ली विश्वविद्यालय के शताब्दी समारोह में शामिल होने के लिए मेट्रो से यात्रा किया। pic.twitter.com/awhvJinGfd
— ANI_HindiNews (@AHindinews) June 30, 2023
(વીડિયો ક્રેડિટ- ટ્વીટર)
પીએમએ મેટ્રોમાં કરી મુસાફરી
આજે 30મી જૂને દિલ્હી યુનિવર્સિટીનો શતાબ્દી સમારોહનો કાર્યક્રમ પૂર્ણ થવા જઈ રહ્યો છે ત્યારે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી મુખ્ય અતિથિ તરીકે સમાપન કાર્યક્રમમાં હાજરી આપવા જવાના છે. ત્યારે તેઓએ યુનિવર્સીટી સુધી પહોચવા માટે પોતાની ગાડી અને પ્રાઈવેટ વાહનનો ઉપયોગ ન કરીને દિલ્હી મેટ્રોમાં મુસાફરી કરી હતી. આ દરમિયાન પીએમએ મેટ્રોમાં સવાર મુસાફરો સાથે બેસીને પણ ઘણી વાતચીત કરી હતી. તે જ સમયે, ડીયુએ કાર્યક્રમમાં પીએમ મોદીની ભાગીદારી અંગે માર્ગદર્શિકા પણ જાહેર કરી છે. તમામ વિદ્યાર્થીઓ અને સ્ટાફને કાર્યક્રમમાં હાજર રહેવા જણાવાયું છે.
On the way to the DU programme by the Delhi Metro. Happy to have youngsters as my co-passengers. pic.twitter.com/G9pwsC0BQK
— Narendra Modi (@narendramodi) June 30, 2023
(ફોટો ક્રેડિટ- ટ્વીટર)
પીએમ મોદીએ એક સામાન્ય માણસની જેમ મેટ્રોમાં મુસાફરી કરવા માટે ટોકન પણ ખરીદ્યું હતું. જ્યારે તે ટ્રેનમાં ચઢવા માટે પ્લેટફોર્મ પર પહોંચ્યો ત્યારે ત્યાં હાજર અન્ય મુસાફરોમાં આશ્ચર્ય ચકિત થઈ ગયા હતા. પીએમ મોદીને મેટ્રોમાં જોઈ આસપાસ ઉભેલા દરેક લોકો પીએમની પીસે આવી ગયા હતા.
પીએમ મોદી આજે દિલ્હી યુનિવર્સીટીના શતાબ્દી સમારોહ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે હાજરી આપવા જઈ રહ્યા હતા. જ્યા તેઓએ યુનિવર્સીટી સુધી પહોચવા માટે મેટ્રોનો સહારો લેતા અન્ય મુસાફરો ખુશ થઈ ગયા હતા અને પીએમ મોદી સાથે આ મુસાફરી દરમિયાન કેટલાક વિદ્યાર્થીઓએ વાતચીત પણ કરી હતી.
યુનિવર્સીટીમાં 1 મેથી શરૂ થઈ હતી ઉજવણી
મળતી માહિતી મુજબ, આજે આ કાર્યક્રમ DU સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સના મલ્ટીપર્પઝ હોલમાં આયોજિત કરવામાં આવશે. યુનિવર્સિટી પ્રશાસને જણાવ્યું કે આ અવસર પર પીએમ વર્ચ્યુઅલ રીતે 3 નવી ઈમારતોનો શિલાન્યાસ કરશે. નોંધપાત્ર રીતે, દિલ્હી યુનિવર્સિટીએ તેની સ્થાપનાના 100 વર્ષ પૂર્ણ થવા પર વિશેષ કાર્યક્રમોની શ્રેણી શરૂ કરી હતી. DU ની આ ઉજવણી જે 1 મે 2022 ના રોજ શરૂ થઈ હતી.