29 માર્ચના મોટા સમાચાર: દાહોદના ડાગરીયા ગામે કાર ઝાડ સાથે અથડાતા ત્રણ લોકોના મોત
Gujarat Live Updates : આજ 29 માર્ચના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના અપડેટ્સ મેળવવા માટે આ પેજને સતત રિફ્રેશ કરતા રહો..
આજે 29 માર્ચને બુધવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો…
LIVE NEWS & UPDATES
-
Gujarat News Live: Ramnavmi 2023: ઇસ્કોન મંદિરમાં ઉજવાશે રામ નવમીનો તહેવાર
રામનવમી નિમિત્તે ઇસ્કોન મંદિરમાં વિશેષ કાર્યક્રમ રાખવામાં આવેલો છે, ભગવાન ના ગર્ભગૃહને વિવિધ પ્રકારના ફૂલોથી શણગારવામાં આવશે. આ મહોત્સવ ની શરૂઆત સવારે 4:30 કલાકે મંગળા આરતી થી થશે, ત્યારબાદ 7:30 કલાકે ભગવાનની શૃંગાર દર્શન આરતી કરવામાં આવશે. જેમાં ભગવાન ને વૃંદાવનથી બનાવેલા નવા વસ્ત્રો પેહરવામાં આવશે, ત્યાર બાદ શ્રીલ પ્રભુપાદ ની ગુરુ પૂજા કરવામાં આવશે. વધુ વાંચો
-
Gujarat News Live: સુરતમાં એસીબીએ સેન્ટ્રલ GSTના અધિકારીને લાંચ લેતા રંગે હાથ ઝડપ્યા
સુરતમાં એન્ટી કરપ્શન બ્યુરો (ACB) એ સેન્ટ્રલ GST અને એક્સાઇઝના અધિકારીને લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડ્યો છે. સેન્ટ્રલ GST અને એક્સાઇઝ વિભાગના વર્ગ-2નો અધિકારીને રૂ 1500ની લાંચ લેતા ઝડપી પાડયો છે.GST રજીસ્ટ્રેશન નંબર મેળવવા ફરિયાદી પાસે CGST ના અધિકારીએ લાંચ માંગી હતી. સુરતમાં CGST વિભાગના ક્લાસ ટુ ઓફીસર સુપ્રિટેન્ડન્ટને એન્ટી કરપ્શન બ્યુરોએ લાંચ લેતા ઝડપી પાડ્યો છે. મહિને હજારો રૂપિયા પગાર લેનારા સુપ્રિટેન્ડન્ટ ઝડપાતા CGST વિભાગમાં ખળભળાટ મચી ગયો છે.સુરત ખાતે નાનપુરા બહુમાળી બિલ્ડીંગ સામે આવેલી સેન્ટ્રલ GST અને સેન્ટ્રલ એક્સાઇઝ કમિશનર કચેરીમાં ડિવિઝન-1 રેન્જ-3માં સુપ્રિટેન્ડન્ટ તરીકે ફરજ બજાવતા રંજીત કુમાર ક્રિષ્ના કુમાર શાહ રૂ 1500 રૂપિયાની લાંચ માંગવા જતા ACB ના છટકામાં ભેરવાઈ ગયા છે.
-
-
Gujarat News Live: Ahmedabad: રેવ પાર્ટી માટે ઘરફોડ ચોરી કરતી દિલ્હીની ગેંગ ઝડપાઇ, બંધ મકાનોને કરતી હતી ટાર્ગેટ
અમદાવાદમાં રેવ પાર્ટી કરવા ઘરફોડ ચોરી કરતી દિલ્હીની ગેંગને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી છે. અમદાવાદમા ઘરફોડ ચોરી કરે તે પહેલાં 4 આરોપીની ધરપકડ આ ગેંગએ ગુજરાત, દિલ્હી,રાજસ્થાન અને મહારાષ્ટ્રના 40થી વધુ ગુના આચર્યા છે. આ ટોળકી બંધ મકાનોને ટાર્ગેટ કરતી હતી અને દિવસ દરમિયાન ઘરફોડ ચોરી કરતી હતી. જેમાં આરોપી સમીર ઉર્ફે કાસીમ શેખ ,સમદ ઉર્ફે અલી શેખ, દાનીશ પીટર અને સમીર ઉર્ફે ઈશુ પઠાણની કાગડાપીઠ પોલીસે ધરપકડ કરી છે. જેમાં દિલ્હીની આ ગેંગએ આંતર રાજ્ય ઘરફોડ ચોરી કરીને આંતક મચાવ્યો છે.અમદાવાદમાં પણ સોલા, ઘાટલોડિયા,વાડજ, શાહીબાગ, ખોખરા અને મણિનગર વિસ્તારમાં ઘરફોડ ચોરી કરેલ છે.ક્રાઇમ બ્રાંચે આરોપી પાસેથી એક ટુ વ્હિલર,બે ફોર વ્હિલર કાર,અમેરિકન ડોલર અને ઘરફોડ ચોરી માટેના સાધનો સહિત રૂપિયા 12.30 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.
-
Gujarat News Live: MNSએ કરી ઔરંગાબાદની જેમ અમદાવાદનું નામ બદલવાની માંગ, ઠાકરે જૂથે કહ્યું ‘આપો સાવરકરનું નામ’
થોડા દિવસો પહેલા મહારાષ્ટ્રના ઔરંગાબાદ શહેરનું નામ બદલીને છત્રપતિ સંભાજીનગર કરવામાં આવ્યું છે. ઠાકરે સરકાર અને હાલની શિંદે-ફડણવીસ સરકાર વચ્ચે આનો શ્રેય લેવાની લડાઈ પૂરી થઈ નથી. આ દરમિયાન રાજ ઠાકરેની પાર્ટી MNSએ પણ નામ બદલવાની રાજનીતિમાં એન્ટ્રી કરી છે. ધારાસભ્ય રાજુ પાટીલે હવે અમદાવાદનું નામ બદલવાની માંગ ઉઠાવી છે. વધુ વાંચો
-
Gujarat News Live: દાહોદના ડાગરીયા ગામે કાર ઝાડ સાથે અથડાતા ત્રણ લોકોના મોત
દાહોદના ડાગરીયા ગામે કાર ઝાડ સાથે અથડાતા ત્રણ લોકોના મોત થયા છે.જ્યારે બે લોકોને ગંભીર ઈજાઓ પહોંચી છે. જેમાં દેવગઢ બારીયા તાલુકાના ડાગરીયા ગામે કાર ચાલકે અચાનક સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવતા કાર ઝાડ સાથે અથડાઈ હતી. જેમાં કાર અથડાતા દોઢ વર્ષની બાળકી સહીત એક મહીલા અને અન્ય એકનું સારવાર દરમ્યાન મોત થયું હતું. જેના પગલે દેવગઢબારીયા પોલીસ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.
-
-
Gujarat News Live: Ahmedabad શહેરમાં પ્રેમ કહાનીનો કરુણ અંજામ, યુવકની હત્યા કરનાર આરોપી દંપતિની ધરપકડ
અમદાવાદ શહેરમાં પ્રેમ કહાનીનો કરુણ અંજામ સામે આવ્યો છે. જેમાં શહેરના બાપુનગરમાં ગુમ થયેલા યુવકને તેની પ્રેમિકા અને તેના પતિએ હત્યા કરીને 9 ટુકડા કર્યા હોવાનું ખુલ્યું છે. આ કેસમાં ક્રાઇમ બ્રાન્ચે હત્યા કરનાર દંપતીની ધરપકડ કરી છે. જેમાં ઘટનાની વિગત મુજબ દંપતીએ એક યુવકની ઘાતકી હત્યા કરી અને મૃતદેહના 9 ટુકડા કરીને જુદા જુદા સ્થળે નિકાલ કર્યો હતો. હચમચાવી નાખનાર આ હત્યાનું કારણ અનૈતિક સંબધ છે. વધુ વાંચો
-
Gujarat News Live: Ahmedabad: બોડકદેવ પોલીસે મંદિરને ટાર્ગેટ કરી ચોરી કરતા યુવકની ધરપકડ કરી, અનેક ચોરીઓનો ભેદ ઉકેલ્યો
અમદાવાદના બોડકદેવ પોલીસે મંદિરને ટાર્ગેટ કરી ચોરી કરતા યુવકની ધરપકડ કરી છે. જેના પગલે અલગ અલગ સાત જગ્યાઓ કરેલી ચોરીનો ભેદ ઉકેલાયો છે. જેમાં મોજશોખ માટે પૈસા ભેગા કરવા એક યુવક ચોર બન્યો હતો. જેણે મંદિરમાં માતાજીના છત્રની ચોરી કરી હતી. તેમજ 7 જગ્યાએ ચોરી કરી આરોપી દાગીના વેચવા જતો હતો ત્યારે પોલીસે ઝડપી પાડ્યો છે. આ આરોપી જીગરે સોલા, બોડકદેવ, કડી, મહેસાણા, સાંતેજ માં આવેલા મંદિરોને ટાર્ગેટ કર્યા છે. આ આરોપીને મોજશોખ પુરા કરવા નાણાં ની જરૂર હતી.પણ અન્ય કોઈ જગ્યાએ ચોરી કે લૂંટ કરે અને પકડાઈ જાય તો બસ આ જ ડરથી તેણે મંદિરોને ટાર્ગેટ કર્યા અને એક બાદ એક દોઢ બે માસમાં સાત મંદિરોમાં ચોરી ને અંજામ આપ્યો છે.
-
Gujarat News Live: અંબાજી મંદિરમાં નવરાત્રિ પર્વની ઉજવણી, મંદિરમાં અન્નકુટ સહિતના વિશેષ આયોજન
અંબાજી મંદિરમાં નવરાત્રિ પર્વની ઉજવણી, મંદિરમાં અન્નકુટ સહિતના વિશેષ આયોજન
અંબાજી મંદિરમાં નવરાત્રિ પર્વની ઉજવણી, મંદિરમાં અન્નકુટ સહિતના વિશેષ આયોજન | #TV9GujaratiNews #Gujarat pic.twitter.com/zSBXqfgrS4
— Tv9 Gujarati (@tv9gujarati) March 29, 2023
-
Gujarat News Live: Rajkot : જાહેરમાં છેડતીનો ભોગ બનેલી યુવતીને સલામતી બક્ષતી અભયમ ટીમ, છેડતી કરનારને જાહેરમાં માફી મંગાવી
રાજકોટ જિલ્લામાં મહિલાઓને 181 અભયમ સેવાથી કટોકટીની પળોમાં સ્વજનની જેમ સાથે રહી સહાય મળતી હોવાનું વધુ એક કિસ્સાએ સાબિત કર્યું છે. જેમાં ગત ગત 24 માર્ચના રોજ રાજકોટ સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનની 181 અભયમ્ ટીમના કાઉન્સિલર, મહિલા કોન્સ્ટેબલ તથા ટીમ રાત્રિના સમયે ફરજ નિભાવતા હતા ત્યારે 181 અભયમ હેલ્પલાઈન ઉપર જાગૃત નાગરીકે કોલ કરી જણાવ્યું કે શહેરના કેસરે હિંદ પુલ વિસ્તારમાં એક યુવતીની અજાણ્યા યુવકે છેડતી કરી હોવાથી તેને મદદની જરૂર છે. આ વાત જાણી 181 અભયમ ટીમ અને બી ડીવીઝન પોલીસનો કાફલો તુરંત ઘટનાસ્થળે દોડી ગયો. વધુ વાંચો
-
Gujarat News Live: ગુજરાતમાં કોરોનાના કેસમાં ફરી વધારો, નવા 401 કેસ નોંધાયા, એક્ટિવ કેસ 2136એ પહોંચ્યા
ગુજરાતમાં કોરોનાના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. જેમાં આજે 29 માર્ચના રોજ કોરોનાના નવા 401 કેસ નોંધાયા છે. જ્યારે એક્ટિવ કેસની સંખ્યા 2136એ પહોંચી છે. વધુ વાંચો
-
Gujarat News Live: અતીક અહેમદને લઇ પોલીસ કાફલો સાબરમતી જેલ પહોંચ્યો
અતીક અહેમદને લઇ પોલીસ કાફલો સાબરમતી જેલ પહોંચ્યો
અતીક અહેમદને લઇ પોલીસ કાફલો સાબરમતી જેલ પહોંચ્યો | #TV9GujaratiNews #Gujarat #Atiqahmed #Sabarmatijail pic.twitter.com/rwZS2iHABQ
— Tv9 Gujarati (@tv9gujarati) March 29, 2023
-
Gujarat News Live: સુરત ટેક્સટાઈલ માર્કેટમાં રામ નવમીની રજા જાહેર
સુરત ટેક્સટાઈલ માર્કેટમાં રામ નવમીની રજા જાહેર
સુરત ટેક્સટાઈલ માર્કેટ રામ નવમીની રજા જાહેર | TV9GujaratiNews #Gujarat pic.twitter.com/2uGqQ7qUyT
— Tv9 Gujarati (@tv9gujarati) March 29, 2023
-
Gujarat News Live: જંત્રી માટે રાહતના સમાચાર, 15 એપ્રિલ પહેલા સ્ટેમ્પ ખરીદનાર આગામી 4 મહિના સુધી જૂની જંત્રીનો લઇ શકશે લાભ
આગામી 15 એપ્રિલથી નવી જંત્રી જાહેર થવાની છે ત્યારે જંત્રી લાગુ થાય તે પહેલા જ રાહતના સમાચાર આવ્યા છે અને તે પ્રમાણે જો 15 એપ્રિલ પહેલા સ્ટેમ્પ ખરીદવામાં આવશે તો સ્ટેમ્પ ખરીદનારને આગામી 4 મહિના સુધી જૂના જંત્રીનો લાભ મળશે. તેમજ ખાસ બાબત એ છે કે જો બંને પક્ષોની સહી હશે તો જ મિલકતમાં જૂની જંત્રી લાગુ પડશે. તેમજ 4 મહિનામાં ગમે ત્યારે નોંધણી કરાવી શકાશે. વધુ વાંચો
-
Gujarat News Live: અમરેલી : ધોરણ 12ની પરીક્ષામાં કમ્પ્યુટર વિષયનું પેપર વાયરલ થતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો
અમરેલી : ધોરણ 12ની પરીક્ષામાં કમ્પ્યુટર વિષયનું પેપર વાયરલ થતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો
અમરેલી : ધોરણ 12ની પરીક્ષામાં કમ્પ્યુટર વિષયનું પેપર વાયરલ થતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો | #TV9GujaratiNews #Gujarat pic.twitter.com/vgKsVNJSvt
— Tv9 Gujarati (@tv9gujarati) March 29, 2023
-
Gujarat News Live: Rajkot: ખીજડિયા ગ્રામ પંચાયતનો VCE લાંચ લેતા ઝડપાયો, દસ્તાવેજ સહિતના કામ માટે નાની નાની રકમની કટકી કરતો હતો
રાજકોટ તાલુકાના કુવાડવા રોડ પર આવેલા ખીજડીયા ગ્રામપંચાયતનો વીસીઇ (Village Computer Entrepreneur ) (VCE ગુજરાતના ગામડામાં ગ્રામ પંચાયતની અંદર ઈ-ગ્રામ અંતર્ગત કામ કરે છે. ) 320 રૂપિયાની લાંચ લેતા એસીબીના હાથે ઝડપાયો હતો. રાજકોટ એસીબીને ફરિયાદ મળી હતી કે ખીજડિયા ગ્રામ પંચાયતમાં ખેડૂતોને જરૂરી દસ્તાવેજ કાઢી આપવા માટે જે એક પાનના 5 રૂપિયા વસુલવાના હોય છે તેના બદલે 10 રૂપિયા વસુલવામાં આવ્યા હતા. જેના આધારે એસીબી દ્વારા છટકું ગોઢવવામાં આવ્યું હતું. જેના આધારે એસીબીએ ખીજડિયા ગ્રામપંચાયતના વીસીઈ શ્રુતીન ધીરુભાઇ ઉમરાણીયાને પકડી પાડ્યો હતો અને તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
-
Gujarat News Live: રાજકોટ-જે.એમ.બિશ્નૌઇ આત્મહત્યા કેસમાં પોલીસે કરી CBIના અધિકારીઓની પૂછપરછ, આત્મહત્યા સમયે હાજર અધિકારીઓના નિવેદન લેવાયા
રાજકોટના જાવરીમલ બિશ્નોઈ કેસમાં પોલીસની તપાસ ઝડપી બની છે અને પોલીસે સમગ્ર ઘટનાનો તાળો મેળવવા CBI ના અધિકારીઓની પૂછપરછ હાથ ધરી છે. વધુ વાંચો
-
Gujarat News Live: અતીક અહેમદને લઇ પોલીસ કાફલો હિંમતનગરથી આગળ વધ્યો
અતીક અહેમદને લઇ યુપી પોલીસનો કાફલો રતનપુર બોર્ડરથી હિંમતનગર તરફ આગળ વધ્યો છે. જેમાં મોડી સાંજે કાફલો અમદાવાદની સાબરમતી જેલ પહોંચશે.
-
મહાઠગ કિરણ પટેલની પત્નીના પાંચ દિવસના રિમાન્ડ મંજૂર, ખુલશે અનેક રાઝ
મહાઠગ કિરણ પટેલની પત્ની માલિની પેટેલને ક્રાઈમ બ્રાંચે કોર્ટ સમક્ષ રજૂ કરી હતી જેમાં ક્રાઈમ બ્રાંચે માલિની પટેલના 14 દિવસના રિમાન્ડ માંગ્યા હતા.કોર્ટે 5 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. જેમાં 3 એપ્રિલ સુધી માલિની પટેલ ક્રાઈમ બ્રાંચની કસ્ટડીમાં રહેશે. ક્રાઈમ બ્રાંચે કોર્ટમાં સમક્ષ બંગલો પચાવી પાડવા માટે માલિની પટેલ પણ સહભાગી બન્યા હોવાની રજૂઆત કરી હતી ક્રાઈમ બ્રાંચે કોર્ટમાં કહ્યું હતું કે, બંગલાને પચાવી પાડવા માલિની પટેલે કેટલાક લોકોને બોલાવી ઘરનું વાસ્તુ પણ કરાવ્યું હતું.
-
અતીક અહેમદને સજા સંભળાવનાર જજને Y-કેટેગરીની સુરક્ષા આપવામાં આવી
અતીક અહેમદને સજા સંભળાવનાર જજની સુરક્ષા વધારી દેવામાં આવી છે. MP, MLA કોર્ટના જજ દિનેશ ચંદ શુક્લાને Y કેટેગરીની સુરક્ષા આપવામાં આવી છે. જણાવી દઈએ કે Y શ્રેણીની સુરક્ષા હેઠળ 8 સુરક્ષાકર્મી અને બે કમાન્ડો હશે.
-
ભક્તો અયોધ્યાના હવાઈ દર્શન કરી શકશે, 15 દિવસની ટ્રાયલ પર સુવિધા શરૂ
યોગી સરકારે રામ નવમી પર પવિત્ર શહેર અયોધ્યાને વધુ એક ભેટ આપી છે. હવે ભક્તો અયોધ્યાના હવાઈ દર્શન કરી શકશે. તેની 15 દિવસની ટ્રાયલ પણ શરૂ કરવામાં આવી છે. જણાવી દઈએ કે આજથી અયોધ્યામાં પણ આ સેવા શરૂ કરવામાં આવી છે. ભક્તો સવારે 9:00 થી સાંજના 6:00 વાગ્યા સુધી હેલિકોપ્ટર દ્વારા રામ નગરીના દર્શન કરી શકશે.
-
અતીક અહેમદને લઇ પોલીસ કાફલો ઉદયપુર પહોંચ્યો, મોડી સાંજે સાબરમતી જેલ પહોંચશે
અતીક અહેમદ લઇને પ્રયાગરાજથી નીકળેલો યુપી પોલીસનો કાફલો ઉદયપુર પહોંચ્યો છે. જે મોડી સાંજે અમદાવાદની સાબરમતી જેલ પહોંચશે. આજે ફરી કુખ્ચાત ગેંગસ્ટર અતીક અહેમદને અમદાવાદ લવાશે. રાત સુધીમાં આરોપી અતીક અહેમદ અમદાવાદની સાબરમતી જેલ પહોંચે તેવી શક્યતા છે. ઉત્તરપ્રદેશ પોલીસ પ્રયાગરાજથી અતીકને લઇ ગુજરાત આવી રહી છે. મહત્વનું છે કે 17 વર્ષ જૂના કેસમાં અતીક અહેમદને કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે. ઉમેશ પાલ અપહરણકાંડમાં અતીક સહિત ત્રણ આરોપીને આજીવન કેદની સજા ફટકારી હતી.
-
NCLAT ટ્રિબ્યુનલે ગૂગલને 1337 કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો છે
NCLAT ટ્રિબ્યુનલે અયોગ્ય વ્યાપારી પ્રથાઓ માટે Google ને રૂ. 1,337 કરોડનો દંડ ફટકાર્યો છે.
-
કિરેન રિજિજુના નિવેદન સામે 300 વકીલોએ ઉઠાવ્યો વાંધો, કહ્યું- રોફ જમાવવો શોભાસ્પદ નથી
સુપ્રીમ કોર્ટ અને વિવિધ હાઈકોર્ટમાં પ્રેક્ટિસ કરતા 300 થી વધુ વરિષ્ઠ વકીલોએ એક નિવેદન માટે કેન્દ્રીય કાયદા પ્રધાન કિરેન રિજિજુની નિંદા કરી છે. યાદ રહે રિજિજુએ કહ્યું હતું કે કેટલાક નિવૃત્ત ન્યાયાધીશો ભારત વિરોધી ગેંગનો હિસ્સો બની ગયા છે. એક સંયુક્ત નિવેદનમાં, વકીલોએ કહ્યું છે કે કેન્દ્રીય મંત્રી “સંદેશ મોકલી રહ્યા છે કે અસંમતિના અવાજને બક્ષવામાં આવશે નહીં”. અમે આ ટિપ્પણીઓને સ્પષ્ટ શબ્દોમાં વખોડીએ છીએ. આવો ઘમંડ અને ગુંડાગીરી મંત્રી જેવા ઉચ્ચ પદને શોભે નહીં. અમે મંત્રીને યાદ અપાવી શકીએ છીએ કે સરકારની ટીકા ન તો રાષ્ટ્ર વિરુદ્ધ છે, ન તો રાષ્ટ્રવિરોધી છે, ન તો ભારત વિરોધી છે.
-
BSFના સંયુક્ત ઓપરેશનમાં ડ્રોન ઝડપાયું
ભારત-પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સરહદની અંદર ફાઝિલકા જિલ્લાના કાવા વાલી ગામમાંથી BSF દ્વારા સંયુક્ત ઓપરેશનમાં એક ડ્રોન મળી આવ્યું છે. બાતમીદાર પાસેથી માહિતી મળ્યા બાદ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું, ત્યારબાદ ઝાડમાંથી એક ડ્રોન મળી આવ્યું હતું. તેના પર મેડ ઇન ચાઇના અને યુએસએ લખેલું છે.
-
લોકશાહીના સ્તંભો ક્ષીણ થઈ રહ્યા છે – મહેબૂબા મુફ્તી
કેન્દ્ર પર પ્રહાર કરતા પીડીપી ચીફ મહેબૂબા મુફ્તીએ કહ્યું છે કે લોકશાહીના તમામ સ્તંભો ડગમગી રહ્યા છે અને દરેકને પોતાના નિયંત્રણમાં લાવવાના પ્રયાસો થઈ રહ્યા છે. ઈઝરાયેલ અને પેલેસ્ટાઈનના લોકોને લાગ્યું કે ન્યાયતંત્રને નબળું પાડવાનો પ્રયાસ થઈ રહ્યો છે, તેથી લોકો રસ્તા પર આવી ગયા. અહીં વિપક્ષી દળોએ પણ સાથે આવવાનો નિર્ણય કર્યો છે.
-
Gujarat News Live: મહાઠગ કિરણ પટેલની પત્ની માલીની પટેલને મેટ્રો કોર્ટમાં રજૂ કરવામાં આવી
મહાઠગ કિરણ પટેલની પત્ની માલીની પટેલને મેટ્રો કોર્ટમાં રજૂ કરવામાં આવી છે. પોલીસ માલિની પટેલના રિમાન્ડની માંગણી કરશે કેમકે તપાસ માટે વધુ વિગતો મેળવવાની તેમજ કિરણ પટેલને લઈ તેની પાસે કેવા પ્રકારની માહિતિ છે તે પણ કદાચ રિમાન્ડ માંગણી માટેના કારણો બની શકે છે.
-
Gujarat News Live: ગુજરાતના માજી ધારાસભ્ય સુનિલ ઓઝા ને બિહાર ભાજપના સહ પ્રભારી બનાવાયા..
ગુજરાતના માજી ધારાસભ્ય સુનિલ ઓઝા ને બિહાર ભાજપના સહ પ્રભારી બનાવાયા છે. છેલ્લા કેટલાક સમયથી ઉત્તર પ્રદેશ બીજેપીના સહ પ્રભારી તરીકે કાર્યરત હતા. 2014 થી વડાપ્રધાનની વારાણસી સીટના પણ ઇન્ચાર્જ તરીકે રહ્યા છે ઓઝા અને હવે બિહાર ભાજપના સંગઠનમાં તેમની એન્ટ્રી થઈ છે. બિહાર ભાજપ સંગઠન મહામંત્રી ભીખુભાઈ દલસાણીયા અને સહ પ્રભારી તરીકે સુનીલ ઓઝા કાર્યરત જોવા મળશે..
-
Gujarat News Live: રાજ્ય સરકારનો વર્ષ 2021-22 નો કેગનો અહેવાલ રજૂ, કુલ ખર્ચની સામે મૂડી ખર્ચમાં થયો ઘટાડો
ગુજરાત સરકારનો વર્ષ 2021-22 નો કેગનો અહેવાલ વિધાનસભા ગૃહમાં રજૂ કરવામાં આવ્યો છે. કેગ દ્વારા સરકારના ખર્ચ અંગે અહેવાલ રજૂ કરાયો છે. કુલ ખર્ચની સામે મૂડી ખર્ચમાં 5 વર્ષથી સતત ઘટાડો નોંઘાઇ રહ્યો છે. અન્ય રાજ્યોની સરખામણીએ શિક્ષણ ક્ષેત્રે ખર્ચ ઓછો થવાનું સામે આવ્યુ છે.
સરકારનો જે કેગનો રિપોર્ટ હોય છે તેમાં વહીવટી ખર્ચમાં ક્યાં ચુક રહી ગઇ છે. કેવા પ્રકારનો વહીવટી ખર્ચ રહ્યો છે. ક્યાં સુધારાનો અવકાશ હતો, ક્યાં ખર્ચ બતાવવામાં નથી આવ્યો, આ તમામ મુદ્દા હોય છે. વહીવટી ખર્ચની સામે અનેક સવાલો આ રિપોર્ટના આધારે થઇ શકતા હોય છે.
આ વખતના કેગના રિપોર્ટની વાત કરવામાં આવે તો કુલ ખર્ચની સામે મૂડી ખર્ચમાં 5 વર્ષથી સતત ઘટાડો નોંઘાઇ રહ્યો છે. અન્ય રાજ્યોની સરખામણીમાં શિક્ષણ ક્ષેત્રે રાજ્ય સરકાર દ્વારા ખર્ચ ઓછો કરવામાં આવ્યો છે. તેની સામે વિકાસીય ખર્ચ, આરોગ્ય પર ખર્ચ અને મૂડી ખર્ચ વધુ હોવાની માહિતી મળી છે.
-
Gujarat News Live Update: હવે રાજકોટમાં બુલડોઝરવાળી ! ગેરકાયદે બાંધકામ તોડવા તંત્રની કામગીરી શરૂ
Rajkot : રાજકોટમા ગેરકાયદે બાંધકામ તોડવના તંત્ર દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી છે. મહત્વનું છે કે તંત્ર દ્વારા હાલ ગેરકાયદે બાંધકામો પર કડક વલણ દાખવવામાં આવ્યુ છે. ભક્તિનગર સ્ટેશનમાં હાલ ગેરકાયદે બાંધકામને તોડવાની કામગીરી હાથ ધરવામા આવી છે. હાલ તંત્ર બુલડોઝર લઈને દબાણ હટાવવા પહોંચ્યુ છે.
આપને જણાવી દઈએ કે, મનપાના અધિકારીઓ સાથે પોલીસનો કાફલો પણ સાથે છે.તો બીજી તરફ સ્થાનિકો દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યા છે કે અધિકારીઓને રૂપિયા ન આપ્યા એટલે બુલડોઝરની કામગીરી કરવામાં આવી રહી છે.
-
ક્રિકેટ મેચ રસિકો માટે સારા સમાચાર ! IPL દરમિયાન વરસાદની શક્યતા નહિવત, કેટલાક વિસ્તારોમાં ઠંડરસ્ટોર્મની શક્યતા
IPL મેચના રસિકો માટે સારા સમાચાર સામે આવ્યા છે. હવામાન વિભાગની આગાહી અનુસાર IPL દરમિયાન વરસાદની શક્યતા નહિવત છે. જો કે આજે અને આવતીકાલે રાજ્યના જુદા જુદા ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. જો કે કરા પડવાની શક્યતા નહિવત છે.
ગુજરાતમાં કમોસમી વરસાદનો રાઉન્ડ એક પછી એક શરુ થયો છે. આજથી બે દિવસ ફરી રાજ્યના જુદા જુદા ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. જો કે હવામાન વિભાગે કરા પડવાની શક્યતા નહીંવત દર્શાવી છે. જોકે અમદાવાદમાં યોજાનારી IPL મેચને વરસાદનું ગ્રહણ નહીં નડે. કારણકે અમદાવાદમાં IPL મેચ દરમિયાન વરસાદની શક્યતા નહીંવત છે.
-
Gujarat News Live : સુરતમાં શ્વાન કરડવાથી વધુ એકનું મોત !
વેડરોડના લક્ષ્મીનગર ખાતે 28 વર્ષીય રાજનને શ્વાને બચકા ભર્યા હતા. જેનુ મૃત્યુ થયું છે. રાજનને શ્વાને એક મહિનામાં બે વાર બચકા ભર્યા હતા. શ્વાને બચકા ભર્યા બાદ યુવક સતત બીમાર રહેતો હતો. સ્મિમેર હોસ્પિટલમાં સારવાર દરમિયાન 28 વર્ષીય રાજનનું મોત થયુ છે. જો કે, પીએમ રિપોર્ટ બાદ જ મોતનું સાચું કારણ બહાર આવશે
-
કર્ણાટકમાં 10 મે ના રોજ યોજાશે વિધાનસભાની ચૂંટણી, 13 મે એ હાથ ધરાશે મતગણતરી
કર્ણાટક વિધાનસભાની ચૂંટણી આગામી 10 મે રોજ યોજાશે. કર્ણાટક વિધાનસભાની 225 બેઠક માટે એક જ તબક્કે ચૂંટણી યોજાશે. વિધાનસભાની ચૂંટણીનુ પરિણામ 13 મેના રોજ હાથ ધરાશે.
Karnataka Assembly elections will be held on 10th May; counting of votes on 13th May pic.twitter.com/SYcfTnFnDB
— ANI (@ANI) March 29, 2023
-
Gujarat News Live : ઝડપથી વધી રહ્યા છે કોરોનાના કેસ, છેલ્લા 24 કલાકમાં નોંધાયા નવા 2151 કેસ
કોરોના વાયરસના ( corona ) કેસ ઝડપથી વધવા લાગ્યા છે. દરમિયાન, કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે બુધવારે માહિતી આપી હતી કે છેલ્લા 24 કલાકમાં કોરોનાના 2,151 નવા કેસ નોંધાયા છે. તે જ સમયે, દૈનિક હકારાત્મકતા દર 1.51 ટકા રહ્યો છે.
-
Gujarat News Live : લોકસભા 12 વાગ્યા સુધી, રાજ્યસભા 2 વાગ્યા સુધી સ્થગિત
રાજ્યસભાની કાર્યવાહી બપોરના બે વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી છે. જ્યારે લોકસભાની કાર્યવાહી બપોરના 12 વાગ્યા સુધી સ્થગિત કરાઈ છે.
-
honeytrap case : મહિલાએ વેપારીને કહ્યું- ચાર લાખ આપ, નહી તો બળત્કારની નોંધાવીશ ફરિયાદ
સુરતના ઉમરામાં honeytrap case સામે આવ્યો છે. ઓનલાઇન વેપાર કરતા વેપારીને હનીટ્રેપમાં ફસાવવાનો કેસ સામે આવ્યો છે. પોલીસે આ સંદર્ભે એક વ્યક્તિને ઝડપી પાડીને વધુ તપાસ હાથ ધરી છે. વેપારીને એક મહિલાએ હોટલમાં મળવા બોલાવ્યા બાદ બ્લેકમેલિંગ શરુ કર્યું હતુ. ઉમરા પોલીસ સ્ટેશનના નામે વેપારી ફોન કરીને ધમકી આપવામાં આવી હતી કે, તમારી સામે બળત્કારનો કેસ નોંધાશે. વેપારી પાસેથી 4 લાખ રૂપિયા માંગ્યા હતા. જો કે વેપારી પાસેથી 3 લાખ તો પડાવી લેવામાં આવ્યા હતા.
-
Gujarat News Live : કમોસમી વરસાદથી થયેલા નુકસાનમાં ખેડૂતોને સહાય ચૂકવાશે
કૃષિમંત્રીએ વિધાનસભામાં જાહેરાત કરતા કહ્યું છે કે, કમોસમી વરસાદથી થયેલા નુકસાનમાં ખેડૂતોને સહાય કરવામાં આવશે. કમોસમી વરસાદની સાચી વિગતો આવ્યા બાદ, આ વખતના કમોસમી વરસાદમાં પણ સહાય કરાશે. બાગાયતી પાક પૈકી કેરીના પાકમા થયેલા નુકસાન અંગે પણ સર્વે કરી સહાય ચૂકવવાની વાત કૃષિપ્રધાને કરી હતી.
Good news for #farmers: #Gujarat government announces compensation against crop loss due to unseasonal rains in the state #TV9News pic.twitter.com/PX08XrUpBz
— Tv9 Gujarati (@tv9gujarati) March 29, 2023
-
Gujarat News Live : કોંગ્રેસના ધારાસભ્યોએ વિવિધ મુદ્દે વિધાનસભા સંકુલમાં કર્યો વિરોધ
વિધાનસભા સંકુલ ખાતે કોંગ્રેસના ધારાસભ્યોએ મહાઠગ કિરણ પટેલ, આદિવાસી માટે બજેટ ફાળવો, યુવાનોને રોજગારી આપોના નારા સાથે વિરોધ કર્યો હતો. કોંગ્રેસના ધારાસભ્યોએ, વિધાનસભાના સંકુલમાં મુખ્યમંત્રી જવાબ આપોના લગાવ્યા નારા લગાવ્યાં હતા. પોસ્ટર સાથે વિરોધ કર્યો હતો. અનુસુચિત જાતી, અનુસુચિત જનજાતી, ઓબીસી, લઘુમતીને પૂરતું બજેટ ફાળવ્યું ના હોવાનો આક્ષેપ કર્યો હતો.
-
Gujarat News Live : ચૂંટણીપંચ આજે જાહેર કરશે કર્ણાટક વિધાનસભાની ચૂંટણીની તારીખ
કર્ણાટક વિધાનસભાની ચૂંટણીની તારીખ આજે કેન્દ્રીય ચૂંટણી પંચ જાહેર કરશે. કેન્દ્રીય ચૂંટણી પંચે આજે સવારે 11-30 કલાકે પ્રેસ કોન્ફરન્સ બોલાવી છે. આ પ્રેસ કોન્ફરન્સમાં પંચ, કર્ણાટક વિધાનસભાની ચૂંટણીની જાહેરાત કરે તેવી સંભાવના છે.
The Election Commission of India will announce the schedule of the General Election to the Legislative Assembly of Karnataka at 11:30am today. pic.twitter.com/Pe6BEWMD9c
— ANI (@ANI) March 29, 2023
Published On - Mar 29,2023 8:05 AM