AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ahmedabad શહેરમાં પ્રેમ કહાનીનો કરુણ અંજામ, યુવકની હત્યા કરનાર આરોપી દંપતિની ધરપકડ

બાપુનગરમાં રહેતો મોહંમદ મેરાજ પઠાણ 22 જાન્યુઆરીએ સવારે પોતાના ઘરેથી થોડીવારમાં આવુ છુ કહીને નીકળ્યો હતો.ત્યારબાદ તે પરત ન આવતા બાપુનગર પોલીસ સ્ટેશનમાં ગુમ થયાની જાણ કરાઇ હતી. જેની તપાસ ક્રાઇમ બ્રાન્ચને સોપાતા ગુમ થયેલા મોહમદ મેરાજની હત્યા થઇ હોવાનું ખુલ્યું. આ હત્યા તેની પ્રેમિકા રિઝવાના ઉર્ફે નેહા અને તેના પતિ ઇમરાન ઉર્ફે સુલતાન સૈયદએ કરી હતી.

Ahmedabad શહેરમાં પ્રેમ કહાનીનો કરુણ અંજામ, યુવકની હત્યા કરનાર આરોપી દંપતિની ધરપકડ
Ahmedabad Murder Case Accused Arrested
Mihir Soni
| Edited By: | Updated on: Mar 29, 2023 | 10:08 PM
Share

અમદાવાદ શહેરમાં પ્રેમ કહાનીનો કરુણ અંજામ સામે આવ્યો છે. જેમાં શહેરના બાપુનગરમાં ગુમ થયેલા યુવકને તેની પ્રેમિકા અને તેના પતિએ હત્યા કરીને 9 ટુકડા કર્યા હોવાનું ખુલ્યું છે. આ કેસમાં ક્રાઇમ બ્રાન્ચે હત્યા કરનાર દંપતીની ધરપકડ કરી છે. જેમાં ઘટનાની વિગત મુજબ દંપતીએ એક યુવકની ઘાતકી હત્યા કરી અને મૃતદેહના 9 ટુકડા કરીને જુદા જુદા સ્થળે નિકાલ કર્યો હતો. હચમચાવી નાખનાર આ હત્યાનું કારણ અનૈતિક સંબધ છે.

મૃતક મોહમદ મેરાજ અને રિઝવાના વચ્ચે અનૈતિક સંબધ હતા

આ ઘટનાની વાત કરીએ તો બાપુનગરમાં રહેતો મોહંમદ મેરાજ પઠાણ 22 જાન્યુઆરીએ સવારે પોતાના ઘરેથી થોડીવારમાં આવુ છુ કહીને નીકળ્યો હતો.ત્યારબાદ તે પરત ન આવતા બાપુનગર પોલીસ સ્ટેશનમાં ગુમ થયાની જાણ કરાઇ હતી. જેની તપાસ ક્રાઇમ બ્રાન્ચને સોપાતા ગુમ થયેલા મોહમદ મેરાજની હત્યા થઇ હોવાનું ખુલ્યું. આ હત્યા તેની પ્રેમિકા રિઝવાના ઉર્ફે નેહા અને તેના પતિ ઇમરાન ઉર્ફે સુલતાન સૈયદએ કરી હતી. કારણ કે મૃતક મોહમદ મેરાજ અને રિઝવાના વચ્ચે અનૈતિક સંબધ હતા. રિઝવાના સંબધ રાખવાની ના પાડતા મૃતક મેરાજ દબાણ કરીને બળજબરીથી સંબધ રાખતો હતો. જેથી કંટાળીને આ દંપતીએ હત્યાનું ષડયંત્ર રચ્યું અને સરપ્રાઈઝના બહાને પ્રેમિકા રિઝવાનાએ મેરાજને ઘરે બોલાવ્યો હતો.

ક્રાઇમ બ્રાન્ચે હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી હત્યાનો ભેદ ઉકેલીને આરોપી દંપતીની ધરપકડ કરી

તેમજ પ્રેમની વાતોમાં ડુબાડીને આંખે કાળી પટ્ટી બાંધી દીધી અને રિઝવાના પતિ ઇમરાનએ તીક્ષ્ણ હથિયારથી હત્યા કરી દીધી. આ દંપતીએ લાશના 9 ટુકડા કરીને 4 કોથળામાં ભરીને જુદા જુદા સ્થળે નિકાલ કર્યો હતો. પરંતુ ક્રાઇમ બ્રાન્ચે હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી હત્યાનો ભેદ ઉકેલીને આરોપી દંપતીની ધરપકડ કરી છે.

મેરાજ તેની સાથે બળજબરીથી સંબધ બનાવતો હતો

મૃતક મોહમદ મેરાજ ઉર્ફે માઈકલ અને આરોપી ઇમરાન સૈયદ બાપુનગરના રહેવાસી છે. બંને વચ્ચે એક વર્ષથી મિત્રતા થઈ હતી અને ઘરે અવરજવર વધી હતી. આ દરમ્યાન ઇમરાન ઉર્ફે સુલ્તાનની પત્ની રીઝવાના ઉર્ફે નેહાને મૃતક મોહમદ મેરાજ ઉર્ફે માઇકલ સાથે આડા સંબંધ થયા જેની જાણ ઇમરાન ને થતા તેને હત્યાનું ષડયંત્ર રચ્યું અને પોતાની પત્નિને હત્યાના ષડયંત્ર માં સામેલ કરી. રિઝવાના પણ મેરાજથી પીછો છોડાવવા માંગતી હતી. પરંતુ મેરાજ તેની સાથે બળજબરીથી સંબધ બનાવતો હતો.

પોલીસે માનવ કંકાલ શોધીને દંપતીની ધરપકડ કરી

જેથી આ દંપતીએ મેરાજને ઘરે બોલાવીને હત્યા કરી અને માથું ધડથી અલગ કર્યું. શરીરના 3 ટુકડા, હાથના 4 ટુકડા અને પગના 2 ટુકડા કરીને 9 ટુકડાની પ્લાસ્ટિકની થેલીમાં મૃતદેહ પેક કર્યું. આ દંપતીએ માથું કચરાના ઢગલામાં ફેંકી દીધું. જ્યારે અન્ય ટુકડા એક્ટિવા પર લઈ જઈને જુદા જુદા વિસ્તારમાં ફેંક્યા છે. આ ઘટનાના 2 માસ બાદ આ હત્યાનો ભેદ ઉકેલાયો. અને પોલીસે માનવ કંકાલ શોધીને દંપતીની ધરપકડ કરી છે.

મેરાજએ પણ છરી વડે હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો

મૃતક મેરાજ ની હત્યામાં ઝડપાયેલા પતિ પત્નીની પૂછપરછમાં એક મહત્વની વાત પોલીસ સમક્ષ આવી કે હત્યારા મોહમ્મદ ઈરફાને જ્યારે મેરાજ ને તલવાર મારી ત્યારે મેરાજએ પણ છરી વડે હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ તેની પ્રેમીકા રિઝવાના ઉર્ફે નેહા વચ્ચે આવી જતા તેણે હુમલો ન કર્યો અને બાદમા આરોપી એક બાદ એક ઘા મારી હત્યા કરી હતી. આ હત્યા કર્યા બાદ આ દંપતી સામાન્ય જીવન જીવતા હતા. પરંતુ તેમની હિંસક કરતૂત સામે આવી.. અને હવે જેલના સળિયા પાછળ ધકેલાયા છે.

આ પણ વાંચો : Breaking News : ગુજરાતમાં કોરોનાના કેસમાં ફરી વધારો, નવા 401 કેસ નોંધાયા, એક્ટિવ કેસ 2136એ પહોંચ્યા

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
g clip-path="url(#clip0_868_265)">