Breaking news: રાજકોટ-જે.એમ.બિશ્નૌઇ આત્મહત્યા કેસમાં પોલીસે કરી CBIના અધિકારીઓની પૂછપરછ, આત્મહત્યા સમયે હાજર અધિકારીઓના નિવેદન લેવાયા

રાજકોટના જાવરીમલ બિશ્નોઈ કેસમાં પોલીસની તપાસ ઝડપી બની છે અને પોલીસે સમગ્ર ઘટનાનો તાળો મેળવવા CBI ના અધિકારીઓની પૂછપરછ હાથ ધરી છે.

Breaking news: રાજકોટ-જે.એમ.બિશ્નૌઇ આત્મહત્યા કેસમાં પોલીસે કરી CBIના અધિકારીઓની પૂછપરછ, આત્મહત્યા સમયે હાજર અધિકારીઓના નિવેદન લેવાયા
Follow Us:
| Updated on: Mar 29, 2023 | 6:42 PM

રાજકોટના જાવરીમલ બિશ્નોઈ કેસમાં પોલીસની તપાસ ઝડપી બની છે અને પોલીસે સમગ્ર ઘટનાનો તાળો મેળવવા CBI ના અધિકારીઓની પૂછપરછ હાથ ધરી છે.

CBI ને બિસન્નોઇ સામે લાંચની ફરિયાદ મળી હતી. જેના આધારે શુક્રવારે CBIએ બિશ્નોઈની ચેમ્બરમાં રેડ કરી હતી અને તેમને 5 લાખ રૂપિયાની લાંચ સાથે રંગેહાથ ઝડપી પાડ્યા હતા.

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

રાજકોટમાં ફોરેન ટ્રેન્ડના જોઇન્ટ ડાયરેક્ટર જાવરીમલ બિશ્નોઈ આપઘાત કેસમાં તપાસનો ધમધમાટ જોવા મળી રહ્યો છે. પરિવારજનોના આક્ષેપ બાદ આ મામલો ગંભીર બન્યો છે. માહિતી મુજબ ઈન્ટ્રોગેટ કરનાર CBI ની ટીમ પણ તપાસ કરવામાં આવશે. આપને જણાવી દઈએ કે, જાવરીમલ બિશ્નોઈ બિશ્નોઈ રાજકોટમાં જોઇન્ટ ડાયરેક્ટર તરીકે ફરજ બજાવતા હતા. CBI ને બિશ્નોઈ સામે લાંચની ફરિયાદ મળી હતી. જેના આધારે શુક્રવારે CBIએ  બિશ્નોઈની ચેમ્બરમાં રેડ કરી હતી અને તેમને 5 લાખ રૂપિયાની લાંચ સાથે રંગેહાથ ઝડપી પાડ્યા હતા.

જ્યારે તેમની પૂછપરછ ચાલી રહી હતી અને જે.એમ બિશ્નોઈએ સીબીઆઇની કસ્ટડીમાં હતા ત્યારે અચાનક જ છલાંગ લગાવીને આત્મહત્યા કરી લીઘી હતી. સમગ્ર બનાવની જાણ થતા પોલીસે તપાસ શરૂ કરી હતી અને પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધીને આગળની તપાસ શરૂ કરી છે.

મહત્વનું છે કે CBI દ્રારા બિશ્નોઈના ઘરે તપાસ કરતા ત્યાંથી 50 લાખ રૂપિયાની રોકડ અને સોનાના દાગીના મળી આવ્યા હતા.જે બાદ તેમનાબેંક એકાઉન્ટની પણ તપાસ હાથ ધરવામાં આવી હતી.  આ મામલાની ગંભીરતાને જોતા ઉચ્ચ અધિકારીઓ રાજકોટ દોડી આવ્યા હતા.

પરિવારજનોએ CBI  ઉપર લગાવ્યા ગંભીર આક્ષેપો

બનાવની જાણ થતા બિકાનેરથી જે.એમ.બિશ્નોઈના ભાઇ સંજય ગીલા સિવીલ હોસ્પિટલ પહોંચ્યા હતા. સંજયે સીબીઆઇના અધિકારીઓ પર તેમના ભાઇની હત્યાનો આક્ષેપ લગાવ્યો હતો. સંજયે વધુમાં હતું કે સીબીઆઇ દ્રારા લાંચ કેસમાં તેના ભાઇને ડિટેઇન કર્યા બાદ પરિવારને કોઇ જ માહિતી આપી નથી. સીબીઆઇ ષડયંત્રના ભાગરૂપે તેમના ભાઇને ફસાવી રહ્યા છે.

CBIના DIG સુપ્રિયા પાટીલ પહોંચ્યા હતા રાજકોટ

આ ઘટનામાં   CBIના DIG  રાજકોટ પહોંચ્યા હતા અને સુપ્રિયા પાટીલે આત્મહત્યા કેસની અધિકારીઓ સાથે વિગતો મેળવી હતી. આ  આત્મહત્યા મામલે પોલીસ અધિકારીઓ સાથે સુપ્રિયા પાટીલ ચર્ચા કરી શકે છે , નોંધનીય છે કે અગાઉ રાજસ્થાનના ધારાસભ્ય બિહારીલાલ બિશ્નોઈએ આ મુદ્દે પત્ર લખ્યો હતો.  બિહારીલાલ બિશ્નોઈએ કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને  પણ પત્ર લખ્યો હતો.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">